સાબરકાંઠામાં ગમખ્વાર અકસ્માતમાં 2ના મોત, 4 ઈજાગ્રસ્ત

ઈડર-હિંમતનગર હાઈવે પર કાર પલટી અંબાજી દર્શન કરવા જતી વખતે અકસ્માત માતા-પિતાનું મોત ઘટનાસ્થળે મોત રાજ્યમાં સતત અકસ્માતની ઘટનામાં વધારો જોવા મળી રહ્યો છે. જેમાં ઈડર નજીક હિંમતનગર હાઈવે રોડ પર સાપવાડા નજીક પ્રગતિ જીન પાસે એક ગાડી પલ્ટી ગઈ હતી. જેમાં 2 લોકોના મોત થયા છે. જ્યારે અન્ય ચાર લોકોને ગંભીર ઇજાઓ થતાં ઇડર સિવિલ હોસ્પિટલમાં સારવાર માટે ખસેડાયા હતા. આ અંગેની માહિતી અનુસાર, હિંમતનગર-અંબાજી હાઈવે રોડ પર વડોદરાનો એક પરિવાર અલ્ટો કાર લઇને અંબાજી દર્શન કરવા માટે જઇ રહ્યો હતો. ત્યારે ઈડરના સાપાવાડા નજીક આવેલ પ્રગતિ જીન પાસે બપોરે 2:30 કલાકે હિંમતનગર બાજુથી આવતી અલ્ટો કારનું અચાનક ટાયર ફાટતાં રોડની સાઈડ ઉપર લગાવેલ લોખંડની ઈંગલ સાથે ધડાકાભેર અથડાઈ હતી. આ પછી રોડની સાઈડના ઝાડ ઉપર આશરે 20 ફૂટ ઊંચે ગાડી ફંગોળાઈ હતી. નીચે પટકાતાં ગાડીમાં સવાર બે પુરૂષ, બે મહિલાઓ અને બે બાળકો સહિત 6 લોકોને ગંભીર ઇજાઓ થઇ હતી. જેમાં બેના ઘટનાસ્થળે જ મોત નીપજ્યાં હતા. જ્યારે અન્ય ચાર લોકોને ગંભીર ઇજાઓ થતાં ઇડર સિવિલ હોસ્પિટલમાં સારવાર માટે ખસેડાયા હતા. જ્યારે હોસ્પિટલમાં બે બાળકો સહિત ચાર ઈજાગ્રસ્તોને તાત્કાલિક સારવાર આપી વધુ સારવાર અર્થે હિંમતનગર સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે. હિંમતનગર સિવિલ હોસ્પિટલથી મળેલ માહિતી મુજબ ઇડર જનરલ હોસ્પિટલમાંથી સારવાર અર્થે લાવેલ બે બાળકો સાથે અન્ય બે જણાને ગંભીર ઈજાને લઈને વધુ સારવાર અર્થે અમદાવાદ સિવિલમાં ખસેડવામાં આવ્યા છે. જ્યારે બે બાળકોને હિંમતનગર સિવિલમાં સારવાર હેઠળ છે.

સાબરકાંઠામાં ગમખ્વાર અકસ્માતમાં 2ના મોત, 4 ઈજાગ્રસ્ત

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

  • ઈડર-હિંમતનગર હાઈવે પર કાર પલટી
  • અંબાજી દર્શન કરવા જતી વખતે અકસ્માત
  • માતા-પિતાનું મોત ઘટનાસ્થળે મોત

રાજ્યમાં સતત અકસ્માતની ઘટનામાં વધારો જોવા મળી રહ્યો છે. જેમાં ઈડર નજીક હિંમતનગર હાઈવે રોડ પર સાપવાડા નજીક પ્રગતિ જીન પાસે એક ગાડી પલ્ટી ગઈ હતી. જેમાં 2 લોકોના મોત થયા છે. જ્યારે અન્ય ચાર લોકોને ગંભીર ઇજાઓ થતાં ઇડર સિવિલ હોસ્પિટલમાં સારવાર માટે ખસેડાયા હતા.

આ અંગેની માહિતી અનુસાર, હિંમતનગર-અંબાજી હાઈવે રોડ પર વડોદરાનો એક પરિવાર અલ્ટો કાર લઇને અંબાજી દર્શન કરવા માટે જઇ રહ્યો હતો. ત્યારે ઈડરના સાપાવાડા નજીક આવેલ પ્રગતિ જીન પાસે બપોરે 2:30 કલાકે હિંમતનગર બાજુથી આવતી અલ્ટો કારનું અચાનક ટાયર ફાટતાં રોડની સાઈડ ઉપર લગાવેલ લોખંડની ઈંગલ સાથે ધડાકાભેર અથડાઈ હતી. 


આ પછી રોડની સાઈડના ઝાડ ઉપર આશરે 20 ફૂટ ઊંચે ગાડી ફંગોળાઈ હતી. નીચે પટકાતાં ગાડીમાં સવાર બે પુરૂષ, બે મહિલાઓ અને બે બાળકો સહિત 6 લોકોને ગંભીર ઇજાઓ થઇ હતી. જેમાં બેના ઘટનાસ્થળે જ મોત નીપજ્યાં હતા. જ્યારે અન્ય ચાર લોકોને ગંભીર ઇજાઓ થતાં ઇડર સિવિલ હોસ્પિટલમાં સારવાર માટે ખસેડાયા હતા.

જ્યારે હોસ્પિટલમાં બે બાળકો સહિત ચાર ઈજાગ્રસ્તોને તાત્કાલિક સારવાર આપી વધુ સારવાર અર્થે હિંમતનગર સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે. હિંમતનગર સિવિલ હોસ્પિટલથી મળેલ માહિતી મુજબ ઇડર જનરલ હોસ્પિટલમાંથી સારવાર અર્થે લાવેલ બે બાળકો સાથે અન્ય બે જણાને ગંભીર ઈજાને લઈને વધુ સારવાર અર્થે અમદાવાદ સિવિલમાં ખસેડવામાં આવ્યા છે. જ્યારે બે બાળકોને હિંમતનગર સિવિલમાં સારવાર હેઠળ છે.