Ahmedabad હવામાનવિભાગનું વરસાદને લઈ નાઉકાસ્ટ જાહેર,અગામી ત્રણ કલાક દક્ષિણ ગુજરાત માટે ભારી

દક્ષિણ ગુજરાત અને ભાવનગરમાં ભારે વરસાદની કરાઈ આગાહી ઉત્તર ગુજરાત અને અમદાવાદમાં હળવા વરસાદની આગાહી ભારે પવન અને ગાજવીજ સાથે શહેરમાં ખાબકી શકે છે વરસાદ અમદાવાદ હવામાન વિભાગે અગામી ત્રણ કલાકને લઈ વરસાદી નાઉકાસ્ટ જાહેર કર્યુ છે.ગાજવીજ અને ભારે પવન સાથે સુરત ,નવસારી ,વલસાડ, દમણ ,દાદરાનગર હવેલી ,તાપી ,રાજકોટ ,અમરેલી ,અને ભાવનગરમાં ભારે વરસાદની આગાહી કરાઈ છે.નર્મદા ,ભરૂચ ,ડાંગ, છોટાઉદેપુર, દ્વારકા,અને બોટાદમાં ગાજવીજ સાથે સામાન્ય વરસાદની આગાહી કરાઈ છે. ઉત્તર ગુજરાતમાં હળવા વરસાદની આગાહી અમદાવાદ ,આણંદ ,પંચમહાલ , વડોદરા સુરેન્દ્રનગર, પોરબંદર ,જુનાગઢ ,ગીર સોમનાથ, મોરબી ,દીવ અને કચ્છમાં સામાન્ય વરસાદની આગાહી કરાઈ છે તો ઉત્તરગુજરાતના બનાસકાંઠા ,પાટણ ,મહેસાણા ,સાબરકાંઠા ,ગાંધીનગર ,અરવલ્લી ,ખેડા ,દાહોદ ,મહીસાગરમાં હળવા વરસાદની આગાહી કરાઈ છે,હવામાન વિભાગની આગાહી અનુસાર આગામી સાત દિવસ સમગ્ર ગુજરાત રાજ્યમાં સાર્વત્રિક વરસાદની શક્યતા છે. આ સાથે જ રાજ્યના કેટલાક ભાગોમાં ભારેથી અતિભારે વરસાદની આગાહી સાથે યલો એલર્ટ પણ જાહેર કરવામાં આવ્યું છે. ઉલ્લેખનીય છે કે હાલમાં ઉત્તર-પૂર્વ અરબ સાગર તરફ સાઈક્લોનિક સર્ક્યુલેશન સર્જાયું છે.અમદાવાદમાં વાદળછાયું વાતાવરણ અરબ સાગરમાં વિન્ડ શિયર સર્જાવાને કારણે બે દિશા તરફથી આવતા પવનો એકબીજા સાથે ટકરાય છે, જેને કારણે વરસાદની સંભાવનાઓ વધી જતી હોય છે, આથી આજે આ ઘટનાને કારણે સૌરાષ્ટ્ર અને કચ્છના ભાગોમાં હવામાન વિભાગે ભારે વરસાદની શક્યતા વ્યક્ત કરી છે.હાલમાં મધ્ય ગુજરાતના ભાગો, એટલે કે અમદાવાદ અને ગાંધીનગર તથા આસપાસના જિલ્લાઓમાં પણ વરસાદી માહોલ જામ્યો છે. વહેલી સવારથી જ સમગ્ર ગુજરાત રાજ્યના મોટા ભાગના વિસ્તારોમાં વરસાદ વરસવાની સાથે કાળાં ડિબાંગ વાદળો બંધાયાં છે. ઉત્તર અને મધ્ય સિવાયના ભાગોમાં યલો એલર્ટ હવામાન વિભાગ દ્વારા આજે સમગ્ર ગુજરાત રાજ્યમાં મેઘગર્જના સાથે હળવાથી મધ્યમ વરસાદની આગાહી કરી છે. આ સાથે જ રાજ્યના ઉત્તર અને મધ્ય ભાગને છોડીને અન્ય તમામ જિલ્લાઓમાં યલો એલર્ટ જારી કરવામાં આવ્યું છે.દક્ષિણ ગુજરાતના ભાગોમાં દરિયાકાંઠામાં ઝડપી પવન ફૂંકાવાને કારણે માછીમારોને દરિયો ન ખેડવા સૂચના આપવામાં આવી છે. ઉપરાંત આ સ્થળો પર 35થી 45 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે પવન ફૂંકાઈ શકે છે.

Ahmedabad હવામાનવિભાગનું વરસાદને લઈ નાઉકાસ્ટ જાહેર,અગામી ત્રણ કલાક દક્ષિણ ગુજરાત માટે ભારી

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

  • દક્ષિણ ગુજરાત અને ભાવનગરમાં ભારે વરસાદની કરાઈ આગાહી
  • ઉત્તર ગુજરાત અને અમદાવાદમાં હળવા વરસાદની આગાહી
  • ભારે પવન અને ગાજવીજ સાથે શહેરમાં ખાબકી શકે છે વરસાદ

અમદાવાદ હવામાન વિભાગે અગામી ત્રણ કલાકને લઈ વરસાદી નાઉકાસ્ટ જાહેર કર્યુ છે.ગાજવીજ અને ભારે પવન સાથે સુરત ,નવસારી ,વલસાડ, દમણ ,દાદરાનગર હવેલી ,તાપી ,રાજકોટ ,અમરેલી ,અને ભાવનગરમાં ભારે વરસાદની આગાહી કરાઈ છે.નર્મદા ,ભરૂચ ,ડાંગ, છોટાઉદેપુર, દ્વારકા,અને બોટાદમાં ગાજવીજ સાથે સામાન્ય વરસાદની આગાહી કરાઈ છે.

ઉત્તર ગુજરાતમાં હળવા વરસાદની આગાહી

અમદાવાદ ,આણંદ ,પંચમહાલ , વડોદરા સુરેન્દ્રનગર, પોરબંદર ,જુનાગઢ ,ગીર સોમનાથ, મોરબી ,દીવ અને કચ્છમાં સામાન્ય વરસાદની આગાહી કરાઈ છે તો ઉત્તરગુજરાતના બનાસકાંઠા ,પાટણ ,મહેસાણા ,સાબરકાંઠા ,ગાંધીનગર ,અરવલ્લી ,ખેડા ,દાહોદ ,મહીસાગરમાં હળવા વરસાદની આગાહી કરાઈ છે,હવામાન વિભાગની આગાહી અનુસાર આગામી સાત દિવસ સમગ્ર ગુજરાત રાજ્યમાં સાર્વત્રિક વરસાદની શક્યતા છે. આ સાથે જ રાજ્યના કેટલાક ભાગોમાં ભારેથી અતિભારે વરસાદની આગાહી સાથે યલો એલર્ટ પણ જાહેર કરવામાં આવ્યું છે. ઉલ્લેખનીય છે કે હાલમાં ઉત્તર-પૂર્વ અરબ સાગર તરફ સાઈક્લોનિક સર્ક્યુલેશન સર્જાયું છે.

અમદાવાદમાં વાદળછાયું વાતાવરણ

અરબ સાગરમાં વિન્ડ શિયર સર્જાવાને કારણે બે દિશા તરફથી આવતા પવનો એકબીજા સાથે ટકરાય છે, જેને કારણે વરસાદની સંભાવનાઓ વધી જતી હોય છે, આથી આજે આ ઘટનાને કારણે સૌરાષ્ટ્ર અને કચ્છના ભાગોમાં હવામાન વિભાગે ભારે વરસાદની શક્યતા વ્યક્ત કરી છે.હાલમાં મધ્ય ગુજરાતના ભાગો, એટલે કે અમદાવાદ અને ગાંધીનગર તથા આસપાસના જિલ્લાઓમાં પણ વરસાદી માહોલ જામ્યો છે. વહેલી સવારથી જ સમગ્ર ગુજરાત રાજ્યના મોટા ભાગના વિસ્તારોમાં વરસાદ વરસવાની સાથે કાળાં ડિબાંગ વાદળો બંધાયાં છે.

ઉત્તર અને મધ્ય સિવાયના ભાગોમાં યલો એલર્ટ

હવામાન વિભાગ દ્વારા આજે સમગ્ર ગુજરાત રાજ્યમાં મેઘગર્જના સાથે હળવાથી મધ્યમ વરસાદની આગાહી કરી છે. આ સાથે જ રાજ્યના ઉત્તર અને મધ્ય ભાગને છોડીને અન્ય તમામ જિલ્લાઓમાં યલો એલર્ટ જારી કરવામાં આવ્યું છે.દક્ષિણ ગુજરાતના ભાગોમાં દરિયાકાંઠામાં ઝડપી પવન ફૂંકાવાને કારણે માછીમારોને દરિયો ન ખેડવા સૂચના આપવામાં આવી છે. ઉપરાંત આ સ્થળો પર 35થી 45 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે પવન ફૂંકાઈ શકે છે.