Jamnagarમાં પ્રેમ પ્રકરણમાં ખેલાયો ખૂની ખેલ, છરીના ઘા ઝીંકી ઢીમ ઢાળી

ઘરમાં ઘૂસી બે શખ્સોએ છરીના ઘા ઝીંકી ઢીમ ઢાળી દીધું હતુ મૃતક ઇકબાલની પત્ની સાથે આરોપીને પ્રેમ સંબંધ હોવાનું ખૂલ્યુ હત્યારાઓને દબોચી લેવા પોલીસ તપાસનો ધમધમાટ શરુ કર્યો જામનગરમાં વધુ એક વખત કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ કથળતી હોવાના પુરાવારૂપ કિસ્સો સામે આવ્યો છે.ગત મોડી રાત્રે જામનગર શહેરના ધરાનગર.1 વિસ્તારમાં આવેલ આવાસમાં રહેતા યુવાનના ઘરમાં ઘૂસી બે લોકોએ છરી વડે હુમલો કર્યો હતો. જેમાં ગંભીર રીતે ઘવાયેલા યુવાનને સારવાર મળે તે પહેલાં જ તેમનું મોત થયું છે. જેને લઈને બનાવ હત્યામાં પલટાયો છે. આ મામલે જાણ થતા સીટી બી ડિવિઝન પોલીસ કાફલો તાત્કાલિક ઘટનાસ્થળે દોડી ગયો હતો. જ્યાં પોલીસની પ્રાથમિક તપાસમાં પ્રેમ પ્રકરણમાં આ ખૂની ખેલ ખેલાયો હોવાનું સામે આવ્યું છે. ટ્રક ડ્રાઇવર યુવાનની હત્યાને પગલે સમગ્ર વિસ્તારમાં અફરાતફરી મચી હાલ આરોપી પોલીસ પકડથી દૂર હોવાનું જણાઈ રહ્યું છે. બીજી તરફ ટ્રક ડ્રાઇવર યુવાનની હત્યાને પગલે સમગ્ર વિસ્તારમાં અફરાતફરી મચી ગઈ છે. જામનગર પણ ક્રાઈમ કેપિટલ બનવાની દિશામાં આગળ વધી રહ્યું હોય તેમ સમયાંતરે ક્રાઈમની ઘટનાઓમાં નોંધાઈ રહી છે. છેલ્લા કેટલાક સમયથી આવી ઘટનાઓમાં ચિંતાજનક રીતે વધારો નોંધાઈ રહ્યો છે. તેવામાં વધુ એક ચોંકાવનારી ઘટના સામે આવી છે. જેમાં ગત મોડી રાત્રે જામનગર શહેરના ધરાનગર.1 વિસ્તારમાં આવેલ વીર સાવકર આવાસના ચોથા માળે ઇકબાલ ગનીભાઇ કુરેશી (ઉ.વ.30) નામના યુવાનનું ઢીમ ઢાળી દેવાયું હતું.  ઇકબાલને કાળ આંબી જતા બનાવ હત્યામાં પલટાયો ગત રાત્રિના 12:30 વાગ્યાના સમયગાળા દરમિયાન જામનગરના વીર સાવરકર આવાસના ચોથા માળે બે શખ્સો ઈકબાલ ગનીભાઇના ઘરમાં ઘૂસી ગયા હતા. જ્યાં ઈકબાલ કાઈ સમજે તે પહેલા તેમના પર છરીના ઘા ઝીંકી હુમલો કરવામાં આવ્યો હતો અને તેમાં ઈકબાલની ગંભીર હાલત થઈ હતી જેને પગલે સમગ્ર વિસ્તારમાં ખળભળાટ મચી ગયો હતો.આ મામલે જાણ થતા સ્થાનિક લોકો દોડી આવ્યા હતા અને તાત્કાલિક ઇકબાલને સારવાર અર્થે જામનગરની જીજી હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યો હતો. જો કે સારવાર મળે તે પહેલા જ રસ્તામાં ઇકબાલને કાળ આંબી જતા બનાવ હત્યામાં પલટાયો છે. યુવાને આડેધડ છરીના ઘા ઝીંકી મોતને ઘાટ ઉતારી દેવાતા પરીજનોમા અરેરાટી મચી છે. મૃતક ઈકબાલની પત્નીને લાંબા સમયથી આડા સબંધ હતા બીજી તરફ આ બનાવની જાણ થતા સિટી-બી ડિવિઝન પોલીસ સ્ટાફ તથા જામનગર એલસીબીની ટીમ ઘટના સ્થળે તેમજ જી.જી.હોસ્પિટલ ખાતે દોડી ગઇ હતી અને આ હત્યા ક્યાં કારણોસર કરવામાં આવી તે અંગે તપાસ શરુ કરી હતી. જેમાં પોલીસના જણાવ્યા અનુસાર પ્રેમ પ્રકરણમાં ઈકબાલ નામના યુવાનની હત્યા નીપજાવવામાં આવી હોવાનું જણાઈ રહ્યું છે. હત્યાના આ પ્રકરણમાં ઈમ્તિયાઝ જોખીયા અને કિશન ચૌધરી નામના બે શખ્સોની સંડોવણી પણ સામે આવી છે. પોલીસની તપાસમાં એવી વિગતો સામે આવી છે કે આરોપી ઈમ્તિયાઝ જોખિયા અને મૃતક ઈકબાલની પત્નીને લાંબા સમયથી આડા સબંધ હતા. જેને લઈને ઈકબાલ અને તેમની પત્ની વચ્ચે અવાર-નવાર કંકાસ થતો હતો આથી બંને છૂટાછેડા લેવાનું નક્કી કર્યું અને તેના ભરણપોષણ સહિતની માથાકૂટ ચાલતી હતી. આ દરમિયાન હાલ ઇકબાલ ડ્રાઇવિંગ કામ કરી અને પોતાનું ગુજરાત ચલાવતો હતો. જ્યારે તેમની પત્ની તેનાથી અલગ નવાગામ ઘેડ વિસ્તારમાં આવેલ ખખડનગરમાં રહેતી હતી. હત્યાને અંજામ આપનાર બે શખ્સો સામે ગુન્હો નોંધી તેને ઝડપવા ચક્રો ગતિમાન કર્યા તેવામાં ગઈકાલે કોઈ કારણસર ઈકબાલની પત્ની ઇકબાલને મળવા માટે રાત્રિના સમયે વીર સાવરકર આવાસ જ્યાં ઇકબાલ રહે છે ત્યાં આવી હતી અને બંને વચ્ચે મુલાકાત થઈ હતી. આ વાતની ઈમ્તિયાઝ જોખીયાને જાણ થઈ હતી. અને કદાચ આ વાતનો જ ખાર રાખીને ઈમ્તિયાઝ જોખીયા અને કિશન ચૌધરી રાત્રિના સમયગાળા દરમિયાન ઈકબાલના ઘરે ઘૂસી ગયા હતા અને ત્યાં જ છરીઓના આડેધડ ઘા ઝીંકી ઈકબાલને મોતને ઘાટ ઉતારી દીધો હતો અને આરોપીઓ હત્યા કરી નાસી છૂટ્યા હતા. જોકે સમગ્ર બનાવને પગલે પોલીસે તાત્કાલિક દોડી જઈ મૃતદેહનો કબ્જો સંભાળી પોસ્ટ મોર્ટમ સહિતની કાર્યવાહી હાથ ધરી હતી. પોલીસે આ હત્યાને અંજામ આપનાર બે શખ્સો સામે ગુન્હો નોંધી તેને ઝડપવા ચક્રો ગતિમાન કર્યા છે.

Jamnagarમાં પ્રેમ પ્રકરણમાં ખેલાયો ખૂની ખેલ, છરીના ઘા ઝીંકી ઢીમ ઢાળી

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

  • ઘરમાં ઘૂસી બે શખ્સોએ છરીના ઘા ઝીંકી ઢીમ ઢાળી દીધું હતુ
  • મૃતક ઇકબાલની પત્ની સાથે આરોપીને પ્રેમ સંબંધ હોવાનું ખૂલ્યુ
  • હત્યારાઓને દબોચી લેવા પોલીસ તપાસનો ધમધમાટ શરુ કર્યો

જામનગરમાં વધુ એક વખત કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ કથળતી હોવાના પુરાવારૂપ કિસ્સો સામે આવ્યો છે.ગત મોડી રાત્રે જામનગર શહેરના ધરાનગર.1 વિસ્તારમાં આવેલ આવાસમાં રહેતા યુવાનના ઘરમાં ઘૂસી બે લોકોએ છરી વડે હુમલો કર્યો હતો. જેમાં ગંભીર રીતે ઘવાયેલા યુવાનને સારવાર મળે તે પહેલાં જ તેમનું મોત થયું છે. જેને લઈને બનાવ હત્યામાં પલટાયો છે. આ મામલે જાણ થતા સીટી બી ડિવિઝન પોલીસ કાફલો તાત્કાલિક ઘટનાસ્થળે દોડી ગયો હતો. જ્યાં પોલીસની પ્રાથમિક તપાસમાં પ્રેમ પ્રકરણમાં આ ખૂની ખેલ ખેલાયો હોવાનું સામે આવ્યું છે.

ટ્રક ડ્રાઇવર યુવાનની હત્યાને પગલે સમગ્ર વિસ્તારમાં અફરાતફરી મચી

હાલ આરોપી પોલીસ પકડથી દૂર હોવાનું જણાઈ રહ્યું છે. બીજી તરફ ટ્રક ડ્રાઇવર યુવાનની હત્યાને પગલે સમગ્ર વિસ્તારમાં અફરાતફરી મચી ગઈ છે. જામનગર પણ ક્રાઈમ કેપિટલ બનવાની દિશામાં આગળ વધી રહ્યું હોય તેમ સમયાંતરે ક્રાઈમની ઘટનાઓમાં નોંધાઈ રહી છે. છેલ્લા કેટલાક સમયથી આવી ઘટનાઓમાં ચિંતાજનક રીતે વધારો નોંધાઈ રહ્યો છે. તેવામાં વધુ એક ચોંકાવનારી ઘટના સામે આવી છે. જેમાં ગત મોડી રાત્રે જામનગર શહેરના ધરાનગર.1 વિસ્તારમાં આવેલ વીર સાવકર આવાસના ચોથા માળે ઇકબાલ ગનીભાઇ કુરેશી (ઉ.વ.30) નામના યુવાનનું ઢીમ ઢાળી દેવાયું હતું.

 ઇકબાલને કાળ આંબી જતા બનાવ હત્યામાં પલટાયો

ગત રાત્રિના 12:30 વાગ્યાના સમયગાળા દરમિયાન જામનગરના વીર સાવરકર આવાસના ચોથા માળે બે શખ્સો ઈકબાલ ગનીભાઇના ઘરમાં ઘૂસી ગયા હતા. જ્યાં ઈકબાલ કાઈ સમજે તે પહેલા તેમના પર છરીના ઘા ઝીંકી હુમલો કરવામાં આવ્યો હતો અને તેમાં ઈકબાલની ગંભીર હાલત થઈ હતી જેને પગલે સમગ્ર વિસ્તારમાં ખળભળાટ મચી ગયો હતો.આ મામલે જાણ થતા સ્થાનિક લોકો દોડી આવ્યા હતા અને તાત્કાલિક ઇકબાલને સારવાર અર્થે જામનગરની જીજી હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યો હતો. જો કે સારવાર મળે તે પહેલા જ રસ્તામાં ઇકબાલને કાળ આંબી જતા બનાવ હત્યામાં પલટાયો છે. યુવાને આડેધડ છરીના ઘા ઝીંકી મોતને ઘાટ ઉતારી દેવાતા પરીજનોમા અરેરાટી મચી છે.

મૃતક ઈકબાલની પત્નીને લાંબા સમયથી આડા સબંધ હતા

બીજી તરફ આ બનાવની જાણ થતા સિટી-બી ડિવિઝન પોલીસ સ્ટાફ તથા જામનગર એલસીબીની ટીમ ઘટના સ્થળે તેમજ જી.જી.હોસ્પિટલ ખાતે દોડી ગઇ હતી અને આ હત્યા ક્યાં કારણોસર કરવામાં આવી તે અંગે તપાસ શરુ કરી હતી. જેમાં પોલીસના જણાવ્યા અનુસાર પ્રેમ પ્રકરણમાં ઈકબાલ નામના યુવાનની હત્યા નીપજાવવામાં આવી હોવાનું જણાઈ રહ્યું છે. હત્યાના આ પ્રકરણમાં ઈમ્તિયાઝ જોખીયા અને કિશન ચૌધરી નામના બે શખ્સોની સંડોવણી પણ સામે આવી છે. પોલીસની તપાસમાં એવી વિગતો સામે આવી છે કે આરોપી ઈમ્તિયાઝ જોખિયા અને મૃતક ઈકબાલની પત્નીને લાંબા સમયથી આડા સબંધ હતા. જેને લઈને ઈકબાલ અને તેમની પત્ની વચ્ચે અવાર-નવાર કંકાસ થતો હતો આથી બંને છૂટાછેડા લેવાનું નક્કી કર્યું અને તેના ભરણપોષણ સહિતની માથાકૂટ ચાલતી હતી. આ દરમિયાન હાલ ઇકબાલ ડ્રાઇવિંગ કામ કરી અને પોતાનું ગુજરાત ચલાવતો હતો. જ્યારે તેમની પત્ની તેનાથી અલગ નવાગામ ઘેડ વિસ્તારમાં આવેલ ખખડનગરમાં રહેતી હતી.

હત્યાને અંજામ આપનાર બે શખ્સો સામે ગુન્હો નોંધી તેને ઝડપવા ચક્રો ગતિમાન કર્યા

તેવામાં ગઈકાલે કોઈ કારણસર ઈકબાલની પત્ની ઇકબાલને મળવા માટે રાત્રિના સમયે વીર સાવરકર આવાસ જ્યાં ઇકબાલ રહે છે ત્યાં આવી હતી અને બંને વચ્ચે મુલાકાત થઈ હતી. આ વાતની ઈમ્તિયાઝ જોખીયાને જાણ થઈ હતી. અને કદાચ આ વાતનો જ ખાર રાખીને ઈમ્તિયાઝ જોખીયા અને કિશન ચૌધરી રાત્રિના સમયગાળા દરમિયાન ઈકબાલના ઘરે ઘૂસી ગયા હતા અને ત્યાં જ છરીઓના આડેધડ ઘા ઝીંકી ઈકબાલને મોતને ઘાટ ઉતારી દીધો હતો અને આરોપીઓ હત્યા કરી નાસી છૂટ્યા હતા. જોકે સમગ્ર બનાવને પગલે પોલીસે તાત્કાલિક દોડી જઈ મૃતદેહનો કબ્જો સંભાળી પોસ્ટ મોર્ટમ સહિતની કાર્યવાહી હાથ ધરી હતી. પોલીસે આ હત્યાને અંજામ આપનાર બે શખ્સો સામે ગુન્હો નોંધી તેને ઝડપવા ચક્રો ગતિમાન કર્યા છે.