Junagadh News: Gujarat STના કર્મચારીએ મળી આવેલ લાખોની રોકડ સ્ટેશન ઇન્ચાર્જને સોંપી

જૂનાગઢથી કુતિયાણા રૂટની બસમાં મુસાફર થેલો ભૂલી ઉતરી ગયા હતામહિલા કન્ડક્ટરે 10 લાખ રૂપિયાની રોકડ ભરેલો થેલો મુસાફરને પરત કર્યો પોરબંદરના ડેપો મેનેજર, સ્ટેન્ડ ઇન્ચાર્જે કન્ડક્ટરની પ્રામાણિકતાને બિરદાવી આજનો સમય એવો છે કે કોઈ મફતનો એક રૂપિયો પણ જતું ન કરે. ત્યારે જુનાગઢથી એક એવા સમાચાર મળ્યા છે જેના વિષે જાણીને વિશ્વાસ થઈ જાય કે હજુ માનવતા મરી પરવારી નથી. વાત છે જુનાગઢની જ્યાં જૂનાગઢ-કુતિયાણાની એસ.ટી. બસમાં મહિલા કન્ડકટરને 10 લાખ રૂપિયાની રોકડ ભરેલો થેલો મળી આવ્યો. તેમણે ડેપો મેનેજરને આ રોકડ ભરેલો થેલો સોંપી દીધો. ડેપો મેનેજરે પોલીસને જાણ કરી અને રોકડ ભરેલો થેલો મૂળ માલિકને સોંપવા માટે કાર્યવાહી હાથ ધરી છે. જુનાગઢથી કુતિયાણા આવવા માટે એક મુસાફર દ્વારકા ડેપો સંચાલિત જુનાગઢ-પોરબંદર-દ્વારકા રૂટની બસમાં બેઠા હતા. અને મુસાફરી કુતિયાણા પૂર્ણ થતી હોવાથી તેઓ કુતિયાણા બસ સ્ટેન્ડ ખાતે ઉતરી ગયા હતા. પરંતુ, પોતાની સાથે રહેલો 10 લાખ રૂપિયાની રોકડ રકમનો ભરેલો થેલો બસમાં જ ભુલી ગયા હતા. આ રૂટની ફરજ પરના કન્ડકટર દર્શનાબેન કાનગડને આ થેલો મળી આવતા તેમણે પોરબંદર ડેપોના સ્ટેશન ઇન્ચાર્જ એચ.એમ. રૂઘાણીને જમા કરાવતા સ્ટેન્ડ ઇન્ચાર્જ દ્વારા આ થેલામાંની રોકડ રકમ મુસાફરના સંબંધીની હાજરીમાં ડેપોના ટ્રાફીક કન્ટ્રોલર અને કલાર્કની રૂબરૂમાં ગણાવી ધોરણસરનું રોજકામ કરી અને આ રકમ લોસ પ્રોપર્ટી તરીકે જમા લઇ અને આ બાબતની કમલાબાગ પોલીસ સ્ટેશનને લેખિતમાં જાણ કરી છે. આ બાબતે જરૂરી કાનૂની પ્રક્રિયા પૂર્ણ થયે તે રકમ રીલિઝ કરવામાં આવશે તેમ ડેપો મેનેજર પી.બી. મકવાણા એ જણાવ્યું હતું અને મહિલા કંડકટરની પ્રમાણિકતાને પણ તેઓએ બિરદાવી હતી.

Junagadh News: Gujarat STના કર્મચારીએ મળી આવેલ લાખોની રોકડ સ્ટેશન ઇન્ચાર્જને સોંપી

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

  • જૂનાગઢથી કુતિયાણા રૂટની બસમાં મુસાફર થેલો ભૂલી ઉતરી ગયા હતા
  • મહિલા કન્ડક્ટરે 10 લાખ રૂપિયાની રોકડ ભરેલો થેલો મુસાફરને પરત કર્યો
  • પોરબંદરના ડેપો મેનેજર, સ્ટેન્ડ ઇન્ચાર્જે કન્ડક્ટરની પ્રામાણિકતાને બિરદાવી

આજનો સમય એવો છે કે કોઈ મફતનો એક રૂપિયો પણ જતું ન કરે. ત્યારે જુનાગઢથી એક એવા સમાચાર મળ્યા છે જેના વિષે જાણીને વિશ્વાસ થઈ જાય કે હજુ માનવતા મરી પરવારી નથી. વાત છે જુનાગઢની જ્યાં જૂનાગઢ-કુતિયાણાની એસ.ટી. બસમાં મહિલા કન્ડકટરને 10 લાખ રૂપિયાની રોકડ ભરેલો થેલો મળી આવ્યો. તેમણે ડેપો મેનેજરને આ રોકડ ભરેલો થેલો સોંપી દીધો. ડેપો મેનેજરે પોલીસને જાણ કરી અને રોકડ ભરેલો થેલો મૂળ માલિકને સોંપવા માટે કાર્યવાહી હાથ ધરી છે.


જુનાગઢથી કુતિયાણા આવવા માટે એક મુસાફર દ્વારકા ડેપો સંચાલિત જુનાગઢ-પોરબંદર-દ્વારકા રૂટની બસમાં બેઠા હતા. અને મુસાફરી કુતિયાણા પૂર્ણ થતી હોવાથી તેઓ કુતિયાણા બસ સ્ટેન્ડ ખાતે ઉતરી ગયા હતા. પરંતુ, પોતાની સાથે રહેલો 10 લાખ રૂપિયાની રોકડ રકમનો ભરેલો થેલો બસમાં જ ભુલી ગયા હતા.


આ રૂટની ફરજ પરના કન્ડકટર દર્શનાબેન કાનગડને આ થેલો મળી આવતા તેમણે પોરબંદર ડેપોના સ્ટેશન ઇન્ચાર્જ એચ.એમ. રૂઘાણીને જમા કરાવતા સ્ટેન્ડ ઇન્ચાર્જ દ્વારા આ થેલામાંની રોકડ રકમ મુસાફરના સંબંધીની હાજરીમાં ડેપોના ટ્રાફીક કન્ટ્રોલર અને કલાર્કની રૂબરૂમાં ગણાવી ધોરણસરનું રોજકામ કરી અને આ રકમ લોસ પ્રોપર્ટી તરીકે જમા લઇ અને આ બાબતની કમલાબાગ પોલીસ સ્ટેશનને લેખિતમાં જાણ કરી છે. આ બાબતે જરૂરી કાનૂની પ્રક્રિયા પૂર્ણ થયે તે રકમ રીલિઝ કરવામાં આવશે તેમ ડેપો મેનેજર પી.બી. મકવાણા એ જણાવ્યું હતું અને મહિલા કંડકટરની પ્રમાણિકતાને પણ તેઓએ બિરદાવી હતી.