Ahmedabad અને Vadodaraના ખુરાના ગ્રુપ તેમજ માધવ કન્સ્ટ્રકશનમાં ITએ તપાસ હાથધરી

વડોદરાના માધવ ગ્રુપ ઓફ કંપનીઝ પર ITના દરોડા ITના અધિકારીઓ પોલીસ બંદોબસ્ત સાથે પહોંચ્યા કન્સ્ટ્રકશન અને સોલાર સિસ્ટમ સાથે સંકળાયેલું છે માધવ ગ્રુપ લોકસભાની ચૂંટણી બાદ ઈન્કમટેકસ વિભાગ સક્રિય થયું છે.આજે ઈન્કમટેકસ વિભાગે અમદાવાદ અને વડોદરામાં 27 સ્થળોએ સર્ચ હાથધરી દરોડાની કાર્યવાહી કરી છે.ગુજરાતના બિલ્ડર ગ્રુપ પર ઈન્કમટેકસ વિભાગનું સર્ચ ઓપરેશન ચાલી રહ્યું છે જેમાં.અમદાવાદના બિલ્ડર સુધીર ખુરાના, વિક્રમ ખુરાના તેમજ આશિષ ખુરાનાને ત્યાં સર્ચ ચાલી રહ્યું છે.વડોદરામાં પણ બિલ્ડર અશોક ખુરાના તેમજ તેમના ભાગીદારોને ત્યાં હાથ ધરાયુ છે સર્ચ.સોલાર સિસ્ટમમાં ખૂબ મોટા પાયે કરે છે આ ગ્રુપ તો દસ્તાવેજ,હાર્ડ ડિસ્ક સહિતની ચીજ વસ્તુઓ કબ્જે લેવાઈ છે.અશોક ખુરાના છે માધવ ગ્રુપના માલીક. ગુજરાતમાં આવકવેરા વિભાગ એક્શનમાં ગુજરાતમાં લોકસભાની ચૂંટણીનું મતદાન પૂર્ણ થયા બાદ આવકવેરા વિભાગ એક્શનમાં આવ્યું છે અને ગુજરાતમાં 27 સ્થળો પર આજે વહેલી સવારથી તપાસ ચાલી રહી છે. વડોદરાના સુભાનપુરા વિસ્તારમાં માધવ ગ્રુપની કોર્પોરેટ ઓફિસ આવેલી છે. આજે સવારથી જ ઓફિસ બહાર હથિયાર ધારી જવાનોનો ચુસ્ત બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો છે. વડોદરાના સુભાનપુરા વિસ્તારમાં આવેલા માધવ ગ્રુપની ઓફિસે ઇન્કમટેક્સ વિભાગ દ્વારા દરોડા પાડવામાં આવ્યા છે. આ ગ્રુપ રેલ્વે ઓવરબ્રિજ હાઈવે તેમજ સોલાર સિસ્ટમના વ્યવસાય સાથે સંકળાયેલું હોવાનું જાણવા મળી રહ્યું છે. માધવ ગ્રુપની મુખ્ય ઓફિસ સુભાનપુરામાં આવેલી છે આ કંપનીના એમડી અશોક ખુરાના છે. કંપની દ્વારા ગુજરાત સહિત અનેક રાજ્યોમાં બ્રિજ અને હાઇવે પ્રોજેક્ટ્સ પર કામ કરવામાં આવી રહ્યું છે. કંપની વડોદરા સિવાય બેંગલુરૂ, ભોપાલ અને દહેરાદુનમાં પોતાની બ્રાન્ચ ઓફિસ ધરાવે છે. આ તમામ ઓફિસોમાં પણ આવકવેરા વિભાગે તપાસ હાથ ધરી હોવાનું જાણવા મળે છે. આઈટી વિભાગની ટીમે મહત્ત્વના દસ્તાવેજો જપ્ત કર્યા આ ઉપરાંત આવકવેરા વિભાગે દરોડા દરમિયાન આજે વહેલી સવારથી અધિકારીઓની 27 ટીમોએ દેશ વ્યાપી દરોડામાં મહત્વના દસ્તાવેજો જપ્ત કર્યા છે. જેમાંથી કરોડો રૂપિયાની કરચોરી ઝડપાવવાની શક્યતા રહેલી છે. બ્રિજ હાઇવે અને સોલાર સિસ્ટમના વ્યવસાય સાથે સંકળાયેલી માધવ ગ્રુપની વડોદરા, અમદાવાદ સહિત પરપ્રાંતની ઓફિસો ખાતે દરોડાની કામગીરી ચાલુ છે.  

Ahmedabad અને Vadodaraના ખુરાના ગ્રુપ તેમજ માધવ કન્સ્ટ્રકશનમાં ITએ તપાસ હાથધરી

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

  • વડોદરાના માધવ ગ્રુપ ઓફ કંપનીઝ પર ITના દરોડા
  • ITના અધિકારીઓ પોલીસ બંદોબસ્ત સાથે પહોંચ્યા
  • કન્સ્ટ્રકશન અને સોલાર સિસ્ટમ સાથે સંકળાયેલું છે માધવ ગ્રુપ

લોકસભાની ચૂંટણી બાદ ઈન્કમટેકસ વિભાગ સક્રિય થયું છે.આજે ઈન્કમટેકસ વિભાગે અમદાવાદ અને વડોદરામાં 27 સ્થળોએ સર્ચ હાથધરી દરોડાની કાર્યવાહી કરી છે.ગુજરાતના બિલ્ડર ગ્રુપ પર ઈન્કમટેકસ વિભાગનું સર્ચ ઓપરેશન ચાલી રહ્યું છે જેમાં.અમદાવાદના બિલ્ડર સુધીર ખુરાના, વિક્રમ ખુરાના તેમજ આશિષ ખુરાનાને ત્યાં સર્ચ ચાલી રહ્યું છે.વડોદરામાં પણ બિલ્ડર અશોક ખુરાના તેમજ તેમના ભાગીદારોને ત્યાં હાથ ધરાયુ છે સર્ચ.સોલાર સિસ્ટમમાં ખૂબ મોટા પાયે કરે છે આ ગ્રુપ તો દસ્તાવેજ,હાર્ડ ડિસ્ક સહિતની ચીજ વસ્તુઓ કબ્જે લેવાઈ છે.અશોક ખુરાના છે માધવ ગ્રુપના માલીક.

ગુજરાતમાં આવકવેરા વિભાગ એક્શનમાં

ગુજરાતમાં લોકસભાની ચૂંટણીનું મતદાન પૂર્ણ થયા બાદ આવકવેરા વિભાગ એક્શનમાં આવ્યું છે અને ગુજરાતમાં 27 સ્થળો પર આજે વહેલી સવારથી તપાસ ચાલી રહી છે. વડોદરાના સુભાનપુરા વિસ્તારમાં માધવ ગ્રુપની કોર્પોરેટ ઓફિસ આવેલી છે. આજે સવારથી જ ઓફિસ બહાર હથિયાર ધારી જવાનોનો ચુસ્ત બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો છે. વડોદરાના સુભાનપુરા વિસ્તારમાં આવેલા માધવ ગ્રુપની ઓફિસે ઇન્કમટેક્સ વિભાગ દ્વારા દરોડા પાડવામાં આવ્યા છે. આ ગ્રુપ રેલ્વે ઓવરબ્રિજ હાઈવે તેમજ સોલાર સિસ્ટમના વ્યવસાય સાથે સંકળાયેલું હોવાનું જાણવા મળી રહ્યું છે.

માધવ ગ્રુપની મુખ્ય ઓફિસ સુભાનપુરામાં આવેલી છે

આ કંપનીના એમડી અશોક ખુરાના છે. કંપની દ્વારા ગુજરાત સહિત અનેક રાજ્યોમાં બ્રિજ અને હાઇવે પ્રોજેક્ટ્સ પર કામ કરવામાં આવી રહ્યું છે. કંપની વડોદરા સિવાય બેંગલુરૂ, ભોપાલ અને દહેરાદુનમાં પોતાની બ્રાન્ચ ઓફિસ ધરાવે છે. આ તમામ ઓફિસોમાં પણ આવકવેરા વિભાગે તપાસ હાથ ધરી હોવાનું જાણવા મળે છે.


આઈટી વિભાગની ટીમે મહત્ત્વના દસ્તાવેજો જપ્ત કર્યા

આ ઉપરાંત આવકવેરા વિભાગે દરોડા દરમિયાન આજે વહેલી સવારથી અધિકારીઓની 27 ટીમોએ દેશ વ્યાપી દરોડામાં મહત્વના દસ્તાવેજો જપ્ત કર્યા છે. જેમાંથી કરોડો રૂપિયાની કરચોરી ઝડપાવવાની શક્યતા રહેલી છે. બ્રિજ હાઇવે અને સોલાર સિસ્ટમના વ્યવસાય સાથે સંકળાયેલી માધવ ગ્રુપની વડોદરા, અમદાવાદ સહિત પરપ્રાંતની ઓફિસો ખાતે દરોડાની કામગીરી ચાલુ છે.