Gandhinagar: રમણ વસાવા અપહરણ કેસ, પોલીસે ફિલ્મી સ્ટાઈલથી 2 આરોપીઓની કરી ધરપકડ

સવારે ગીયોડ પાસેથી રમણ વસાવાનું થયું અપહરણબુધા ભરવાડે આ વ્યક્તિના અપહરણ માટે બે લોકોને મોકલ્યા હોવાની પ્રાથમિક માહિતી પોલીસથી બચવા માટે આરોપીઓએ ડિવાઈડર પર ગાડી ચડાવી ચલાવી ગાંધીનગરના રહેવાસી અને પાલનપુર ખાતે મદદનીશ ઉદ્યોગ કમિશનર તરીકે ફરજ બજાવતા રમણભાઈ વસાવા હિંમતનગર તરફ જઈ રહ્યા હતા અને કેટલાક શખ્શો દ્વારા તેમનું અપહરણ કરવામાં આવ્યું હતું. અંદાજે સવારે દસેક વાગે ગીયોડ પાસે વસાવાની ગાડી ઉભી રખાવી તેમને અન્ય સ્વીફ્ટ કારમાં લઈ આરોપીઓ ફરાર થયા હતા. આરોપીઓએ વસાવાને હિંમતનગર વિસનગર સહિતના વિસ્તારોમાં ફેરવ્યા વસાવાના જણાવ્યા પ્રમાણે આરોપીઓએ મોબાઈલ લઈ લીધો હતો અને ગાડીમાં હિંમતનગર વિસનગર સહિતના વિસ્તારોમાં ફેરવ્યા અને સાથે સાંજે 5:00 વાગ્યા સુધીમાં 25 લાખ રૂપિયા આપવા માટે માંગણી કરી અને કહ્યું જો 25 લાખ નહીં આપવામાં આવે તો રણમાં લઈ જઈ તમારી હત્યા કરી દેવામાં આવશે. રમણ વસાવાએ કહ્યું કે ગાંધીનગર પોલીસ અને એલસીબી પીઆઈ હાર્દિક સિંહ પરમારનો હું આભારી છું કે તેમણે મારો જીવ બચાવ્યો પોતાના જીવના જોખમે પીઆઈ અને બે પીએસઆઈએ અમારી ગાડીને પાછળથી અકસ્માત કરી મને બચાવી લીધો છે. ગાંધીનગર પોલીસને બપોરે 1:00 વાગ્યાની આસપાસ આ અંગેની માહિતી મળતા જ ચિલોડા પીઆઈ સ્થળ પર પહોંચી ગાડીની તપાસ કરતા કેટલાક ડોક્યુમેન્ટ, બંધ મોબાઈલ અને આધાર કાર્ડ મળી આવ્યું હતું અને એના આધારે પરિવારનો સંપર્ક કરતા તેમનું અપહરણ થયું હોવાનું પરિવારના લોકોએ કહ્યું હતું. ગાંધીનગર પોલીસની એલસીબી વન, ટુ, એસઓજી અને સમગ્ર જિલ્લા ઉપરાંત સાબરકાંઠા અને મહેસાણા જિલ્લાની પોલીસની મદદમાં લેવામાં આવી હતી. કારણ કે આરોપીઓ વસાવાને લઈ અલગ અલગ જિલ્લાઓના લોકેશનમાં ફર્યા હતા. પરિવાર પાસેથી મોબાઈલ નંબર મળતા એ મોબાઈલ નંબરને ટ્રેસ કરી ગાંધીનગર એલસીબીની ટીમ માણસા આસપાસના વિસ્તારમાં ફરી રહી હતી અને ધ્યાનમાં આવ્યું કે આ ગાડી વિસનગરથી માણસા તરફ આવી રહી છે અને ત્યાંથી આ ગાડી બે આરોપી ભીખો ભરવાડ અને રોહિત ઠાકોર તથા વસાવા પાસે પોલીસ પહોંચી હતી. ભાવનગર ફરજ બજાવતી વખતે વસાવા બુધા ભરવાડના સંપર્કમાં આવ્યા પકડાયેલા આરોપીઓની પૂછપરછ કરતા સામે આવ્યું કે બુધા ભરવાડ નામનો વ્યક્તિ વસાવા પાસે અગાઉથી જ પૈસા માગતો હતો અને એના જ માટે આરોપીઓને પણ ખબર હતી કે વસાવા જૂન મહિનાના અંતમાં નિવૃત્ત થવાના છે અને તેના પૈસા આવવાના છે. ભાવનગર ફરજ બજાવતી વખતે વસાવા બુધાભાઈ ભરવાડ નામના આરોપીના સંપર્કમાં આવ્યા હતા અને ત્યારથી આ ઘટના શરૂ થઈ હોવાનું પ્રાથમિક અંદાજ લગાવાઈ રહ્યો છે. બુધાભાઈ ભરવાડે આ વ્યક્તિના અપહરણ માટે બે લોકોને મોકલ્યા હોવાની પ્રાથમિક માહિતી મળી રહી છે. બુધા ભરવાડ સહિત અન્ય એક વ્યક્તિ હજુ ફરાર છે જેને પકડવા પોલીસે કામગીરી શરૂ કરી છે. પોલીસે ફિલ્મી સ્ટાઈલમાં આરોપીઓની કરી ધરપકડ આખા ઓપરેશનમાં સૌથી મહત્વનો કોઈનો રોલ હોય તો એ એલસીબી 2 પી.આઈ હાર્દિકસિંહ પરમાર અને પીએસઆઇ કે પાટડીયા અને પીએસઆઇ રબારીનો. મોબાઈલ લોકેશનના આધારે ખાનગી ગાડીમાં ત્રણે અધિકારીઓ ધેધુ ચોકડી તરફ પહોંચતા જ શંકાસ્પદ ગાડી જોવા મળી હતી, જેનો પીછો કરતા આરોપીઓએ ગાડી વધારે સ્પીડમાં ચલાવતા વધુ શંકા ગઈ હતી. ત્રણ વાર ગાડી રોકવા માટે પોલીસ હોવાનું કહી પ્રયત્ન કર્યો છતાં ગાડી ઊભી ન રાખતા આગળના પોઈન્ટ પર પોલીસને જાણ કરાઈ હતી, એ પોઈન્ટ પણ તોડી ડિવાઈડર પર ચડાવી આરોપીઓએ ગાડી આગળ ચલાવી હતી. જોકે આગળ રેલવેનું ફાટક બંધ હોવાના કારણે આરોપીઓએ ગાડી યુ ટર્ન લેવાનો પ્રયત્ન કર્યો. પરંતુ ત્યાં જ પી.આઈ પરમારે પાછળથી ગાડીને અકસ્માત કરતા ગાડીની પાછળના ટાયરની હવા નીકળી ગઈ હતી છતાં પણ ગાડી યુ ટર્ન લઈ આરોપીઓ ભાગવા લાગ્યા હતા. થોડેક આગળ જઈ ખેતર બાજુમાં ફરીથી સ્પીડમાં ગાડી ઠોકતા આરોપીઓની ગાડી સાઈડમાં ઉતરી ગઈ હતી અને આરોપીઓને પકડી ગાંધીનગર લાવી તેમની પૂછપરછ શરૂ કરવામાં આવી છે.

Gandhinagar: રમણ વસાવા અપહરણ કેસ, પોલીસે ફિલ્મી સ્ટાઈલથી 2 આરોપીઓની કરી ધરપકડ

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

  • સવારે ગીયોડ પાસેથી રમણ વસાવાનું થયું અપહરણ
  • બુધા ભરવાડે આ વ્યક્તિના અપહરણ માટે બે લોકોને મોકલ્યા હોવાની પ્રાથમિક માહિતી
  • પોલીસથી બચવા માટે આરોપીઓએ ડિવાઈડર પર ગાડી ચડાવી ચલાવી

ગાંધીનગરના રહેવાસી અને પાલનપુર ખાતે મદદનીશ ઉદ્યોગ કમિશનર તરીકે ફરજ બજાવતા રમણભાઈ વસાવા હિંમતનગર તરફ જઈ રહ્યા હતા અને કેટલાક શખ્શો દ્વારા તેમનું અપહરણ કરવામાં આવ્યું હતું. અંદાજે સવારે દસેક વાગે ગીયોડ પાસે વસાવાની ગાડી ઉભી રખાવી તેમને અન્ય સ્વીફ્ટ કારમાં લઈ આરોપીઓ ફરાર થયા હતા.

આરોપીઓએ વસાવાને હિંમતનગર વિસનગર સહિતના વિસ્તારોમાં ફેરવ્યા

વસાવાના જણાવ્યા પ્રમાણે આરોપીઓએ મોબાઈલ લઈ લીધો હતો અને ગાડીમાં હિંમતનગર વિસનગર સહિતના વિસ્તારોમાં ફેરવ્યા અને સાથે સાંજે 5:00 વાગ્યા સુધીમાં 25 લાખ રૂપિયા આપવા માટે માંગણી કરી અને કહ્યું જો 25 લાખ નહીં આપવામાં આવે તો રણમાં લઈ જઈ તમારી હત્યા કરી દેવામાં આવશે. રમણ વસાવાએ કહ્યું કે ગાંધીનગર પોલીસ અને એલસીબી પીઆઈ હાર્દિક સિંહ પરમારનો હું આભારી છું કે તેમણે મારો જીવ બચાવ્યો પોતાના જીવના જોખમે પીઆઈ અને બે પીએસઆઈએ અમારી ગાડીને પાછળથી અકસ્માત કરી મને બચાવી લીધો છે.

ગાંધીનગર પોલીસને બપોરે 1:00 વાગ્યાની આસપાસ આ અંગેની માહિતી મળતા જ ચિલોડા પીઆઈ સ્થળ પર પહોંચી ગાડીની તપાસ કરતા કેટલાક ડોક્યુમેન્ટ, બંધ મોબાઈલ અને આધાર કાર્ડ મળી આવ્યું હતું અને એના આધારે પરિવારનો સંપર્ક કરતા તેમનું અપહરણ થયું હોવાનું પરિવારના લોકોએ કહ્યું હતું. ગાંધીનગર પોલીસની એલસીબી વન, ટુ, એસઓજી અને સમગ્ર જિલ્લા ઉપરાંત સાબરકાંઠા અને મહેસાણા જિલ્લાની પોલીસની મદદમાં લેવામાં આવી હતી.

કારણ કે આરોપીઓ વસાવાને લઈ અલગ અલગ જિલ્લાઓના લોકેશનમાં ફર્યા હતા. પરિવાર પાસેથી મોબાઈલ નંબર મળતા એ મોબાઈલ નંબરને ટ્રેસ કરી ગાંધીનગર એલસીબીની ટીમ માણસા આસપાસના વિસ્તારમાં ફરી રહી હતી અને ધ્યાનમાં આવ્યું કે આ ગાડી વિસનગરથી માણસા તરફ આવી રહી છે અને ત્યાંથી આ ગાડી બે આરોપી ભીખો ભરવાડ અને રોહિત ઠાકોર તથા વસાવા પાસે પોલીસ પહોંચી હતી.

ભાવનગર ફરજ બજાવતી વખતે વસાવા બુધા ભરવાડના સંપર્કમાં આવ્યા

પકડાયેલા આરોપીઓની પૂછપરછ કરતા સામે આવ્યું કે બુધા ભરવાડ નામનો વ્યક્તિ વસાવા પાસે અગાઉથી જ પૈસા માગતો હતો અને એના જ માટે આરોપીઓને પણ ખબર હતી કે વસાવા જૂન મહિનાના અંતમાં નિવૃત્ત થવાના છે અને તેના પૈસા આવવાના છે. ભાવનગર ફરજ બજાવતી વખતે વસાવા બુધાભાઈ ભરવાડ નામના આરોપીના સંપર્કમાં આવ્યા હતા અને ત્યારથી આ ઘટના શરૂ થઈ હોવાનું પ્રાથમિક અંદાજ લગાવાઈ રહ્યો છે. બુધાભાઈ ભરવાડે આ વ્યક્તિના અપહરણ માટે બે લોકોને મોકલ્યા હોવાની પ્રાથમિક માહિતી મળી રહી છે. બુધા ભરવાડ સહિત અન્ય એક વ્યક્તિ હજુ ફરાર છે જેને પકડવા પોલીસે કામગીરી શરૂ કરી છે.

પોલીસે ફિલ્મી સ્ટાઈલમાં આરોપીઓની કરી ધરપકડ

આખા ઓપરેશનમાં સૌથી મહત્વનો કોઈનો રોલ હોય તો એ એલસીબી 2 પી.આઈ હાર્દિકસિંહ પરમાર અને પીએસઆઇ કે પાટડીયા અને પીએસઆઇ રબારીનો. મોબાઈલ લોકેશનના આધારે ખાનગી ગાડીમાં ત્રણે અધિકારીઓ ધેધુ ચોકડી તરફ પહોંચતા જ શંકાસ્પદ ગાડી જોવા મળી હતી, જેનો પીછો કરતા આરોપીઓએ ગાડી વધારે સ્પીડમાં ચલાવતા વધુ શંકા ગઈ હતી. ત્રણ વાર ગાડી રોકવા માટે પોલીસ હોવાનું કહી પ્રયત્ન કર્યો છતાં ગાડી ઊભી ન રાખતા આગળના પોઈન્ટ પર પોલીસને જાણ કરાઈ હતી, એ પોઈન્ટ પણ તોડી ડિવાઈડર પર ચડાવી આરોપીઓએ ગાડી આગળ ચલાવી હતી.

જોકે આગળ રેલવેનું ફાટક બંધ હોવાના કારણે આરોપીઓએ ગાડી યુ ટર્ન લેવાનો પ્રયત્ન કર્યો. પરંતુ ત્યાં જ પી.આઈ પરમારે પાછળથી ગાડીને અકસ્માત કરતા ગાડીની પાછળના ટાયરની હવા નીકળી ગઈ હતી છતાં પણ ગાડી યુ ટર્ન લઈ આરોપીઓ ભાગવા લાગ્યા હતા. થોડેક આગળ જઈ ખેતર બાજુમાં ફરીથી સ્પીડમાં ગાડી ઠોકતા આરોપીઓની ગાડી સાઈડમાં ઉતરી ગઈ હતી અને આરોપીઓને પકડી ગાંધીનગર લાવી તેમની પૂછપરછ શરૂ કરવામાં આવી છે.