Mahudi Jain Tirthના ટ્રસ્ટી મંડળના સભ્ય જયેશ પટેલે હાઇકોર્ટમાં કરી અરજી

પ્રસિદ્ધ મહુડી મંદિરનો વિવાદ પહોચ્યો હાઇકોર્ટ સરકાર કમિટીની રચના કરી તપાસ કરે: અરજદાર 2012-24 સુધીનો નાણાકીય હિસાબ સરકાર માંગે: અરજદાર મહુડી તીર્થનો વિવાદ ગુજરાત હાઈકોર્ટ સુધી પહોંચ્યો છે.જેમાં અરજદારે હાઈકોર્ટના દ્રાર ખખડાવ્યા છે.અરજદારનું કહેવું છે કે,સરકાર આખા કૌભાંડને લઈ એક કમિટીની રચના કરે તો વર્ષ 2012-24 સુધીનો નાણાકીય હિસાબ સરકાર માંગે તો બીજી તરફ ટ્રસ્ટી મંડળના ભૂપેન્દ્ર વોરા સામે અરજીમાં આક્ષેપો પણ થયા છે.કુલ મળીને 130 કરોડનું કૌભાંડ થયાનો આક્ષેપ લાગ્યો છે.આગામી દિવસોમાં ગુજરાત હાઇકોર્ટમાં થશે સુનાવણી. શું છે કેસ ગાંધીનગર ખાતે આવેલા સુપ્રસિદ્ધ મહુડી ઘંટાકર્ણ મહાવીર જિનાલયના ટ્રસ્ટી પર કૌભાંડ આચરવાનો આરોપ લગાવવામાં આવ્યો છે. મંદિરના ટ્રસ્ટીઓ પૈકી મહેતા પરિવારના ટ્રસ્ટીઓએ વોરા પરિવારના ટ્રસ્ટી ભૂપેન્દ્ર વોરા પર ગંભીર આરોપ કર્યો છે. આરોપ છે કે દાનમાં મળેલા 14 કરોડ રૂપિયાની રોકડ અને 130 કિલો સોનાની ઉચાપત કરી દેવામાં આવી છે. ઉપરાંત નોટબંધી સમયે 20 ટકા કમિશન લઈને આર્થિક નાણાકીય ઉચાપત કરી હોવાનો આરોપ લગાવાયો છે. 130 કિલો સોનું ગાયબ કર્યાનો આરોપ મહેતા પરિવારના ટ્રસ્ટી અંકિત મહેતાએ જણાવ્યું કે, ટ્રસ્ટના સંધ સભ્યોની નિમણૂંક 4 પરિવારના વડીલો કરે છે. આરોપ છે કે નોટબંધી સમયે વોરા પરિવારના ભૂપેન્દ્ર વોરા અને કમલેશ મહેતાએ 20 ટકા કમિશન લઈને આર્થિક લાભ માટે નાણા બગદલ્ય છે અને 14 કરોડથી વધુની રોકડ અને 130 કિલો સોનાની ઉચાપત કરી છે. આ બાબતે ચેરિટી કમિશનરને અરજી કરવામાં આવી છે. ગેરરીતિ સામે ફરિયાદ મહુડી સંઘમાં ચાલતી ગેરરીતિઓ મામલે મહુડી સંઘના સભ્યોએ ગુજરાત રાજ્યના કાયદા વિભાગને પણ ફરિયાદ કરી છે. જેની તપાસ ચાલું છે. નોંધનીય છે કે મહુડી મંદિર જૈન અને અન્ય સમાજના લોકોમાં આસ્થાનું પ્રતિક છે. દર્શને આવનારા લોકો ઘણીવાર કિંમતી ભેટ, પૈસા અને ચઢાવા અર્પણ કરતા હોય છે. જોકે ભક્તો અને શ્રદ્ધાળુઓ દ્વારા આપવામાં આવેલી ભેટ-સોગાદોને ચોપડે લેવામાં આવી નથી. ટ્રસ્ટમાં કરોડોના ચઢાવા જમા કરાય છે પરંતુ તેને પણ ચોપડે નોંધવામાં આવતા નથી. આરોપ છે કે ગેરરીતિ છુપાવવા માટે કમલેશ મહેતા અને ભૂપેન્દ્ર વોરાએ ભંડાર પત્રક બદલ્યા છે. 

Mahudi Jain Tirthના ટ્રસ્ટી મંડળના સભ્ય જયેશ પટેલે હાઇકોર્ટમાં કરી અરજી

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

  • પ્રસિદ્ધ મહુડી મંદિરનો વિવાદ પહોચ્યો હાઇકોર્ટ
  • સરકાર કમિટીની રચના કરી તપાસ કરે: અરજદાર
  • 2012-24 સુધીનો નાણાકીય હિસાબ સરકાર માંગે: અરજદાર

મહુડી તીર્થનો વિવાદ ગુજરાત હાઈકોર્ટ સુધી પહોંચ્યો છે.જેમાં અરજદારે હાઈકોર્ટના દ્રાર ખખડાવ્યા છે.અરજદારનું કહેવું છે કે,સરકાર આખા કૌભાંડને લઈ એક કમિટીની રચના કરે તો વર્ષ 2012-24 સુધીનો નાણાકીય હિસાબ સરકાર માંગે તો બીજી તરફ ટ્રસ્ટી મંડળના ભૂપેન્દ્ર વોરા સામે અરજીમાં આક્ષેપો પણ થયા છે.કુલ મળીને 130 કરોડનું કૌભાંડ થયાનો આક્ષેપ લાગ્યો છે.આગામી દિવસોમાં ગુજરાત હાઇકોર્ટમાં થશે સુનાવણી.

શું છે કેસ

ગાંધીનગર ખાતે આવેલા સુપ્રસિદ્ધ મહુડી ઘંટાકર્ણ મહાવીર જિનાલયના ટ્રસ્ટી પર કૌભાંડ આચરવાનો આરોપ લગાવવામાં આવ્યો છે. મંદિરના ટ્રસ્ટીઓ પૈકી મહેતા પરિવારના ટ્રસ્ટીઓએ વોરા પરિવારના ટ્રસ્ટી ભૂપેન્દ્ર વોરા પર ગંભીર આરોપ કર્યો છે. આરોપ છે કે દાનમાં મળેલા 14 કરોડ રૂપિયાની રોકડ અને 130 કિલો સોનાની ઉચાપત કરી દેવામાં આવી છે. ઉપરાંત નોટબંધી સમયે 20 ટકા કમિશન લઈને આર્થિક નાણાકીય ઉચાપત કરી હોવાનો આરોપ લગાવાયો છે.


130 કિલો સોનું ગાયબ કર્યાનો આરોપ

મહેતા પરિવારના ટ્રસ્ટી અંકિત મહેતાએ જણાવ્યું કે, ટ્રસ્ટના સંધ સભ્યોની નિમણૂંક 4 પરિવારના વડીલો કરે છે. આરોપ છે કે નોટબંધી સમયે વોરા પરિવારના ભૂપેન્દ્ર વોરા અને કમલેશ મહેતાએ 20 ટકા કમિશન લઈને આર્થિક લાભ માટે નાણા બગદલ્ય છે અને 14 કરોડથી વધુની રોકડ અને 130 કિલો સોનાની ઉચાપત કરી છે. આ બાબતે ચેરિટી કમિશનરને અરજી કરવામાં આવી છે.

ગેરરીતિ સામે ફરિયાદ

મહુડી સંઘમાં ચાલતી ગેરરીતિઓ મામલે મહુડી સંઘના સભ્યોએ ગુજરાત રાજ્યના કાયદા વિભાગને પણ ફરિયાદ કરી છે. જેની તપાસ ચાલું છે. નોંધનીય છે કે મહુડી મંદિર જૈન અને અન્ય સમાજના લોકોમાં આસ્થાનું પ્રતિક છે. દર્શને આવનારા લોકો ઘણીવાર કિંમતી ભેટ, પૈસા અને ચઢાવા અર્પણ કરતા હોય છે. જોકે ભક્તો અને શ્રદ્ધાળુઓ દ્વારા આપવામાં આવેલી ભેટ-સોગાદોને ચોપડે લેવામાં આવી નથી. ટ્રસ્ટમાં કરોડોના ચઢાવા જમા કરાય છે પરંતુ તેને પણ ચોપડે નોંધવામાં આવતા નથી. આરોપ છે કે ગેરરીતિ છુપાવવા માટે કમલેશ મહેતા અને ભૂપેન્દ્ર વોરાએ ભંડાર પત્રક બદલ્યા છે.