Gujarat Rain: હવામાન વિભાગનું નાઉકાસ્ટ જાહેર,સૌરાષ્ટ્ર અને કચ્છના કેટલાક જિલ્લામાં રેડ એલર્ટ

સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતના ભાગોમાં મેઘરાજા ધોધમાર વરસી રહ્યાં છે રાજયમાં આગામી ચાર દિવસ સાર્વત્રિક વરસાદની હવામાન વિભાગે આગાહી કરી સાયક્લોનિક સર્ક્યુલેશન સક્રિય થતા વરસાદની આગાહી કરવામાં આવી હવામાન વિભાગની આગાહી મુજબ કચ્છ,જામનગર,દ્વારકા,જૂનાગઢ,પોરબંદર,સુરત,નવસારી,વલસાડ,દમણ અને દાદરાનગર હવેલીમાં રેડ એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે. બનાસકાંઠા, પાટણ, મોરબી, રાજકોટ, અમરેલી, ભાવનગર, ગીરસોમનાથ, ભરૂચ, વડોદરા, નર્મદા, દાહોદ, પંચમહાલ, તાપી, ડાંગમાં ઓરેન્જ એલર્ટ જાહેર કરાયું છે. રાજયમાં સિઝનનો સરેરાશ 9.25 ટકા વરસાદ નોંધાયો ગુજરાતમાં આજે વહેલી સવારથી જ વરસાદી માહોલ જામ્યો છે. અનેક જિલ્લામાં ધોધમાર વરસાદ વરસી રહ્યો છે. રાજ્યમાં છેલ્લા 6 કલાકમાં 134 તાલુકામાં વરસાદ પડ્યો છે. અત્યાર સધીમાં સિઝનનો સરેરાશ 9.25 ટકા વરસાદ નોંધાયો છે. સૌથી વધુ કચ્છ 14.60 ટકા અને ઉત્તર ગુજરાતમાં સૌથી ઓછો માત્ર 4.24 ટકા વરસાદ નોંધાયો છે.અતિભારે વરસાદની આગાહી ગુજરાતમાં મેઘરાજાએ આજે દક્ષિણ ગુજરાતને ઘમરોળી દીધુ છે, સુરત શહેર તથા સુરતના તાલુકાઓમાં મેઘરાજાએ તાંડવ મચાવી 6 ઈંચથી વધુ વરસાદ વરસાવતા ઠેર ઠેર રોડ રસ્તા પાણી પાણી થઈ ગયા હતા. નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાઈ ગયા હતા. વાહન ચાલકો પાણી ભરાતા મુશ્કેલીમાં મુકાયા હતા. ત્યારે હવામાન વિભાગે આગામી દિવસ માટે પણ વરસાદની આગાહી કરી છે, તો જોઈએ હજુ આજે અને આવતીકાલે ક્યાં ભારેથી અતિભારે વરસાદની સંભાવના છે.હવામાનની સ્થિતિ સમય મુજબ બદલાતી રહે છેતો હવામાન વિભાગ કહે છે કે,એક ટ્રફ ઉત્તર પૂર્વ સમુદ્રથી દક્ષિણ ગુજરાતના દરિયાકાંઠેથી ઉત્તર પશ્ચિમ બિહાર થઈને મધ્ય પ્રદેશ સુધી સરેરાશ દરિયાની સપાટીથી 5.8 કિમી ઉપર ચક્રવાતી પરિભ્રમણ પાર કરે છે.તો એક ચક્રવાતી પરિભ્રમણ ઉત્તર ગુજરાત અને પડોશમાં સરેરાશ દરિયાની સપાટીથી 3.1 અને 4.5 કિમીની વચ્ચે આવેલુ છે. આ બાજુ સૌરાષ્ટ્ર અને કચ્છને અડીને આવેલા ઉત્તર પૂર્વ સમુદ્ર પરનું ચક્રવાતી પરિભ્રમણ હવે દરિયાની સપાટીથી સરેરાશ 1.5 કિમી ઉપર કચ્છને અડીને આવેલા દક્ષિણ પૂર્વ પાકિસ્તાન પર છે.ઉત્તર અને મધ્ય સિવાયના ભાગોમાં યલો એલર્ટ હવામાન વિભાગ દ્વારા આજે સમગ્ર ગુજરાત રાજ્યમાં મેઘગર્જના સાથે હળવાથી મધ્યમ વરસાદની આગાહી કરી છે. આ સાથે જ રાજ્યના ઉત્તર અને મધ્ય ભાગને છોડીને અન્ય તમામ જિલ્લાઓમાં યલો એલર્ટ જારી કરવામાં આવ્યું છે.

Gujarat Rain: હવામાન વિભાગનું નાઉકાસ્ટ જાહેર,સૌરાષ્ટ્ર અને કચ્છના કેટલાક જિલ્લામાં રેડ એલર્ટ

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

  • સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતના ભાગોમાં મેઘરાજા ધોધમાર વરસી રહ્યાં છે
  • રાજયમાં આગામી ચાર દિવસ સાર્વત્રિક વરસાદની હવામાન વિભાગે આગાહી કરી
  • સાયક્લોનિક સર્ક્યુલેશન સક્રિય થતા વરસાદની આગાહી કરવામાં આવી

હવામાન વિભાગની આગાહી મુજબ કચ્છ,જામનગર,દ્વારકા,જૂનાગઢ,પોરબંદર,સુરત,નવસારી,વલસાડ,દમણ અને દાદરાનગર હવેલીમાં રેડ એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે. બનાસકાંઠા, પાટણ, મોરબી, રાજકોટ, અમરેલી, ભાવનગર, ગીરસોમનાથ, ભરૂચ, વડોદરા, નર્મદા, દાહોદ, પંચમહાલ, તાપી, ડાંગમાં ઓરેન્જ એલર્ટ જાહેર કરાયું છે.

રાજયમાં સિઝનનો સરેરાશ 9.25 ટકા વરસાદ નોંધાયો

ગુજરાતમાં આજે વહેલી સવારથી જ વરસાદી માહોલ જામ્યો છે. અનેક જિલ્લામાં ધોધમાર વરસાદ વરસી રહ્યો છે. રાજ્યમાં છેલ્લા 6 કલાકમાં 134 તાલુકામાં વરસાદ પડ્યો છે. અત્યાર સધીમાં સિઝનનો સરેરાશ 9.25 ટકા વરસાદ નોંધાયો છે. સૌથી વધુ કચ્છ 14.60 ટકા અને ઉત્તર ગુજરાતમાં સૌથી ઓછો માત્ર 4.24 ટકા વરસાદ નોંધાયો છે.

અતિભારે વરસાદની આગાહી

ગુજરાતમાં મેઘરાજાએ આજે દક્ષિણ ગુજરાતને ઘમરોળી દીધુ છે, સુરત શહેર તથા સુરતના તાલુકાઓમાં મેઘરાજાએ તાંડવ મચાવી 6 ઈંચથી વધુ વરસાદ વરસાવતા ઠેર ઠેર રોડ રસ્તા પાણી પાણી થઈ ગયા હતા. નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાઈ ગયા હતા. વાહન ચાલકો પાણી ભરાતા મુશ્કેલીમાં મુકાયા હતા. ત્યારે હવામાન વિભાગે આગામી દિવસ માટે પણ વરસાદની આગાહી કરી છે, તો જોઈએ હજુ આજે અને આવતીકાલે ક્યાં ભારેથી અતિભારે વરસાદની સંભાવના છે.

હવામાનની સ્થિતિ સમય મુજબ બદલાતી રહે છે

તો હવામાન વિભાગ કહે છે કે,એક ટ્રફ ઉત્તર પૂર્વ સમુદ્રથી દક્ષિણ ગુજરાતના દરિયાકાંઠેથી ઉત્તર પશ્ચિમ બિહાર થઈને મધ્ય પ્રદેશ સુધી સરેરાશ દરિયાની સપાટીથી 5.8 કિમી ઉપર ચક્રવાતી પરિભ્રમણ પાર કરે છે.તો એક ચક્રવાતી પરિભ્રમણ ઉત્તર ગુજરાત અને પડોશમાં સરેરાશ દરિયાની સપાટીથી 3.1 અને 4.5 કિમીની વચ્ચે આવેલુ છે. આ બાજુ સૌરાષ્ટ્ર અને કચ્છને અડીને આવેલા ઉત્તર પૂર્વ સમુદ્ર પરનું ચક્રવાતી પરિભ્રમણ હવે દરિયાની સપાટીથી સરેરાશ 1.5 કિમી ઉપર કચ્છને અડીને આવેલા દક્ષિણ પૂર્વ પાકિસ્તાન પર છે.

ઉત્તર અને મધ્ય સિવાયના ભાગોમાં યલો એલર્ટ

હવામાન વિભાગ દ્વારા આજે સમગ્ર ગુજરાત રાજ્યમાં મેઘગર્જના સાથે હળવાથી મધ્યમ વરસાદની આગાહી કરી છે. આ સાથે જ રાજ્યના ઉત્તર અને મધ્ય ભાગને છોડીને અન્ય તમામ જિલ્લાઓમાં યલો એલર્ટ જારી કરવામાં આવ્યું છે.