VMCના પ્લોટ પર યુસુફ પઠાણનો ગેરકાયદે કબ્જો, કોર્પોરેશને ફટકારી નોટીસ

પૂર્વ ભારતીય ક્રિકેટર યુસુફ પઠાણનનો એક વિવાદ સામે આવ્યો યુસુફ પઠાણને કોર્પોરેશને જમીનના પ્લોટ પર કથિત રીતે અતિક્રમણ કર્યું વડોદરા મ્યુનિસિપલ કોર્પોરેશને યુસુફ પઠાણને દબાણ હટાવવા નોટીસ પાઠવી વડોદરા મ્યુનિસિપલ કોર્પોરેશન (VMC) એ ભૂતપૂર્વ ભારતીય ક્રિકેટર અને તાજેતરમાં બહેરામપુરથી ચૂંટાયેલા તૃણમૂલ કોંગ્રેસ (TMC)ના લોકસભા સાંસદ યુસુફ પઠાણને કોર્પોરેશને જમીનના પ્લોટ પર કથિત રીતે અતિક્રમણ કરવા બદલ નોટિસ પાઠવી છે. પૂર્વ ભારતીય ક્રિકેટર અને TMC સાંસદ યુસુફ પઠાણનનો એક વિવાદ સામે આવ્યો છે. વડોદરામાં VMCના પ્લોટ પર TMC સાંસદ યુસુફ પઠાણનો કબજો હોવાનો આક્ષેપ કરવામાં આવ્યો છે. કોર્પોરેશનના ડેપ્યુટી મેયર ચિરાગ બારોટે આ મામલે જાણકારી આપી હતી. કોર્પોરેશનના ડેપ્યુટી મેયરે આપી જાણકારી ચિરાગ બારોટે કહ્યું કે કોર્પોરેશનના અધિકારીઓએ પગલા ભરવાનું શરૂ કર્યું છે. અમે 15 દિવસમાં પ્લોટ પરનું દબાણ દૂર કરવા નોટિસ આપી છે. જો યુસુફ પઠાણ સ્વેચ્છાએ દબાણ દુર નહીં કરે તો કોર્પેરેશન કાયદેસરની કાર્યવાહી કરશે. આ ઉપરાંત જમીનના વપરાશ અંગે દંડ વસૂલવો કે નહીં તેનો નિર્ણય બાદમાં લેવામાં આવશે. વડોદરા કોર્પોરેશને યુસુફ પઠાનને જમીન આપવાનો ઠરાવ કર્યો હતા. પરંતુ મનપાના નિર્ણયને રાજ્ય સરકારે ના મંજૂર કર્યો છે. રાજ્ય સરકારે ઠરાવ નામંજૂર કર્યા બાદ પણ યુસુફએ પ્લોટ પર દીવાલ અને તબેલો બાંધ્યાનો આરોપ છે. પૂર્વ ભારતીય ક્રિકેટર અને TMC સાંસદે તાંદલજાના ઘરની બાજુના પ્લોટ પર દબાણ કર્યાનો આક્ષેપ છે.વિજય પવારે કરી માંગયુસુફ પઠાણે 2012માં જમીન વેચાણે લેવાની માગ કરી હતી. પ્રતિ ચોરસ મીટર 57,270ના પ્રીમિયમથી 978 ચો.મી જમીન ફાળવાઇ હતી. 2014માં શહેરી વિકાસ મંત્રાલય દ્વારા પણ જમીન વેચાણથી આપવા માટેની દરખાસ્તને નામંજૂર કરવામાં આવી હતી. ભાજપના પૂર્વ કાઉન્સિલર વિજય પવારે, યુસુફ પઠાણે પચાવી પાડેલો મહાનગરપાલિકાનો પ્લોટ પાછો લેવા માગ કરી છે.

VMCના પ્લોટ પર યુસુફ પઠાણનો ગેરકાયદે કબ્જો, કોર્પોરેશને ફટકારી નોટીસ

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

  • પૂર્વ ભારતીય ક્રિકેટર યુસુફ પઠાણનનો એક વિવાદ સામે આવ્યો
  • યુસુફ પઠાણને કોર્પોરેશને જમીનના પ્લોટ પર કથિત રીતે અતિક્રમણ કર્યું
  • વડોદરા મ્યુનિસિપલ કોર્પોરેશને યુસુફ પઠાણને દબાણ હટાવવા નોટીસ પાઠવી

વડોદરા મ્યુનિસિપલ કોર્પોરેશન (VMC) એ ભૂતપૂર્વ ભારતીય ક્રિકેટર અને તાજેતરમાં બહેરામપુરથી ચૂંટાયેલા તૃણમૂલ કોંગ્રેસ (TMC)ના લોકસભા સાંસદ યુસુફ પઠાણને કોર્પોરેશને જમીનના પ્લોટ પર કથિત રીતે અતિક્રમણ કરવા બદલ નોટિસ પાઠવી છે. પૂર્વ ભારતીય ક્રિકેટર અને TMC સાંસદ યુસુફ પઠાણનનો એક વિવાદ સામે આવ્યો છે. વડોદરામાં VMCના પ્લોટ પર TMC સાંસદ યુસુફ પઠાણનો કબજો હોવાનો આક્ષેપ કરવામાં આવ્યો છે. કોર્પોરેશનના ડેપ્યુટી મેયર ચિરાગ બારોટે આ મામલે જાણકારી આપી હતી.

 કોર્પોરેશનના ડેપ્યુટી મેયરે આપી જાણકારી

ચિરાગ બારોટે કહ્યું કે કોર્પોરેશનના અધિકારીઓએ પગલા ભરવાનું શરૂ કર્યું છે. અમે 15 દિવસમાં પ્લોટ પરનું દબાણ દૂર કરવા નોટિસ આપી છે. જો યુસુફ પઠાણ સ્વેચ્છાએ દબાણ દુર નહીં કરે તો કોર્પેરેશન કાયદેસરની કાર્યવાહી કરશે. આ ઉપરાંત જમીનના વપરાશ અંગે દંડ વસૂલવો કે નહીં તેનો નિર્ણય બાદમાં લેવામાં આવશે. વડોદરા કોર્પોરેશને યુસુફ પઠાનને જમીન આપવાનો ઠરાવ કર્યો હતા. પરંતુ મનપાના નિર્ણયને રાજ્ય સરકારે ના મંજૂર કર્યો છે. રાજ્ય સરકારે ઠરાવ નામંજૂર કર્યા બાદ પણ યુસુફએ પ્લોટ પર દીવાલ અને તબેલો બાંધ્યાનો આરોપ છે. પૂર્વ ભારતીય ક્રિકેટર અને TMC સાંસદે તાંદલજાના ઘરની બાજુના પ્લોટ પર દબાણ કર્યાનો આક્ષેપ છે.

વિજય પવારે કરી માંગ

યુસુફ પઠાણે 2012માં જમીન વેચાણે લેવાની માગ કરી હતી. પ્રતિ ચોરસ મીટર 57,270ના પ્રીમિયમથી 978 ચો.મી જમીન ફાળવાઇ હતી. 2014માં શહેરી વિકાસ મંત્રાલય દ્વારા પણ જમીન વેચાણથી આપવા માટેની દરખાસ્તને નામંજૂર કરવામાં આવી હતી. ભાજપના પૂર્વ કાઉન્સિલર વિજય પવારે, યુસુફ પઠાણે પચાવી પાડેલો મહાનગરપાલિકાનો પ્લોટ પાછો લેવા માગ કરી છે.