GODHRA: ગોધરામાં ડમ્પિંગ સાઇટ પર કચરો લઇ જતાં વાહન પર તાડપત્રી ઢાકવા

તાડપત્રીના અભાવે વાહનોમાંથી કચરો ઉડી માર્ગો પર ફેલાય છેકચરો ઉડતા અન્ય વાહન ચાલકો, રાહદારીઓ પરેશાન વાહનોમાં ભરી લઈ જવાતાં કચરાં ઉપર તાડપત્રી ઢાંકવામાં આવે તે માટે સ્થાનિક રહીશોમાં માંગ ઉઠવા પામી છેગોધરા શહેરના વિવિધ વિસ્તારોમાંથી એકઠો થતો કચરો નગર પાલિકાના વાહનોમાં ભરી ગોધરા શહેરમાં આવેલા ડમ્પીંગ સાઈટ પહોંચાડવામાં આવે છે. પરંતુ તેની ઉપર તાડપત્રી ઢાંકવામાં આવતી ન હોવાથી કચરો ઉડીને આખા રસ્તે ફેલાય છે. જેને કારણે વાહનચાલકો, રાહદારીઓ ઉપરાંત જે તે વિસ્તારના રહીશોને ભારે હાલાકી પડી રહી છે. ત્યારે નગર પાલિકા દ્વારા વાહનોમાં ભરી લઈ જવાતાં કચરાં ઉપર તાડપત્રી ઢાંકવામાં આવે તે માટે સ્થાનિક રહીશોમાં માંગ ઉઠવા પામી છે.એક બાજુ પંચમહાલ જિલ્લા સહિત સમગ્ર ગુજરાતમાં અસહ્ય ગરમીથી લોકો ત્રાહિમામ પોકારી ઊઠયા છે તો બીજી બાજુ વાતાવરણમાં પણ પોતાનો મિજાજ બદલતા સમગ્ર જિલ્લાઓમાં કમોસમી વરસાદ વરસી રહ્યો છે. જેના લીધે ખેડૂતો સહિત સામાન્ય વર્ગ ચિંતિત બન્યો છે. આ કમોસમી વરસાદના લીધે સમગ્ર જિલ્લામાં વાયરલ ફીવર, તાવ, શરદી, ખાસી, ડેન્ગ્યુ મેલેરિયા જેવી બીમારીઓએ દસ્તક લીધી છે. જેના કારણે મોટાભાગના દવાખાનાઓ દર્દીઓથી ઉભરાઇ રહ્યા છે. ત્યારે બીજી બાજુ ગોધરા નગરપાલિકા તંત્ર દ્વારા ગોધરા શહેરના વિવિધ વિસ્તારોમાંથી એકઠો કરવામાં આવતા કચરાને જાહેર મુખ્ય માર્ગો ઉપર ખુલ્લા ટ્રેક્ટર અને ડમ્પરોમાં લઈ જવામાં આવી રહ્યો છે.ત્યારે આ કચરો ધૂળની સાથે ઉડે છે. જેના કારણે રાહદારી, વાહન ચાલકો અને આજુબાજુ રહેતા સ્થાનિક લોકોને ભારે હાલાકી ભોગવવાનો વારો આવ્યો છે. આ કચરાના કારણે બીમારી ફેલાવવાનો પણ ભય સતાવી રહ્યો છે. જેથી નગર પાલિકા દ્વારા જે કચરો વાહનમાં ઉઠાવવામાં આવે છે. તેના ઉપર તાડપત્રી ઢાંકવામાં આવે તે માટે સ્થાનિક રહીશોમાં માંગ ઉઠવા પામી છે.

GODHRA: ગોધરામાં ડમ્પિંગ સાઇટ પર કચરો લઇ જતાં વાહન પર તાડપત્રી ઢાકવા

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

  • તાડપત્રીના અભાવે વાહનોમાંથી કચરો ઉડી માર્ગો પર ફેલાય છે
  • કચરો ઉડતા અન્ય વાહન ચાલકો, રાહદારીઓ પરેશાન
  • વાહનોમાં ભરી લઈ જવાતાં કચરાં ઉપર તાડપત્રી ઢાંકવામાં આવે તે માટે સ્થાનિક રહીશોમાં માંગ ઉઠવા પામી છે

ગોધરા શહેરના વિવિધ વિસ્તારોમાંથી એકઠો થતો કચરો નગર પાલિકાના વાહનોમાં ભરી ગોધરા શહેરમાં આવેલા ડમ્પીંગ સાઈટ પહોંચાડવામાં આવે છે. પરંતુ તેની ઉપર તાડપત્રી ઢાંકવામાં આવતી ન હોવાથી કચરો ઉડીને આખા રસ્તે ફેલાય છે. જેને કારણે વાહનચાલકો, રાહદારીઓ ઉપરાંત જે તે વિસ્તારના રહીશોને ભારે હાલાકી પડી રહી છે. ત્યારે નગર પાલિકા દ્વારા વાહનોમાં ભરી લઈ જવાતાં કચરાં ઉપર તાડપત્રી ઢાંકવામાં આવે તે માટે સ્થાનિક રહીશોમાં માંગ ઉઠવા પામી છે.

એક બાજુ પંચમહાલ જિલ્લા સહિત સમગ્ર ગુજરાતમાં અસહ્ય ગરમીથી લોકો ત્રાહિમામ પોકારી ઊઠયા છે તો બીજી બાજુ વાતાવરણમાં પણ પોતાનો મિજાજ બદલતા સમગ્ર જિલ્લાઓમાં કમોસમી વરસાદ વરસી રહ્યો છે. જેના લીધે ખેડૂતો સહિત સામાન્ય વર્ગ ચિંતિત બન્યો છે.

આ કમોસમી વરસાદના લીધે સમગ્ર જિલ્લામાં વાયરલ ફીવર, તાવ, શરદી, ખાસી, ડેન્ગ્યુ મેલેરિયા જેવી બીમારીઓએ દસ્તક લીધી છે. જેના કારણે મોટાભાગના દવાખાનાઓ દર્દીઓથી ઉભરાઇ રહ્યા છે. ત્યારે બીજી બાજુ ગોધરા નગરપાલિકા તંત્ર દ્વારા ગોધરા શહેરના વિવિધ વિસ્તારોમાંથી એકઠો કરવામાં આવતા કચરાને જાહેર મુખ્ય માર્ગો ઉપર ખુલ્લા ટ્રેક્ટર અને ડમ્પરોમાં લઈ જવામાં આવી રહ્યો છે.ત્યારે આ કચરો ધૂળની સાથે ઉડે છે. જેના કારણે રાહદારી, વાહન ચાલકો અને આજુબાજુ રહેતા સ્થાનિક લોકોને ભારે હાલાકી ભોગવવાનો વારો આવ્યો છે. આ કચરાના કારણે બીમારી ફેલાવવાનો પણ ભય સતાવી રહ્યો છે. જેથી નગર પાલિકા દ્વારા જે કચરો વાહનમાં ઉઠાવવામાં આવે છે. તેના ઉપર તાડપત્રી ઢાંકવામાં આવે તે માટે સ્થાનિક રહીશોમાં માંગ ઉઠવા પામી છે.