Ahmedabadમાં શાકભાજીના ભાવ આસમાને પહોંચતા ગૃહીણીઓનુ ખોરવાયું બજેટ

વરસાદના કારણે શાકભાજીની આવક ઘટતા ભાવમાં થયો વધારો ટામેટાએ ગૃહિણીઓની રસોઈનો સ્વાદ ફિક્કો કર્યો ટામેટાના ભાવ 50 રૂ. થી વધી 80 થી 120 રૂ. કિલો પહોંચ્યા શહેરમાં આવતા શાકભાજીના ભાવ હાલમાં આસમાને પહોંચી ગયા છે. ચોમાસાના પ્રારંભમાં શાકભાજીના ભાવ ઉચકાય છે એટલું જ નહીં પણ ઉનાળામાં શાકભાજીના ભાવ કરતા પણ ચોમાસાના પ્રારંભમાં ભાવ વધુ ઊંચા જાય છે.મોટાભાગની શાકભાજીઓ 100 રૂપિયા કિલોથી વધુના ભાવે હાલ બજારમાં વેચાઈ રહી છે.સામાન્ય દિવસોમાં 60 રૂ મળતા શાકભાજી 100 રૂ કિલો પર પહોંચ્યા.જાણો પહેલા શું ભાવ હતો અને આજે શું ભાવ છે 1-ફલાવર જૂનો ભાવ 80 રૂપિયા કિલો આજનો ભાવ 120- 140 રૂપિયા કિલો 2-ભીંડા અને કાકડી જૂનો ભાવ 60 રૂપિયા કિલો આજનો ભાવ 80-100 રૂપિયા કિલો 3-બટેકા જૂનો ભાવ 20 રૂપિયા કિલો આજનો ભાવ 40 રૂપિયા કિલો 4-ડુંગળી જૂનો ભાવ 30 રૂપિયા કિલો આજનો ભાવ 50 રૂપિયા કિલો 5-ગવાર જૂનો ભાવ 60 રૂપિયા કિલો આજનો ભાવ 100 રૂપિયા કિલો 6-ચોળી જૂનો ભાવ 80 રૂપિયા કિલો આજનો ભાવ 160 રૂપિયા કિલો ચોમાસામાં શાકભાજીનું ઉત્પાદન ઘટે છે ઉનાળુ શાકભાજીના ભાવમાં પણ વધારો થયો છે. શાકભાજી વેચનાર વેપારીઓનું કહેવું છે કે, ચોમાસામાં વરસાદના પગલે શાકભાજીનું ઉત્પાદન ઘટે છે. વરસાદ આવે છે પણ શાકભાજીનું બળી જવું કે છોડમાં જીવાતો થવાના કારણે જોઈએ તેટલો ઉતારો આવતો નથી. આથી વેપારીઓ ઓછા ઉત્પાદનમાં ખરીદી કરે છે અને વધુ ભાવ ચૂકવે તેવી સ્થિતિનું નિર્માણ થયું છે. વેપારીઓનું માનવું છે કે,આ પ્રકારનો ભાવ વધારો એક મહિનો હજુ રહેશે. ભાવનગરમાં પણ શાકભાજીના ભાવ વધ્યા નડિયાદ, અમદાવાદ, આણંદ, અને બરોડાથી શાકભાજી આવે છે. અહીં બટાકા, ટમેટા, કોબી અને કોથમરી બહારથી આવે છે. જ્યારે કોબી, ફ્લાવર, તુરીયા, રીંગણાં બધું અહીંથી ઉત્પાદિત થાય છે. અહીંયા ઉત્પાદન ન થવાથી બહારથી શાકભાજી આવે છે જેને પરિણામે ચોમાસામાં હાલ થોડો સમય માટે ભાવ ઊંચકાય છે. ક્યારેક વધુ અછતના પગલે મહારાષ્ટ્ર, બેંગ્લોર તરફથી ટામેટા મંગાવવામાં આવે છે. જ્યારે મોટાભાગે આંતર જિલ્લાઓમાંથી શાકભાજી મંગાવવામાં આવતા હોવાથી ટ્રાન્સપોર્ટેશનના કારણે ભાવ ઊંચકાય છે.

Ahmedabadમાં શાકભાજીના ભાવ આસમાને પહોંચતા ગૃહીણીઓનુ ખોરવાયું બજેટ

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

  • વરસાદના કારણે શાકભાજીની આવક ઘટતા ભાવમાં થયો વધારો
  • ટામેટાએ ગૃહિણીઓની રસોઈનો સ્વાદ ફિક્કો કર્યો
  • ટામેટાના ભાવ 50 રૂ. થી વધી 80 થી 120 રૂ. કિલો પહોંચ્યા

શહેરમાં આવતા શાકભાજીના ભાવ હાલમાં આસમાને પહોંચી ગયા છે. ચોમાસાના પ્રારંભમાં શાકભાજીના ભાવ ઉચકાય છે એટલું જ નહીં પણ ઉનાળામાં શાકભાજીના ભાવ કરતા પણ ચોમાસાના પ્રારંભમાં ભાવ વધુ ઊંચા જાય છે.મોટાભાગની શાકભાજીઓ 100 રૂપિયા કિલોથી વધુના ભાવે હાલ બજારમાં વેચાઈ રહી છે.સામાન્ય દિવસોમાં 60 રૂ મળતા શાકભાજી 100 રૂ કિલો પર પહોંચ્યા.

જાણો પહેલા શું ભાવ હતો અને આજે શું ભાવ છે

1-ફલાવર જૂનો ભાવ 80 રૂપિયા કિલો

આજનો ભાવ 120- 140 રૂપિયા કિલો

2-ભીંડા અને કાકડી જૂનો ભાવ 60 રૂપિયા કિલો

આજનો ભાવ 80-100 રૂપિયા કિલો

3-બટેકા જૂનો ભાવ 20 રૂપિયા કિલો

આજનો ભાવ 40 રૂપિયા કિલો

4-ડુંગળી જૂનો ભાવ 30 રૂપિયા કિલો

આજનો ભાવ 50 રૂપિયા કિલો

5-ગવાર જૂનો ભાવ 60 રૂપિયા કિલો

આજનો ભાવ 100 રૂપિયા કિલો

6-ચોળી જૂનો ભાવ 80 રૂપિયા કિલો

આજનો ભાવ 160 રૂપિયા કિલો

ચોમાસામાં શાકભાજીનું ઉત્પાદન ઘટે છે

ઉનાળુ શાકભાજીના ભાવમાં પણ વધારો થયો છે. શાકભાજી વેચનાર વેપારીઓનું કહેવું છે કે, ચોમાસામાં વરસાદના પગલે શાકભાજીનું ઉત્પાદન ઘટે છે. વરસાદ આવે છે પણ શાકભાજીનું બળી જવું કે છોડમાં જીવાતો થવાના કારણે જોઈએ તેટલો ઉતારો આવતો નથી. આથી વેપારીઓ ઓછા ઉત્પાદનમાં ખરીદી કરે છે અને વધુ ભાવ ચૂકવે તેવી સ્થિતિનું નિર્માણ થયું છે. વેપારીઓનું માનવું છે કે,આ પ્રકારનો ભાવ વધારો એક મહિનો હજુ રહેશે.

ભાવનગરમાં પણ શાકભાજીના ભાવ વધ્યા

નડિયાદ, અમદાવાદ, આણંદ, અને બરોડાથી શાકભાજી આવે છે. અહીં બટાકા, ટમેટા, કોબી અને કોથમરી બહારથી આવે છે. જ્યારે કોબી, ફ્લાવર, તુરીયા, રીંગણાં બધું અહીંથી ઉત્પાદિત થાય છે. અહીંયા ઉત્પાદન ન થવાથી બહારથી શાકભાજી આવે છે જેને પરિણામે ચોમાસામાં હાલ થોડો સમય માટે ભાવ ઊંચકાય છે. ક્યારેક વધુ અછતના પગલે મહારાષ્ટ્ર, બેંગ્લોર તરફથી ટામેટા મંગાવવામાં આવે છે. જ્યારે મોટાભાગે આંતર જિલ્લાઓમાંથી શાકભાજી મંગાવવામાં આવતા હોવાથી ટ્રાન્સપોર્ટેશનના કારણે ભાવ ઊંચકાય છે.