Surendranagr: ઝાલાવાડમાં અકસ્માતના 4 જુદા જુદા બનાવમાં બે વ્યક્તિનાં મોત,2 ને ઈજા

લખતર-વિરમગામ હાઈવે પર હિટ એન્ડ રન : વૃદ્ધનું મોતચોટીલા હાઈવે પર રામાપીરના મંદિરે જતા પરિવારની મહિલાનું મોત માલવણ હાઈવે પર ખેરવા પાસે મગફળી ભરેલ ટ્રક પલટી મારી ગઈ સુરેન્દ્રનગર જિલ્લાના ચોટીલા, લખતર અને દસાડા તાલુકામાં અકસ્માતના 4 બનાવ સામે આવ્યા છે. જેમાં ચોટીલામાં પતિની નજર સામે જ પત્નીનું મોત થયુ હતુ. જયારે લખતરના વિઠ્ઠલગઢ પાસે ચાલીને ખેતરે જતા વૃધ્ધને અડફેટે લઈ વાહનચાલક ફરાર થઈ ગયો હતો. બીજી તરફ ડીસાથી અમરેલી જતી મગફળી ભરેલી ટ્રક ખેરવા પાસે પલટી મારી ગઈ હતી. ચોટીલા તાલુકાના લાખચોકીયા ગામે રહેતા વિનોદભાઈ રવજીભાઈ ગોહીલ, તેમના પત્ની બાયાબેન અને પ વર્ષનો પુત્ર ભાવીક બાઈક પર ઉપર અષાઢીબીજના દિવસે નાની મોલડી ગામે રામાપીરના મંદીરે ચઢાવવા જતા હતા. ત્યારે મોટી મોલડી ગામ પહેલા હોટલ નાગરાજ સામે હાઈવે પર એક કાર ચાલકે બાઈકને પાછળથી ટક્કર મારી હતી. જેમાં બાયાબેન વિનોદભાઈને માથામાં તથા મોઢામાં ઈજા થતા ઘટનાસ્થળે જ મોત થયુ હતુ. જયારે વિનોદભાઈ અને ભાવીકને ઈજા થતા 108 દ્વારા દવાખાને લઈ જવાયા હતા. બનાવની કરમશીભાઈ રવજીભાઈ ગોહિલે ચોટીલા પોલીસ મથકે કાર ચાલક સામે ફરિયાદ નોંધાવતા વધુ તપાસ પીએસઆઈ એચ.જી.ગોહિલ ચલાવી રહ્યા છે. જયારે લખતર તાલુકાના વિઠ્ઠલગઢ ગામે રહેતા 68 વર્ષીય છાપરા કરમણભાઈ કમશુભાઈ ચાલીને પોતાના ખેતર તરફ જતા હતા. ત્યારે લખતર-વિરમગામ હાઈવે પર એક અજાણ્યા વાહને તેઓને અડફેટે લીધા હતા. અને અકસ્માત કરી વાહનચાલક ફરાર થઈ ગયો હતો. બનાવની જાણ થતા ગ્રામજનો દ્વારા કરમણભાઈને સારવાર માટે 108 દ્વારા વિરમગામ લઈ જવાયા હતા. જેમાં તેઓનું મોત થયુ હતુ. આ સ્થળ પર જ ગત તા. 21 જુને અકસ્માતમાં 3 યુવાનોના મોત થયા હતા. ત્યારે ફરી એ જ સ્થળે અકસ્માત થતા ગ્રામજનોએ સ્પીડ બ્રેકર બનાવવા માંગ કરી છે. પોલીસે બનાવની ફરિયાદ નોંધવાની તજવીજ હાથ ધરી ફરાર વાહન ચાલકને શોધવા તપાસ શરૂ કરી છે. આ ઉપરાંત દસાડા તાલુકાના સવલાસ ગામે રહેતા સરીફખાન રસુલખાન મલેક ખેતી કરે છે. તા. 7ના રોજ સવારે તેઓ બાઈક લઈને સવલાસ-બજાણા હાઈવે પર રોડની સાઈડમાં ઉભા હતા. ત્યારે બજાણાથી પાટડી તરફ જતા બાઈક ચાલકે સરીફખાન સાથે અકસ્માત કરતા તેઓને માથામાં ગંભીર ઈજા પહોંચી હતી. આથી તેઓને સારવાર માટે વિરમગામની શીવ હોસ્પીટલ લઈ જવાયા હતા. બનાવની ઈજાગ્રસ્તના ભાણા મોહસીનખાન મહમદખાન મલેકે પાટડી પોલીસ મથકે બાઈક ચાલક સામે ફરિયાદ નોંધાવતા વધુ તપાસ એચસી એસ.વી.કલોતરા ચલાવી રહ્યા છે. બીજી તરફ ડીસા તાલુકાના ભીલડી ગામે રહેતો ટ્રક ચાલક ટ્રકમાં મગફળીના કટ્ટા ભરીને સૌરાષ્ટ્રના અમરેલી તરફ જતો હતો. ત્યારે માલવણ હાઈવે પર ખેરવા નજીક બુધવારે વહેલી સવારના 4 કલાકે સામેથી આવતા ડમ્પરની લાઈટથી ચાલક અંજાઈ જતા ટ્રક રસ્તાની સાઈડમાં ઉતરીને પલટી મારી ગયો હતો. આ બનાવમાં ડ્રાઈવરને સદ્દભાગ્યે કોઈ ઈજા પહોંચી ન હતી. વરસાદને લીધે રોડની સાઈડની માટી ભીની થઈ જવાથી ટ્રક પલટી મારી ગયો હોવાનું હાલ બહાર આવી રહ્યુ છે.

Surendranagr: ઝાલાવાડમાં અકસ્માતના 4 જુદા જુદા બનાવમાં બે વ્યક્તિનાં મોત,2 ને ઈજા

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

  • લખતર-વિરમગામ હાઈવે પર હિટ એન્ડ રન : વૃદ્ધનું મોત
  • ચોટીલા હાઈવે પર રામાપીરના મંદિરે જતા પરિવારની મહિલાનું મોત
  • માલવણ હાઈવે પર ખેરવા પાસે મગફળી ભરેલ ટ્રક પલટી મારી ગઈ

સુરેન્દ્રનગર જિલ્લાના ચોટીલા, લખતર અને દસાડા તાલુકામાં અકસ્માતના 4 બનાવ સામે આવ્યા છે.

જેમાં ચોટીલામાં પતિની નજર સામે જ પત્નીનું મોત થયુ હતુ. જયારે લખતરના વિઠ્ઠલગઢ પાસે ચાલીને ખેતરે જતા વૃધ્ધને અડફેટે લઈ વાહનચાલક ફરાર થઈ ગયો હતો. બીજી તરફ ડીસાથી અમરેલી જતી મગફળી ભરેલી ટ્રક ખેરવા પાસે પલટી મારી ગઈ હતી.

ચોટીલા તાલુકાના લાખચોકીયા ગામે રહેતા વિનોદભાઈ રવજીભાઈ ગોહીલ, તેમના પત્ની બાયાબેન અને પ વર્ષનો પુત્ર ભાવીક બાઈક પર ઉપર અષાઢીબીજના દિવસે નાની મોલડી ગામે રામાપીરના મંદીરે ચઢાવવા જતા હતા. ત્યારે મોટી મોલડી ગામ પહેલા હોટલ નાગરાજ સામે હાઈવે પર એક કાર ચાલકે બાઈકને પાછળથી ટક્કર મારી હતી. જેમાં બાયાબેન વિનોદભાઈને માથામાં તથા મોઢામાં ઈજા થતા ઘટનાસ્થળે જ મોત થયુ હતુ. જયારે વિનોદભાઈ અને ભાવીકને ઈજા થતા 108 દ્વારા દવાખાને લઈ જવાયા હતા. બનાવની કરમશીભાઈ રવજીભાઈ ગોહિલે ચોટીલા પોલીસ મથકે કાર ચાલક સામે ફરિયાદ નોંધાવતા વધુ તપાસ પીએસઆઈ એચ.જી.ગોહિલ ચલાવી રહ્યા છે. જયારે લખતર તાલુકાના વિઠ્ઠલગઢ ગામે રહેતા 68 વર્ષીય છાપરા કરમણભાઈ કમશુભાઈ ચાલીને પોતાના ખેતર તરફ જતા હતા. ત્યારે લખતર-વિરમગામ હાઈવે પર એક અજાણ્યા વાહને તેઓને અડફેટે લીધા હતા. અને અકસ્માત કરી વાહનચાલક ફરાર થઈ ગયો હતો. બનાવની જાણ થતા ગ્રામજનો દ્વારા કરમણભાઈને સારવાર માટે 108 દ્વારા વિરમગામ લઈ જવાયા હતા. જેમાં તેઓનું મોત થયુ હતુ.

આ સ્થળ પર જ ગત તા. 21 જુને અકસ્માતમાં 3 યુવાનોના મોત થયા હતા. ત્યારે ફરી એ જ સ્થળે અકસ્માત થતા ગ્રામજનોએ સ્પીડ બ્રેકર બનાવવા માંગ કરી છે. પોલીસે બનાવની ફરિયાદ નોંધવાની તજવીજ હાથ ધરી ફરાર વાહન ચાલકને શોધવા તપાસ શરૂ કરી છે. આ ઉપરાંત દસાડા તાલુકાના સવલાસ ગામે રહેતા સરીફખાન રસુલખાન મલેક ખેતી કરે છે. તા. 7ના રોજ સવારે તેઓ બાઈક લઈને સવલાસ-બજાણા હાઈવે પર રોડની સાઈડમાં ઉભા હતા. ત્યારે બજાણાથી પાટડી તરફ જતા બાઈક ચાલકે સરીફખાન સાથે અકસ્માત કરતા તેઓને માથામાં ગંભીર ઈજા પહોંચી હતી. આથી તેઓને સારવાર માટે વિરમગામની શીવ હોસ્પીટલ લઈ જવાયા હતા. બનાવની ઈજાગ્રસ્તના ભાણા મોહસીનખાન મહમદખાન મલેકે પાટડી પોલીસ મથકે બાઈક ચાલક સામે ફરિયાદ નોંધાવતા વધુ તપાસ એચસી એસ.વી.કલોતરા ચલાવી રહ્યા છે. બીજી તરફ ડીસા તાલુકાના ભીલડી ગામે રહેતો ટ્રક ચાલક ટ્રકમાં મગફળીના કટ્ટા ભરીને સૌરાષ્ટ્રના અમરેલી તરફ જતો હતો. ત્યારે માલવણ હાઈવે પર ખેરવા નજીક બુધવારે વહેલી સવારના 4 કલાકે સામેથી આવતા ડમ્પરની લાઈટથી ચાલક અંજાઈ જતા ટ્રક રસ્તાની સાઈડમાં ઉતરીને પલટી મારી ગયો હતો. આ બનાવમાં ડ્રાઈવરને સદ્દભાગ્યે કોઈ ઈજા પહોંચી ન હતી. વરસાદને લીધે રોડની સાઈડની માટી ભીની થઈ જવાથી ટ્રક પલટી મારી ગયો હોવાનું હાલ બહાર આવી રહ્યુ છે.