AMCની દબાણ ખસેડવા ગયેલી ટીમ પર લારીવાળાઓએ કર્યો હુમલો

AMCની ઉતર ઝોન એસ્ટેટ વિભાગની દબાણ ખસેડવા ગયેલી ટીમ પર થયો હુમલો નોબલનગર રોડ પર ઊભા દબાણ દૂર કરવા પહોચી હતી ટીમ શાકભાજી અને ફળની લારી વાળાઓ દ્વારા કરાયો હુમલો અમદાવાદમાં દિવસેને દિવસે ગેરકાયદેસર દબાણો રોડ પર વધી રહ્યાં છે અને તે દબાણો દૂર કરવાની કામગીરી અમદાવાદ મ્યુન્સિપલ કોર્પોરેશનના એસ્ટેટ વિભાગની છે,આજે સવારે ઉત્તરઝોન એસ્ટેટ વિભાગની ટીમ નોબલનગર વિસ્તારમાં દબાણ માટે પહોચી હતી તે દરમિયાન રોડ પર લારી લઈને ધંધો કરી રહેલા લોકોએ AMCની ટીમ પર હુમલો કરી વાહનમાં તોડફોડ કરી હતી,તો બીજી તરફ અધિકારીઓ જીવ બચાવવા માટે ભાગ્યા હતા. રોડ પર ધંધો કરતા વેપારીઓની દાદાગીરી અમદાવાદ મ્યુન્સિપલ કોર્પોરેશનના એસ્ટેટ વિભાગ દ્વારા દબાણ દૂર કરવાની કામગીરી રોજ બરોજ કરવામાં આવતી હોય છે,ત્યારે આજે નોબલનગરમાં ટીમ દબાણ દૂર કરવા ગઈ તે પહેલા જ વેપારીઓ ભેગા થયા અને વેપારીઓ કઈ કહે તે પહેલા તેમની પર ધોકા વડે હુમલો કરવામાં આવ્યો હતો,AMC દ્વારા અગાઉ પણ આ જ વેપારીઓને નોટીસ આપી હતી પણ વેપારીઓએ મન પર વાત લીધી ન હતી જેના કારણે આજે તંત્ર દ્વારા દબાણ હટાવવાની કામગીરી શરૂ કરવાની હતી પણ તેજ પહેલા કઈક અલગ ઘટના બની ગઈ. પોલીસ પહોંચી ઘટના સ્થળે સમગ્ર ઘટનાની જાણ થતા પોલીસ પણ તાત્કાલિક ઘટના સ્થળે પહોચી ગઈ હતી,જે વેપારીઓ દ્વારા હુમલો કરવામાં આવ્યો હતો તેની અટકાયત કરીને પોલીસ સ્ટેશન લઈ જઈ ગુનો નોંધવાની કામગીરી શરૂ કરાઈ છે,તો પોલીસ પણ વેપારીઓને છોડી દેવામાં મૂડમાં નથી,એક બે વેપારીઓ નહી પણ વધુ વેપારીઓ સામે ગુનો નોંધાઈ શકે છે.AMCના ટ્રકને નુકસાનવેપારીઓ દ્વારા ફકત અધિકારીઓ પર હુમલો નહી પણ સાથે સાથે જે ટ્રક લઈને આવ્યા હતા તે ટ્રકનો કાચ પણ તોડી નાખ્યો હતો જેના કારણે ડ્રાઈવરને પણ ઈજા પહોચી હતી,તો આ રીતની કોટી દાદાગીરીથી વેપારીઓ શું સાબિત કરવા માંગતા હશે તેને લઈ પણ એક સવાલ છે. થોડા દિવસ પહેલા સુરતમાં પણ આવી જ એક ઘટના બની દબાણ હટાવવા ગયેલી સુરત પાલિકાની ટીમ સાથે સ્થાનિક ફેરિયાઓનું ઘર્ષણ થયું હોવાનો મામલો સામે આવ્યો છે. ગોડાદરા આસપાસ સિનેમા લાઇન રોડ પર ઘટના બની છે. પાલિકાની ટીમ દબાણ હટાવવા ગઈ હતી ત્યારે આ ઘટના બની હતી.ફેરિયાઓ અને પાલિકાના કર્મચારીઓ વચ્ચે ઝપાઝપીના દ્રશ્યો જોવા મળ્યા હતા.ભારે ઘર્ષણની સ્થિતિ ઉભી થતાં પોલીસ બોલાવવાની ફરજ પડી હતી. પોલીસે ઘટના સ્થળે પહોંચી મામલો થાળે પડયો હતો. એક સમયે બજારમાં અફરાતફરીનો માહોલ સર્જાયો હતો. બજારમાં દોડધામ અને ઘર્ષણના દ્રશ્યો જોવા મળ્યા હતા.

AMCની દબાણ ખસેડવા ગયેલી ટીમ પર લારીવાળાઓએ કર્યો હુમલો

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

  • AMCની ઉતર ઝોન એસ્ટેટ વિભાગની દબાણ ખસેડવા ગયેલી ટીમ પર થયો હુમલો
  • નોબલનગર રોડ પર ઊભા દબાણ દૂર કરવા પહોચી હતી ટીમ
  • શાકભાજી અને ફળની લારી વાળાઓ દ્વારા કરાયો હુમલો

અમદાવાદમાં દિવસેને દિવસે ગેરકાયદેસર દબાણો રોડ પર વધી રહ્યાં છે અને તે દબાણો દૂર કરવાની કામગીરી અમદાવાદ મ્યુન્સિપલ કોર્પોરેશનના એસ્ટેટ વિભાગની છે,આજે સવારે ઉત્તરઝોન એસ્ટેટ વિભાગની ટીમ નોબલનગર વિસ્તારમાં દબાણ માટે પહોચી હતી તે દરમિયાન રોડ પર લારી લઈને ધંધો કરી રહેલા લોકોએ AMCની ટીમ પર હુમલો કરી વાહનમાં તોડફોડ કરી હતી,તો બીજી તરફ અધિકારીઓ જીવ બચાવવા માટે ભાગ્યા હતા.

રોડ પર ધંધો કરતા વેપારીઓની દાદાગીરી

અમદાવાદ મ્યુન્સિપલ કોર્પોરેશનના એસ્ટેટ વિભાગ દ્વારા દબાણ દૂર કરવાની કામગીરી રોજ બરોજ કરવામાં આવતી હોય છે,ત્યારે આજે નોબલનગરમાં ટીમ દબાણ દૂર કરવા ગઈ તે પહેલા જ વેપારીઓ ભેગા થયા અને વેપારીઓ કઈ કહે તે પહેલા તેમની પર ધોકા વડે હુમલો કરવામાં આવ્યો હતો,AMC દ્વારા અગાઉ પણ આ જ વેપારીઓને નોટીસ આપી હતી પણ વેપારીઓએ મન પર વાત લીધી ન હતી જેના કારણે આજે તંત્ર દ્વારા દબાણ હટાવવાની કામગીરી શરૂ કરવાની હતી પણ તેજ પહેલા કઈક અલગ ઘટના બની ગઈ.

પોલીસ પહોંચી ઘટના સ્થળે

સમગ્ર ઘટનાની જાણ થતા પોલીસ પણ તાત્કાલિક ઘટના સ્થળે પહોચી ગઈ હતી,જે વેપારીઓ દ્વારા હુમલો કરવામાં આવ્યો હતો તેની અટકાયત કરીને પોલીસ સ્ટેશન લઈ જઈ ગુનો નોંધવાની કામગીરી શરૂ કરાઈ છે,તો પોલીસ પણ વેપારીઓને છોડી દેવામાં મૂડમાં નથી,એક બે વેપારીઓ નહી પણ વધુ વેપારીઓ સામે ગુનો નોંધાઈ શકે છે.


AMCના ટ્રકને નુકસાન

વેપારીઓ દ્વારા ફકત અધિકારીઓ પર હુમલો નહી પણ સાથે સાથે જે ટ્રક લઈને આવ્યા હતા તે ટ્રકનો કાચ પણ તોડી નાખ્યો હતો જેના કારણે ડ્રાઈવરને પણ ઈજા પહોચી હતી,તો આ રીતની કોટી દાદાગીરીથી વેપારીઓ શું સાબિત કરવા માંગતા હશે તેને લઈ પણ એક સવાલ છે.


થોડા દિવસ પહેલા સુરતમાં પણ આવી જ એક ઘટના બની

દબાણ હટાવવા ગયેલી સુરત પાલિકાની ટીમ સાથે સ્થાનિક ફેરિયાઓનું ઘર્ષણ થયું હોવાનો મામલો સામે આવ્યો છે. ગોડાદરા આસપાસ સિનેમા લાઇન રોડ પર ઘટના બની છે. પાલિકાની ટીમ દબાણ હટાવવા ગઈ હતી ત્યારે આ ઘટના બની હતી.ફેરિયાઓ અને પાલિકાના કર્મચારીઓ વચ્ચે ઝપાઝપીના દ્રશ્યો જોવા મળ્યા હતા.ભારે ઘર્ષણની સ્થિતિ ઉભી થતાં પોલીસ બોલાવવાની ફરજ પડી હતી. પોલીસે ઘટના સ્થળે પહોંચી મામલો થાળે પડયો હતો. એક સમયે બજારમાં અફરાતફરીનો માહોલ સર્જાયો હતો. બજારમાં દોડધામ અને ઘર્ષણના દ્રશ્યો જોવા મળ્યા હતા.