ગુજરાતમાં હરતું ફરતું જુગારધામ પકડાયું, પોલીસ પણ નવો કિમીયો જોઇ ચોંકી, ચાલુ ટ્રકમાં 42 ખેલી ઝબ્બે

Kheda: ગુજરાતમાં પોલીસથી બચવા અવનવી તરકીબો જુગારીઓ અપનાવતા હોય છે. ત્યારે ખેડા જિલ્લામાં આવો જ એક કિસ્સો પ્રકાશમાં આવ્યો છે. જેમાં ચાલુ આઈસર ટ્રકમાં જુગારધામનો પર્દાફાશ થયો છે. ખેડા એલસીબીને ચાલુ ટ્રકમાં જુગારધામ ચાલતું હોવાની બાતમી મળી હતી. જેના આધારે શંકાસ્પદ આઈસર ટ્રકને અટકાવીને પૂછપરછ કરતા ટ્રકમાં લોકો જુગાર રમતા હોવાનું જણાયું હતું. પોલીસને જુગારધામની બાતમી મળીરાજ્યમાં જુગાર રમતા અનેક કિસ્સાઓ પ્રકાશિત થાય છે. ત્યારે ખેડા જિલ્લામાં ચાલુ એક ભેજાબાજે જુગાર રમવાનો નવો કિમીઓ જ અજમાવ્યો હતો. જોકે તેનો આ કિમીયો પોલીસ પાસે નિષ્ફળ ગયો હતો. વાત એવી છે કે ખેડા એલસીબી અને એસઓજી પોલીસે ચાલુ આઈસર ટ્રકમાં જુગારધામ ચાલતુ હોવાની બાતમી મળી હતી. જેના પગલે હાઈવે પર નાકાબંધી કરી દીધી. આ દરમિયામન મહુધા-ડાકોર રોડ પર ઉંદરા ફાટક પાસે પસાર થઈ રહેલી શંકાસ્પદ આઈસર GJ 38 TA 1551ને અટકાવવામાં આવી હતી. આ પછી પોલીસે પૂછપરછ કરતા જૂગારધામ ઝટપાયું હતું. કુલ 42 વ્યક્તિઓની અટકાયત કરીઆ કેસમાં પોલીસે જુગારનો અડ્ડો ચલાવીને જુગાર રમતા ચાલક સહિત કુલ 42 વ્યક્તિઓની અટકાયત કરી છે. પોલીસની પ્રાથમિક તપાસમાં માલુમ પડ્યું હતું કે જુગારમાં અટકાયત કરેલા તમામ લોકો ધોળકા-ખેડા-મહેમદાબાદ-મહુધા-ગળતેશ્વર રૂટ પર આઈસર ટ્રક દોડાવતા હતા. પોલીસે તમામ પાસેથી રોકડ રૂપિયા 1,55,490 તેમજ દાવ પર રોકડ રૂપિયા 9,230 તથા 7 નંગ મોબાઇલ તેમજ આઈસર ટ્રક મળી કુલ રૂ.4,72,720નો મુદ્દામાલ જપ્ત કરી ઝડપાયેલા તમામ આરોપીઓ વિરુદ્ધ ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

ગુજરાતમાં હરતું ફરતું જુગારધામ પકડાયું, પોલીસ પણ નવો કિમીયો જોઇ ચોંકી, ચાલુ ટ્રકમાં 42 ખેલી ઝબ્બે

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -


Kheda: ગુજરાતમાં પોલીસથી બચવા અવનવી તરકીબો જુગારીઓ અપનાવતા હોય છે. ત્યારે ખેડા જિલ્લામાં આવો જ એક કિસ્સો પ્રકાશમાં આવ્યો છે. જેમાં ચાલુ આઈસર ટ્રકમાં જુગારધામનો પર્દાફાશ થયો છે. ખેડા એલસીબીને ચાલુ ટ્રકમાં જુગારધામ ચાલતું હોવાની બાતમી મળી હતી. જેના આધારે શંકાસ્પદ આઈસર ટ્રકને અટકાવીને પૂછપરછ કરતા ટ્રકમાં લોકો જુગાર રમતા હોવાનું જણાયું હતું.

પોલીસને જુગારધામની બાતમી મળી

રાજ્યમાં જુગાર રમતા અનેક કિસ્સાઓ પ્રકાશિત થાય છે. ત્યારે ખેડા જિલ્લામાં ચાલુ એક ભેજાબાજે જુગાર રમવાનો નવો કિમીઓ જ અજમાવ્યો હતો. જોકે તેનો આ કિમીયો પોલીસ પાસે નિષ્ફળ ગયો હતો. વાત એવી છે કે ખેડા એલસીબી અને એસઓજી પોલીસે ચાલુ આઈસર ટ્રકમાં જુગારધામ ચાલતુ હોવાની બાતમી મળી હતી. જેના પગલે હાઈવે પર નાકાબંધી કરી દીધી. આ દરમિયામન મહુધા-ડાકોર રોડ પર ઉંદરા ફાટક પાસે પસાર થઈ રહેલી શંકાસ્પદ આઈસર GJ 38 TA 1551ને અટકાવવામાં આવી હતી. આ પછી પોલીસે પૂછપરછ કરતા જૂગારધામ ઝટપાયું હતું. 

કુલ 42 વ્યક્તિઓની અટકાયત કરી

આ કેસમાં પોલીસે જુગારનો અડ્ડો ચલાવીને જુગાર રમતા ચાલક સહિત કુલ 42 વ્યક્તિઓની અટકાયત કરી છે. પોલીસની પ્રાથમિક તપાસમાં માલુમ પડ્યું હતું કે જુગારમાં અટકાયત કરેલા તમામ લોકો ધોળકા-ખેડા-મહેમદાબાદ-મહુધા-ગળતેશ્વર રૂટ પર આઈસર ટ્રક દોડાવતા હતા. પોલીસે તમામ પાસેથી રોકડ રૂપિયા 1,55,490 તેમજ દાવ પર રોકડ રૂપિયા 9,230 તથા 7 નંગ મોબાઇલ તેમજ આઈસર ટ્રક મળી કુલ રૂ.4,72,720નો મુદ્દામાલ જપ્ત કરી ઝડપાયેલા તમામ આરોપીઓ વિરુદ્ધ ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.