નિવૃત નાયબ મામલતદારને રિક્ષામાં બેસાડી સોનાનો દોરો સેરવી લેવાયો

ગાંધીનગરમાં રિક્ષા ગેંગનો તરખાટ યથાવતઅમદાવાદ જવા માટે રિક્ષામાં બેઠા હતા તે દરમિયાન અગાઉથી સવાર મુસાફરોએ કળા કરી લીધી ગાંધીનગર :  ગાંધીનગર શહેર તેમજ આસપાસના વિસ્તારમાં રિક્ષામાં મુસાફરોને બેસાડીને તેમના કિંમતી માલસામાની ચોરી કરી લેતી ટોળકી સક્રિય છે ત્યારે ઘ-૧થી રિક્ષામાં બેઠેલા નિવૃત નાયબ મામલતદારને આ ટોળકીએ નિશાન બનાવીને ૬૪ હજારની કિંમતનો સોનાનો દોરો સેરવી લીધો હતો. જે મામલે ઇન્ફોસિટી પોલીસે ગુનો દાખલ કરી વધુ તપાસ શરૃ કરી છે.શહેરના સેક્ટર ૨-ડી ખાતે પ્લોટ નંબર ૧૭૧૭/૨માં રહેતા અને નાયબ મામલતદાર તરીકે નિવૃત થયેલા અશ્વિનભાઈ ચીમનલાલ ભાવસાર આ ટોળકીનો ભોગ બન્યા છે. ગઈકાલે તેઓ અમદાવાદ ખાતે તેમના મિત્રોને મળવા જવા માટે ઘરેથી નીકળ્યા હતા અને ઘ-૧થી પાસે ઊભા હતા તે દરમિયાન એક રીક્ષા તેમની પાસે આવી હતી. જેમાં અગાઉથી પાછળની બાજુએ બે મુસાફરો સવાર હતા. જ્યારે એક મુસાફર ડ્રાઇવરની બાજુમાં બેઠો હતો અશ્વિનભાઈ રિક્ષામાં બેઠા ત્યારબાદ થોડી દૂર ગયા પછી આગળ બેઠેલો મુસાફર પાછળ બેસી ગયો હતો અને ફાવતું નથી તેમ કહીને અશ્વિનભાઈને આવ્યા પાછા કર્યા હતા. આ દરમિયાન કુડાસણ પાસે રીક્ષા પહોંચી ત્યારે ડ્રાઇવરે રિક્ષા રોકી દીધી હતી અને અન્ય પેસેન્જરને ઉતારીને આવું છું તેમ કહી રીક્ષા લઈને નીકળી ગયા હતા. જો કે તેઓ પરત નહીં ફરતા અશ્વિનભાઈને શંકા ગઈ હતી અને ગળામાં તપાસ કરતા સોનાનો દોરો જોવા મળ્યો ન હતો. જેથી તેમના રીક્ષા ગેંગનો ભેટો થઈ ગયો હોવાની માલુમ પડયું હતું. આ સંદર્ભે ઇન્ફોસિટી પોલીસ મથકમાં ફરિયાદ આપતા પોલીસો ગુનો દાખલ કરીને સીસીટીવીના આધારે આ ગઠીયાઓની શોધખોળ શરૃ કરી છે.

નિવૃત નાયબ મામલતદારને રિક્ષામાં બેસાડી સોનાનો દોરો સેરવી લેવાયો

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -


ગાંધીનગરમાં રિક્ષા ગેંગનો તરખાટ યથાવત

અમદાવાદ જવા માટે રિક્ષામાં બેઠા હતા તે દરમિયાન અગાઉથી સવાર મુસાફરોએ કળા કરી લીધી 

ગાંધીનગર :  ગાંધીનગર શહેર તેમજ આસપાસના વિસ્તારમાં રિક્ષામાં મુસાફરોને બેસાડીને તેમના કિંમતી માલસામાની ચોરી કરી લેતી ટોળકી સક્રિય છે ત્યારે ઘ-૧થી રિક્ષામાં બેઠેલા નિવૃત નાયબ મામલતદારને આ ટોળકીએ નિશાન બનાવીને ૬૪ હજારની કિંમતનો સોનાનો દોરો સેરવી લીધો હતો. જે મામલે ઇન્ફોસિટી પોલીસે ગુનો દાખલ કરી વધુ તપાસ શરૃ કરી છે.

શહેરના સેક્ટર ૨-ડી ખાતે પ્લોટ નંબર ૧૭૧૭/૨માં રહેતા અને નાયબ મામલતદાર તરીકે નિવૃત થયેલા અશ્વિનભાઈ ચીમનલાલ ભાવસાર આ ટોળકીનો ભોગ બન્યા છે. ગઈકાલે તેઓ અમદાવાદ ખાતે તેમના મિત્રોને મળવા જવા માટે ઘરેથી નીકળ્યા હતા અને ઘ-૧થી પાસે ઊભા હતા તે દરમિયાન એક રીક્ષા તેમની પાસે આવી હતી. જેમાં અગાઉથી પાછળની બાજુએ બે મુસાફરો સવાર હતા. જ્યારે એક મુસાફર ડ્રાઇવરની બાજુમાં બેઠો હતો અશ્વિનભાઈ રિક્ષામાં બેઠા ત્યારબાદ થોડી દૂર ગયા પછી આગળ બેઠેલો મુસાફર પાછળ બેસી ગયો હતો અને ફાવતું નથી તેમ કહીને અશ્વિનભાઈને આવ્યા પાછા કર્યા હતા. આ દરમિયાન કુડાસણ પાસે રીક્ષા પહોંચી ત્યારે ડ્રાઇવરે રિક્ષા રોકી દીધી હતી અને અન્ય પેસેન્જરને ઉતારીને આવું છું તેમ કહી રીક્ષા લઈને નીકળી ગયા હતા. જો કે તેઓ પરત નહીં ફરતા અશ્વિનભાઈને શંકા ગઈ હતી અને ગળામાં તપાસ કરતા સોનાનો દોરો જોવા મળ્યો ન હતો. જેથી તેમના રીક્ષા ગેંગનો ભેટો થઈ ગયો હોવાની માલુમ પડયું હતું. આ સંદર્ભે ઇન્ફોસિટી પોલીસ મથકમાં ફરિયાદ આપતા પોલીસો ગુનો દાખલ કરીને સીસીટીવીના આધારે આ ગઠીયાઓની શોધખોળ શરૃ કરી છે.