Surat News : AMNS કંપનીની કોલોનીમાં થયેલી ચોરી મુદ્દે 4 આરોપીઓ ઝડપાયાં

મધ્યપ્રદેશના ધારમાંથી 3 પુરુષ અને મહિલા તસ્કરની ધરપકડ AMNS કોલોનીના 5 મકાનોમાં ચોરીને આપ્યો હતો અંજામ 30 લાખ કરતાં વધુના મુદ્દામાલની કરી હતી ચોરી સુરતની AMNS કંપનીની કોલોનીમાં ચોરી કરતી ગેંગને હજીરા પોલીસે ઝડપી પાડી છે,આ ગેંગ દરવાજાના નકુચાને નહી પણ દિવાલમાં બકોરૂ પાડીને ચોરીને અંજામ આપતા હતા.આરોપીઓએ પાંચ મકાનમાં ચોરી કરીને 30 લાખથી વધુનો મુદ્દામાલ જપ્ત કર્યો હતો.તસ્કરો પાસેથી પોલીસે રૂ. 70 હજારનો મુદ્દામાલ જપ્ત કર્યો હતો.તો દાગીના છે તે વેચી માર્યા હોવાની પોલીસને શંકા સેવાઈ રહી છે.બાકોરૂ પાડીને તેમાંથી તસ્કરો ઘુસ્યા હતા અંદર. 7 મે 2024ના રોજ થઈ હતી ચોરી ઓફિસરો સ્કુલમાં વેકેશન હોવાથી પરિવાર સાથે વતનમાં ગયા હતા. બનાવ અંગે AMNS કંપનીના સિક્યુરિટી ડિપાર્ટમેન્ટમાં ડેપ્યુટી મેનેજર જ્યાક્રિષ્નન કે રાધાક્રિષ્નન નાયરે હજીરા પોલીસમાં ફરિયાદ આપી હતી. જેના આધારે પોલીસે ચોરીનો ગુનો નોંધ્યો હતો. સીસીટીવી કેમેરામાં બે ચોરો શિક્ષકના ઘરે ચોરી કરવા 7મી તારીખે મધરાતે આવતા દેખાયા હતા. AMNS કંપનીની અંદર આવેલી ટાઉનશીપમાં સંગીતના શિક્ષક થોમસના ઘરમાંથી 25 હજારની રોકડની ચોરી થઈ હતી. અન્ય મકાનોમાં પણ કરી ચોરી ઇલેકટ્રીકલ મેઇન્ટેન્સમાં સિનીયર મેનેજર નવેન્દુકુમારના ઘરેથી સોનાની ચેઇન, પેંડલ, રીંગ, કોઈન અને લેપટોપની ચોરી કરી હતી. જયારે સીએસપી કેસ્ટર ડિપાર્ટમેન્ટમાં મેનેજર હર્ષ પટેલના ઘરેથી સોનાની ચેઇન,રીંગ, કોઈન,ચાંદીની ગાય અને ભગવાન ગણેશની ચાંદીની મૂર્તિ અને મેનેજર અરૂણ પ્રસાદના ઘરેથી પણ સોનાના દાગીના તેમજ મેનેજર પ્રવિણ વિશ્વજીતના 50 હજાર રૂપિયા અને લાખો રૂપિયાના દાગીના ચોરી કરી હતી. 5 ઘરો પૈકી 3 ઘરોમાં કિંમતી સામાનની ચોરી થઈ હોવાનું પોલીસની તપાસમાં સામે આવ્યું છે.  

Surat News : AMNS કંપનીની કોલોનીમાં થયેલી ચોરી મુદ્દે 4 આરોપીઓ ઝડપાયાં

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

  • મધ્યપ્રદેશના ધારમાંથી 3 પુરુષ અને મહિલા તસ્કરની ધરપકડ
  • AMNS કોલોનીના 5 મકાનોમાં ચોરીને આપ્યો હતો અંજામ
  • 30 લાખ કરતાં વધુના મુદ્દામાલની કરી હતી ચોરી

સુરતની AMNS કંપનીની કોલોનીમાં ચોરી કરતી ગેંગને હજીરા પોલીસે ઝડપી પાડી છે,આ ગેંગ દરવાજાના નકુચાને નહી પણ દિવાલમાં બકોરૂ પાડીને ચોરીને અંજામ આપતા હતા.આરોપીઓએ પાંચ મકાનમાં ચોરી કરીને 30 લાખથી વધુનો મુદ્દામાલ જપ્ત કર્યો હતો.તસ્કરો પાસેથી પોલીસે રૂ. 70 હજારનો મુદ્દામાલ જપ્ત કર્યો હતો.તો દાગીના છે તે વેચી માર્યા હોવાની પોલીસને શંકા સેવાઈ રહી છે.બાકોરૂ પાડીને તેમાંથી તસ્કરો ઘુસ્યા હતા અંદર.

7 મે 2024ના રોજ થઈ હતી ચોરી

ઓફિસરો સ્કુલમાં વેકેશન હોવાથી પરિવાર સાથે વતનમાં ગયા હતા. બનાવ અંગે AMNS કંપનીના સિક્યુરિટી ડિપાર્ટમેન્ટમાં ડેપ્યુટી મેનેજર જ્યાક્રિષ્નન કે રાધાક્રિષ્નન નાયરે હજીરા પોલીસમાં ફરિયાદ આપી હતી. જેના આધારે પોલીસે ચોરીનો ગુનો નોંધ્યો હતો. સીસીટીવી કેમેરામાં બે ચોરો શિક્ષકના ઘરે ચોરી કરવા 7મી તારીખે મધરાતે આવતા દેખાયા હતા. AMNS કંપનીની અંદર આવેલી ટાઉનશીપમાં સંગીતના શિક્ષક થોમસના ઘરમાંથી 25 હજારની રોકડની ચોરી થઈ હતી.


અન્ય મકાનોમાં પણ કરી ચોરી

ઇલેકટ્રીકલ મેઇન્ટેન્સમાં સિનીયર મેનેજર નવેન્દુકુમારના ઘરેથી સોનાની ચેઇન, પેંડલ, રીંગ, કોઈન અને લેપટોપની ચોરી કરી હતી. જયારે સીએસપી કેસ્ટર ડિપાર્ટમેન્ટમાં મેનેજર હર્ષ પટેલના ઘરેથી સોનાની ચેઇન,રીંગ, કોઈન,ચાંદીની ગાય અને ભગવાન ગણેશની ચાંદીની મૂર્તિ અને મેનેજર અરૂણ પ્રસાદના ઘરેથી પણ સોનાના દાગીના તેમજ મેનેજર પ્રવિણ વિશ્વજીતના 50 હજાર રૂપિયા અને લાખો રૂપિયાના દાગીના ચોરી કરી હતી. 5 ઘરો પૈકી 3 ઘરોમાં કિંમતી સામાનની ચોરી થઈ હોવાનું પોલીસની તપાસમાં સામે આવ્યું છે.