Banaskantha News: ગેનીબેન ઠાકોરના પ્રહાર પર શંકર ચૌધરીનો પલટવાર

રેખાબેનના પતિ અને શંકર ચૌધરી પર નામ લીધા વગર પ્રહાર કાર્યકરો ભાજપનો કેસ પહેરીને ફરે છે બાકી મત તો કોંગ્રેસને જ: ગેનીબેન ટિકિટ અપાવવા વાળાનો પાલનપુર, વહીવટી તંત્રમાં ત્રાસ રેખા ચૌધરીના ગઢ લક્ષ્મીપુરા ગામે ગેનીબેન ઠાકોરે પ્રહાર કર્યા છે. જેમાં રેખાબેનના પતિ અને શંકર ચૌધરી પર નામ લીધા વગર પ્રહાર કર્યા છે. તેમાં ગેનીબેન ઠાકોરે જણાવ્યું છે કે ઉમેદવાર કરતા ટિકિટ અપાવવા વાળાનો સૌથી મોટા ત્રાસ છે. ટિકિટ અપાવવા વાળાનો પાલનપુર, વહીવટી તંત્રમાં ત્રાસ છે. વાવમાં શંકર ચૌધરીના ગેનીબેન ઠાકોર પર આડકતરા પ્રહાર ભલે ભાજપના પટ્ટા પેરીને ફરતા હોય છે. 7 તારીખે આડુ મોઢું રાખીને તમારા ફોટા સામે બટન દબાવશું. વાવમાં શંકર ચૌધરીના ગેનીબેન ઠાકોર પર આડકતરા પ્રહાર સામે આવ્યા છે. જેમાં જણાવ્યું છે કે MLA એટલે સરપંચ, સંસદ સભ્ય એટલે તાલુકા પંચાયતના ડેલિગેટ. સરપંચ થવા સારું આટલી બધી ઉપાધી લોકો કેમ વહોરતા હશે. તા.પં.ના પ્રમુખ બનવાના હોય તો બરાબર છે, એ બનવાના નથી. સરપંચમાંથી રાજીનામું આપી અને ડેલિગેટ બનવું છે. પ્રમુખનો તો મેળ પડવાનો નથી પ્રમુખ તો નક્કી જ છે. શંકર ચૌધરી ખુલ્લા મંચ પર મેદાનમાં આવ્યા લોકસભાની ચૂંટણીના મતદાનને આડે હવે માત્ર ચાર દિવસ બાકી છે ત્યારે હવે ચૂંટણી પ્રચારનો રંગ જામ્યો છે. હવે ગુજરાત વિધાનસભાના અધ્યક્ષ શંકર ચૌધરી ખુલ્લા મંચ પર મેદાનમાં આવ્યા છે તો સામે ગેનીબેન ઠાકોરના પણ આક્રમક તેવર અને આક્રમક વલણને કારણે તેઓ પણ ચર્ચામાં છે. ત્યારે શંકર ચૌધરીએ ખુલ્લા મંચ પરથી ગેનીબેન ઠાકોરને સરપંચ ગણાવ્યા તો ગેનીબેન ઠાકોરે પણ સામે કહ્યું કે ભાજપના કાર્યકરોએ માત્ર ખેસ પહેર્યો છે તેવો મત તો કોંગ્રેસમાં જ આપવાના છે. બનાસકાંઠાની લોકસભા હવે રણ મટી અને રણભૂમિ બનતી જાય છે બનાસકાંઠાની લોકસભા હવે રણ મટી અને રણભૂમિ બનતી જાય છે. મતદાનને આડે માત્ર ચાર દિવસ છે ત્યારે ભાજપના સ્ટાર પ્રચારક એવા મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલ, પ્રદેશ પ્રમુખ સી.આર પાટીલ, રાજસ્થાનના મુખ્યમંત્રી ભજન લાલ શર્મા અને વડાપ્રધાન નરેન્દ્ર મોદીને પણ બનાસકાંઠામાં પ્રચાર કરવો પડ્યો છે. ત્યારે સામે ગેનીબેન ઠાકોર માત્ર એવા નેતા છે કે જેમને સ્ટાર પ્રચારકની જરૂર પડી નથી. અને ભાજપને એકલે હાથે હંફાવ્યા છે હવે મોદીની સભા બાદ વિધાનસભા અધ્યક્ષ શંકર ચૌધરી મેદાનમાં આવ્યા છે અને થરાદના બિયોક ખાતેની ગઈકાલની સભામાં શંકર ચૌધરીએ ગેનીબેન પર પ્રહાર કર્યા હતા. શંકર ચૌધરીએ કહ્યું કે ધારાસભ્ય એટલે સરપંચ અને સંસદ સભ્ય એટલે તાલુકા પંચાયતના ડેલીગેટ ગેનીબેન માટે કહ્યું કે એમને ધારાસભ્ય પદ છોડીને સરપંચ શા માટે બનવું છે અને આવી ઉપાધિ શા માટે વહોરવી છે. ગેનીબેને પાટીદારોની સભામાં પોતાના પ્રચારના સુર પણ બદલ્યા શંકર ચૌધરીએ એ પણ કહ્યું કે તાલુકા પંચાયતના પ્રમુખ બનવાની વાત હોય તો બરાબર છે પરંતુ એ પણ મેળ નથી પડવાનો અને ગેનીબેનના શંકર ચૌધરીની ઓફિસમાં આવીને બેસવાની વાત હતી ત્યારે શંકર ચૌધરીએ જાહેર મંચ પરથી કહ્યું કે હવે ગેનીબેનને મારી ઓફિસમાં નહીં બેસાડું જોકે સામે ગેનીબેન ઠાકોરના પણ આક્રમક તેવર છે અને ગેનીબેન ઠાકોરે ગઈકાલે પાલનપુરની લક્ષ્મીપુરા ખાતેની સભામાં મહત્વનું નિવેદન આપ્યું અને કહ્યું કે જિલ્લાભરમાં ભાજપના કાર્યકરો માત્ર નામનો ભાજપનો કેસ પહેરીને ફરે છે બાકી મત તો કોંગ્રેસને જ આપવાના છે કારણ કે તેઓ ભાજપથી નારાજ છે. ગેનીબેને પાટીદારોની સભામાં પોતાના પ્રચારના સુર પણ બદલ્યા હતા અને વિકાસની વાત સાથે સામાજિક મુદ્દાઓની પણ વાત કરી હતી. આ એક એવી સભા હતી એક માસ દરમિયાન કે જ્યાં ગેનીબેનને પ્રચારમાં પોતાના સુર બદલ્યા હોય બાકી આક્રમમાં વલણને માટે જાણીતા ગેનીબેન ઠાકોર વિધાનસભાના અધ્યક્ષ શંકર ચૌધરી સામે સીધી લડાઈમાં છે.

Banaskantha News: ગેનીબેન ઠાકોરના પ્રહાર પર શંકર ચૌધરીનો પલટવાર

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

  • રેખાબેનના પતિ અને શંકર ચૌધરી પર નામ લીધા વગર પ્રહાર
  • કાર્યકરો ભાજપનો કેસ પહેરીને ફરે છે બાકી મત તો કોંગ્રેસને જ: ગેનીબેન
  • ટિકિટ અપાવવા વાળાનો પાલનપુર, વહીવટી તંત્રમાં ત્રાસ

રેખા ચૌધરીના ગઢ લક્ષ્મીપુરા ગામે ગેનીબેન ઠાકોરે પ્રહાર કર્યા છે. જેમાં રેખાબેનના પતિ અને શંકર ચૌધરી પર નામ લીધા વગર પ્રહાર કર્યા છે. તેમાં ગેનીબેન ઠાકોરે જણાવ્યું છે કે ઉમેદવાર કરતા ટિકિટ અપાવવા વાળાનો સૌથી મોટા ત્રાસ છે. ટિકિટ અપાવવા વાળાનો પાલનપુર, વહીવટી તંત્રમાં ત્રાસ છે.

વાવમાં શંકર ચૌધરીના ગેનીબેન ઠાકોર પર આડકતરા પ્રહાર

ભલે ભાજપના પટ્ટા પેરીને ફરતા હોય છે. 7 તારીખે આડુ મોઢું રાખીને તમારા ફોટા સામે બટન દબાવશું. વાવમાં શંકર ચૌધરીના ગેનીબેન ઠાકોર પર આડકતરા પ્રહાર સામે આવ્યા છે. જેમાં જણાવ્યું છે કે MLA એટલે સરપંચ, સંસદ સભ્ય એટલે તાલુકા પંચાયતના ડેલિગેટ. સરપંચ થવા સારું આટલી બધી ઉપાધી લોકો કેમ વહોરતા હશે. તા.પં.ના પ્રમુખ બનવાના હોય તો બરાબર છે, એ બનવાના નથી. સરપંચમાંથી રાજીનામું આપી અને ડેલિગેટ બનવું છે. પ્રમુખનો તો મેળ પડવાનો નથી પ્રમુખ તો નક્કી જ છે.

શંકર ચૌધરી ખુલ્લા મંચ પર મેદાનમાં આવ્યા

લોકસભાની ચૂંટણીના મતદાનને આડે હવે માત્ર ચાર દિવસ બાકી છે ત્યારે હવે ચૂંટણી પ્રચારનો રંગ જામ્યો છે. હવે ગુજરાત વિધાનસભાના અધ્યક્ષ શંકર ચૌધરી ખુલ્લા મંચ પર મેદાનમાં આવ્યા છે તો સામે ગેનીબેન ઠાકોરના પણ આક્રમક તેવર અને આક્રમક વલણને કારણે તેઓ પણ ચર્ચામાં છે. ત્યારે શંકર ચૌધરીએ ખુલ્લા મંચ પરથી ગેનીબેન ઠાકોરને સરપંચ ગણાવ્યા તો ગેનીબેન ઠાકોરે પણ સામે કહ્યું કે ભાજપના કાર્યકરોએ માત્ર ખેસ પહેર્યો છે તેવો મત તો કોંગ્રેસમાં જ આપવાના છે.

બનાસકાંઠાની લોકસભા હવે રણ મટી અને રણભૂમિ બનતી જાય છે

બનાસકાંઠાની લોકસભા હવે રણ મટી અને રણભૂમિ બનતી જાય છે. મતદાનને આડે માત્ર ચાર દિવસ છે ત્યારે ભાજપના સ્ટાર પ્રચારક એવા મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલ, પ્રદેશ પ્રમુખ સી.આર પાટીલ, રાજસ્થાનના મુખ્યમંત્રી ભજન લાલ શર્મા અને વડાપ્રધાન નરેન્દ્ર મોદીને પણ બનાસકાંઠામાં પ્રચાર કરવો પડ્યો છે. ત્યારે સામે ગેનીબેન ઠાકોર માત્ર એવા નેતા છે કે જેમને સ્ટાર પ્રચારકની જરૂર પડી નથી. અને ભાજપને એકલે હાથે હંફાવ્યા છે હવે મોદીની સભા બાદ વિધાનસભા અધ્યક્ષ શંકર ચૌધરી મેદાનમાં આવ્યા છે અને થરાદના બિયોક ખાતેની ગઈકાલની સભામાં શંકર ચૌધરીએ ગેનીબેન પર પ્રહાર કર્યા હતા. શંકર ચૌધરીએ કહ્યું કે ધારાસભ્ય એટલે સરપંચ અને સંસદ સભ્ય એટલે તાલુકા પંચાયતના ડેલીગેટ ગેનીબેન માટે કહ્યું કે એમને ધારાસભ્ય પદ છોડીને સરપંચ શા માટે બનવું છે અને આવી ઉપાધિ શા માટે વહોરવી છે.

ગેનીબેને પાટીદારોની સભામાં પોતાના પ્રચારના સુર પણ બદલ્યા

શંકર ચૌધરીએ એ પણ કહ્યું કે તાલુકા પંચાયતના પ્રમુખ બનવાની વાત હોય તો બરાબર છે પરંતુ એ પણ મેળ નથી પડવાનો અને ગેનીબેનના શંકર ચૌધરીની ઓફિસમાં આવીને બેસવાની વાત હતી ત્યારે શંકર ચૌધરીએ જાહેર મંચ પરથી કહ્યું કે હવે ગેનીબેનને મારી ઓફિસમાં નહીં બેસાડું જોકે સામે ગેનીબેન ઠાકોરના પણ આક્રમક તેવર છે અને ગેનીબેન ઠાકોરે ગઈકાલે પાલનપુરની લક્ષ્મીપુરા ખાતેની સભામાં મહત્વનું નિવેદન આપ્યું અને કહ્યું કે જિલ્લાભરમાં ભાજપના કાર્યકરો માત્ર નામનો ભાજપનો કેસ પહેરીને ફરે છે બાકી મત તો કોંગ્રેસને જ આપવાના છે કારણ કે તેઓ ભાજપથી નારાજ છે. ગેનીબેને પાટીદારોની સભામાં પોતાના પ્રચારના સુર પણ બદલ્યા હતા અને વિકાસની વાત સાથે સામાજિક મુદ્દાઓની પણ વાત કરી હતી. આ એક એવી સભા હતી એક માસ દરમિયાન કે જ્યાં ગેનીબેનને પ્રચારમાં પોતાના સુર બદલ્યા હોય બાકી આક્રમમાં વલણને માટે જાણીતા ગેનીબેન ઠાકોર વિધાનસભાના અધ્યક્ષ શંકર ચૌધરી સામે સીધી લડાઈમાં છે.