Ahmedabad Breaking : ગાંધીનગર ટ્રાફિક વિભાગમાં ફરજ બજાવતા PI વિરુદ્ધ નોંધાઈ ફરિયાદ

ગઈકાલે વસ્ત્રાપુરમા મંદિરના પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ મુદ્દે થઈ હતી માથાકૂટ ફરિયાદમાં આરોપી તરીકે PI જે.કે.ભરવાડનું નામ આવ્યું સામે ગઈકાલે બે જૂથ વચ્ચે મારામારીમાં વૃદ્ધાનું થયું હતું મોત અમદાવાદમાં ગઈકાલે રાત્રે બે જૂથ વચ્ચે અથડામણ થઈ હોવાના સમાચાર સામે આવ્યા હતા.જેમાં એક વૃદ્ધાનું મોત નિપજ્યું છે જ્યારે સાત લોકો ઈજાગ્રસ્ત થયા હતા.ઘટનાની જાણ થતાં જ પોલીસની ટીમ ઘટનાસ્થળે પહોંચીને કાર્યવાહી શરુ કરી દીધી હતી. ઈજાગ્રસ્તોને વધુ સારવાર અર્થે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે,આ સમગ્ર મામલે એક મોટા સમાચાર એ પણ સામે આવ્યા છે કે,ગાંધીનગરમાં પોલીસ ટ્રાફિક વિભાગમાં ફરજ બજાવતા PI જે.કે.ભરવાડ વિરુદ્ધ વસ્ત્રાપુર પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાઈ,PIએ પથ્થર ઉપાડી પથ્થર માર્યો હોવાની વાત સૂત્રો તરફથી મળી રહી છે. શું હતો મામલો વસ્ત્રાપુર વિસ્તારમાં આવેલા ભરવાડવાસમાં આ જૂથ અથડામણની ઘટના બની હતી. જેમાં મંદિરના જીણોદ્ધારમાં પત્રિકામાં નામ છપાવવા બાબતે બે જૂથ વચ્ચે પથ્થમારો થયો હતો. આ દરમિયાન એક 70 વર્ષીય વૃદ્ધાનું મોત થયું હતું. જ્યારે સાત લોકો ઈજાગ્રસ્ત થયા હતા જેમને નજીકની હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. થોડીવારમાં માટે વાતાવરણ તંગ બની ગયું હતું અને વિસ્તારમાં અફરાતફરીનો માહોલ સર્જાઈ ગયો હતો. જો કે પોલીસને આ ઘટનાની જાણ થતાં જ ઘટનાસ્થળે પહોંચીને આગળની કાર્યવાહી કરી હતી. પોલીસે નોંધી ફરિયાદ સમગ્ર ઘટનાને લઈ પોલીસ દ્વારા અલગ-અલગ રીતે તપાસ હાથધરવામાં આવી છે,આ ઘટનામાં PI જે.કે.ભરવાડ વિરુદ્ધ પણ ફરિયાદ નોંધાઈ છે.કોણ કોણ આ ઘટનામાં હતું અને કોના દ્વારા આ સમગ્ર ઘટનાને અંજામ આપવામાં આવ્યો તેને લઈ પોલીસે પણ સીસીટીવી ફૂટેજની મદદ લીધી છે.ત્યારે અગામી સમયમાં અન્ય લોકો સામે પણ ફરિયાદ નોંધાય તો નવાઈ નહી. 31 એપ્રિલ 2024ના રોજ દાણીલીમડા ખાતે થઈ હતી જૂથ અથડામણ અમદાવાદના દાણીલીમડાની મોટી બોકરી પાસે જૂથ અથડામણ થતા વાતાવરણ તંગ બન્યુ હતું. જમીનના વિવાદમાં બે જૂથ વચ્ચે હથિયાર સાથે સામસામે આવી ગયા હતા. બંને જુથો દ્વારા પથ્થરમારો થતા ચકચાર મચી ગઇ છે. બંન્ને જૂથ વચ્ચે જમીનની અદાવતમાં ઘર્ષણ થયું હતું. પોલીસે રાયોટિંગ અને મારામારીની કલમ હેઠળ ગુનો નોધી તપાસ શરૂ કરી હતી. દાણીલીમડા પોલીસે બંન્ને જૂથના આરોપીઓની ઝડપી કોર્ટમા રજૂ કર્યા હતા.

Ahmedabad Breaking : ગાંધીનગર ટ્રાફિક વિભાગમાં ફરજ બજાવતા PI વિરુદ્ધ નોંધાઈ ફરિયાદ

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

  • ગઈકાલે વસ્ત્રાપુરમા મંદિરના પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ મુદ્દે થઈ હતી માથાકૂટ
  • ફરિયાદમાં આરોપી તરીકે PI જે.કે.ભરવાડનું નામ આવ્યું સામે
  • ગઈકાલે બે જૂથ વચ્ચે મારામારીમાં વૃદ્ધાનું થયું હતું મોત

અમદાવાદમાં ગઈકાલે રાત્રે બે જૂથ વચ્ચે અથડામણ થઈ હોવાના સમાચાર સામે આવ્યા હતા.જેમાં એક વૃદ્ધાનું મોત નિપજ્યું છે જ્યારે સાત લોકો ઈજાગ્રસ્ત થયા હતા.ઘટનાની જાણ થતાં જ પોલીસની ટીમ ઘટનાસ્થળે પહોંચીને કાર્યવાહી શરુ કરી દીધી હતી. ઈજાગ્રસ્તોને વધુ સારવાર અર્થે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે,આ સમગ્ર મામલે એક મોટા સમાચાર એ પણ સામે આવ્યા છે કે,ગાંધીનગરમાં પોલીસ ટ્રાફિક વિભાગમાં ફરજ બજાવતા PI જે.કે.ભરવાડ વિરુદ્ધ વસ્ત્રાપુર પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાઈ,PIએ પથ્થર ઉપાડી પથ્થર માર્યો હોવાની વાત સૂત્રો તરફથી મળી રહી છે.

શું હતો મામલો

વસ્ત્રાપુર વિસ્તારમાં આવેલા ભરવાડવાસમાં આ જૂથ અથડામણની ઘટના બની હતી. જેમાં મંદિરના જીણોદ્ધારમાં પત્રિકામાં નામ છપાવવા બાબતે બે જૂથ વચ્ચે પથ્થમારો થયો હતો. આ દરમિયાન એક 70 વર્ષીય વૃદ્ધાનું મોત થયું હતું. જ્યારે સાત લોકો ઈજાગ્રસ્ત થયા હતા જેમને નજીકની હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. થોડીવારમાં માટે વાતાવરણ તંગ બની ગયું હતું અને વિસ્તારમાં અફરાતફરીનો માહોલ સર્જાઈ ગયો હતો. જો કે પોલીસને આ ઘટનાની જાણ થતાં જ ઘટનાસ્થળે પહોંચીને આગળની કાર્યવાહી કરી હતી.

પોલીસે નોંધી ફરિયાદ

સમગ્ર ઘટનાને લઈ પોલીસ દ્વારા અલગ-અલગ રીતે તપાસ હાથધરવામાં આવી છે,આ ઘટનામાં PI જે.કે.ભરવાડ વિરુદ્ધ પણ ફરિયાદ નોંધાઈ છે.કોણ કોણ આ ઘટનામાં હતું અને કોના દ્વારા આ સમગ્ર ઘટનાને અંજામ આપવામાં આવ્યો તેને લઈ પોલીસે પણ સીસીટીવી ફૂટેજની મદદ લીધી છે.ત્યારે અગામી સમયમાં અન્ય લોકો સામે પણ ફરિયાદ નોંધાય તો નવાઈ નહી.

31 એપ્રિલ 2024ના રોજ દાણીલીમડા ખાતે થઈ હતી જૂથ અથડામણ

અમદાવાદના દાણીલીમડાની મોટી બોકરી પાસે જૂથ અથડામણ થતા વાતાવરણ તંગ બન્યુ હતું. જમીનના વિવાદમાં બે જૂથ વચ્ચે હથિયાર સાથે સામસામે આવી ગયા હતા. બંને જુથો દ્વારા પથ્થરમારો થતા ચકચાર મચી ગઇ છે. બંન્ને જૂથ વચ્ચે જમીનની અદાવતમાં ઘર્ષણ થયું હતું. પોલીસે રાયોટિંગ અને મારામારીની કલમ હેઠળ ગુનો નોધી તપાસ શરૂ કરી હતી. દાણીલીમડા પોલીસે બંન્ને જૂથના આરોપીઓની ઝડપી કોર્ટમા રજૂ કર્યા હતા.