Surat News : એક અંગદાનથી ત્રણ જિંદગીને મળ્યુ નવુ જીવન

તાપી જિલ્લામાં યુવકને અકસ્માત થયો હતો અને ત્યારબાદ સારવાર હેઠળ હતો હનુમાન જયંતીના દિવસે યુવાનના અંગોનું કરાયું દાન હૃદય,લિવર અને બંને હાથનું કરાયું અંગદાન સુરતમાં વસાણી પરિવારના યુવાન દ્વારા થયેલા અંગદાન ત્રણ લોકો માટે સંકટમોચક બન્યા છે. જીવનદીપ ઓર્ગન ડોનેશન ફાઉન્ડેશન અને વસાણી પરિવારના યુવાનોના સંયુક્ત પ્રયાસોથી નવનીત વસાણીનું અંગદાન કરી માનવતાનું શ્રેષ્ઠ કાર્ય કરાયું હતું. `જીવનદીપ ઓર્ગન ડોનેશન ફાઉન્ડેશન દ્વારા હનુમાન જયંતીના રોજ 14મું અંગદાન થયું હતું. હૃદય, લીવર અને બંને હાથના અંગોના દાનથી ત્રણને નવજીવન બક્ષી માનવતાનું ઉદાહરણ પૂરું પાડ્યું છે. અમદાવાદની સિવિલ હોસ્પિટલમાં સૌથી વધારે અંગદાન થયા અમદાવાદ સિવિલ હોસ્પિટલે આદરેલા અંગદાનના સેવાયજ્ઞમાં 150માં અંગદાતાનુ દાન મળ્યું છે. અમદાવાદ સિવિલમાં વિશ્વ લીવર દિવસના દિવસે 150 મું અંગદાન થયું છે. અંગદાનની સેવાકીય પ્રવૃત્તિ સાથે સંકળાયેલા દિલીપ દેશમુખ (દાદા)નાં અંગદાન ચેરીટેબલ ટ્રસ્ટના માધ્યમથી સિવિલ હોસ્પિટલમાં 150મું અંગદાન થયું. સિવિલ હોસ્પિટલના સુપરીટેન્ડન્ટે 150 અંગદાનની સિદ્ધિ ટીમ વર્ક અને કર્તવ્યનિષ્ઠાનું પરિણામ ગણાવ્યું. સ્વૈચ્છિક અંગદાન કોણ કરી શકે છે - જીવંત અંગદાનમાં વ્યક્તિની ઉંમર 18થી વધુ હોવી જોઇએ અને તેના તમામ અંગો સ્વસ્થ હોવા જોઇએ. - જીવંત અંગદાન માટે કોઇ પણ વ્યક્તિ નેશનલ ઓર્ગન એન્ડ ટિશ્યુ ટ્રાન્સપ્લાન્ટ ઓર્ગેનાઇઝેશનમાં ફોર્મ-7 ભરીને રજીસ્ટ્રેશન કરાવી શકે છે. - આ પછી જે ડોનર કાર્ડ મળે તેને તે વ્યક્તિએ બહાર નીકળતી વખતે પોતાની સાથે રાખવું જરૂરી છે. - જીવંત અંગદાનમાં એક વ્યક્તિ તેના જીવનકાળમાં એક કિડની, સ્વાદુપિંડુ-લિવરનો અમુક ભાગ ડોનેટ કરી શકે છે. મૃત્યુ બાદનું અંગદાન બ્રેઇનડેડ દ્વારા થઇ શકે છે. - ભારતમાં હાલ 2.50 લાખ કિડની, 80 હજાર લિવર, 50 હજાર હૃદય અને એક લાખથી વધુ લાકો આંખના દાતાની રાહ જોઇ રહ્યા છે. અંગદાનથી તેમને નવજીવન મળશે. 

Surat News : એક અંગદાનથી ત્રણ જિંદગીને મળ્યુ નવુ જીવન

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

  • તાપી જિલ્લામાં યુવકને અકસ્માત થયો હતો અને ત્યારબાદ સારવાર હેઠળ હતો
  • હનુમાન જયંતીના દિવસે યુવાનના અંગોનું કરાયું દાન
  • હૃદય,લિવર અને બંને હાથનું કરાયું અંગદાન

સુરતમાં વસાણી પરિવારના યુવાન દ્વારા થયેલા અંગદાન ત્રણ લોકો માટે સંકટમોચક બન્યા છે. જીવનદીપ ઓર્ગન ડોનેશન ફાઉન્ડેશન અને વસાણી પરિવારના યુવાનોના સંયુક્ત પ્રયાસોથી નવનીત વસાણીનું અંગદાન કરી માનવતાનું શ્રેષ્ઠ કાર્ય કરાયું હતું. `જીવનદીપ ઓર્ગન ડોનેશન ફાઉન્ડેશન દ્વારા હનુમાન જયંતીના રોજ 14મું અંગદાન થયું હતું. હૃદય, લીવર અને બંને હાથના અંગોના દાનથી ત્રણને નવજીવન બક્ષી માનવતાનું ઉદાહરણ પૂરું પાડ્યું છે.

અમદાવાદની સિવિલ હોસ્પિટલમાં સૌથી વધારે અંગદાન થયા

અમદાવાદ સિવિલ હોસ્પિટલે આદરેલા અંગદાનના સેવાયજ્ઞમાં 150માં અંગદાતાનુ દાન મળ્યું છે. અમદાવાદ સિવિલમાં વિશ્વ લીવર દિવસના દિવસે 150 મું અંગદાન થયું છે. અંગદાનની સેવાકીય પ્રવૃત્તિ સાથે સંકળાયેલા દિલીપ દેશમુખ (દાદા)નાં અંગદાન ચેરીટેબલ ટ્રસ્ટના માધ્યમથી સિવિલ હોસ્પિટલમાં 150મું અંગદાન થયું. સિવિલ હોસ્પિટલના સુપરીટેન્ડન્ટે 150 અંગદાનની સિદ્ધિ ટીમ વર્ક અને કર્તવ્યનિષ્ઠાનું પરિણામ ગણાવ્યું.


સ્વૈચ્છિક અંગદાન કોણ કરી શકે છે

- જીવંત અંગદાનમાં વ્યક્તિની ઉંમર 18થી વધુ હોવી જોઇએ અને તેના તમામ અંગો સ્વસ્થ હોવા જોઇએ.

- જીવંત અંગદાન માટે કોઇ પણ વ્યક્તિ નેશનલ ઓર્ગન એન્ડ ટિશ્યુ ટ્રાન્સપ્લાન્ટ ઓર્ગેનાઇઝેશનમાં ફોર્મ-7 ભરીને રજીસ્ટ્રેશન કરાવી શકે છે.

- આ પછી જે ડોનર કાર્ડ મળે તેને તે વ્યક્તિએ બહાર નીકળતી વખતે પોતાની સાથે રાખવું જરૂરી છે.

- જીવંત અંગદાનમાં એક વ્યક્તિ તેના જીવનકાળમાં એક કિડની, સ્વાદુપિંડુ-લિવરનો અમુક ભાગ ડોનેટ કરી શકે છે. મૃત્યુ બાદનું અંગદાન બ્રેઇનડેડ દ્વારા થઇ શકે છે.

- ભારતમાં હાલ 2.50 લાખ કિડની, 80 હજાર લિવર, 50 હજાર હૃદય અને એક લાખથી વધુ લાકો આંખના દાતાની રાહ જોઇ રહ્યા છે. અંગદાનથી તેમને નવજીવન મળશે.