અધિકારીઓની રેકી કરી ખનન માફિયાને માહિતી પહોંચાડવાના નેટવર્કનો પર્દાફાશ

નાયબ કલેક્ટર, મામલતદાર, આરટીઓ ઈન્સ્પેક્ટર, ખાણ અને ખનીજ વિભાગના અધિકારીઓ સાથે ઘરોની પણ જાસૂસી થતીલોકેશન, વાહનોના નંબર, ગાડીમાં બેઠેલા સરકારી અધિકારી-કર્મચારીઓ, વાહનો કઈ તરફ, કયાં રસ્તે અને સ્થળે જાય છે તે તમામ સંવેદનશીલ માહિતી વોટ્સએપ ગુ્રપમાં મોકલતા હતા, સાળા-બનેવી સહિતના શખ્સો જિલ્લાભરમાં નેટવર્ક ચલાવતા હોવાનું બહાર આવ્યુંભાવનગર: ભાવનગર જિલ્લામાં બેફામ બનેલા ખનન માફિયાઓ સુધી સરકારી અધિકારીઓની જાસૂસી કરી સંવેદનશીલ માહિતી પહોંચાડવાના નેટવર્કનો પર્દાફાશ થયો છે. ભોજપરાનો ભેજાબાજ, તેના બે સાળા સહિત અન્ય શખ્સો ભૂમાફિયાઓને વોટ્સએપ ગુ્રપમાં ઓડિયો મેસેજ મારફત અધિકારીઓના લોકેશન, વાહનોના નંબર, ગાડીમાં બેઠેલા સરકારી અધિકારી-કર્મચારીઓ, વાહનો કઈ તરફ, કયાં રસ્તે અને સ્થળે જાય છે તે તમામ માહિતી આપી રહ્યા હતા. જે અંગે ઈન્ચાર્જ ભુસ્તરશાસ્ત્રીએ પોલીસ ફરિયાદ નોંધાવી છે.સરકારી વિભાગોમાં હડકંપ મચાવતી ઘટનાની મળતી વિગત અનુસાર ગત ૨૬મી એપ્રિલના રોજ બપોરના સમયે ભાવનગર કલેક્ટર કચેરીના કમ્પાઉન્ડમાં પ્રવેશદ્વાર પાસે ત્રણ શખ્સ સિક્યુરીટી ગાર્ડ પાસે શકમંદ હાલતમાં બેઠા હતા. આ સમયે ઈન્ચાર્જ ભુસ્તરશાસ્ત્રી બી.એમ. જાલોંધરા જમવા માટે નીચે ઉતરતા ત્રણેય શખ્સને બોલાવી નામ-સરનામા પૂછવાની કોશિશ કરતા શખ્સો ભાગવા લાગ્યા હતા. ત્યારે યુવરાજસિંહ ગુલાબસિંહ વાઢેર (રહે, નંદાણા, તા.કલ્યાણપુર, જિ. દેવભૂમિ દ્વારકા) નામનો એક શખ્સ હાથમાં આવી જતાં તેની પાસેથી આઈફોન મળી બે મોબાઈલ ફોન જપ્ત કરી પૂછતાછ કરતા નાસી છૂટેલા બે પૈકીનો એક શખ્સ તેનો ભાઈ ક્રિપાલસિંહ વાઢેર અને બીજો નાનુ માલિક ઉર્ફે બાપા સીતારામ નાનુ હોવાનું જણાવ્યું હતું.શખ્સ પાસેથી જપ્ત કરાયેલા મોબાઈલ ફોનની નોટિફિકેશન જોતા જય મોગલ માં, આરટીઓ લોકેશન, જય માં ખોડિયાર, કિંગ, ધ ગુ્રપ ઓફ મામા સરકાર, કિસ્મતના નામના વિવિધ છ ગુ્રપોથી માહિતીની આપ-લે થતી હોવાનું જણાય આવ્યું હતું. દરમિયાનમાં ભુસ્તરશાસ્ત્રીએ અન્ય સ્ટાફને નીેચ બોલાવતા તકનો લાભ ઉઠાવી શખ્સ તેમની પકડમાંથી ભાગી ગયો હતો.ત્યારબાદ ખાનગી રાહે તપાસ કરવામાં આવતા ભોજપરા ગામે રહેતો કુલદીપસિંહ મહાવીરસિંહ ગોહિલ નામનો શખ્સ વોટ્સએપમાં અલગ-અલગ ગુ્રપ બનાવી, તેના બે સાળા યુવરાજસીંહ વાઢેર, ક્રિપાલસિંહ વાઢેર , નાનુ માલિક ઉર્ફે બાપા સીતારામ નાનુ અને અન્ય વોટ્સએપ ગુ્રપના એડમીનો તેમજ તેના મળતિયાઓ સાથે મળી સરકારી અધિકારી/કર્મચારીઓ તેમની કાયદેસરની ફરજ બજાવી ન શકે, ફરજમાં રૂકાવટ કે અડચણ કરવા માટે એક સમાજ ગુનાહિત ઈરાદાના ભાગરૂપે અધિકારી/કર્મચારીઓની કામગીરી પર વોચ રાખી ફીલ્ડ તપાસ માટે નીકળનાર અધિકારીઓની તમામ પ્રકારની હરકત બાબતે ઉપરોક્ત વોટ્સએપ ગુ્રપોમાં મેસેજની આપ-લે કરી તપાસ અધિકારીઓની રેકી-જાસૂસી કરી તેમના લોકેશન, ગાડીના ફોટોગ્રાફ્સ, વાહનોના નંબર, અંદર બેઠેલા અધિકારી-કર્મચારીઓની સંખ્યા, વાહનો કઈ તરફ, કયાં રસ્તે અને કયાં સ્થળે જાય તે તે તમામ પ્રકારની સંવેદનશીલ માહિતીઓ ખનન માફિયાઓને વોટ્સએપ ગુ્રપમાં ઓડિયો મેસેજથી મોકલતા હોવાનું બહાર આવ્યું હતું. આ ઉપરાંત નાયબ કલેક્ટર, મામલતદાર, આરટીઓ ઈન્સ્પેક્ટર, ખાણ અને ખનીજ વિભાગના અધિકારીઓ સાથે ઘણાં અધિકારીઓના ઘરની પણ જાસૂસી નેટવર્ક ચલાવનારા શખ્સો કરતા હતા.જે બનાવ અંગે ભાવનગર કલેક્ટર કચેરી ખાતે ભુસ્તરશાસ્ત્રી કચેરી, ભુસ્તર વિજ્ઞાાન અને ખનીજ કચેરીમાં ભુસ્તરશાસ્ત્રી (ઈ.ચા.) તરીકે ફરજ બજાવતા ભરતકુમાર મગનભાઈ જાલોંધરા (ઉ.વ.૩૮, રહે, પ્લોટ નં.૮૧/૧, કિશાનનગર, સેક્ટર-૨૬, ગાંધીનગર)એ યુવરાજસિંહ વાઢેર, કુલદીપસિંહ ગોહિલ, ક્રિપાલસિંહ વાઢેર, નાનુ માલિક ઉર્ફે બાપા સીતારામ નાનુ અને વોટ્સએપ ગુ્રપના એડમીન તથા તપાસમાં ખુલે તે શખ્સો સામે સ્થાનિક નિલમબાગ પોલીસ મથકમાં આઈપીસી ૧૮૬, ૧૨૦ બી મુજબ ગુનો દાખલ કરાવ્યો હતો. જેની આગળની તપાસ પીએસઆઈ એમ.જે. કુરેશીએ હાથ ધરી છે. વધુમાં આ ચકચારી બનાવમાં પોલીસે ફરિયાદ નોંધી બે શખ્સને ઉઠાવી લઇ પૂછપરછ હાથ ધરી હોવાનું સૂત્રો પાસેથી જાણવા મળ્યું છે.જિલ્લામાં અલગ-અલગ સ્થળોએ પણ મળતિયા વોચ રાખીને બેઠતાભુસ્તર વિભાગની ખાનગી રાહે કરવામાં આવેલી તપાસમાં એવો પણ ઘટસ્ફોટ થયો હતો કે, સરકારી કચેરીઓમાં અને અધિકારીઓના ઘરની જાસૂસી ઉપરાંત ખનીજ ચોરી રોકવા માટે  ચેકીંગ કામગીરીની વિગતો લીક કરતા આ ગેંગના મળતિયાઓ જિલ્લામાં પણ અલગ-અલગ જગ્યાએ વોચ રાખીને બેઠતા હતા અને કાયદેસરની કાર્યવાહી કરવા ફીલ્ડમાં તપાસ માટે નીકળનારા અધિકારીઓની તમામ પ્રકારની હરકત ગુ્રપમાં મેસેજ કરી ખનીજ માફિયાઓને જાણ કરી દેતા હતા.ગુ્રપમાં એડ કરવા હજારથી દોઢ હજાર વસૂલતા હતાભૂમાફિયાઓને ખનીજ ચોરીના રેકેટમાંથી બચાવવા માટે સરકારી અધિકારીઓની જાસૂસી કરી તેમની તમામ પ્રકારની વિગતો પહોંચાડવા માટે ભેજાબાજોએ વોટ્સએપ ગુ્રપનું આખું નેટવર્ક ઉભું કર્યું હતું. મુખ્ય ભેજાબાજ ભોજપરાનો શખ્સ છે. આ શખ્સ ઉપરાંત આખુંય નેટવર્ક ચલાવતા અન્ય શખ્સો સંવેદનશીલ માહિતી પહોંચાડવા માટે બનાવેલા ગુ્રપોમાં કોઈને એડ કરવા એક નંબર દીઠ એક હજારથી દોઢ હજાર રૂપિયા વસૂલતા હતા.જપ્ત થયેલા મોબાઈલ ફોનમાંથી ઘણી માહિતી બહાર આવી શકેવિસેક દિવસ પહેલા કલેક્ટર કચેરીમાં રેકી કરવા બેઠેલા ત્રણ શખ્સ પૈકીનો એક શખ્સ ભુસ્તરશાસ્ત્રીની ઝપટે ચડી ગયો હતો. તેની પાસેથી આઈફોન અને વીવો મોબાઈલ ફોન જપ્ત કરાયો છે. આ બન્ને ફોનની જો ઊંડાણપૂર્વક તપાસ કરવામાં આવે તો વોટ્સએપ ગુ્રપોના શંકાસ્પદ ડેટામાંથી ઘણી ચોંકાવનારી માહિતી બહાર આવી શકે તેમ છે.

અધિકારીઓની રેકી કરી ખનન માફિયાને માહિતી પહોંચાડવાના નેટવર્કનો પર્દાફાશ

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -


નાયબ કલેક્ટર, મામલતદાર, આરટીઓ ઈન્સ્પેક્ટર, ખાણ અને ખનીજ વિભાગના અધિકારીઓ સાથે ઘરોની પણ જાસૂસી થતી

લોકેશન, વાહનોના નંબર, ગાડીમાં બેઠેલા સરકારી અધિકારી-કર્મચારીઓ, વાહનો કઈ તરફ, કયાં રસ્તે અને સ્થળે જાય છે તે તમામ સંવેદનશીલ માહિતી વોટ્સએપ ગુ્રપમાં મોકલતા હતા, સાળા-બનેવી સહિતના શખ્સો જિલ્લાભરમાં નેટવર્ક ચલાવતા હોવાનું બહાર આવ્યું

ભાવનગર: ભાવનગર જિલ્લામાં બેફામ બનેલા ખનન માફિયાઓ સુધી સરકારી અધિકારીઓની જાસૂસી કરી સંવેદનશીલ માહિતી પહોંચાડવાના નેટવર્કનો પર્દાફાશ થયો છે. ભોજપરાનો ભેજાબાજ, તેના બે સાળા સહિત અન્ય શખ્સો ભૂમાફિયાઓને વોટ્સએપ ગુ્રપમાં ઓડિયો મેસેજ મારફત અધિકારીઓના લોકેશન, વાહનોના નંબર, ગાડીમાં બેઠેલા સરકારી અધિકારી-કર્મચારીઓ, વાહનો કઈ તરફ, કયાં રસ્તે અને સ્થળે જાય છે તે તમામ માહિતી આપી રહ્યા હતા. જે અંગે ઈન્ચાર્જ ભુસ્તરશાસ્ત્રીએ પોલીસ ફરિયાદ નોંધાવી છે.

સરકારી વિભાગોમાં હડકંપ મચાવતી ઘટનાની મળતી વિગત અનુસાર ગત ૨૬મી એપ્રિલના રોજ બપોરના સમયે ભાવનગર કલેક્ટર કચેરીના કમ્પાઉન્ડમાં પ્રવેશદ્વાર પાસે ત્રણ શખ્સ સિક્યુરીટી ગાર્ડ પાસે શકમંદ હાલતમાં બેઠા હતા. આ સમયે ઈન્ચાર્જ ભુસ્તરશાસ્ત્રી બી.એમ. જાલોંધરા જમવા માટે નીચે ઉતરતા ત્રણેય શખ્સને બોલાવી નામ-સરનામા પૂછવાની કોશિશ કરતા શખ્સો ભાગવા લાગ્યા હતા. ત્યારે યુવરાજસિંહ ગુલાબસિંહ વાઢેર (રહે, નંદાણા, તા.કલ્યાણપુર, જિ. દેવભૂમિ દ્વારકા) નામનો એક શખ્સ હાથમાં આવી જતાં તેની પાસેથી આઈફોન મળી બે મોબાઈલ ફોન જપ્ત કરી પૂછતાછ કરતા નાસી છૂટેલા બે પૈકીનો એક શખ્સ તેનો ભાઈ ક્રિપાલસિંહ વાઢેર અને બીજો નાનુ માલિક ઉર્ફે બાપા સીતારામ નાનુ હોવાનું જણાવ્યું હતું.

શખ્સ પાસેથી જપ્ત કરાયેલા મોબાઈલ ફોનની નોટિફિકેશન જોતા જય મોગલ માં, આરટીઓ લોકેશન, જય માં ખોડિયાર, કિંગ, ધ ગુ્રપ ઓફ મામા સરકાર, કિસ્મતના નામના વિવિધ છ ગુ્રપોથી માહિતીની આપ-લે થતી હોવાનું જણાય આવ્યું હતું. દરમિયાનમાં ભુસ્તરશાસ્ત્રીએ અન્ય સ્ટાફને નીેચ બોલાવતા તકનો લાભ ઉઠાવી શખ્સ તેમની પકડમાંથી ભાગી ગયો હતો.

ત્યારબાદ ખાનગી રાહે તપાસ કરવામાં આવતા ભોજપરા ગામે રહેતો કુલદીપસિંહ મહાવીરસિંહ ગોહિલ નામનો શખ્સ વોટ્સએપમાં અલગ-અલગ ગુ્રપ બનાવી, તેના બે સાળા યુવરાજસીંહ વાઢેર, ક્રિપાલસિંહ વાઢેર , નાનુ માલિક ઉર્ફે બાપા સીતારામ નાનુ અને અન્ય વોટ્સએપ ગુ્રપના એડમીનો તેમજ તેના મળતિયાઓ સાથે મળી સરકારી અધિકારી/કર્મચારીઓ તેમની કાયદેસરની ફરજ બજાવી ન શકે, ફરજમાં રૂકાવટ કે અડચણ કરવા માટે એક સમાજ ગુનાહિત ઈરાદાના ભાગરૂપે અધિકારી/કર્મચારીઓની કામગીરી પર વોચ રાખી ફીલ્ડ તપાસ માટે નીકળનાર અધિકારીઓની તમામ પ્રકારની હરકત બાબતે ઉપરોક્ત વોટ્સએપ ગુ્રપોમાં મેસેજની આપ-લે કરી તપાસ અધિકારીઓની રેકી-જાસૂસી કરી તેમના લોકેશન, ગાડીના ફોટોગ્રાફ્સ, વાહનોના નંબર, અંદર બેઠેલા અધિકારી-કર્મચારીઓની સંખ્યા, વાહનો કઈ તરફ, કયાં રસ્તે અને કયાં સ્થળે જાય તે તે તમામ પ્રકારની સંવેદનશીલ માહિતીઓ ખનન માફિયાઓને વોટ્સએપ ગુ્રપમાં ઓડિયો મેસેજથી મોકલતા હોવાનું બહાર આવ્યું હતું. આ ઉપરાંત નાયબ કલેક્ટર, મામલતદાર, આરટીઓ ઈન્સ્પેક્ટર, ખાણ અને ખનીજ વિભાગના અધિકારીઓ સાથે ઘણાં અધિકારીઓના ઘરની પણ જાસૂસી નેટવર્ક ચલાવનારા શખ્સો કરતા હતા.

જે બનાવ અંગે ભાવનગર કલેક્ટર કચેરી ખાતે ભુસ્તરશાસ્ત્રી કચેરી, ભુસ્તર વિજ્ઞાાન અને ખનીજ કચેરીમાં ભુસ્તરશાસ્ત્રી (ઈ.ચા.) તરીકે ફરજ બજાવતા ભરતકુમાર મગનભાઈ જાલોંધરા (ઉ.વ.૩૮, રહે, પ્લોટ નં.૮૧/૧, કિશાનનગર, સેક્ટર-૨૬, ગાંધીનગર)એ યુવરાજસિંહ વાઢેર, કુલદીપસિંહ ગોહિલ, ક્રિપાલસિંહ વાઢેર, નાનુ માલિક ઉર્ફે બાપા સીતારામ નાનુ અને વોટ્સએપ ગુ્રપના એડમીન તથા તપાસમાં ખુલે તે શખ્સો સામે સ્થાનિક નિલમબાગ પોલીસ મથકમાં આઈપીસી ૧૮૬, ૧૨૦ બી મુજબ ગુનો દાખલ કરાવ્યો હતો. જેની આગળની તપાસ પીએસઆઈ એમ.જે. કુરેશીએ હાથ ધરી છે. વધુમાં આ ચકચારી બનાવમાં પોલીસે ફરિયાદ નોંધી બે શખ્સને ઉઠાવી લઇ પૂછપરછ હાથ ધરી હોવાનું સૂત્રો પાસેથી જાણવા મળ્યું છે.

જિલ્લામાં અલગ-અલગ સ્થળોએ પણ મળતિયા વોચ રાખીને બેઠતા

ભુસ્તર વિભાગની ખાનગી રાહે કરવામાં આવેલી તપાસમાં એવો પણ ઘટસ્ફોટ થયો હતો કે, સરકારી કચેરીઓમાં અને અધિકારીઓના ઘરની જાસૂસી ઉપરાંત ખનીજ ચોરી રોકવા માટે  ચેકીંગ કામગીરીની વિગતો લીક કરતા આ ગેંગના મળતિયાઓ જિલ્લામાં પણ અલગ-અલગ જગ્યાએ વોચ રાખીને બેઠતા હતા અને કાયદેસરની કાર્યવાહી કરવા ફીલ્ડમાં તપાસ માટે નીકળનારા અધિકારીઓની તમામ પ્રકારની હરકત ગુ્રપમાં મેસેજ કરી ખનીજ માફિયાઓને જાણ કરી દેતા હતા.

ગુ્રપમાં એડ કરવા હજારથી દોઢ હજાર વસૂલતા હતા

ભૂમાફિયાઓને ખનીજ ચોરીના રેકેટમાંથી બચાવવા માટે સરકારી અધિકારીઓની જાસૂસી કરી તેમની તમામ પ્રકારની વિગતો પહોંચાડવા માટે ભેજાબાજોએ વોટ્સએપ ગુ્રપનું આખું નેટવર્ક ઉભું કર્યું હતું. મુખ્ય ભેજાબાજ ભોજપરાનો શખ્સ છે. આ શખ્સ ઉપરાંત આખુંય નેટવર્ક ચલાવતા અન્ય શખ્સો સંવેદનશીલ માહિતી પહોંચાડવા માટે બનાવેલા ગુ્રપોમાં કોઈને એડ કરવા એક નંબર દીઠ એક હજારથી દોઢ હજાર રૂપિયા વસૂલતા હતા.

જપ્ત થયેલા મોબાઈલ ફોનમાંથી ઘણી માહિતી બહાર આવી શકે

વિસેક દિવસ પહેલા કલેક્ટર કચેરીમાં રેકી કરવા બેઠેલા ત્રણ શખ્સ પૈકીનો એક શખ્સ ભુસ્તરશાસ્ત્રીની ઝપટે ચડી ગયો હતો. તેની પાસેથી આઈફોન અને વીવો મોબાઈલ ફોન જપ્ત કરાયો છે. આ બન્ને ફોનની જો ઊંડાણપૂર્વક તપાસ કરવામાં આવે તો વોટ્સએપ ગુ્રપોના શંકાસ્પદ ડેટામાંથી ઘણી ચોંકાવનારી માહિતી બહાર આવી શકે તેમ છે.