Congress Allegations: આતંકીઓ પકડાવા મામલે અમિત ચાવડાએ ઉઠાવ્યા સુરક્ષા પર સવાલ

આતંકવાદીઓ સરહદથી ગુજરાત સુધી પહોંચી ગયાઃ ચાવડાઆતંકવાદી હોય કે ડ્રગ્સ ગુજરાતમાં ઘુસી જાય છેઃ ચાવડા સરકારની એજન્સીઓ શું કરી રહી છે તે સવાલ છેઃ ચાવડા ગઇકાલે અમદાવાદ એરપોર્ટથી ગુજરાત ATS દ્વારા ISIS સાથે સંકળાયેલ 4 આતંકવાદીઓ પકડાવા મામલે કોંગ્રેસ દ્વારા સવાલો ઉઠાવવામાં આવ્યા છે. કોંગ્રેસના નેતા અમિત ચાવડાએઆ મામલે નિવેદન આપતા ગુજરાતની સરહદી સુરક્ષાને લઈને સવાલો ઉઠાવ્યા છે. કોંગ્રેસના નેતા અમિત ચાવડાએ ગુજરાતની સરહદોનું સુરક્ષાને લઈને સવાલો ઉઠાવતા જણાવ્યું છે કે આતંકવાદીઓ દેશની સરહદ થી છેક ગુજરાત સુધી પહોંચી ગયા. આતંકવાદીઓ હોય કે ડ્રગ્સ બધું જ ગુજરાતમાં ઘૂસડવામાં આવે છે. આ બધી બાબતો જોતાં ગુજરાતનું આઈબી અને ગૃહવિભાગ શુ કરી રહ્યું છે તે એક મોટો સવાલ છે. અમિત ચાવડાએ વધુમાં જણાવ્યું કે આતંકીઓ અને ડ્રગ્સની ઘૂસણખોરી ગુજરાતની સુરક્ષા પર મોટો સવાલ છે. ચૂંટણી સમયે આતંકવાદીઓ પકડાયા છે. આ વખતે આશ્ચર્ય થયું કે ગુજરાતમાં ચૂંટણી બાદ આતંકવાદીઓ પકડાયા. કદાચ દિલ્હી થી મેસેજ મોડા મળ્યા હશે એટલે એવું થયું હશે. ગૃહ વિભાગ વિપક્ષની જાસૂસીના બદલે અસામાજિક પ્રવૃત્તિ પર ધ્યાન આપતું હોય તેમ લાગે છે.

Congress Allegations: આતંકીઓ પકડાવા મામલે અમિત ચાવડાએ ઉઠાવ્યા સુરક્ષા પર સવાલ

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

  • આતંકવાદીઓ સરહદથી ગુજરાત સુધી પહોંચી ગયાઃ ચાવડા
  • આતંકવાદી હોય કે ડ્રગ્સ ગુજરાતમાં ઘુસી જાય છેઃ ચાવડા
  • સરકારની એજન્સીઓ શું કરી રહી છે તે સવાલ છેઃ ચાવડા

ગઇકાલે અમદાવાદ એરપોર્ટથી ગુજરાત ATS દ્વારા ISIS સાથે સંકળાયેલ 4 આતંકવાદીઓ પકડાવા મામલે કોંગ્રેસ દ્વારા સવાલો ઉઠાવવામાં આવ્યા છે. કોંગ્રેસના નેતા અમિત ચાવડાએઆ મામલે નિવેદન આપતા ગુજરાતની સરહદી સુરક્ષાને લઈને સવાલો ઉઠાવ્યા છે.

કોંગ્રેસના નેતા અમિત ચાવડાએ ગુજરાતની સરહદોનું સુરક્ષાને લઈને સવાલો ઉઠાવતા જણાવ્યું છે કે આતંકવાદીઓ દેશની સરહદ થી છેક ગુજરાત સુધી પહોંચી ગયા. આતંકવાદીઓ હોય કે ડ્રગ્સ બધું જ ગુજરાતમાં ઘૂસડવામાં આવે છે. આ બધી બાબતો જોતાં ગુજરાતનું આઈબી અને ગૃહવિભાગ શુ કરી રહ્યું છે તે એક મોટો સવાલ છે.

અમિત ચાવડાએ વધુમાં જણાવ્યું કે આતંકીઓ અને ડ્રગ્સની ઘૂસણખોરી ગુજરાતની સુરક્ષા પર મોટો સવાલ છે. ચૂંટણી સમયે આતંકવાદીઓ પકડાયા છે. આ વખતે આશ્ચર્ય થયું કે ગુજરાતમાં ચૂંટણી બાદ આતંકવાદીઓ પકડાયા. કદાચ દિલ્હી થી મેસેજ મોડા મળ્યા હશે એટલે એવું થયું હશે. ગૃહ વિભાગ વિપક્ષની જાસૂસીના બદલે અસામાજિક પ્રવૃત્તિ પર ધ્યાન આપતું હોય તેમ લાગે છે.