Panchmahal News: પંચમહાલમાં હોટલોમાં અને દુકાનોમાં આકસ્મિક તપાસ, રાંધણ ગેસના 27 સિલિન્ડર

પંચમહાલમાં હોટલ અને ફરસાણની દુકાનમાં તપાસ ચેકિંગ દરમિયાન રાંધણ ગેસના 27 સિલિન્ડર જપ્ત અણીયાદ ચોકડી, બસ સ્ટેશન સહિતના વિસ્તારમાં તપાસ રાજકોટમાં TRP ગેમઝોનમાં જે અગ્નિકાંડ થયો ત્યારથી જ સમગ્ર ગુજરાતમાં બીજી કોઈ આવી દુર્ઘટના ના બને તેણે લઈને તપાસ શરૂ કરી દેવામાં આવી છે. રાજ્યમાં ઠેર ઠેર આ ઘટના બન્યા બાદ ફાયર સેફટીને લઈને તપાસ શરૂ કરી દેવામાં આવી છે. જે કોઈ જગ્યા પર સેફટીનો અભાવ જોવા મળે તે જગ્યાને સીલ પણ કરવામાં આવી રહી છે. રાંધણ ગેસના બોટલનો અનઅધિકૃત રીતે ઉપયોગ હવે રાજકોટમાં અગ્નિકાંડના પડઘા પંચમહાલ સુધી પહોંચી ગયા છે. પંચમહાલમાં હોટલો અને ફરસાણની દુકાનોમાં તપાસ શરૂ કરવામાં આવી છે. જેમાં હોટલો અને ફરસાણની દુકાનમાં LPG રાંધણ ગેસના બોટલનો અનઅધિકૃત રીતે ઉપયોગ થઈ રહયો હોવાનું પણ સામે આવ્યું છે. હોટલોમાં અને દુકાનોમાં આકસ્મિક ચેકિંગ શહેરાના મામલતદાર અને તેમની ટીમ દ્વારા પંચમહાલમાં હોટલોમાં અને દુકાનોમાં આકસ્મિક ચેકિંગ હાથ ધરવામાં આવ્યું હતું. જેમાં રાંધણ ગેસના સિલિન્ડરનો અનઅધિકૃત રીતે ઉપયોગ થતો હોવાનું સામે આવ્યું હતું. મહત્વનું છે કે, મામલતદાર ધર્મેન્દ્ર પટેલ અને ન્યાય મામલતદારની ટીમ દ્વારા હોટલ અને ફરસાણની દુકાનો ઉપર ફાયર સેફટી અને ગેસના બોટલોને લઈને તપાસ શરૂ કરવામાં આવી હતી. ઘરેલું વપરાશના ગેસના બોટલનો ઉપયોગ મહત્વનું છે કે, પંચમહાલમાં બસ સ્ટેશન, અણીયાદ ચોકડી સહિતના અન્ય વિસ્તારોમાં આવેલી અનેક હોટલો અને ફરસાણની દુકાનોમાં તપાસ કરવામાં આવી હતી. જેમાં હોટલ અને ફરસાણની દુકાનમાં ઘરેલું વપરાશના બોટલનો ઉપયોગ થતો જોવા મળી આવ્યો હતો. રાંધણ ગેસના 27 સિલિન્ડર જપ્ત શહેરાના મામલતદાર અને તેમની ટીમ દ્વારા આ તપાસમાં ડોમેસ્ટિક 27 રાંધણ ગેસના બોટલો જપ્ત કરવામાં આવ્યા હતા. મામલતદાર દ્વારા કડક કાર્યવાહી હાથ ધરવામાં આવતા હોટલો નાસ્તાની દુકાનોમાં તેમજ અન્ય જગ્યાએ ડોમેસ્ટિક રાંધણ ગેસના બોટલનો ઉપયોગ કરતા લોકોમાં ફફડાટ જોવા મળી રહ્યો છે. 

Panchmahal News: પંચમહાલમાં હોટલોમાં અને દુકાનોમાં આકસ્મિક તપાસ, રાંધણ ગેસના 27 સિલિન્ડર

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

  • પંચમહાલમાં હોટલ અને ફરસાણની દુકાનમાં તપાસ
  • ચેકિંગ દરમિયાન રાંધણ ગેસના 27 સિલિન્ડર જપ્ત
  • અણીયાદ ચોકડી, બસ સ્ટેશન સહિતના વિસ્તારમાં તપાસ

રાજકોટમાં TRP ગેમઝોનમાં જે અગ્નિકાંડ થયો ત્યારથી જ સમગ્ર ગુજરાતમાં બીજી કોઈ આવી દુર્ઘટના ના બને તેણે લઈને તપાસ શરૂ કરી દેવામાં આવી છે. રાજ્યમાં ઠેર ઠેર આ ઘટના બન્યા બાદ ફાયર સેફટીને લઈને તપાસ શરૂ કરી દેવામાં આવી છે. જે કોઈ જગ્યા પર સેફટીનો અભાવ જોવા મળે તે જગ્યાને સીલ પણ કરવામાં આવી રહી છે.

રાંધણ ગેસના બોટલનો અનઅધિકૃત રીતે ઉપયોગ

હવે રાજકોટમાં અગ્નિકાંડના પડઘા પંચમહાલ સુધી પહોંચી ગયા છે. પંચમહાલમાં હોટલો અને ફરસાણની દુકાનોમાં તપાસ શરૂ કરવામાં આવી છે. જેમાં હોટલો અને ફરસાણની દુકાનમાં LPG રાંધણ ગેસના બોટલનો અનઅધિકૃત રીતે ઉપયોગ થઈ રહયો હોવાનું પણ સામે આવ્યું છે.

હોટલોમાં અને દુકાનોમાં આકસ્મિક ચેકિંગ

શહેરાના મામલતદાર અને તેમની ટીમ દ્વારા પંચમહાલમાં હોટલોમાં અને દુકાનોમાં આકસ્મિક ચેકિંગ હાથ ધરવામાં આવ્યું હતું. જેમાં રાંધણ ગેસના સિલિન્ડરનો અનઅધિકૃત રીતે ઉપયોગ થતો હોવાનું સામે આવ્યું હતું. મહત્વનું છે કે, મામલતદાર ધર્મેન્દ્ર પટેલ અને ન્યાય મામલતદારની ટીમ દ્વારા હોટલ અને ફરસાણની દુકાનો ઉપર ફાયર સેફટી અને ગેસના બોટલોને લઈને તપાસ શરૂ કરવામાં આવી હતી.

ઘરેલું વપરાશના ગેસના બોટલનો ઉપયોગ

મહત્વનું છે કે, પંચમહાલમાં બસ સ્ટેશન, અણીયાદ ચોકડી સહિતના અન્ય વિસ્તારોમાં આવેલી અનેક હોટલો અને ફરસાણની દુકાનોમાં તપાસ કરવામાં આવી હતી. જેમાં હોટલ અને ફરસાણની દુકાનમાં ઘરેલું વપરાશના બોટલનો ઉપયોગ થતો જોવા મળી આવ્યો હતો.

રાંધણ ગેસના 27 સિલિન્ડર જપ્ત

શહેરાના મામલતદાર અને તેમની ટીમ દ્વારા આ તપાસમાં ડોમેસ્ટિક 27 રાંધણ ગેસના બોટલો જપ્ત કરવામાં આવ્યા હતા. મામલતદાર દ્વારા કડક કાર્યવાહી હાથ ધરવામાં આવતા હોટલો નાસ્તાની દુકાનોમાં તેમજ અન્ય જગ્યાએ ડોમેસ્ટિક રાંધણ ગેસના બોટલનો ઉપયોગ કરતા લોકોમાં ફફડાટ જોવા મળી રહ્યો છે.