School van Strike: અમદાવાદમાં આજથી સ્કૂલ વાન-રીક્ષા એસો.ની હડતાળ, વધી વાલીઓની મુશ્કેલી

ટ્રાફિક પોલીસ અને RTOની કાર્યવાહી સામે નારાજગી વાહનચાલકોના નિર્ણયથી વાલીઓની ચિંતા વધી વાહનોમાં સેફ્ટી અને ફિટનેસને લઇ ચાલી રહી છે તપાસ સ્કૂલવર્ધીના અમદાવાદના 15 હજાર સહિત રાજ્યના 80 હજાર વાહનો આજથી એટલે કે મંગળવારથી થંભી જશે. જેના લીધે મંગળવારથી વાલીઓને બાળકોને સ્કૂલે મૂકવા અને લેવા જવાની જવાબદારી ઊઠાવવી પડશે. સાથોસાથ રૂપિયા ખર્ચવા છતાં પણ સુવિધાના અભાવે વાલીઓની ચિંતા પણ વધી ગઇ છે. સ્કૂલવર્ધી વાહન એસોસિએશનને કહ્યું કે, વાહનવ્યવહાર વિભાગે ઉકેલ નહીં લાવતા અચોક્કસ મુદત હડતાળ પર ઉતરશે. સ્કૂલવર્ધીના નિયમોને લઇને વિવાદ વાહનવ્યવહાર વિભાગ 2019ના નિયમોની યાદીને વળગી રહી છે. તેમાં ફેરફાર કરવા કે નહીં? તેને લઇને વિભાગના ઉચ્ચ અધિકારીઓ, આરટીઓ, એઆરટીઓ, પૂર્વ અધિકારીઓ કે નિષ્ણાતો સાથે ચર્ચા કરવાની વિભાગે તસદી જ લીધી જ નહીં. અંતે સ્કૂલવર્ધી એસોસિએશનને વિરોધ કરવાની શરૂઆત કરી હતી. આ પછી પણ કોઈ નિરાકરણ ન આવતા એસોસિએશને અંતે અચોક્કસ મુદતની હડતાળની જાહેરાત કરી છે. આરટીઓ અધિકારીએ કહ્યું કે, ખાનગી વાહનમાં બાળકોને લઇ જવાતા હશે તો, વાહન ડિટેઇન કરશે. સરકારમાંથી નવી કોઇ સૂચના આવી નથી. જેથી આરટીઓ દ્વારા ડ્રાઇવ કરાશે. કઈ બાબતો પર કરાશે કાર્યવાહી સ્કૂલવર્ધીના વાહનમાં વ્હાઇટ નંબર પ્લેટ (ખાનગી વાહન), ફિટનેસ, પરમીટ, થર્ડ પાર્ટી વીમો નહીં હોય તો RTO કાર્યવાહી કરવા મક્કમ છે. આરટીઓ અધિકારીઓ વિવિધ સ્કૂલો પર સરપ્રાઇઝ ચેકિંગ કરશે, જેમાં સ્કૂલ સંચાલકોની લાપરવાહી બહાર આવશે તો સંબંધિત સ્કૂલને પણ નોટિસ અપાશે. સ્કૂલ વર્ધી વાહનોમાં સેફ્ટીને લઈ RTOની તપાસ ઝુંબેશ આજથી શરૂ થશે. રાજ્યભરમાં RTO વિભાગ વાહનોમાં તપાસ કરાશે. ફિટનેસ સર્ટિફિકેટ અને સેફ્ટીને લઇને તપાસ કરાશે. ફિટનેસ અને સેફ્ટી વિનાના વાહનોને ડિટેઈન કરાશે. ઉલ્લેખનીય છે કે ઉપરોક્ત તમામ કામ માટે વાહનચાલકોને 17 જૂન સુધીની મુદત અપાઈ હતી.શું કહે છે વાલીઓ બીજી તરફ વાલીઓએ કહ્યું કે, સરકારી તંત્ર અને સ્કૂલવર્ધી વાહન એસોસિએશન વચ્ચેના વિવાદના લીધે વાલીઓ પરેશાન થવાના છે. ભાડાં વધારા પછી પણ આવી જ હેરાનગતિ હોય તો વાલીઓ શું કરે? સ્કૂલવર્ધી વાહનો વર્ષોથી દોડે છે. આમ છતાં સમયાંતરે નિયમોને લઇને વિવાદ થાય છે. બાળકોને સ્કૂલે સાયકલ લઇને મોકલતા ડર લાગે છે : મહિલાઓ અમારા બાળકોને સ્કૂલે સાયકલ લઇને મોકલતા ડર લાગે છે. રસ્તા પર લોકો આડેધડ વાહનો ચલાવે છે. પોલીસ રસ્તા પર ન હોવાથી લોકો વધુ બેફામ વાહનો હંકારે છે. આવા વાહનચાલકોને સીસીટીવી કેમેરાનો કોઇ ડર રહેતો નથી. ખરેખર તો રસ્તા પર પોલીસ હોવી જોઇએ અને સ્કૂલે જતાં બાળકોને પોલીસ દ્વારા ટ્રાફિક સુવિધા અને સુરક્ષા મળે તેવી વ્યવસ્થા થવી જરૂરી છે. જેનાથી પ્રેરાઇને વાલીઓ પોતાના બાળકોને સાયકલ લઇને સ્કૂલે મોકલતા થાય.

School van Strike: અમદાવાદમાં આજથી સ્કૂલ વાન-રીક્ષા એસો.ની હડતાળ, વધી વાલીઓની મુશ્કેલી

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

  • ટ્રાફિક પોલીસ અને RTOની કાર્યવાહી સામે નારાજગી
  • વાહનચાલકોના નિર્ણયથી વાલીઓની ચિંતા વધી
  • વાહનોમાં સેફ્ટી અને ફિટનેસને લઇ ચાલી રહી છે તપાસ

સ્કૂલવર્ધીના અમદાવાદના 15 હજાર સહિત રાજ્યના 80 હજાર વાહનો આજથી એટલે કે મંગળવારથી થંભી જશે. જેના લીધે મંગળવારથી વાલીઓને બાળકોને સ્કૂલે મૂકવા અને લેવા જવાની જવાબદારી ઊઠાવવી પડશે. સાથોસાથ રૂપિયા ખર્ચવા છતાં પણ સુવિધાના અભાવે વાલીઓની ચિંતા પણ વધી ગઇ છે. સ્કૂલવર્ધી વાહન એસોસિએશનને કહ્યું કે, વાહનવ્યવહાર વિભાગે ઉકેલ નહીં લાવતા અચોક્કસ મુદત હડતાળ પર ઉતરશે.

સ્કૂલવર્ધીના નિયમોને લઇને વિવાદ

વાહનવ્યવહાર વિભાગ 2019ના નિયમોની યાદીને વળગી રહી છે. તેમાં ફેરફાર કરવા કે નહીં? તેને લઇને વિભાગના ઉચ્ચ અધિકારીઓ, આરટીઓ, એઆરટીઓ, પૂર્વ અધિકારીઓ કે નિષ્ણાતો સાથે ચર્ચા કરવાની વિભાગે તસદી જ લીધી જ નહીં. અંતે સ્કૂલવર્ધી એસોસિએશનને વિરોધ કરવાની શરૂઆત કરી હતી. આ પછી પણ કોઈ નિરાકરણ ન આવતા એસોસિએશને અંતે અચોક્કસ મુદતની હડતાળની જાહેરાત કરી છે. આરટીઓ અધિકારીએ કહ્યું કે, ખાનગી વાહનમાં બાળકોને લઇ જવાતા હશે તો, વાહન ડિટેઇન કરશે. સરકારમાંથી નવી કોઇ સૂચના આવી નથી. જેથી આરટીઓ દ્વારા ડ્રાઇવ કરાશે.

કઈ બાબતો પર કરાશે કાર્યવાહી

સ્કૂલવર્ધીના વાહનમાં વ્હાઇટ નંબર પ્લેટ (ખાનગી વાહન), ફિટનેસ, પરમીટ, થર્ડ પાર્ટી વીમો નહીં હોય તો RTO કાર્યવાહી કરવા મક્કમ છે. આરટીઓ અધિકારીઓ વિવિધ સ્કૂલો પર સરપ્રાઇઝ ચેકિંગ કરશે, જેમાં સ્કૂલ સંચાલકોની લાપરવાહી બહાર આવશે તો સંબંધિત સ્કૂલને પણ નોટિસ અપાશે. સ્કૂલ વર્ધી વાહનોમાં સેફ્ટીને લઈ RTOની તપાસ ઝુંબેશ આજથી શરૂ થશે. રાજ્યભરમાં RTO વિભાગ વાહનોમાં તપાસ કરાશે. ફિટનેસ સર્ટિફિકેટ અને સેફ્ટીને લઇને તપાસ કરાશે. ફિટનેસ અને સેફ્ટી વિનાના વાહનોને ડિટેઈન કરાશે. ઉલ્લેખનીય છે કે ઉપરોક્ત તમામ કામ માટે વાહનચાલકોને 17 જૂન સુધીની મુદત અપાઈ હતી.

શું કહે છે વાલીઓ

બીજી તરફ વાલીઓએ કહ્યું કે, સરકારી તંત્ર અને સ્કૂલવર્ધી વાહન એસોસિએશન વચ્ચેના વિવાદના લીધે વાલીઓ પરેશાન થવાના છે. ભાડાં વધારા પછી પણ આવી જ હેરાનગતિ હોય તો વાલીઓ શું કરે? સ્કૂલવર્ધી વાહનો વર્ષોથી દોડે છે. આમ છતાં સમયાંતરે નિયમોને લઇને વિવાદ થાય છે.

બાળકોને સ્કૂલે સાયકલ લઇને મોકલતા ડર લાગે છે : મહિલાઓ

અમારા બાળકોને સ્કૂલે સાયકલ લઇને મોકલતા ડર લાગે છે. રસ્તા પર લોકો આડેધડ વાહનો ચલાવે છે. પોલીસ રસ્તા પર ન હોવાથી લોકો વધુ બેફામ વાહનો હંકારે છે. આવા વાહનચાલકોને સીસીટીવી કેમેરાનો કોઇ ડર રહેતો નથી. ખરેખર તો રસ્તા પર પોલીસ હોવી જોઇએ અને સ્કૂલે જતાં બાળકોને પોલીસ દ્વારા ટ્રાફિક સુવિધા અને સુરક્ષા મળે તેવી વ્યવસ્થા થવી જરૂરી છે. જેનાથી પ્રેરાઇને વાલીઓ પોતાના બાળકોને સાયકલ લઇને સ્કૂલે મોકલતા થાય.