બેઇઝીંગમાં એરપોર્ટ પર અમુલ ફેડરેશનના વાઇસ ચેરમેન અને અન્ય લોકોએ વિદ્યાર્થીઓને મદદ કરી

અમદાવાદ,શનિવારભારતથી ચીન ડેરી ઉદ્યોગના કામથી ગયેલા અમુલ ફેડરેશનના વાઇસ ચેરમેન અને અન્ય વ્યક્તિઓ ચીનના બેઇઝીંગ એરપોર્ટથી ભારત પરત આવી રહ્યા હતા. તે સમયે એરપોર્ટ પર નેપાળથી જાપાન જતા ૧૧ જેટલા વિદ્યાર્થીઓ ફ્લાઇટ ૪૮ કલાક વધારે મોડી પડતા ફસાયા હતા અને તેમની પાસે પૈસા કે જમવાની વ્યવસ્થા ન હોવાને કારણે વાઇસ ચેરમેન અન્ય વ્યક્તિઓએ નેપાળી વિદ્યાર્થીઓને ભારતીય ચલણના નાણાંની તેમજ જમવાની વ્યવસ્થા કરી આપી હોવાનો કિસ્સો સામે આવ્યો છે. અમુલ ડેરીના વાઇસ ચેરમેન વલમજી હુંબલ અને સરહદ ડેરીના એમ ડી નિરવભાઇ તેમજ અમદાવાદમાં રહેતા મુકેશ ટાંક સહિત કેટલાંક લોકો ડેરી ઉદ્યોગના કામથી ચીન ગયા હતા. જ્યાંથી તે બે દિવસ પહેલા બેઇઝીંગ એરપોર્ટથી પરત આવી રહ્યા હતા. તે સમયે હિંદીમાં કેટલાંક લોકો સાથે વાતચીત કરતા ત્યારે એક યુવતી તેમની પાસે આવી હતી. તેણે પોતાની ઓળખ નેપાળમાં રહેતી લકી તરીકે આપી હતી. તેણે જણાવ્યું હતું કે ૧૧ વિદ્યાર્થીઓ સ્ટુડન્ટ એક્સચેંજ પ્રોગ્રામ હેઠળ જાપાન જઇ રહ્યા હતા પરંતુ, ફ્લાઇટ  ૪૮ કલાકથી વધારે સમય સુધી મોડી પડી છે.  તેમની પાસે નાણાં કે જમવાની વ્યવસ્થા નથી. જેથી થોડી મદદ માંગી હતી. આ સમયે વલમજી હુંબલે સ્થિતિનો તાગ લગાવીને તેમની પાસે રહેલા ફુડ પેકેટ અને નાસ્તાના પેકેટ નેપાળી વિદ્યાર્થીઓને આપવાની સાથે ભારતીય ચલણના નાણાંની પણ મદદ કરી હતી. આ સમયે વિદ્યાર્થીઓએ જાપાન ુપહોંચીને નાણાં પરત મોકલી આપવાની ખાતરી આપી હતી. પરંતુ, નેપાળ એક પાડોશી દેશ હોવાથી મદદ કરવી તે પ્રાથમિકતા હોવાનું કહીને વલમજી હુંબલ અને નિરવભાઇએ નાણાં પરત લેવાની ના કહી હતી. આ દરમિયાન જાપાન પહોંચેલા નેપાળી વિદ્યાર્થીઓએ વિડીયો કોલ કરીને મદદ માટે વલમજી અને નિરવભાઇ સહિત ભારતનો વિશેષ આભાર માન્યો હતો.

બેઇઝીંગમાં એરપોર્ટ પર અમુલ ફેડરેશનના વાઇસ ચેરમેન અને અન્ય લોકોએ  વિદ્યાર્થીઓને મદદ કરી

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

અમદાવાદ,શનિવાર

ભારતથી ચીન ડેરી ઉદ્યોગના કામથી ગયેલા અમુલ ફેડરેશનના વાઇસ ચેરમેન અને અન્ય વ્યક્તિઓ ચીનના બેઇઝીંગ એરપોર્ટથી ભારત પરત આવી રહ્યા હતા. તે સમયે એરપોર્ટ પર નેપાળથી જાપાન જતા ૧૧ જેટલા વિદ્યાર્થીઓ ફ્લાઇટ ૪૮ કલાક વધારે મોડી પડતા ફસાયા હતા અને તેમની પાસે પૈસા કે જમવાની વ્યવસ્થા ન હોવાને કારણે વાઇસ ચેરમેન અન્ય વ્યક્તિઓએ નેપાળી વિદ્યાર્થીઓને ભારતીય ચલણના નાણાંની તેમજ જમવાની વ્યવસ્થા કરી આપી હોવાનો કિસ્સો સામે આવ્યો છે. અમુલ ડેરીના વાઇસ ચેરમેન વલમજી હુંબલ અને સરહદ ડેરીના એમ ડી નિરવભાઇ તેમજ અમદાવાદમાં રહેતા મુકેશ ટાંક સહિત કેટલાંક લોકો ડેરી ઉદ્યોગના કામથી ચીન ગયા હતા. જ્યાંથી તે બે દિવસ પહેલા બેઇઝીંગ એરપોર્ટથી પરત આવી રહ્યા હતા.

તે સમયે હિંદીમાં કેટલાંક લોકો સાથે વાતચીત કરતા ત્યારે એક યુવતી તેમની પાસે આવી હતી. તેણે પોતાની ઓળખ નેપાળમાં રહેતી લકી તરીકે આપી હતી. તેણે જણાવ્યું હતું કે ૧૧ વિદ્યાર્થીઓ સ્ટુડન્ટ એક્સચેંજ પ્રોગ્રામ હેઠળ જાપાન જઇ રહ્યા હતા પરંતુ, ફ્લાઇટ  ૪૮ કલાકથી વધારે સમય સુધી મોડી પડી છે.  તેમની પાસે નાણાં કે જમવાની વ્યવસ્થા નથી. જેથી થોડી મદદ માંગી હતી. આ સમયે વલમજી હુંબલે સ્થિતિનો તાગ લગાવીને તેમની પાસે રહેલા ફુડ પેકેટ અને નાસ્તાના પેકેટ નેપાળી વિદ્યાર્થીઓને આપવાની સાથે ભારતીય ચલણના નાણાંની પણ મદદ કરી હતી. આ સમયે વિદ્યાર્થીઓએ જાપાન ુપહોંચીને નાણાં પરત મોકલી આપવાની ખાતરી આપી હતી.

પરંતુ, નેપાળ એક પાડોશી દેશ હોવાથી મદદ કરવી તે પ્રાથમિકતા હોવાનું કહીને વલમજી હુંબલ અને નિરવભાઇએ નાણાં પરત લેવાની ના કહી હતી. આ દરમિયાન જાપાન પહોંચેલા નેપાળી વિદ્યાર્થીઓએ વિડીયો કોલ કરીને મદદ માટે વલમજી અને નિરવભાઇ સહિત ભારતનો વિશેષ આભાર માન્યો હતો.