Suratમાં VNSGUએ શહેરની 42 ઈન્સ્ટિટ્યુટને પાઠવી નોટીસ,મંજૂરીના પુરાવા જમા કરાવવા કર્યો આદેશ

સુરતની VNSGU યુનિવર્સિટી એકશન મોડમાં આવી એક પણ ઈન્સ્ટિટ્યુટ પાસે GST નંબર નથી : કુલપતિ પાંચ સભ્યોની તપાસ કમિટી નિમાઈ છે : કુલપતિ સુરતની VNSGU યુનિવર્સિટી એક્શન મોડમાં આવી છે,સુરત શહેરની ૪૨ ઈન્સ્ટિટ્યુટને યુનિવર્સિટીએ નોટીસ પાઠવી છે.શિક્ષણ આપવા માટે સંસ્થાઓને બદલે ઠેરઠેર ડિગ્રીની હાટડીઓ ખુલતા યુનિ.એ આકરા પગલા લીધા છે સાથે સાથે ૪૨ સંસ્થાઓને મંજૂરી સહિતના તમામ પુરાવા જમા કરાવવા આદેશ કર્યો છે.VNSGUએ તમામ યુનિવર્સિટીને પાંચ દિવસનો સમય અપાયો છે અને પાંચ સભ્યોની કમિટી નિમી છે.વરાછામાં મોટાપાયો ધમધમી રહ્યો છે શિક્ષણનો વેપલો. વિધાર્થીઓમાં પણ ફફળાટ ફેલાયો દક્ષિણ ગુજરાત યુનિવર્સિટીના કુલપતિ કિશોરસિંહ ચાવડાએ વેસુ વિસ્તારમાં ચાલતી ઇન્સ્ટિટ્યૂટ ઓફ ડિઝાઇનર ટેકનોલોજી આઈડીટી નામની શિક્ષણની દુકાનને ફાઇનલ નોટિસ પાઠવી છે અને આ ઇન્સ્ટિટ્યૂટ ને જણાવાયુ છે કે તેમના દ્વારા ચલાવવામાં આવતા બી વોક ઇન ઇન્ટિરિયર ડિઝાઇન અને બી વોક ઇન ફેશન ડિઝાઈનર ના અભ્યાસક્રમો ચલાવવા અંગે બે દિવસમાં જવાબ આપે જવાબ નહીં આપવામાં આવે અથવા યોગ્ય જવાબ નહીં મળે તો કાર્યવાહી કરવામાં આવશે. પરીક્ષાને લઈ VNSGU કડક વીર નર્મદ દક્ષિણ ગુજરાત યુનિવર્સિટી દ્વારા મહત્વનો નિર્ણય લેવાયો છે. કોઇપણ વિદ્યાર્થી પરીક્ષામાં કોપી કરતા કે અયોગ્ય પ્રવૃતિ કરતા ઝડપાશે તો તેની સામે કડક પગલા લેવામાં આવશે. ઉત્તરવહીમાં ચલણી નોટ મૂકશે તો પરીક્ષાર્થીને રૂપિયા 2500 પેનલ્ટી ફટકારવામાં આવશે તેની સાથે આ પરિક્ષાર્થી પર 6 મહિનાનો પ્રતિબંધ કરવાનો નિર્ણય લેવાયો છે. ઉત્તરવહીમાં બીભત્સ લખાણ કરશો તો થશે સજા વીર નર્મદ દક્ષિણ ગુજરાત યુનિવર્સિટીના સંચાલકો દ્વારા પરીક્ષામાં ગેરરીતિ અટકાવવા માટે મહત્વના નિર્ણયો લેવામાં આવ્યા છે. જેમાં વાર્ષિક પરીક્ષા દરમિયાન ઉત્તરવહીમાં ચલણી નોટો મૂકવી, માઇક્રો ઝેરોક્ષ કોપીથી કોપી કરવી, ઉત્તરવાહીમાં બીભત્સ લખાણ લખવું, ગાળો લખવી વગેરે સહિતના અનેક મુદ્દાઓને લઈને જુદી જુદી પેનલ્ટીની રકમ જાહેર કરવામાં આવી છે તેની સાથે સાથે વિદ્યાર્થીઓ સામે કડક પગલાં પણ ભરવામાં આવશે. આવી પ્રવૃત્તિ રોકવા માટેની વીર નર્મદ દક્ષિણ ગુજરાત યુનિવર્સિટીના સંચાલકોએ એક પ્રયાસ શરૂ કર્યો છે.

Suratમાં VNSGUએ શહેરની 42 ઈન્સ્ટિટ્યુટને પાઠવી નોટીસ,મંજૂરીના પુરાવા જમા કરાવવા કર્યો આદેશ

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

  • સુરતની VNSGU યુનિવર્સિટી એકશન મોડમાં આવી
  • એક પણ ઈન્સ્ટિટ્યુટ પાસે GST નંબર નથી : કુલપતિ
  • પાંચ સભ્યોની તપાસ કમિટી નિમાઈ છે : કુલપતિ

સુરતની VNSGU યુનિવર્સિટી એક્શન મોડમાં આવી છે,સુરત શહેરની ૪૨ ઈન્સ્ટિટ્યુટને યુનિવર્સિટીએ નોટીસ પાઠવી છે.શિક્ષણ આપવા માટે સંસ્થાઓને બદલે ઠેરઠેર ડિગ્રીની હાટડીઓ ખુલતા યુનિ.એ આકરા પગલા લીધા છે સાથે સાથે ૪૨ સંસ્થાઓને મંજૂરી સહિતના તમામ પુરાવા જમા કરાવવા આદેશ કર્યો છે.VNSGUએ તમામ યુનિવર્સિટીને પાંચ દિવસનો સમય અપાયો છે અને પાંચ સભ્યોની કમિટી નિમી છે.વરાછામાં મોટાપાયો ધમધમી રહ્યો છે શિક્ષણનો વેપલો.

વિધાર્થીઓમાં પણ ફફળાટ ફેલાયો

દક્ષિણ ગુજરાત યુનિવર્સિટીના કુલપતિ કિશોરસિંહ ચાવડાએ વેસુ વિસ્તારમાં ચાલતી ઇન્સ્ટિટ્યૂટ ઓફ ડિઝાઇનર ટેકનોલોજી આઈડીટી નામની શિક્ષણની દુકાનને ફાઇનલ નોટિસ પાઠવી છે અને આ ઇન્સ્ટિટ્યૂટ ને જણાવાયુ છે કે તેમના દ્વારા ચલાવવામાં આવતા બી વોક ઇન ઇન્ટિરિયર ડિઝાઇન અને બી વોક ઇન ફેશન ડિઝાઈનર ના અભ્યાસક્રમો ચલાવવા અંગે બે દિવસમાં જવાબ આપે જવાબ નહીં આપવામાં આવે અથવા યોગ્ય જવાબ નહીં મળે તો કાર્યવાહી કરવામાં આવશે.

પરીક્ષાને લઈ VNSGU કડક

વીર નર્મદ દક્ષિણ ગુજરાત યુનિવર્સિટી દ્વારા મહત્વનો નિર્ણય લેવાયો છે. કોઇપણ વિદ્યાર્થી પરીક્ષામાં કોપી કરતા કે અયોગ્ય પ્રવૃતિ કરતા ઝડપાશે તો તેની સામે કડક પગલા લેવામાં આવશે. ઉત્તરવહીમાં ચલણી નોટ મૂકશે તો પરીક્ષાર્થીને રૂપિયા 2500 પેનલ્ટી ફટકારવામાં આવશે તેની સાથે આ પરિક્ષાર્થી પર 6 મહિનાનો પ્રતિબંધ કરવાનો નિર્ણય લેવાયો છે.

ઉત્તરવહીમાં બીભત્સ લખાણ કરશો તો થશે સજા

વીર નર્મદ દક્ષિણ ગુજરાત યુનિવર્સિટીના સંચાલકો દ્વારા પરીક્ષામાં ગેરરીતિ અટકાવવા માટે મહત્વના નિર્ણયો લેવામાં આવ્યા છે. જેમાં વાર્ષિક પરીક્ષા દરમિયાન ઉત્તરવહીમાં ચલણી નોટો મૂકવી, માઇક્રો ઝેરોક્ષ કોપીથી કોપી કરવી, ઉત્તરવાહીમાં બીભત્સ લખાણ લખવું, ગાળો લખવી વગેરે સહિતના અનેક મુદ્દાઓને લઈને જુદી જુદી પેનલ્ટીની રકમ જાહેર કરવામાં આવી છે તેની સાથે સાથે વિદ્યાર્થીઓ સામે કડક પગલાં પણ ભરવામાં આવશે. આવી પ્રવૃત્તિ રોકવા માટેની વીર નર્મદ દક્ષિણ ગુજરાત યુનિવર્સિટીના સંચાલકોએ એક પ્રયાસ શરૂ કર્યો છે.