CBSC માં સત્ર_શરૂ થઈ ગયું પણ શહેરની 450 થી વધુ_સ્કૂલોની ફી હજુ_નક્કી_નથી

2024-25 માં 700 થી વધુ સ્કૂલોએ ઊંચી ફી માટે દરખાસ્ત કરી હતીFRCના ધાંધિયા, દર વર્ષે સ્કૂલો શરૂ થઈ ગયા બાદ ફી જાહેર થયાની ફરિયાદ કાયદાના ભાગરૂપે ઝોન મુજબ ફી નિર્ધારમ સમિતીની રચના કરવામાં આવી હતી ખાનગી સ્કૂલોની ફી નક્કી કરતી ફી રેગ્યુલેટરી કમિટી (FRC)ના ધાંધિયાથી વાલીઓ કંટાળી ગયા છે. કારણ કે, સ્કૂલો શરૂ થઈ ગયા બાદ અને એમાય અમુક ક્વાર્ટરની ફી સંચાલકો વસુલે એ પછી જ ફી જાહેર થતી હોવાની અવાર-નવાર ફરિયાદો ઉઠે છે. સુત્રો પાસેથી મળતી વિગતો મુજબ વર્ષ-2024-25 માટે અમદાવાદ ઝોનની 700 થી વધુ શાળાઓએ ઊંચી ફી વસુલવા માટે દરખાસ્ત રજૂ કરી હતી, એ પૈકી 450 થી વધુ સ્કૂલોની ફી હજુ જાહેર કરાઈ નથી. બીજી તરફ CBSC સહિતના કેટલાક બોર્ડમાં નવુ શૈક્ષણિક સત્ર શરૂ થઈ ગયુ છે. સત્ર શરૂ થયુ છે, એ શાળાઓ દ્વારા વાલીઓ પાસેથી ઈચ્છા મુજબની ફી પણ વસુલવાનું શરૂ કરાયુ હશે એ પણ સ્વાભાવિક છે. કારણ કે, સ્કૂલો દરખાસ્તમાં જે ફીની માગણી કરે એ મુજબની જ ફી વસુલવાનું શરૂ કરતી હોવાની દર વર્ષે ફરિયાદો ઉઠે છે. ખાનગી સ્કૂલો પર સંકજો કસવાના દાવા સાથે વર્ષ-2017 માં ફી નિર્ધારણ કાયદો લાગુ કરવામાં આવ્યો હતો. કાયદાના ભાગરૂપે ઝોન મુજબ ફી નિર્ધારમ સમિતીની રચના કરવામાં આવી હતી. વર્ષ-2017 માં કાયદો લાગુય થયો એ સમયે ખાનગી સ્કૂલોની જે ફી હતી એમાં કોઈ જ ઘટાડો થયો નથી, ઉલટાનું જે સ્કૂલો ઓછી ફી વસુલતી હતી એમણે કાયદાને હથિયાર બની ઊંચી ફી વસુલવાનું શરૂ કર્યું છે. મહત્વની વાત એ છે કે, નવુ શૈક્ષણિક સત્ર શરૂ થાય એ પહેલા ખાનગી સ્કૂલોની ફી નક્કી થઈ જવી જોઈએ, પરંતુ અહી તો ઘણીવાર વર્ષ પૂર્ણ થવા આવે ત્યારેય ઘણી સ્કૂલોની ફી નક્કી થતી નથી. જેના કારણે સંચાલકો મનફાવે તેટલી ફી વસુલે છે અને બાદમાં વાલીઓ-સંચાલકો વચ્ચે ઘર્ષણ શરૂ થાય છે. આ વખતે આગામી વર્ષ-2024-25 માટે અમદાવાદ ઝોનમાં આવતી 700થી વધુ ખાનગી શાળાઓએ ઊંચી ફી વસુલવા માટે દરખાસ્ત રજૂ કરી હતી. જેમાથી 450થી વધુ શાળાઓએ ફી હજુ નક્કી થઈ ન હોવાનું જાણવા મળ્યું છે.

CBSC માં સત્ર_શરૂ થઈ ગયું પણ શહેરની 450 થી વધુ_સ્કૂલોની ફી હજુ_નક્કી_નથી

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

  • 2024-25 માં 700 થી વધુ સ્કૂલોએ ઊંચી ફી માટે દરખાસ્ત કરી હતી
  • FRCના ધાંધિયા, દર વર્ષે સ્કૂલો શરૂ થઈ ગયા બાદ ફી જાહેર થયાની ફરિયાદ
  • કાયદાના ભાગરૂપે ઝોન મુજબ ફી નિર્ધારમ સમિતીની રચના કરવામાં આવી હતી

ખાનગી સ્કૂલોની ફી નક્કી કરતી ફી રેગ્યુલેટરી કમિટી (FRC)ના ધાંધિયાથી વાલીઓ કંટાળી ગયા છે. કારણ કે, સ્કૂલો શરૂ થઈ ગયા બાદ અને એમાય અમુક ક્વાર્ટરની ફી સંચાલકો વસુલે એ પછી જ ફી જાહેર થતી હોવાની અવાર-નવાર ફરિયાદો ઉઠે છે. સુત્રો પાસેથી મળતી વિગતો મુજબ વર્ષ-2024-25 માટે અમદાવાદ ઝોનની 700 થી વધુ શાળાઓએ ઊંચી ફી વસુલવા માટે દરખાસ્ત રજૂ કરી હતી, એ પૈકી 450 થી વધુ સ્કૂલોની ફી હજુ જાહેર કરાઈ નથી. બીજી તરફ CBSC સહિતના કેટલાક બોર્ડમાં નવુ શૈક્ષણિક સત્ર શરૂ થઈ ગયુ છે. સત્ર શરૂ થયુ છે, એ શાળાઓ દ્વારા વાલીઓ પાસેથી ઈચ્છા મુજબની ફી પણ વસુલવાનું શરૂ કરાયુ હશે એ પણ સ્વાભાવિક છે. કારણ કે, સ્કૂલો દરખાસ્તમાં જે ફીની માગણી કરે એ મુજબની જ ફી વસુલવાનું શરૂ કરતી હોવાની દર વર્ષે ફરિયાદો ઉઠે છે.

ખાનગી સ્કૂલો પર સંકજો કસવાના દાવા સાથે વર્ષ-2017 માં ફી નિર્ધારણ કાયદો લાગુ કરવામાં આવ્યો હતો. કાયદાના ભાગરૂપે ઝોન મુજબ ફી નિર્ધારમ સમિતીની રચના કરવામાં આવી હતી. વર્ષ-2017 માં કાયદો લાગુય થયો એ સમયે ખાનગી સ્કૂલોની જે ફી હતી એમાં કોઈ જ ઘટાડો થયો નથી, ઉલટાનું જે સ્કૂલો ઓછી ફી વસુલતી હતી એમણે કાયદાને હથિયાર બની ઊંચી ફી વસુલવાનું શરૂ કર્યું છે. મહત્વની વાત એ છે કે, નવુ શૈક્ષણિક સત્ર શરૂ થાય એ પહેલા ખાનગી સ્કૂલોની ફી નક્કી થઈ જવી જોઈએ, પરંતુ અહી તો ઘણીવાર વર્ષ પૂર્ણ થવા આવે ત્યારેય ઘણી સ્કૂલોની ફી નક્કી થતી નથી. જેના કારણે સંચાલકો મનફાવે તેટલી ફી વસુલે છે અને બાદમાં વાલીઓ-સંચાલકો વચ્ચે ઘર્ષણ શરૂ થાય છે. આ વખતે આગામી વર્ષ-2024-25 માટે અમદાવાદ ઝોનમાં આવતી 700થી વધુ ખાનગી શાળાઓએ ઊંચી ફી વસુલવા માટે દરખાસ્ત રજૂ કરી હતી. જેમાથી 450થી વધુ શાળાઓએ ફી હજુ નક્કી થઈ ન હોવાનું જાણવા મળ્યું છે.