અંબાજીના મેળામાં ૧૫૪ ટ્રીપનું સંચાલન કરતા રૃપિયા ૧૩ લાખની આવક

ગાંધીનગર ડેપોએ ૭ દિવસ એક્સ્ટ્રા બસો દોડાવીભાદરવી પૂનમના મેળામાં ૮૦૦૫ મુસાફરોએ અંબાજીના રૃટ ઉપર અવરજવર કરીગાંધીનગર :  ભાદરવી પૂનમના મેળામાં સમગ્ર રાજ્યમાંથી મોટી સંખ્યામાં પદયાત્રીઓએ અંબાજી તરફ પ્રયાણ કર્યું હતું. ત્યારે પરત ફરતી વખતે મુશ્કેલી ન પડે તે માટેની વ્યવસ્થા પણ એસટી નિગમ દ્વારા કરવામાં આવી હતી. ત્યારે ગાંધીનગર ડેપો પણ શહેરના મુસાફરોને મેળાના દિવસો દરમિયાન અંબાજી તરફ દર્શન માટે જવું હોય તો મુશ્કેલી ન પડે તે માટે એક્સ્ટ્રા બસોનું  સંચાલન કર્યું હતું.જે અંતર્ગત રૃપિયા ૧૩ લાખથી વધુની આવક થવા પામી છે.સમગ્ર રાજ્યમાંથી મોટી સંખ્યામાં ભાવિકભક્તો ભાદરવી પૂનમના મેળા માટે અંબાજી તરફ પ્રયાણ કર્યું હતું. ત્યારે કોઈપણ પ્રકારની તકલીફ ન પડે તે માટેનું આયોજન પણ વહીવટી તંત્ર દ્વારા હાથ ધરવામાં આવ્યું હતું. ત્યારે ગાંધીનગર શહેરમાંથી મેળા દરમિયાન નગરજનોને દર્શનાર્થે જવું હોય ત્યારે એસ.ટીની સુવિધા મળી શકે તે માટેની વ્યવસ્થા પણ હાથ ધરવામાં આવી હતી. ૧૨ સપ્ટેમ્બરથી અંબાજી તરફના રૃટ ઉપર એક્સ્ટ્રા બસોનું સંચાલન શરૃ કરવામાં આવ્યું હતું. ગાંધીનગર શહેરમાંથી જે ભાવિકભક્તોને અંબાજી તરફ જવું હોય તેમની માંગને ધ્યાને રાખીને બસ દોડાવવામાં આવી હતી. તો બીજી તરફ ભાદરવી પૂનમના મેળા માટે ગાંધીનગર ડેપો દ્વારા બસોની  ફાળવણી  કરવામાં આવી હતી. જે અંતર્ગત ૧૮ સપ્ટેમ્બર સુધી  બસ ગાંધીનગર અંબાજીના રૃટ ઉપર અવરજવર કરી હતી. પદયાત્રીઓને પરત ફરતી વખતે તકલીફ ન પડે તે પ્રકારનું આયોજન ડેપો તત્ર દ્વારા હાથ ધરવામાં આવ્યું હતું. મેળાના દિવસો દરમિયાન ડેપો  દ્વારા ૧૫૪ ટ્રીપનું સંચાલન કરવામાં આવ્યું હતું. જેનો ૮૦૦૫ મુસાફરોએ લાભ લીધો હતો અને ડેપોને રૃપિયા ૧૩૩૨૨૯૫ની આવક પ્રાપ્ત થઈ છે.

અંબાજીના મેળામાં ૧૫૪ ટ્રીપનું સંચાલન કરતા રૃપિયા ૧૩ લાખની આવક

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -


ગાંધીનગર ડેપોએ ૭ દિવસ એક્સ્ટ્રા બસો દોડાવી

ભાદરવી પૂનમના મેળામાં ૮૦૦૫ મુસાફરોએ અંબાજીના રૃટ ઉપર અવરજવર કરી

ગાંધીનગર :  ભાદરવી પૂનમના મેળામાં સમગ્ર રાજ્યમાંથી મોટી સંખ્યામાં પદયાત્રીઓએ અંબાજી તરફ પ્રયાણ કર્યું હતું. ત્યારે પરત ફરતી વખતે મુશ્કેલી ન પડે તે માટેની વ્યવસ્થા પણ એસટી નિગમ દ્વારા કરવામાં આવી હતી. ત્યારે ગાંધીનગર ડેપો પણ શહેરના મુસાફરોને મેળાના દિવસો દરમિયાન અંબાજી તરફ દર્શન માટે જવું હોય તો મુશ્કેલી ન પડે તે માટે એક્સ્ટ્રા બસોનું  સંચાલન કર્યું હતું.જે અંતર્ગત રૃપિયા ૧૩ લાખથી વધુની આવક થવા પામી છે.

સમગ્ર રાજ્યમાંથી મોટી સંખ્યામાં ભાવિકભક્તો ભાદરવી પૂનમના મેળા માટે અંબાજી તરફ પ્રયાણ કર્યું હતું. ત્યારે કોઈપણ પ્રકારની તકલીફ ન પડે તે માટેનું આયોજન પણ વહીવટી તંત્ર દ્વારા હાથ ધરવામાં આવ્યું હતું. ત્યારે ગાંધીનગર શહેરમાંથી મેળા દરમિયાન નગરજનોને દર્શનાર્થે જવું હોય ત્યારે એસ.ટીની સુવિધા મળી શકે તે માટેની વ્યવસ્થા પણ હાથ ધરવામાં આવી હતી. ૧૨ સપ્ટેમ્બરથી અંબાજી તરફના રૃટ ઉપર એક્સ્ટ્રા બસોનું સંચાલન શરૃ કરવામાં આવ્યું હતું. ગાંધીનગર શહેરમાંથી જે ભાવિકભક્તોને અંબાજી તરફ જવું હોય તેમની માંગને ધ્યાને રાખીને બસ દોડાવવામાં આવી હતી. તો બીજી તરફ ભાદરવી પૂનમના મેળા માટે ગાંધીનગર ડેપો દ્વારા બસોની  ફાળવણી  કરવામાં આવી હતી. જે અંતર્ગત ૧૮ સપ્ટેમ્બર સુધી  બસ ગાંધીનગર અંબાજીના રૃટ ઉપર અવરજવર કરી હતી. પદયાત્રીઓને પરત ફરતી વખતે તકલીફ ન પડે તે પ્રકારનું આયોજન ડેપો તત્ર દ્વારા હાથ ધરવામાં આવ્યું હતું. મેળાના દિવસો દરમિયાન ડેપો  દ્વારા ૧૫૪ ટ્રીપનું સંચાલન કરવામાં આવ્યું હતું. જેનો ૮૦૦૫ મુસાફરોએ લાભ લીધો હતો અને ડેપોને રૃપિયા ૧૩૩૨૨૯૫ની આવક પ્રાપ્ત થઈ છે.