Rajkot TRP GameZone: ગેમઝોન દુર્ઘટના મામલે ક્રાઇમ બ્રાન્ચે 10 લોકોની કરી અટકાયત

રાજકોટ આગની ઘટનાને લઈ 10 લોકોની અટકાયતગેમઝોનના માલિક યુવરાજસિંહ સોલંકીની અટકાયતદુર્ઘટનામાં 9 બાળકો સહિત 33 લોકોના મોતરાજકોટ TRP આગ દુર્ઘટના મામલે ગુજરાત સરકારે સહાયની જાહેરાત કરી છે. ટીઆરપી આગકાંડ મામલે સીએમ ભૂપેન્દ્ર પટેલે દુખ વ્યક્ત કર્યું છે અને સહાયની જાહેરાત કરી છે. ગેમઝોન દુર્ઘટના મામલે પોલીસ એક્શન મોડમાં આવી ગયું. રાજકોટ ક્રાઇમ બ્રાન્ચે 10 લોકોની અટકાયત કરી છે. જેમાં રાજકોટ શહેર SOG પોલીસ દ્વારા 5 લોકોની અટકાયત કરવામાં આવી હતી.મળતી માહિતી મુજબ, રાજકોટના નાના માવા રોડ પર આવેલ TRP ગેમ ઝોનમાં ભીષણ આગ લાગી ફાટી નીકળી જેમાં અત્યાર સુધીમાં 32  લોકોના મોત થયા છે. આગમાં મોટાભાગના બાળકોના મોત થયા હોવાનું સામે આવી રહ્યું છે. આગ એટલી ભીષણ હતી કે ધુમાડાના ગોટેગોટા 2 થી 3 કિલોમીટર દૂરથી જોવા મળી રહ્યા હતા. આગ એટલી ભીષણ હતી કે ગેમઝોનનું આખે આખું સ્ટ્રક્ચર તૂટી ગયું હતું. ગેમઝોન દુર્ઘટના મામલે રાજકોટ ક્રાઇમ બ્રાન્ચે 10 લોકોની અટકાયત કરી છે. માલિક યુવરાજસિંહ સોલંકી અને 2 મેનેજર યજ્ઞેશ પાઠક અને નીતિન જૈન સહીત 10 લોકોની અટકાયત કરવામાં આવી છે. પોલીસ દ્વારા હજુ પણ મિસિંગ લોકોની યાદી મેળવવામાં આવી રહી છે. કુલ 35થી 40 લોકો કામ કરતા હતા તે પૈકી મિસિંગ કેટલા તેની પણ યાદી બનાવવામાં આવી રહી છે.પોલીસની પ્રાથમિક પુછપરછમાં ગેમઝોનમાં શેડ ખાતે વેલ્ડિંગ કામ ચાલુ હતું જેમાં સ્પાર્ક થવાના કારણે આગ લાગી હોવાની આશંકા સેવાઈ રહી છે. જેનો 10 દિવસમા અહેવાલ રજુ કરવાનો રહેશે.

Rajkot TRP GameZone: ગેમઝોન દુર્ઘટના મામલે ક્રાઇમ બ્રાન્ચે 10 લોકોની કરી અટકાયત

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

  • રાજકોટ આગની ઘટનાને લઈ 10 લોકોની અટકાયત
  • ગેમઝોનના માલિક યુવરાજસિંહ સોલંકીની અટકાયત
  • દુર્ઘટનામાં 9 બાળકો સહિત 33 લોકોના મોત

રાજકોટ TRP આગ દુર્ઘટના મામલે ગુજરાત સરકારે સહાયની જાહેરાત કરી છે. ટીઆરપી આગકાંડ મામલે સીએમ ભૂપેન્દ્ર પટેલે દુખ વ્યક્ત કર્યું છે અને સહાયની જાહેરાત કરી છે. ગેમઝોન દુર્ઘટના મામલે પોલીસ એક્શન મોડમાં આવી ગયું. રાજકોટ ક્રાઇમ બ્રાન્ચે 10 લોકોની અટકાયત કરી છે. જેમાં રાજકોટ શહેર SOG પોલીસ દ્વારા 5 લોકોની અટકાયત કરવામાં આવી હતી.

મળતી માહિતી મુજબ, રાજકોટના નાના માવા રોડ પર આવેલ TRP ગેમ ઝોનમાં ભીષણ આગ લાગી ફાટી નીકળી જેમાં અત્યાર સુધીમાં 32  લોકોના મોત થયા છે. આગમાં મોટાભાગના બાળકોના મોત થયા હોવાનું સામે આવી રહ્યું છે. આગ એટલી ભીષણ હતી કે ધુમાડાના ગોટેગોટા 2 થી 3 કિલોમીટર દૂરથી જોવા મળી રહ્યા હતા. આગ એટલી ભીષણ હતી કે ગેમઝોનનું આખે આખું સ્ટ્રક્ચર તૂટી ગયું હતું.

ગેમઝોન દુર્ઘટના મામલે રાજકોટ ક્રાઇમ બ્રાન્ચે 10 લોકોની અટકાયત કરી છે. માલિક યુવરાજસિંહ સોલંકી અને 2 મેનેજર યજ્ઞેશ પાઠક અને નીતિન જૈન સહીત 10 લોકોની અટકાયત કરવામાં આવી છે. પોલીસ દ્વારા હજુ પણ મિસિંગ લોકોની યાદી મેળવવામાં આવી રહી છે. કુલ 35થી 40 લોકો કામ કરતા હતા તે પૈકી મિસિંગ કેટલા તેની પણ યાદી બનાવવામાં આવી રહી છે.

પોલીસની પ્રાથમિક પુછપરછમાં ગેમઝોનમાં શેડ ખાતે વેલ્ડિંગ કામ ચાલુ હતું જેમાં સ્પાર્ક થવાના કારણે આગ લાગી હોવાની આશંકા સેવાઈ રહી છે. જેનો 10 દિવસમા અહેવાલ રજુ કરવાનો રહેશે.