Ahmedabad Policeમાં ફરજ બજાવતા ASI રણવીરસિંહ સિસોદિયાનું હાર્ટએટેકથી મોત

નરોડા પોલીસ સ્ટેશનમાં ફરજ બજાવતા હતા વધુ એક પોલીસ કર્મચારીનું હાર્ટએટેકથી મોત ઘરે અચાનક હાર્ટ એટેક આવતા મોત અમદાવાદના નરોડા પોલીસ સ્ટેશનમાં ફરજ બજાવતા પોલીસ કોન્સ્ટેબલ રણવીરસિંહ સિસોદીયાનું હાર્ટએટેકથી તેમના ઘરે મોત થતા પરિવાર તેમજ પોલીસબેડામાં શોકની લાગણી પ્રસરી છે,ઘરે હતા તે દરમિયાન અચાનક હાર્ટએટેક આવ્યો તે સમયે તેઓ ઢળી ગયા હતા અને મોત થયું હતુ. ગઈકાલે હાર્ટએટેકથી એક વ્યકિતનું મોત સુરતમાં ફરી એકવાર હાર્ટ એટેકથી મોત થયાની ઘટના સામે આવી છે. સુરતમાં યુવાનને છાતીમાં અચાનક દુઃખાવો ઉપડ્યો અને અચાનક હાર્ટ એટેકથી મોત નીપજ્યુ હતુ. કહેવાઇ રહ્યું છે કે યુવાને મોત પહેલા ઇનો પીધો હતો, જે પછી મોતને ભેટ્યો હતો. હાલમાં પોલીસે આ ઘટના અંગે અકસ્માતનો ગુનો નોંધીને તપાસ હાથધરી છે. એક રીપોર્ટ અનુસાર દર 7 મિનિટે એક વ્યકિતને આવે છે હાર્ટએટેક ગુજરાતમાં ચિંતાજનક રીતે હાર્ટ એટેકની ઘટનાઓ વધી રહી છે. સૌથી ડરામણી માહિતી એ છે કે, રાજ્યમાં દર 7 મિનિટે એક વ્યક્તિ હાર્ટ એટેકનો ભોગ બની રહી છે. જી હા, 108 ઈમરજન્સીના આંકડામાં આ મોટો ખુલાસો થયો છે. આંકડા કહે છે કે, ગુજરાતમાં દર 7 મિનિટે હૃદયરોગનો એક વ્યક્તિ ભોગ બને છે. એટલે કે, હાર્ટ એટેક તો કોરોના કરતા પણ ખતરનાક કહી શકાય. ગુજરાતીઓએ કોરોનાથી નહિ, પરંતું હાર્ટ એટેકથી સાવચેત રહેવાની જરૂરી છે. હાર્ટ એટેક માટે લાઈફસ્ટાઈલ, ફાસ્ટફૂડ, માનસિક તણાવ જવાબદાર છે. હાર્ટ આપણા શરીરનું સૌથી મહત્વપૂર્ણ અંગ હાર્ટ આપણા શરીરનું સૌથી મહાવપૂર્ણ અંગ હોય છે. આપણા દિલનું સ્વાસ્થ્ય ખૂબ જ જરૂરી છે. જો દિલની ગતિમાં થોડો પણ ફેરફાર થાય છે, તો આપણે ઘણા પ્રકારની તકલીફોનો સામનો કરવો પડે છે. દર્દીને શરૂઆતમાં કેલેસ્ટ્રોલ અને બ્લડ પ્રેશર સંબંધિત તકલીફો થાય છે અને પછી આ સમસ્યાઓ હાર્ટ એટેકનો ખતરો વધારી દે છે. જાણી લો કે જો તમે હાર્ટની બીમારીથી પીડિત છો તો તમારે હાર્ટ એટેકનાં આ લક્ષણો વિશે જરૂર જાણી લેવું જોઈએ. શું છે હાર્ટ એટેક જાણી લો કે કોઈને પણ હાર્ટ એટેક ત્યારે આવે છે, જ્યારે દિલમાં બ્લડનો પ્રવાહ ઓછો કે અવરોધિત થઈ જાય છે. ઘણી વાર કોરોનરી ધમનીઓમાં કેલેસ્ટ્રોલ અને ફેટ જમા થઈ જવાને કારણે પણ આમ બને છે. દિલને બ્લડ સપ્લાય કરનાર વાહિકાઓને કોરોનરી ધમનીઓ કહેવાય છે. જણાવી દઈએ કે જો તમને હાર્ટ એટેકનું કોઈપણ લક્ષણ જોવા મળે, તો તેને ઇગ્નોર ન કરશો અને તરત જ ડોક્ટરનો સંપર્ક કરશો. હાર્ટ એટેકનાં લક્ષણો ધ્યાન આપવા જેવી બાબત છે કે હાર્ટ એટેક આવતા પહેલા આપણાં શરીરમાં ઘણા બદલાવ જોવા મળે છે. આ સંકેતોને જોતાં જ તરત જ એલર્ટ થઈ જવું જોઈએ અને ડૉક્ટરનો સંપર્ક કરવો જોઈએ. જણાવી દઈએ કે હાર્ટ એટેક આવતા પહેલા વ્યક્તિને છાતીમાં દુખાવો, જડબા કે દાંતમાં દુખાવો, શ્વાસ લેવામાં સમસ્યા, પરસેવો આવવો, ગેસ થવો, ચક્કર આવવા, માથું ફરવું, બેચેની થવી જેવી ફરિયાદો જોવા મળે છે. 

Ahmedabad Policeમાં ફરજ બજાવતા ASI રણવીરસિંહ સિસોદિયાનું હાર્ટએટેકથી મોત

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

  • નરોડા પોલીસ સ્ટેશનમાં ફરજ બજાવતા હતા
  • વધુ એક પોલીસ કર્મચારીનું હાર્ટએટેકથી મોત
  • ઘરે અચાનક હાર્ટ એટેક આવતા મોત

અમદાવાદના નરોડા પોલીસ સ્ટેશનમાં ફરજ બજાવતા પોલીસ કોન્સ્ટેબલ રણવીરસિંહ સિસોદીયાનું હાર્ટએટેકથી તેમના ઘરે મોત થતા પરિવાર તેમજ પોલીસબેડામાં શોકની લાગણી પ્રસરી છે,ઘરે હતા તે દરમિયાન અચાનક હાર્ટએટેક આવ્યો તે સમયે તેઓ ઢળી ગયા હતા અને મોત થયું હતુ.

ગઈકાલે હાર્ટએટેકથી એક વ્યકિતનું મોત

સુરતમાં ફરી એકવાર હાર્ટ એટેકથી મોત થયાની ઘટના સામે આવી છે. સુરતમાં યુવાનને છાતીમાં અચાનક દુઃખાવો ઉપડ્યો અને અચાનક હાર્ટ એટેકથી મોત નીપજ્યુ હતુ. કહેવાઇ રહ્યું છે કે યુવાને મોત પહેલા ઇનો પીધો હતો, જે પછી મોતને ભેટ્યો હતો. હાલમાં પોલીસે આ ઘટના અંગે અકસ્માતનો ગુનો નોંધીને તપાસ હાથધરી છે.

એક રીપોર્ટ અનુસાર દર 7 મિનિટે એક વ્યકિતને આવે છે હાર્ટએટેક

ગુજરાતમાં ચિંતાજનક રીતે હાર્ટ એટેકની ઘટનાઓ વધી રહી છે. સૌથી ડરામણી માહિતી એ છે કે, રાજ્યમાં દર 7 મિનિટે એક વ્યક્તિ હાર્ટ એટેકનો ભોગ બની રહી છે. જી હા, 108 ઈમરજન્સીના આંકડામાં આ મોટો ખુલાસો થયો છે. આંકડા કહે છે કે, ગુજરાતમાં દર 7 મિનિટે હૃદયરોગનો એક વ્યક્તિ ભોગ બને છે. એટલે કે, હાર્ટ એટેક તો કોરોના કરતા પણ ખતરનાક કહી શકાય. ગુજરાતીઓએ કોરોનાથી નહિ, પરંતું હાર્ટ એટેકથી સાવચેત રહેવાની જરૂરી છે. હાર્ટ એટેક માટે લાઈફસ્ટાઈલ, ફાસ્ટફૂડ, માનસિક તણાવ જવાબદાર છે.

હાર્ટ આપણા શરીરનું સૌથી મહત્વપૂર્ણ અંગ

હાર્ટ આપણા શરીરનું સૌથી મહાવપૂર્ણ અંગ હોય છે. આપણા દિલનું સ્વાસ્થ્ય ખૂબ જ જરૂરી છે. જો દિલની ગતિમાં થોડો પણ ફેરફાર થાય છે, તો આપણે ઘણા પ્રકારની તકલીફોનો સામનો કરવો પડે છે. દર્દીને શરૂઆતમાં કેલેસ્ટ્રોલ અને બ્લડ પ્રેશર સંબંધિત તકલીફો થાય છે અને પછી આ સમસ્યાઓ હાર્ટ એટેકનો ખતરો વધારી દે છે. જાણી લો કે જો તમે હાર્ટની બીમારીથી પીડિત છો તો તમારે હાર્ટ એટેકનાં આ લક્ષણો વિશે જરૂર જાણી લેવું જોઈએ.

શું છે હાર્ટ એટેક

જાણી લો કે કોઈને પણ હાર્ટ એટેક ત્યારે આવે છે, જ્યારે દિલમાં બ્લડનો પ્રવાહ ઓછો કે અવરોધિત થઈ જાય છે. ઘણી વાર કોરોનરી ધમનીઓમાં કેલેસ્ટ્રોલ અને ફેટ જમા થઈ જવાને કારણે પણ આમ બને છે. દિલને બ્લડ સપ્લાય કરનાર વાહિકાઓને કોરોનરી ધમનીઓ કહેવાય છે. જણાવી દઈએ કે જો તમને હાર્ટ એટેકનું કોઈપણ લક્ષણ જોવા મળે, તો તેને ઇગ્નોર ન કરશો અને તરત જ ડોક્ટરનો સંપર્ક કરશો.

હાર્ટ એટેકનાં લક્ષણો

ધ્યાન આપવા જેવી બાબત છે કે હાર્ટ એટેક આવતા પહેલા આપણાં શરીરમાં ઘણા બદલાવ જોવા મળે છે. આ સંકેતોને જોતાં જ તરત જ એલર્ટ થઈ જવું જોઈએ અને ડૉક્ટરનો સંપર્ક કરવો જોઈએ. જણાવી દઈએ કે હાર્ટ એટેક આવતા પહેલા વ્યક્તિને છાતીમાં દુખાવો, જડબા કે દાંતમાં દુખાવો, શ્વાસ લેવામાં સમસ્યા, પરસેવો આવવો, ગેસ થવો, ચક્કર આવવા, માથું ફરવું, બેચેની થવી જેવી ફરિયાદો જોવા મળે છે.