Ahmedabad News : રાજયમાં કમોસમી વરસાદથી શાકભાજીના ભાવ વધ્યા

રાજયમાં પડેલા કમોસમી વરસાદથી શાકભાજીના વધ્યા ભાવ વટાણા, ફણસી, ચોળીના ભાવ રૂપિયા 100ને પાર ગરમીના કારણે પણ અમુક વખત શાકભાજીના વધે છે ભાવ ગુજરાતમાં એક તરફ કાળઝાળ ગરમી છે તો બીજી તરફ કમોસમી વરસાદ પણ છે,ગુજરાત સિવાય બહારથી શાકભાજી આવતા હોય છે,તો કમોસમી વરસાદને લઈ શાકભાજીના ભાવમાં વધારો થયો છે.વટાણા, ફણસી, ચોળીના ભાવ રૂપિયા 100ને પાર થયો છે,ત્યારે ગૃહિણીઓને બજેટમાં કાપ મૂકવો પડે તેવી સ્થિતિ સર્જાઈ છે. જાણો કયા શાકભાજીના ભાવ વધ્યા છે વટાણાનો પ્રતિકિલોનો ભાવ રૂ. 120 - જૂનો ભાવ 70 રૂ ફણસીનો પ્રતિકિલોનો ભાવ રૂ. 160 - જૂનો ભાવ 120 રૂ ચોળીનો પ્રતિકિલોનો ભાવ રૂ. 160 - જૂનો ભાવ 100 રૂ બટાકા રૂ. 40, ડુંગળીનો ભાવ રૂ. 50 - જૂનો ભાવ 20 રૂ ટામેટા રૂ. 40, ફુલાવરનો ભાવ રૂ. 80 - જૂનો ભાવ 20 રૂ. મરચા રૂ. 60 અને કોથમીરનો ભાવ રૂ. 70 - જૂનો ભાવ 40 રૂ ગલકા અને ભીંડાનો પ્રતિકિલોએ ભાવ રૂ. 80 -જૂનો ભાવ 50 રૂ. ​​​​​​​રોજ 3થી 4 હજાર ક્વિન્ટલ શાકભાજી ઓછું આવે છે ઉનાળાની શરૂઆત સાથે એપીએમસીમાં શાકભાજીની આવકમાં 10થી 15 ટકા ઓછી થઇ છે. પહેલા રોજની 18થી 19 હજાર ક્વિન્ટલ શાકભાજી આવતું હતું. જે ગરમીમાં ઘટીને 14થી 15 હજાર ક્વિન્ટલ થઇ ગયું છે. આમ સરેરાશ 3થી 4 હજાર ક્વિન્ટલ શાક ઓછું આવે છે. જેથી ભાવમાં 10થી 15 ટકાનો વધારો થયો છે. કઈ-કઈ શાકભાજીના ભાવ વધ્યાં? ઉનાળાની ગરમીએ આખા મહારાષ્ટ્રને ધગધગતી ભઠ્ઠીમાં ફેરવી નાખતા લીલા શાકભાજીની આવકમાં ઘટાડો થવાથી ભાવમાં ભડકો થયો છે. નવી મુંબઇની એ.પી.એમ.સી. (એગ્રીકલ્ચર પ્રોડયુસ માર્કેટ કમિટિ)ની જથ્થાબંધ બજારમાં ફણસી, ફ્લાવર, કાકડી, સરગવાની શિંગ, કોથમીર, મેથી, મૂળા, પાલક અને વટાણાના ભાવ ઝડપથી ઉંચે ચડવા માંડયા છે. શાકભાજીના ભાવ વધવાનું એક આ પણ કારણ પહેલા પાક થયા બાદ તેના ભાવો બજારમાં પડતા હતા. જયારે અત્યારે એડવાન્સમાં ભાવો પાડીને જો સીધા ખેડૂતોને નાણાં ચૂકવી દેવામાં આવી રહ્યા છે.જેના લીધે હોલસેલ માર્કેટમાં જેટલી જરૂરિયાત હોય તેના ચાલીસ ટકા આવી રહ્યા છે. આટલુ જ નહીં અત્યારે ખેડૂતો એડવાન્સમાં રૂપિયા માગે છે.

Ahmedabad News : રાજયમાં કમોસમી વરસાદથી શાકભાજીના ભાવ વધ્યા

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

  • રાજયમાં પડેલા કમોસમી વરસાદથી શાકભાજીના વધ્યા ભાવ
  • વટાણા, ફણસી, ચોળીના ભાવ રૂપિયા 100ને પાર
  • ગરમીના કારણે પણ અમુક વખત શાકભાજીના વધે છે ભાવ

ગુજરાતમાં એક તરફ કાળઝાળ ગરમી છે તો બીજી તરફ કમોસમી વરસાદ પણ છે,ગુજરાત સિવાય બહારથી શાકભાજી આવતા હોય છે,તો કમોસમી વરસાદને લઈ શાકભાજીના ભાવમાં વધારો થયો છે.વટાણા, ફણસી, ચોળીના ભાવ રૂપિયા 100ને પાર થયો છે,ત્યારે ગૃહિણીઓને બજેટમાં કાપ મૂકવો પડે તેવી સ્થિતિ સર્જાઈ છે.

જાણો કયા શાકભાજીના ભાવ વધ્યા છે

વટાણાનો પ્રતિકિલોનો ભાવ રૂ. 120 - જૂનો ભાવ 70 રૂ

ફણસીનો પ્રતિકિલોનો ભાવ રૂ. 160 - જૂનો ભાવ 120 રૂ

ચોળીનો પ્રતિકિલોનો ભાવ રૂ. 160 - જૂનો ભાવ 100 રૂ

બટાકા રૂ. 40, ડુંગળીનો ભાવ રૂ. 50 - જૂનો ભાવ 20 રૂ

ટામેટા રૂ. 40, ફુલાવરનો ભાવ રૂ. 80 - જૂનો ભાવ 20 રૂ.

મરચા રૂ. 60 અને કોથમીરનો ભાવ રૂ. 70 - જૂનો ભાવ 40 રૂ

ગલકા અને ભીંડાનો પ્રતિકિલોએ ભાવ રૂ. 80 -જૂનો ભાવ 50 રૂ.

​​​​​​​રોજ 3થી 4 હજાર ક્વિન્ટલ શાકભાજી ઓછું આવે છે

ઉનાળાની શરૂઆત સાથે એપીએમસીમાં શાકભાજીની આવકમાં 10થી 15 ટકા ઓછી થઇ છે. પહેલા રોજની 18થી 19 હજાર ક્વિન્ટલ શાકભાજી આવતું હતું. જે ગરમીમાં ઘટીને 14થી 15 હજાર ક્વિન્ટલ થઇ ગયું છે. આમ સરેરાશ 3થી 4 હજાર ક્વિન્ટલ શાક ઓછું આવે છે. જેથી ભાવમાં 10થી 15 ટકાનો વધારો થયો છે.

કઈ-કઈ શાકભાજીના ભાવ વધ્યાં?

ઉનાળાની ગરમીએ આખા મહારાષ્ટ્રને ધગધગતી ભઠ્ઠીમાં ફેરવી નાખતા લીલા શાકભાજીની આવકમાં ઘટાડો થવાથી ભાવમાં ભડકો થયો છે. નવી મુંબઇની એ.પી.એમ.સી. (એગ્રીકલ્ચર પ્રોડયુસ માર્કેટ કમિટિ)ની જથ્થાબંધ બજારમાં ફણસી, ફ્લાવર, કાકડી, સરગવાની શિંગ, કોથમીર, મેથી, મૂળા, પાલક અને વટાણાના ભાવ ઝડપથી ઉંચે ચડવા માંડયા છે.

શાકભાજીના ભાવ વધવાનું એક આ પણ કારણ

પહેલા પાક થયા બાદ તેના ભાવો બજારમાં પડતા હતા. જયારે અત્યારે એડવાન્સમાં ભાવો પાડીને જો સીધા ખેડૂતોને નાણાં ચૂકવી દેવામાં આવી રહ્યા છે.જેના લીધે હોલસેલ માર્કેટમાં જેટલી જરૂરિયાત હોય તેના ચાલીસ ટકા આવી રહ્યા છે. આટલુ જ નહીં અત્યારે ખેડૂતો એડવાન્સમાં રૂપિયા માગે છે.