Surendranagar: ચૂડામાં છૂટાછેડાના મામલે તકરાર કરીને જમાઈએ સસરાને માર માર્યો

પરિણીતાને બે સંતાનો હોઈ પતિને છૂટાછેડા આપવાની ના પાડી હતીહાલ 10 દિવસથી દિકરી ઘર કંકાસને લીધે રીસામણે હતી સસરાને ઈજા પહોંચાડયાની જમાઈ સામે ફરિયાદ નોંધાઈ ચૂડામાં રહેતા પરિવારની દિકરીને ગામમાં જ પરણાવી હતી. હાલ 10 દિવસથી દિકરી ઘર કંકાસને લીધે રીસામણે હતી.ત્યારે જમાઈએ કેમ તારી દિકરીના મારાથી છુટાછેડા કરાવતો નથી. તેમ કહી સસરાને માર મારી જાનથી મારી નાંખવાની ધમકી આપી હતીચૂડાના રામદેવગઢ રોડ પર આવેલ મદીના મસ્જીદ સામે રહેતા મહેમુદભાઈ જુસબભાઈ પીલુડીયાની દિકરી કુલસુમબેનના લગ્ન 16 વર્ષ પહેલા ગામના વિજયનગરમાં રહેતા રમજાન મહેમુદભાઈ ઠાસરીયા સાથે થયા હતા. ઘર કંકાસને લીધે કુલસુમબેન છેલ્લા 10 દિવસથી રીસામણે હતા. બીજી તરફ રમજાન કુલસુમબેનને છુટાછેડાનું કહેતો હતો. પરંતુ બે સંતાન હોઈ કુલસુમબેન છુટાછેડા આપવાની ના પાડતા હતા. તા. 30મી જુનના રોજ રાત્રે રમજાને ચોકડી જવાના રસ્તે આવેલ બસ સ્ટેશન પાસે ધસી આવી સસરા મહેમુદભાઈને કેમ તારી દિકરીના મારાથી છુટાછેડા કરાવતો નથી. તેમ કહી બોલાચાલી કરી હતી. અને જાનથી મારી નાંખવાની ધમકી આપી બાઈકમાં રહેલ પતરાની ભુંગળીવાળા પોતાથી હુમલો કરતા મહેમુદભાઈને હાથે આંગળીમાં ઈજા થતા સારવાર માટે દવાખાને લઈ જવાયા હતા. આ અંગે ચૂડા પોલીસ મથકે સસરા મહેમુદભાઈએ જમાઈ રમજાન ઠાસરીયા સામે ફરિયાદ નોંધાવતા વધુ તપાસ ડી.પી.બારૈયા ચલાવી રહ્યા છે.

Surendranagar: ચૂડામાં છૂટાછેડાના મામલે તકરાર કરીને જમાઈએ સસરાને માર માર્યો

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

  • પરિણીતાને બે સંતાનો હોઈ પતિને છૂટાછેડા આપવાની ના પાડી હતી
  • હાલ 10 દિવસથી દિકરી ઘર કંકાસને લીધે રીસામણે હતી
  • સસરાને ઈજા પહોંચાડયાની જમાઈ સામે ફરિયાદ નોંધાઈ

ચૂડામાં રહેતા પરિવારની દિકરીને ગામમાં જ પરણાવી હતી. હાલ 10 દિવસથી દિકરી ઘર કંકાસને લીધે રીસામણે હતી.ત્યારે જમાઈએ કેમ તારી દિકરીના મારાથી છુટાછેડા કરાવતો નથી. તેમ કહી સસરાને માર મારી જાનથી મારી નાંખવાની ધમકી આપી હતી

ચૂડાના રામદેવગઢ રોડ પર આવેલ મદીના મસ્જીદ સામે રહેતા મહેમુદભાઈ જુસબભાઈ પીલુડીયાની દિકરી કુલસુમબેનના લગ્ન 16 વર્ષ પહેલા ગામના વિજયનગરમાં રહેતા રમજાન મહેમુદભાઈ ઠાસરીયા સાથે થયા હતા. ઘર કંકાસને લીધે કુલસુમબેન છેલ્લા 10 દિવસથી રીસામણે હતા. બીજી તરફ રમજાન કુલસુમબેનને છુટાછેડાનું કહેતો હતો. પરંતુ બે સંતાન હોઈ કુલસુમબેન છુટાછેડા આપવાની ના પાડતા હતા. તા. 30મી જુનના રોજ રાત્રે રમજાને ચોકડી જવાના રસ્તે આવેલ બસ સ્ટેશન પાસે ધસી આવી સસરા મહેમુદભાઈને કેમ તારી દિકરીના મારાથી છુટાછેડા કરાવતો નથી. તેમ કહી બોલાચાલી કરી હતી. અને જાનથી મારી નાંખવાની ધમકી આપી બાઈકમાં રહેલ પતરાની ભુંગળીવાળા પોતાથી હુમલો કરતા મહેમુદભાઈને હાથે આંગળીમાં ઈજા થતા સારવાર માટે દવાખાને લઈ જવાયા હતા. આ અંગે ચૂડા પોલીસ મથકે સસરા મહેમુદભાઈએ જમાઈ રમજાન ઠાસરીયા સામે ફરિયાદ નોંધાવતા વધુ તપાસ ડી.પી.બારૈયા ચલાવી રહ્યા છે.