Surendranagarના ઘણાદ ગામે નર્મદા કેનાલ ઓવરફલો થતા તૂટી,ખેતરોમાં ફરી વળ્યા પાણી

સુરેન્દ્રનગરમાં નર્મદા વિભાગના અધિકારીની બેદરકારી નર્મદા કેનાલના પાણી ખેતરોમાં ફરી વળ્યા ખેતરોમાં કેનાલના પાણી ઘુસી જતા પાકને નુકસાનની ભીતિ સુરેન્દ્રનગરના ઘણાદ ગામે નર્મદા કેનાલ ઓવરફલો થતા તૂટી ગઈ હતી જેના કારણે ખેડૂતોના ખેતરમાં પાણી ભરાઈ ગયા હતા અને પાકને નુકસાન થયુ હતુ.ખેડૂતોનો આક્ષેપ છે કે અવાર-નવાર કેનાલ તૂટવાની ઘટના બનતી હોય છે,અધિકારીઓ દ્રારા કઈ પણ રીતે કામગીરી કરવામાં આવતી નથી જેના કારણે ખેડૂતોના પાકને નુકસાન થઈ રહ્યું છે. 13 એપ્રિલ 2024ના રોજ કચ્છમાં નર્મદાની કેનાલ તૂટી નર્મદાના પાણી માંડવી અને મુંદ્રા વિસ્તારના મોડકૂબા સુધી પહોંચતા ખેડૂતો માટે આશીર્વાદ સમાન માનવામાં આવતા હતા. આજે એ જ પાણીના કારણે ખેડૂતોને નુકસાની ભોગવવાનો વારો આવ્યો છે. માંડવી તાલુકાના નાની ખાખર અને મુન્દ્રા તાલુકાના મોટી ખાખર ગામ વચ્ચે આવેલ નર્મદા કેનાલમાં આજે બપોરે મોટું ગાબડું પડ્યું હતું. આ ગાબડાના કારણે લાખો લીટર પાણી ખેતરોમાં ફરી વળ્યું હતું. જેનાથી ખેડૂતોને પારાવાર નુકસાન થયું છે. ભર ઉનાળે પાણીની અછત વચ્ચે વ્યાપક પ્રમાણમાં પાણી વેડફાયું હતું. ધાંગ્રધામા ભર ચોમાસે કેનાલ રીપેરીંગ કરાઈ શરૂ નર્મદા કેનાલ અનેક ખેતરોમાં લીકેજ થવાની ફરિયાદો ઉઠી હતી એમ છતાય તંત્ર દ્વારા સમયસર રીપેરીંગ ન કરતા હોવાની ધ્રાંગધ્રાના ધારાસભ્યને અગાઉ રજૂઆત કરાઇ હતી. એમ છતાય કેનાલને પાણી બંધ થયાને પંદર દિવસ કરતા પણ વધારે સમય વીતિ જવા છતાય રીપેરીંગ કામ શરૂ ન કરી વરસાદ આવવાની શરૂઆત થતા સમયે હામપુર પાસેથી પસાર થતી ડીસ્ટ્રી-4 નર્મદા કેનાલમાં હાલ રીપેરીંગ શરૂ કરી દીધુ છે. હામપુર ગામના ખેડૂત મનીષભાઇ પટેલે જણાવેલ કે ધારાસભ્ય પ્રકાશભાઇને સમયસર કેનાલ રીપેર કરવાની અગાઉ રજૂઆત કરી હતી છતાય પાણી બંધ થયુ તુરંત રીપેર કરવાના બદલે વરસાદ આવવાના સમયે ખેડૂતોએ કપાસનું વાવેતર શરૂ કરી દીધુ ત્યારે અને અમુક જગ્યાએ કેનાલ સારી હોવા છતાય તોડી નાખી આવા સમયે રીપેરીંગ શરૂ કર્યુ છે. ગત મહીને અરવલ્લીમાં નર્મદાની કેનાલ તૂટી માલપુરના ભેમપોડા પાસે વાત્રક નદી પર જિલ્લા નો સૌથી મોટો વાત્રક ડેમ બનાવેલો છે આ ડેમ માંથી જમણા અને ડાબા કાંઠાની કેનાલો દ્વારા સિંચાઈ માટે પાણી અપાય છે ત્યારે માલપુરના મોલ્લી-પીપલાણા પાસે વાત્રક ડેમના જમણા કાંઠાની કેનાલમાં મસ મોટું ગાબડું પડયું છે જેના કારણે ડેમમાંથી પાણી છોડયુ હોય એવા દૃશ્ય જોવા મળ્યા છે હજારો લિટર પાણી ખેતરોમાં વહી જાય છે ત્યારે દર વર્ષે કેનાલો રીપેર કરવા તંત્ર દ્વારા કરોડો રૂપિયાની ફાળવણી કરવામાં આવે છે ત્યારે આટલી માતબર ગ્રાન્ટ ફળવાતી હોવા છતાં હલકી ગુણવત્તા વાળી કામગીરી કરાય છે જેના કારણે ભ્રષ્ટાચારની કેનાલો તૂટી જાય છે ત્યારે આવી કેનાલો રીપેર કરીને સિંચાઈનું પાણી પૂર્વવત કરાય એવી સ્થાનિકોની માગ છે.  

Surendranagarના ઘણાદ ગામે નર્મદા કેનાલ ઓવરફલો થતા તૂટી,ખેતરોમાં ફરી વળ્યા પાણી

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

  • સુરેન્દ્રનગરમાં નર્મદા વિભાગના અધિકારીની બેદરકારી
  • નર્મદા કેનાલના પાણી ખેતરોમાં ફરી વળ્યા
  • ખેતરોમાં કેનાલના પાણી ઘુસી જતા પાકને નુકસાનની ભીતિ

સુરેન્દ્રનગરના ઘણાદ ગામે નર્મદા કેનાલ ઓવરફલો થતા તૂટી ગઈ હતી જેના કારણે ખેડૂતોના ખેતરમાં પાણી ભરાઈ ગયા હતા અને પાકને નુકસાન થયુ હતુ.ખેડૂતોનો આક્ષેપ છે કે અવાર-નવાર કેનાલ તૂટવાની ઘટના બનતી હોય છે,અધિકારીઓ દ્રારા કઈ પણ રીતે કામગીરી કરવામાં આવતી નથી જેના કારણે ખેડૂતોના પાકને નુકસાન થઈ રહ્યું છે.

13 એપ્રિલ 2024ના રોજ કચ્છમાં નર્મદાની કેનાલ તૂટી

નર્મદાના પાણી માંડવી અને મુંદ્રા વિસ્તારના મોડકૂબા સુધી પહોંચતા ખેડૂતો માટે આશીર્વાદ સમાન માનવામાં આવતા હતા. આજે એ જ પાણીના કારણે ખેડૂતોને નુકસાની ભોગવવાનો વારો આવ્યો છે. માંડવી તાલુકાના નાની ખાખર અને મુન્દ્રા તાલુકાના મોટી ખાખર ગામ વચ્ચે આવેલ નર્મદા કેનાલમાં આજે બપોરે મોટું ગાબડું પડ્યું હતું. આ ગાબડાના કારણે લાખો લીટર પાણી ખેતરોમાં ફરી વળ્યું હતું. જેનાથી ખેડૂતોને પારાવાર નુકસાન થયું છે. ભર ઉનાળે પાણીની અછત વચ્ચે વ્યાપક પ્રમાણમાં પાણી વેડફાયું હતું.


ધાંગ્રધામા ભર ચોમાસે કેનાલ રીપેરીંગ કરાઈ શરૂ

નર્મદા કેનાલ અનેક ખેતરોમાં લીકેજ થવાની ફરિયાદો ઉઠી હતી એમ છતાય તંત્ર દ્વારા સમયસર રીપેરીંગ ન કરતા હોવાની ધ્રાંગધ્રાના ધારાસભ્યને અગાઉ રજૂઆત કરાઇ હતી. એમ છતાય કેનાલને પાણી બંધ થયાને પંદર દિવસ કરતા પણ વધારે સમય વીતિ જવા છતાય રીપેરીંગ કામ શરૂ ન કરી વરસાદ આવવાની શરૂઆત થતા સમયે હામપુર પાસેથી પસાર થતી ડીસ્ટ્રી-4 નર્મદા કેનાલમાં હાલ રીપેરીંગ શરૂ કરી દીધુ છે. હામપુર ગામના ખેડૂત મનીષભાઇ પટેલે જણાવેલ કે ધારાસભ્ય પ્રકાશભાઇને સમયસર કેનાલ રીપેર કરવાની અગાઉ રજૂઆત કરી હતી છતાય પાણી બંધ થયુ તુરંત રીપેર કરવાના બદલે વરસાદ આવવાના સમયે ખેડૂતોએ કપાસનું વાવેતર શરૂ કરી દીધુ ત્યારે અને અમુક જગ્યાએ કેનાલ સારી હોવા છતાય તોડી નાખી આવા સમયે રીપેરીંગ શરૂ કર્યુ છે.


ગત મહીને અરવલ્લીમાં નર્મદાની કેનાલ તૂટી

માલપુરના ભેમપોડા પાસે વાત્રક નદી પર જિલ્લા નો સૌથી મોટો વાત્રક ડેમ બનાવેલો છે આ ડેમ માંથી જમણા અને ડાબા કાંઠાની કેનાલો દ્વારા સિંચાઈ માટે પાણી અપાય છે ત્યારે માલપુરના મોલ્લી-પીપલાણા પાસે વાત્રક ડેમના જમણા કાંઠાની કેનાલમાં મસ મોટું ગાબડું પડયું છે જેના કારણે ડેમમાંથી પાણી છોડયુ હોય એવા દૃશ્ય જોવા મળ્યા છે હજારો લિટર પાણી ખેતરોમાં વહી જાય છે ત્યારે દર વર્ષે કેનાલો રીપેર કરવા તંત્ર દ્વારા કરોડો રૂપિયાની ફાળવણી કરવામાં આવે છે ત્યારે આટલી માતબર ગ્રાન્ટ ફળવાતી હોવા છતાં હલકી ગુણવત્તા વાળી કામગીરી કરાય છે જેના કારણે ભ્રષ્ટાચારની કેનાલો તૂટી જાય છે ત્યારે આવી કેનાલો રીપેર કરીને સિંચાઈનું પાણી પૂર્વવત કરાય એવી સ્થાનિકોની માગ છે.