ઘોઘાના કરેડા ગામે ચોરીની છ બાઈક સાથે શખ્સ પકડાયો

ચોરી કરેલી મોટરસાઈકલો વાડીમાં છુપાવી રાખેલી હતીરાજકોટમાં ૧૫ અને ભાવનગરમાં બે મોટરસાઈકલ ચોરી કર્યાની કબૂલાતભાવનગર: ઘોઘા તાલુકાના કરેડા ગામના બાઈકચોર શખ્સને ઘોઘા પોલીસે ચોરી કરેલી છ મોટરસાઈકલ સાથે ઝડપી લીધો હતો. બાઈક ચોરીમાં માસ્ટરી ધરાવતા શખ્સે બે વર્ષની અંદર જ રાજકોટ અને ભાવનગરમાંથી ૧૭ બાઈક ચોરી કર્યાની કબૂલાત આપી હતી.મળતી વિગત અનુસાર ઘોઘા તાલુકાના કરેડા ગામે રહેતો મયુરસિંહ બાબભા ઉર્ફે ખોખુભા ગોહિલ (ઉ.વ.૩૨) નામના શખ્સે ગામની સીમમાં આવેલ તેની વાડીએ ચોરી કરેલી મોટરસાઈકલો રાખી હોવાની ચોક્કસ બાતમીના આધારે ઘોઘા પીએસઆઈ બી.કે. ગોસ્વામી તેમજ સર્વેલન્સ સ્કવોડની ટીમે દરોડો પાડતા ઉપરોક્ત શખ્સ તેની વાડીમાં નંબર પ્લેટ વિનાની મોટરસાઈકલો આમથી તેમ ફેરવતો મળી આવ્યો હતો. જેની પાસે આરટીઓના કાગળો સહિતના પુરાવાઓ માંગતા કોઈ આધાર-પુરાવા નહીં હોવાનું જણાવ્યું હતું. જેથી પોલીસે પોકેટકોપ મોબાઈલ એપથી ચેક કરતા શખ્સે ચોરી કે છળકપટથી બાઈકો મેળવી હોવાનું જણાતા તેની આગવીઢબે પૂછપછર શરૂ કરવામાં આવી હતી.પોલીસ પૂછતાછમાં મયુરસિંહ ગોહિલ નામના શખ્સે કબજે કરાયેલી છ પૈકીને એક બાઈક ભરતનગર અને એક બાઈક રાજકોટ શહેરના ગાંધીગ્રામ પોલીસ મથકના વિસ્તારમાંથી તેમજ બાકીની ચાર મોટરસાઈકલ રાજકોટ શહેર-ગ્રામ્ય વિસ્તારમાં અલગ-અલગ જગ્યાએથી ચોરી કર્યાની કબૂલાત આપી હતી.પોલીસ પાસે પોપટની જેમ બોલવા લાગેલા શખ્સે વર્ષ ૨૦૨૨થી ૨૦૨૪ના બે વર્ષના સમયગાળાની અંદર જ ભાવનગરના નિલમબાગ અને ભરતનગર પોલીસ મથકમાંથી એક-એક તેમજ રાજકોટ શહેરના ગાંધીગ્રામ, એ ડિવિઝન, યુનિવર્સિટી, અને તાલુકા પોલીસ સ્ટેશનની હદમાં મળી કુલ ૧૫ બાઈક ચોરી કર્યાનું પોલીસ સમક્ષ કબૂલ્યું હતું.

ઘોઘાના કરેડા ગામે ચોરીની છ બાઈક સાથે શખ્સ પકડાયો

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -


ચોરી કરેલી મોટરસાઈકલો વાડીમાં છુપાવી રાખેલી હતી

રાજકોટમાં ૧૫ અને ભાવનગરમાં બે મોટરસાઈકલ ચોરી કર્યાની કબૂલાત

ભાવનગર: ઘોઘા તાલુકાના કરેડા ગામના બાઈકચોર શખ્સને ઘોઘા પોલીસે ચોરી કરેલી છ મોટરસાઈકલ સાથે ઝડપી લીધો હતો. બાઈક ચોરીમાં માસ્ટરી ધરાવતા શખ્સે બે વર્ષની અંદર જ રાજકોટ અને ભાવનગરમાંથી ૧૭ બાઈક ચોરી કર્યાની કબૂલાત આપી હતી.

મળતી વિગત અનુસાર ઘોઘા તાલુકાના કરેડા ગામે રહેતો મયુરસિંહ બાબભા ઉર્ફે ખોખુભા ગોહિલ (ઉ.વ.૩૨) નામના શખ્સે ગામની સીમમાં આવેલ તેની વાડીએ ચોરી કરેલી મોટરસાઈકલો રાખી હોવાની ચોક્કસ બાતમીના આધારે ઘોઘા પીએસઆઈ બી.કે. ગોસ્વામી તેમજ સર્વેલન્સ સ્કવોડની ટીમે દરોડો પાડતા ઉપરોક્ત શખ્સ તેની વાડીમાં નંબર પ્લેટ વિનાની મોટરસાઈકલો આમથી તેમ ફેરવતો મળી આવ્યો હતો. જેની પાસે આરટીઓના કાગળો સહિતના પુરાવાઓ માંગતા કોઈ આધાર-પુરાવા નહીં હોવાનું જણાવ્યું હતું. જેથી પોલીસે પોકેટકોપ મોબાઈલ એપથી ચેક કરતા શખ્સે ચોરી કે છળકપટથી બાઈકો મેળવી હોવાનું જણાતા તેની આગવીઢબે પૂછપછર શરૂ કરવામાં આવી હતી.

પોલીસ પૂછતાછમાં મયુરસિંહ ગોહિલ નામના શખ્સે કબજે કરાયેલી છ પૈકીને એક બાઈક ભરતનગર અને એક બાઈક રાજકોટ શહેરના ગાંધીગ્રામ પોલીસ મથકના વિસ્તારમાંથી તેમજ બાકીની ચાર મોટરસાઈકલ રાજકોટ શહેર-ગ્રામ્ય વિસ્તારમાં અલગ-અલગ જગ્યાએથી ચોરી કર્યાની કબૂલાત આપી હતી.

પોલીસ પાસે પોપટની જેમ બોલવા લાગેલા શખ્સે વર્ષ ૨૦૨૨થી ૨૦૨૪ના બે વર્ષના સમયગાળાની અંદર જ ભાવનગરના નિલમબાગ અને ભરતનગર પોલીસ મથકમાંથી એક-એક તેમજ રાજકોટ શહેરના ગાંધીગ્રામ, એ ડિવિઝન, યુનિવર્સિટી, અને તાલુકા પોલીસ સ્ટેશનની હદમાં મળી કુલ ૧૫ બાઈક ચોરી કર્યાનું પોલીસ સમક્ષ કબૂલ્યું હતું.