આજે ગુજરાતમાં તારો છેલ્લો દિવસ : મેટ્રો રેલના સિનિયર એન્જિનિયરને ધમકી

ગાંધીનગર નજીક તપોવન સાઈટ ઉપરધમકી આપનાર પેથાપુરના યુવાન સામે એન્જિનિયરે અડાલજ પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવીગાંધીનગર :  ગાંધીનગર શહેર નજીક તપોવન પાસે મેટ્રો રેલની સાઈટ ઉપર સિનિયર એન્જિનિયરને ધમકી આપવાની ઘટના પ્રકાશમાં આવી છે. કર્મચારી દ્વારા તું મારા વિરુદ્ધ ચોરીની લોકોને વાતો કેમ કરે છે,આજે ગુજરાતમાં તારો છેલ્લો દિવસ છે તેમ કહી જાનથી મારી નાખીશ તેવી ધમકી મળતા એન્જિનિયરએ પેથાપુરના યુવાન સામે અડાલજ પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી છે.હાલ મેટ્રોલના બીજા તબક્કામાં અમદાવાદના મોટેરા સ્ટેડિયમથી ગાંધીનગર સુધી રેલ સેવા ચાલુ કરવા માટે ઝડપી કામગીરી શરૃ કરવામાં આવી છે ત્યારે મેટ્રો ટ્રેનની તપોવન સાઈટ ઉપર સિનિયર એન્જિનિયરને જાનથી મારી નાખવાની ધમકી મળ્યાની ફરિયાદ અડાલજ પોલીસ મથકમાં નોંધાવવા પામી છે. જે સંદર્ભે પોલીસ સૂત્રોમાંથી મળતી વિગતો પ્રમાણે મૂળ બિહારના બક્સર જિલ્લાના રહેવાસી અને હાલ સુઘડની કોરલ પાર્શ્વનાથ એટલાન્ટિક વસાહતમાં રહેતા વિમલેશકુમારસિંહ દ્વારિકાનાથસિંહ દ્વારા કરાયેલી ફરિયાદમાં જણાવ્યું છે કે, ગઈકાલે સવારે તે અને સાથી કર્મચારીઓ તપોવન મેટ્રો સ્ટેશન સાઈડ ઉપર કામ કરતા હતા તે સમયે મોપેડ લઈને પેથાપુરનો દિવાનસિંહ તેજસિંહ ચૌહાણ આવ્યો હતો અને કહ્યું હતું કે હું ક્યાં મેટ્રો સ્ટેશનથી ચોરી કરું છું, તું બીજા લોકોને કેમ કહેતો ફરે છે. આજે ગુજરાતમાં તારો છેલ્લો દિવસ છે, હું તને જાનથી મારી નાખીશ તેમ કહી જોર જોરથી ગાળો બોલવા લાગતા તેમણે ગાળો બોલવાની ના પાડી હતી અને વધુ ઝઘડો ન થાય તે માટે વિમલેશકુમારસિંહ અને હાજર અન્ય કર્મચારીઓ ત્યાંથી નીકળી ગયા હતા. જોકે જતા જતા દિવાનસિંહે કહ્યું હતું કે તું જ્યાં રહે છે તે જગ્યાએથી પણ હું તને ઉપાડી જઈશ અને જાનથી મારી નાખીશ. જેથી આ સંદર્ભે તેમણે મેટ્રોના ઉપરી અધિકારીઓને જાણ કરી હતી અને તેમણે પોલીસ ફરિયાદ કરવાનું કહેતા અડાલજ પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી હતી.

આજે ગુજરાતમાં તારો છેલ્લો દિવસ : મેટ્રો રેલના સિનિયર એન્જિનિયરને ધમકી

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -


ગાંધીનગર નજીક તપોવન સાઈટ ઉપર

ધમકી આપનાર પેથાપુરના યુવાન સામે એન્જિનિયરે અડાલજ પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી

ગાંધીનગર :  ગાંધીનગર શહેર નજીક તપોવન પાસે મેટ્રો રેલની સાઈટ ઉપર સિનિયર એન્જિનિયરને ધમકી આપવાની ઘટના પ્રકાશમાં આવી છે. કર્મચારી દ્વારા તું મારા વિરુદ્ધ ચોરીની લોકોને વાતો કેમ કરે છે,આજે ગુજરાતમાં તારો છેલ્લો દિવસ છે તેમ કહી જાનથી મારી નાખીશ તેવી ધમકી મળતા એન્જિનિયરએ પેથાપુરના યુવાન સામે અડાલજ પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી છે.

હાલ મેટ્રોલના બીજા તબક્કામાં અમદાવાદના મોટેરા સ્ટેડિયમથી ગાંધીનગર સુધી રેલ સેવા ચાલુ કરવા માટે ઝડપી કામગીરી શરૃ કરવામાં આવી છે ત્યારે મેટ્રો ટ્રેનની તપોવન સાઈટ ઉપર સિનિયર એન્જિનિયરને જાનથી મારી નાખવાની ધમકી મળ્યાની ફરિયાદ અડાલજ પોલીસ મથકમાં નોંધાવવા પામી છે. જે સંદર્ભે પોલીસ સૂત્રોમાંથી મળતી વિગતો પ્રમાણે મૂળ બિહારના બક્સર જિલ્લાના રહેવાસી અને હાલ સુઘડની કોરલ પાર્શ્વનાથ એટલાન્ટિક વસાહતમાં રહેતા વિમલેશકુમારસિંહ દ્વારિકાનાથસિંહ દ્વારા કરાયેલી ફરિયાદમાં જણાવ્યું છે કે, ગઈકાલે સવારે તે અને સાથી કર્મચારીઓ તપોવન મેટ્રો સ્ટેશન સાઈડ ઉપર કામ કરતા હતા તે સમયે મોપેડ લઈને પેથાપુરનો દિવાનસિંહ તેજસિંહ ચૌહાણ આવ્યો હતો અને કહ્યું હતું કે હું ક્યાં મેટ્રો સ્ટેશનથી ચોરી કરું છું, તું બીજા લોકોને કેમ કહેતો ફરે છે. આજે ગુજરાતમાં તારો છેલ્લો દિવસ છે, હું તને જાનથી મારી નાખીશ તેમ કહી જોર જોરથી ગાળો બોલવા લાગતા તેમણે ગાળો બોલવાની ના પાડી હતી અને વધુ ઝઘડો ન થાય તે માટે વિમલેશકુમારસિંહ અને હાજર અન્ય કર્મચારીઓ ત્યાંથી નીકળી ગયા હતા. જોકે જતા જતા દિવાનસિંહે કહ્યું હતું કે તું જ્યાં રહે છે તે જગ્યાએથી પણ હું તને ઉપાડી જઈશ અને જાનથી મારી નાખીશ. જેથી આ સંદર્ભે તેમણે મેટ્રોના ઉપરી અધિકારીઓને જાણ કરી હતી અને તેમણે પોલીસ ફરિયાદ કરવાનું કહેતા અડાલજ પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી હતી.