Gujarat Weather News : અમદાવાદમાં ગરમીને લઈ ઓરેન્જ એલર્ટ અપાયું

મોટાભાગના શહેરોમાં તાપમાનનો પારો ઉંચકાયો રાજયના 4 શહેરોમાં તાપમાન 44 ડિગ્રીને પાર સૌથી વધુ તાપમાન સુરેન્દ્રનગરમાં 44.7 ડિગ્રી ગુજરાતમાં કાળઝાળ ગરમી પડી રહી છે,તેની વચ્ચે એક મહત્વના સમાચાર છે કે,રાજયમાં હજી પણ ગરમીનો પારો ઉંચકાશે,અગામી 6 દિવસ ગરમીથી કોઈ રાહત મળશે નહી,તો પોરબંદર,ગીરસોમનાથ,ભાવનગર,કચ્છમાં હીટવેવની આગાહી કરવામાં આવી છે,છેલ્લા 24 કલાકમાં સુરેન્દ્રનગર અને અમદાવાદમાં સૌથી વધુ તાપમાન નોંધાયું છે.17થી 22 દરમિયાન અમુક વિસ્તારો એવા હશે જ્યાં અતિશય ગરમીનો માહોલ જોવા મળે અને તેના કારણે કોઇ લોકલ સિસ્ટમ બંધાતા રાજ્યના બે-પાંચ ગામમાં વરસાદ પડી જાય તે અપવાદ રહેશે છેલ્લા 24 કલાકમાં નોંધાયેલ તાપમાન ગુજરાતમાં છેલ્લા 24 કલાક મુજબ નોંધાયેલ તાપમાનની વાત કરવામાં આવે તો અમદાવાદ 44.2 ડિગ્રી,ડીસા 44.4 ડિગ્રી,ગાંધીનગર 44.0 ડિગ્રી,સુરેન્દ્રનગર 44.7 ડિગ્રી,વલ્લભ વિદ્યાનગર 43.1 ડિગ્રી,વડોદરા 42.2 ડિગ્રી,સુરત 35.8 ડિગ્રી,વલસાડ 37.2 ડિગ્રી,ભુજ 43.8 ડિગ્રી,નલિયા 38.5 ડિગ્રી,કંડલા 41.6 ડિગ્રી,અમરેલી 43.2 ડિગ્રી,ભાવનગર 39.7 ડિગ્રી,દ્વારકા 33.6 ડિગ્રી,પોરબંદર 36.7 ડિગ્રી,રાજકોટ 43.7 ડિગ્રી,મહુવા 41.0 ડિગ્રી તાપમાન નોંધાયું છે.હવામાન વિભાગે વરસાદની કરી આગાહી હવામાન વિભાગ દ્વારા જે પ્રકારની આગાહી રાજ્ય બનમાં કરવામાં આવી હતી. તેના થકી રાજ્યના અનેક જિલ્લાઓમાં તેની અસર જોવા મળી હતી. ભરઉનાળે ચોમાસા જેવું વાતાવરણ સર્જાયું હતું. અમુક વિસ્તારોમાં ભારી પવન અને વરસાદના લીધે નુકસાન પણ સર્જાયું હતું. ખેડૂતોના પાકને પણ ભારી નુકસાન થયું હતું. જેના થકી ફરી એકવાર ખેડૂતોને નુકસાન વેઠવાનો વારો આવ્યો છે. સતત ચાર દિવસથી વરસાદી માહોલ છવાતા ખેડૂતોના માટે ચિંતાની લકીરો ખેંચાય છે. જાણો અંબાલાલ પટેલે શું કરી છે આગાહી ગુજરાતના જાણીતા હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલે આગાહીમાં જણાવ્યુ છે કે, 17 મેથી ગરમી વધશે. 24, 25 મે સુઘીમાં મધ્ય ગુજરાતમાં ભાગોમા મહત્તમ તાપમાન 45 ડિગ્રીને પાર કરી જવાની શક્યતા છે. આ સાથે કોઇક વિસ્તારોમાં તો 47 ડિગ્રી થવાની પણ શક્યતા રહેશે. આ ઉપરાંત ગંગા જમનાના મેદાન તપવાની શક્યતા રહેશે. આ ભાગમાં 48 ડિગ્રી થવાની શક્યતા. આ સાથે તેમણે કહ્યુ કે, કચ્છના ભાગમાં પણ ગરમી વધશે અને રાજસ્થાનના ભાગોમાં 49 ડિગ્રી સેલ્સિયસ તાપમાન જવાની શક્યતા છે. સપ્તાહ સુધી મધ્ય ગુજરાત તપવાની આગાહી છે. મધ્ય ગુજરાતના ભાગોમાં પારો 45 ડિગ્રીએ પહોંચી શકે છે. કચ્છ અને ઉત્તર સૌરાષ્ટ્રમાં પણ 41 ડિગ્રીએ પારો પહોંચી શકે છે. જાણો પરેશ ગોસ્વામીએ શું કરી છે આગાહી હવામાન નિષ્ણાત પરેશ ગોસ્વામીએ આગાહીમાં જણાવ્યુ છે કે, 17મી તારીખથી ભયંકર ગરમીની શક્યતા છે. 17 તારીખથી હવામાન ખુલ્લુ થશે. જે બાદ 17થી 21 મે સુધીના સમયગાળામાં ભયંકર ગરમી પડશે.

Gujarat Weather News : અમદાવાદમાં ગરમીને લઈ ઓરેન્જ એલર્ટ અપાયું

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

  • મોટાભાગના શહેરોમાં તાપમાનનો પારો ઉંચકાયો
  • રાજયના 4 શહેરોમાં તાપમાન 44 ડિગ્રીને પાર
  • સૌથી વધુ તાપમાન સુરેન્દ્રનગરમાં 44.7 ડિગ્રી

ગુજરાતમાં કાળઝાળ ગરમી પડી રહી છે,તેની વચ્ચે એક મહત્વના સમાચાર છે કે,રાજયમાં હજી પણ ગરમીનો પારો ઉંચકાશે,અગામી 6 દિવસ ગરમીથી કોઈ રાહત મળશે નહી,તો પોરબંદર,ગીરસોમનાથ,ભાવનગર,કચ્છમાં હીટવેવની આગાહી કરવામાં આવી છે,છેલ્લા 24 કલાકમાં સુરેન્દ્રનગર અને અમદાવાદમાં સૌથી વધુ તાપમાન નોંધાયું છે.17થી 22 દરમિયાન અમુક વિસ્તારો એવા હશે જ્યાં અતિશય ગરમીનો માહોલ જોવા મળે અને તેના કારણે કોઇ લોકલ સિસ્ટમ બંધાતા રાજ્યના બે-પાંચ ગામમાં વરસાદ પડી જાય તે અપવાદ રહેશે

છેલ્લા 24 કલાકમાં નોંધાયેલ તાપમાન

ગુજરાતમાં છેલ્લા 24 કલાક મુજબ નોંધાયેલ તાપમાનની વાત કરવામાં આવે તો અમદાવાદ 44.2 ડિગ્રી,ડીસા 44.4 ડિગ્રી,ગાંધીનગર 44.0 ડિગ્રી,સુરેન્દ્રનગર 44.7 ડિગ્રી,વલ્લભ વિદ્યાનગર 43.1 ડિગ્રી,વડોદરા 42.2 ડિગ્રી,સુરત 35.8 ડિગ્રી,વલસાડ 37.2 ડિગ્રી,ભુજ 43.8 ડિગ્રી,નલિયા 38.5 ડિગ્રી,કંડલા 41.6 ડિગ્રી,અમરેલી 43.2 ડિગ્રી,ભાવનગર 39.7 ડિગ્રી,દ્વારકા 33.6 ડિગ્રી,પોરબંદર 36.7 ડિગ્રી,રાજકોટ 43.7 ડિગ્રી,મહુવા 41.0 ડિગ્રી તાપમાન નોંધાયું છે.

હવામાન વિભાગે વરસાદની કરી આગાહી

હવામાન વિભાગ દ્વારા જે પ્રકારની આગાહી રાજ્ય બનમાં કરવામાં આવી હતી. તેના થકી રાજ્યના અનેક જિલ્લાઓમાં તેની અસર જોવા મળી હતી. ભરઉનાળે ચોમાસા જેવું વાતાવરણ સર્જાયું હતું. અમુક વિસ્તારોમાં ભારી પવન અને વરસાદના લીધે નુકસાન પણ સર્જાયું હતું. ખેડૂતોના પાકને પણ ભારી નુકસાન થયું હતું. જેના થકી ફરી એકવાર ખેડૂતોને નુકસાન વેઠવાનો વારો આવ્યો છે. સતત ચાર દિવસથી વરસાદી માહોલ છવાતા ખેડૂતોના માટે ચિંતાની લકીરો ખેંચાય છે.

જાણો અંબાલાલ પટેલે શું કરી છે આગાહી

ગુજરાતના જાણીતા હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલે આગાહીમાં જણાવ્યુ છે કે, 17 મેથી ગરમી વધશે. 24, 25 મે સુઘીમાં મધ્ય ગુજરાતમાં ભાગોમા મહત્તમ તાપમાન 45 ડિગ્રીને પાર કરી જવાની શક્યતા છે. આ સાથે કોઇક વિસ્તારોમાં તો 47 ડિગ્રી થવાની પણ શક્યતા રહેશે. આ ઉપરાંત ગંગા જમનાના મેદાન તપવાની શક્યતા રહેશે. આ ભાગમાં 48 ડિગ્રી થવાની શક્યતા. આ સાથે તેમણે કહ્યુ કે, કચ્છના ભાગમાં પણ ગરમી વધશે અને રાજસ્થાનના ભાગોમાં 49 ડિગ્રી સેલ્સિયસ તાપમાન જવાની શક્યતા છે. સપ્તાહ સુધી મધ્ય ગુજરાત તપવાની આગાહી છે. મધ્ય ગુજરાતના ભાગોમાં પારો 45 ડિગ્રીએ પહોંચી શકે છે. કચ્છ અને ઉત્તર સૌરાષ્ટ્રમાં પણ 41 ડિગ્રીએ પારો પહોંચી શકે છે.

જાણો પરેશ ગોસ્વામીએ શું કરી છે આગાહી

હવામાન નિષ્ણાત પરેશ ગોસ્વામીએ આગાહીમાં જણાવ્યુ છે કે, 17મી તારીખથી ભયંકર ગરમીની શક્યતા છે. 17 તારીખથી હવામાન ખુલ્લુ થશે. જે બાદ 17થી 21 મે સુધીના સમયગાળામાં ભયંકર ગરમી પડશે.