Nilesh Kumbhani News: નિલેશ કુંભાણીના વાયરલ વીડિયોની 10 મહત્ત્વની વાતો જાણો

નિલેશ કુંભાણીના ફોર્મ રદ થવાથી ગુજરાતનું રાજકારણ ગરમાયું હતુકુંભાણીએ 6 દિવસ ભૂગર્ભમાં રહ્યા બાદ એક વાયરલ વીડિયો શેર કર્યોનિલેશ કુંભાણી છેલ્લે સુધી કોંગ્રેસ અને મોવડી મંડળના સંપર્કમાં હતા2024ની લોકસભા ચૂંટણી પહેલાં ગુજરાતમાં રાજકારણ ગરમાયું છે. સુરત જિલ્લાના રાજકારણી એવા નિલેશ કુંભાણીને લઈને છેલ્લા 6 દિવસથી ચાલી રહેલા રાજકીય સસ્પેન્સ ડ્રામાનો આજે અંત આવ્યો છે. આજે 6 દિવસ બાદ નિલેશ કુંભાણીનો એક વાયરલ વિડિયો સામે આવ્યો હતો. જેમાં નિલેશ કુંભાણીએ કોંગ્રેસ પાર્ટી અને કોંગ્રેસ નેતા પ્રતાપ દૂધાત તેમજ અન્ય મોટા નેતાઓ પર આક્ષેપો કર્યા અને રોષ ઠાલવ્યો હતો.જાણો નિલેશ કુંભાણીના વીડિયોની મહત્ત્વની વાતોઃ નિલેશ કુંભાણીએ કોંગ્રેસના માથે ઠીકરું ફોડયુંકોંગ્રેસના નેતાઓ મારી સાથે રથમાં બેસવા તૈયાર ન હતાકોના ઈશારે નેતાઓએ મારા ઘર પર વિરોધ કર્યોહું છેલ્લે સુધી મોવડી મંડળના સંપર્કમાં હતોપીટીશન દાખલ કરવા માટે અમદાવાદ જવાનો હતોબૂથની માહિતી પણ કોંગ્રેસના નેતાઓ આપતા ન હતાજે વિરોધ કરે છે તે પણ ભાજપ સાથે બેસેલા હતા2017માં પણ મને ભાજપમાંથી ઓફર હતીનિલેશ કુંભાણીએ પ્રતાપ દૂધાત પર કર્યા ગંભીર આક્ષેપદૂધાત મારો ફોન ઉપાડતા ન હતાઃકુંભાણીફોર્મ ભરતા સમયે પણ દૂધાત સાથે હાજર ન રહ્યાઃકુંભાણીકુંભાણી અમદાવાદ આવતા હતા તો કોણ રોકતુ હતુ?કુંભાણીને હાઈકોર્ટ જવામાં કોણે અડચણ ઉભી કરી?નિલેશ કુંભાણીના રાજકીય ડ્રામાનો સિલસિલોસંપૂર્ણ ઘટના એવી છે કે, સુરતમાં ભાજપ તરફથી નિલેશ કુંભાણીના ફોર્મ સામે વાંધો ઉઠાવવામાં આવ્યો હતો અને કુંભાણીના ટેકેદારો પૈકી ત્રણ ટેકેદારોએ એફિડેવિટ કરીને કહ્યું હતું કે, આ અમારી સહી નથી. જેથી નિલેશ કુંભાણીના ફોર્મ સામે પ્રશ્નાર્થ ઊઠ્યો હતો કે શું આ ફોર્મ રદ્દ થશે? ત્યારે આ મામલે કુંભાણીનું ફોર્મ રદ થયાની મૌખિક જાણ કોંગ્રેસને કરાઈ હતી. નિલેશ કુંભાણીએ કહ્યું ફોર્મ રદ થવાની જાહેરાત થઈ નથીએવામાં, તાત્કાલિક હાઈકોર્ટમાં સુનાવણી માટે પિટિશન પણ દાખલ કરવાના હતા. જ્યારે બીજી તરફ ખુદ નિલેશ કુંભાણીએ જણાવ્યું હતું કે, ફોર્મ રદ થવાની જાહેરાત નથી થઈ. ત્યાર બાદ, એડવોકેટ બાબુ માંગુકિયા, મનીષ દોશી, ગોપાલ ઈટાલિયા સહિતનાઓનું કહેવું હતું કે, જેમણે સહી કરી હતી એ ત્રણેય ટેકેદારોનું અપહરણ કરવામાં આવ્યું હોવાનો આક્ષેપ થયો છે.નિલેશ કુંભાણીના 3 'ગાયબ' ટેકેદારો માટે ગુજરાત હાઈકોર્ટમાં હેબિયસ કોર્પસજેને લઈ નિલેશ કુંભાણીના 3 'ગાયબ' ટેકેદારો માટે ગુજરાત હાઈકોર્ટમાં હેબિયસ કોર્પસ અને કલેક્ટરમાં ઉમેદવારી પત્ર રદના વિરોધમાં ત્રણ અરજી આપી હતી. ત્યારે આ રાજકીય ડ્રામા ચાલતો હતો એવામાં સુરત લોકસભાની બેઠક પર કોઈ હરીફ ઉમેદવાર ન રહેતાં, ભાજપના ઉમેદવાર મુકેશ દલાલ બિનહરીફ થયા છે. જેથી જિલ્લા કલેક્ટરે તેમને વિજેતા જાહેર કર્યા હતા.નિલેશ કુંભાણીના ઘર બહાર કોંગ્રેસના કોર્પોરેટરનો વિરોધબુથની માહિતી પણ કોંગ્રેસના નેતાઓ આપતા ન હતાં સુરતમાં નિલેશ કુંભાણીના ઘર બહાર કોંગ્રેસના કોર્પોરેટરનો વિરોધ શરૂ થયો છે. ત્યારે નિલેશ કુંભાણીના ઘરે ગદ્દાર અને લોકશાહીના હત્યારાના બેનર લાગ્યા હતાં.નિલેશ કુંભાણીના પત્ની નીતા કુંભાણી મીડિયા સમક્ષબીજી તરફ નિલેશ કુંભાણીના પત્ની નીતા કુંભાણી મિડીયા સમક્ષ આવ્યા હતા,તેમનું કહેવું છે કે,મારા ઘરે કોગ્રેસ દ્વારા વિરોધ કરાયો હતો. હું ઘર બંધ કરીને બાળકોના યુનિફોર્મ લેવા ગઈ ત્યારે મારા ઘરની બહાર પોસ્ટર લગાડવામાં આવ્યા હતા અને નિલેશ કુંભાણી અમદાવાદમાં હોય તેવી મને શંકા છે, કારણ કે, તેઓ જયારે ઘરેથી નિકળ્યા ત્યારે ગુજરાત હાઈકોર્ટ જવાનું કહીને નિકળ્યા હતા. અત્યારે નિલેશ કુંભાણી કયાં છે તેની પણ મને કોઈ ખબર નથી.સુરતમાં પ્રતાપ દુધાત રહેશે કાં તો કુંભાણી : કોંગ્રેસ નેતા પ્રતાપ દૂધાત અમરેલી જિલ્લાના કોંગ્રેસ પ્રમુખ પ્રતાપ દૂધાતે નિલેશ કુંભાણીને ગદ્દાર ગણાવીને કહ્યું હતું કે, હું છેલ્લાં શ્વાસ સુધી નિલેશ કુંભાણીને છોડવાનો નથી. હવે સુરતમાં કાં તો એ રહેશે કાં તો હું રહીશ. તેણે જ્યાં છુપાવું હોય છુપાઈ જાય. સી.આર.પાટીલના ઘરે જતા રહેવું હોય તો જતા રહે. હું સ્મશાન સુધી તેનો પીછો કરીશ. નિલેશ કુંભાણીએ પીઠમાં ખંજર માર્યું છે અને કુંભાણીના કારણે જ કોંગ્રેસે સુરતની બેઠક ગુમાવી છે. જો નિલેશ કુંભાણી ભાજપમાં જોડાશે તો તેનો વિરોધ થશે.

Nilesh Kumbhani News: નિલેશ કુંભાણીના વાયરલ વીડિયોની 10 મહત્ત્વની વાતો જાણો

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

  • નિલેશ કુંભાણીના ફોર્મ રદ થવાથી ગુજરાતનું રાજકારણ ગરમાયું હતુ
  • કુંભાણીએ 6 દિવસ ભૂગર્ભમાં રહ્યા બાદ એક વાયરલ વીડિયો શેર કર્યો
  • નિલેશ કુંભાણી છેલ્લે સુધી કોંગ્રેસ અને મોવડી મંડળના સંપર્કમાં હતા


2024ની લોકસભા ચૂંટણી પહેલાં ગુજરાતમાં રાજકારણ ગરમાયું છે. સુરત જિલ્લાના રાજકારણી એવા નિલેશ કુંભાણીને લઈને છેલ્લા 6 દિવસથી ચાલી રહેલા રાજકીય સસ્પેન્સ ડ્રામાનો આજે અંત આવ્યો છે. આજે 6 દિવસ બાદ નિલેશ કુંભાણીનો એક વાયરલ વિડિયો સામે આવ્યો હતો. જેમાં નિલેશ કુંભાણીએ કોંગ્રેસ પાર્ટી અને કોંગ્રેસ નેતા પ્રતાપ દૂધાત તેમજ અન્ય મોટા નેતાઓ પર આક્ષેપો કર્યા અને રોષ ઠાલવ્યો હતો.


જાણો નિલેશ કુંભાણીના વીડિયોની મહત્ત્વની વાતોઃ

  • નિલેશ કુંભાણીએ કોંગ્રેસના માથે ઠીકરું ફોડયું
  • કોંગ્રેસના નેતાઓ મારી સાથે રથમાં બેસવા તૈયાર ન હતા
  • કોના ઈશારે નેતાઓએ મારા ઘર પર વિરોધ કર્યો
  • હું છેલ્લે સુધી મોવડી મંડળના સંપર્કમાં હતો
  • પીટીશન દાખલ કરવા માટે અમદાવાદ જવાનો હતો
  • બૂથની માહિતી પણ કોંગ્રેસના નેતાઓ આપતા ન હતા
  • જે વિરોધ કરે છે તે પણ ભાજપ સાથે બેસેલા હતા
  • 2017માં પણ મને ભાજપમાંથી ઓફર હતી
  • નિલેશ કુંભાણીએ પ્રતાપ દૂધાત પર કર્યા ગંભીર આક્ષેપ
  • દૂધાત મારો ફોન ઉપાડતા ન હતાઃકુંભાણી
  • ફોર્મ ભરતા સમયે પણ દૂધાત સાથે હાજર ન રહ્યાઃકુંભાણી
  • કુંભાણી અમદાવાદ આવતા હતા તો કોણ રોકતુ હતુ?
  • કુંભાણીને હાઈકોર્ટ જવામાં કોણે અડચણ ઉભી કરી?

નિલેશ કુંભાણીના રાજકીય ડ્રામાનો સિલસિલો

સંપૂર્ણ ઘટના એવી છે કે, સુરતમાં ભાજપ તરફથી નિલેશ કુંભાણીના ફોર્મ સામે વાંધો ઉઠાવવામાં આવ્યો હતો અને કુંભાણીના ટેકેદારો પૈકી ત્રણ ટેકેદારોએ એફિડેવિટ કરીને કહ્યું હતું કે, આ અમારી સહી નથી. જેથી નિલેશ કુંભાણીના ફોર્મ સામે પ્રશ્નાર્થ ઊઠ્યો હતો કે શું આ ફોર્મ રદ્દ થશે? ત્યારે આ મામલે કુંભાણીનું ફોર્મ રદ થયાની મૌખિક જાણ કોંગ્રેસને કરાઈ હતી.

નિલેશ કુંભાણીએ કહ્યું ફોર્મ રદ થવાની જાહેરાત થઈ નથી

એવામાં, તાત્કાલિક હાઈકોર્ટમાં સુનાવણી માટે પિટિશન પણ દાખલ કરવાના હતા. જ્યારે બીજી તરફ ખુદ નિલેશ કુંભાણીએ જણાવ્યું હતું કે, ફોર્મ રદ થવાની જાહેરાત નથી થઈ. ત્યાર બાદ, એડવોકેટ બાબુ માંગુકિયા, મનીષ દોશી, ગોપાલ ઈટાલિયા સહિતનાઓનું કહેવું હતું કે, જેમણે સહી કરી હતી એ ત્રણેય ટેકેદારોનું અપહરણ કરવામાં આવ્યું હોવાનો આક્ષેપ થયો છે.

નિલેશ કુંભાણીના 3 'ગાયબ' ટેકેદારો માટે ગુજરાત હાઈકોર્ટમાં હેબિયસ કોર્પસ

જેને લઈ નિલેશ કુંભાણીના 3 'ગાયબ' ટેકેદારો માટે ગુજરાત હાઈકોર્ટમાં હેબિયસ કોર્પસ અને કલેક્ટરમાં ઉમેદવારી પત્ર રદના વિરોધમાં ત્રણ અરજી આપી હતી. ત્યારે આ રાજકીય ડ્રામા ચાલતો હતો એવામાં સુરત લોકસભાની બેઠક પર કોઈ હરીફ ઉમેદવાર ન રહેતાં, ભાજપના ઉમેદવાર મુકેશ દલાલ બિનહરીફ થયા છે. જેથી જિલ્લા કલેક્ટરે તેમને વિજેતા જાહેર કર્યા હતા.

નિલેશ કુંભાણીના ઘર બહાર કોંગ્રેસના કોર્પોરેટરનો વિરોધ

બુથની માહિતી પણ કોંગ્રેસના નેતાઓ આપતા ન હતાં સુરતમાં નિલેશ કુંભાણીના ઘર બહાર કોંગ્રેસના કોર્પોરેટરનો વિરોધ શરૂ થયો છે. ત્યારે નિલેશ કુંભાણીના ઘરે ગદ્દાર અને લોકશાહીના હત્યારાના બેનર લાગ્યા હતાં.

નિલેશ કુંભાણીના પત્ની નીતા કુંભાણી મીડિયા સમક્ષ

બીજી તરફ નિલેશ કુંભાણીના પત્ની નીતા કુંભાણી મિડીયા સમક્ષ આવ્યા હતા,તેમનું કહેવું છે કે,મારા ઘરે કોગ્રેસ દ્વારા વિરોધ કરાયો હતો. હું ઘર બંધ કરીને બાળકોના યુનિફોર્મ લેવા ગઈ ત્યારે મારા ઘરની બહાર પોસ્ટર લગાડવામાં આવ્યા હતા અને નિલેશ કુંભાણી અમદાવાદમાં હોય તેવી મને શંકા છે, કારણ કે, તેઓ જયારે ઘરેથી નિકળ્યા ત્યારે ગુજરાત હાઈકોર્ટ જવાનું કહીને નિકળ્યા હતા. અત્યારે નિલેશ કુંભાણી કયાં છે તેની પણ મને કોઈ ખબર નથી.

સુરતમાં પ્રતાપ દુધાત રહેશે કાં તો કુંભાણી : કોંગ્રેસ નેતા પ્રતાપ દૂધાત

અમરેલી જિલ્લાના કોંગ્રેસ પ્રમુખ પ્રતાપ દૂધાતે નિલેશ કુંભાણીને ગદ્દાર ગણાવીને કહ્યું હતું કે, હું છેલ્લાં શ્વાસ સુધી નિલેશ કુંભાણીને છોડવાનો નથી. હવે સુરતમાં કાં તો એ રહેશે કાં તો હું રહીશ. તેણે જ્યાં છુપાવું હોય છુપાઈ જાય. સી.આર.પાટીલના ઘરે જતા રહેવું હોય તો જતા રહે. હું સ્મશાન સુધી તેનો પીછો કરીશ. નિલેશ કુંભાણીએ પીઠમાં ખંજર માર્યું છે અને કુંભાણીના કારણે જ કોંગ્રેસે સુરતની બેઠક ગુમાવી છે. જો નિલેશ કુંભાણી ભાજપમાં જોડાશે તો તેનો વિરોધ થશે.