ઉપલેટામાં વેપારી પર હુમલો કરી 12 લાખની લૂંટ કરી લૂંટારાઓ ફરાર

પટેલ ટ્રેડિંગ નામની કંપનીના માલિક સાથે બની ઘટનાકોલકી ગામના પ્રફુલ્લ સાવલિયા સાથે બની ઘટનારાજકોટ જિલ્લા પોલીસવડા સહિતનો કાફલો ઘટનાસ્થળેરાજકોટના ઉપલેટામાં હુમલો કરીને દિનદહાડે રૂપિયા 12 લાખની લૂંટ થઈ હોવાનું સામે આવ્યું છે. જ્યાં ઉપલેટમાં ધોળાદિવસે એક પ્રૌઢ વેપારીને ત્રણ યુવાનોએ આંતરીને 12 લાખ રૂપિયાની લૂંટ ચલાવીને રફૂચક્કર થઈ ગયા છે. બીજી તરફ આ બનાવની જાણ થતા જ પોલીસનો કાફલો પણ ઘટના સ્થળે પહોંચી ગયો છે. આ અંગેની માહિતી અનુસાર, રાજકોટ જિલ્લાના ઉપલેટામાં ભોગ બનનાર પ્રફુલભાઈ મોહનભાઈ સાવલિયા છૂટક દલાલીનો ધંધો કરે છે. ત્યારે આજે વેપારી ઉપલેટા શહેરના બંબાગેટ પાસે આવેલ બંસી ટ્રેડર્સ નામના વેપારી પાસેથી રૂપિયા 12 લાખનો હિસાબ લઈ કોલકી ગામ જઈ રહ્યા હતા. આ દરમિયાન નંબર વગરની ટુવ્હીલર પર ત્રણ યુવકો આવ્યા હતા. રસ્તામાં જ વેપારીને આંતરી લીધા હતા. જે બાદ ધક્કો મારી નીચે પાડી દીધા હતા. 12 લાખ રૂપિયાની લૂંટ ચલાવી હતી. આ બનાવના પગલે મોટી સંખ્યામાં લોકો એકઠા થઈ ગયા હતા. પોલીસે આરોપીઓને પકડવા ચક્રોગતિમાન હાથ ધર્યા છે. બીજી તરફ આ બનાવની જાણ થતા જ ઉપલેટા પીઆઈ ગોહિલ સહિત ટીમ અને લોકલ ક્રાઈમ બ્રાન્ચ પણ ઘટના સ્થળે પહોંચી ગયા છે. આરોપીને પકડવા પોલીસે ચક્રોગતિમાન હાથ ધર્યા છે.

ઉપલેટામાં વેપારી પર હુમલો કરી 12 લાખની લૂંટ કરી લૂંટારાઓ ફરાર

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

  • પટેલ ટ્રેડિંગ નામની કંપનીના માલિક સાથે બની ઘટના
  • કોલકી ગામના પ્રફુલ્લ સાવલિયા સાથે બની ઘટના
  • રાજકોટ જિલ્લા પોલીસવડા સહિતનો કાફલો ઘટનાસ્થળે
રાજકોટના ઉપલેટામાં હુમલો કરીને દિનદહાડે રૂપિયા 12 લાખની લૂંટ થઈ હોવાનું સામે આવ્યું છે. જ્યાં ઉપલેટમાં ધોળાદિવસે એક પ્રૌઢ વેપારીને ત્રણ યુવાનોએ આંતરીને 12 લાખ રૂપિયાની લૂંટ ચલાવીને રફૂચક્કર થઈ ગયા છે. બીજી તરફ આ બનાવની જાણ થતા જ પોલીસનો કાફલો પણ ઘટના સ્થળે પહોંચી ગયો છે.

આ અંગેની માહિતી અનુસાર, રાજકોટ જિલ્લાના ઉપલેટામાં ભોગ બનનાર પ્રફુલભાઈ મોહનભાઈ સાવલિયા છૂટક દલાલીનો ધંધો કરે છે. ત્યારે આજે વેપારી ઉપલેટા શહેરના બંબાગેટ પાસે આવેલ બંસી ટ્રેડર્સ નામના વેપારી પાસેથી રૂપિયા 12 લાખનો હિસાબ લઈ કોલકી ગામ જઈ રહ્યા હતા.

આ દરમિયાન નંબર વગરની ટુવ્હીલર પર ત્રણ યુવકો આવ્યા હતા. રસ્તામાં જ વેપારીને આંતરી લીધા હતા. જે બાદ ધક્કો મારી નીચે પાડી દીધા હતા. 12 લાખ રૂપિયાની લૂંટ ચલાવી હતી. આ બનાવના પગલે મોટી સંખ્યામાં લોકો એકઠા થઈ ગયા હતા.

પોલીસે આરોપીઓને પકડવા ચક્રોગતિમાન હાથ ધર્યા છે. બીજી તરફ આ બનાવની જાણ થતા જ ઉપલેટા પીઆઈ ગોહિલ સહિત ટીમ અને લોકલ ક્રાઈમ બ્રાન્ચ પણ ઘટના સ્થળે પહોંચી ગયા છે. આરોપીને પકડવા પોલીસે ચક્રોગતિમાન હાથ ધર્યા છે.