જન્મભૂમિ મંદિર નિર્માણ બાદ પ્રથમ રામનવમીની વડોદરામાં ધામધૂમથી ઉજવણી

વડોદરા : અયોધ્યા રામ જન્મભૂમિ ખાતે ભવ્ય મંદિરના નિર્માણ બાદ આવેલી પ્રથમ રામ નવમીની વડોદરામાં ધામધૂમ અને ઉત્સાહથી ઉજવણી કરવામાં આવી હતી. ૪૨ ડિગ્રી જેટલું ઊંચુ તાપમાન હોવા છતાં ભક્તોનો ઉત્સાહ ઠંડો પડયો નહતો અને વડોદરામાં ૩૦ સ્થળોએથી ભર બપોરે નીકળેલી રામ જન્મોત્સવ શોભાયાત્રાઓમાં માનવ મહેરામણ ઉમટી પડયું હતું.વડોદરામાં સંવેદનશીલ મનાતા ફતેપુરા વિસ્તારમાં આજે પોલીસના ચુસ્ત બંદોબસ્ત સાથે બાળ ગણેશ મંડળ આયોજીત શોભાયાત્રા કુંભારવાડાથી નીકળી હતી. કેસરીયા ધ્વજ અને ભગવાન શ્રી રામની વિશાળ પ્રતિમા સાથે નીકળેલી શોભાયાત્રાનું ઠેર ઠેર ફુલોથી સ્વાગત થયુ હતું. પોલીસ માટે પડકારરૃપ આ શોભાયાત્રા શાંતિપૂર્ણ માહોલમાં સંપન્ન થઇ હતી જો કે સંવેદનશિલ વિસ્તારોનો પતરા મારીને શીલ કરવામાં આવ્યા હતા.આ ઉપરાંત ગૌરક્ષા સમિતિ દ્વારા આયોજીત શ્રી રામજીની શોભાયાત્રા ઋણમુક્તેશ્વર મહાદેવ મંદિરથી નીકળી હતી. આ શોભાયાત્રા ઋણમુક્તેશ્વર મહાદેવ મંદિરથી  પ્રતાપનગર, ચોખંડી, માંડવી, લહેરીપુરા થઈ લાલકોર્ટ પાસે આવેલ શ્રી રામ મંદિર, તાડફળીયા પહોંચી હતી ત્યાં યાત્રા સંપન્ન થઇ હતી. તે રીતે વિશ્વ હિન્દુ પરીષદ અને બજરંગ દળ દ્વારા આયોજીત શોભાયાત્રાનો પ્રારંભ સલાટવાડાથી થયો હતો અને શ્રી છત્રપતિ શિવાજી મહારાજ ચોકથી કોઠી ચાર રસ્તા થઈ, સૂર્યનારાયણ બાગ, ખારીવાવ રોડ, જમ્બુ બેટ, બંબાખાના ચાર રસ્તા, નવરંગ રોડ, ટાવર, જ્યુબીલીબાગથી ભક્તિ સર્કલ, ગાંધીનગર ગૃહથી લહેરીપુરા પહોંચીને સંપન્ન થઇ હતી. આ ઉપરાંત ભાયલી વિસ્તારમાં પણ રામજી કી સવારી નીકળી હતી જેમાં મોટી સંખ્યામાં યુવાનો ભગવા ધ્વજ સાથે જોડાયા હતા.  ચૈત્ર નવરાત્રિ અનુષ્ઠાન પૂર્ણ, ભક્તો આજે ઉપવાસ છોડશે, કાલાઘોડા, પથ્થરગેટ અને મકરપુરા રામજી મંદિરમાં ભક્તોની ભીડ જામીઆજે રામનવમીની ઉજવણી સાથે ચૈત્ર નવરાત્રિ અનુષ્ઠાનની પૂર્ણાહૂતિ પણ થઇ હતી. ૯ દિવસથી ઉપવાસ કરીને માતાજીની આરાધના કરતા ભક્તો ગુરૃવારે ઉપવાસ છોડશે તે પહેલા આજે નવમા નોરતાની પૂજા અર્ચના બાદ ભક્તોએ કુંવારીકા ભોજન અને સત્યાનારાયણની કથા જેવા ધાર્મિક કાર્યક્રમો પણ કર્યા હતા.બપોરે ૧૨ વાગ્યે રામ જન્મોત્સવ બાદ ઉત્સવનો માહોલ જામ્યો, હનુમાનજી મંદિરોમાં પણ ભક્તોનો ધસારો રહ્યોઆજે શહેરમાં નીકળેલી રામજન્મોત્સવ શોભાયાત્રા ઉપરાંત શહેરમાં કાલાઘોડા, પથ્થરગેટ, અમદાવાદીપોળ અને મકરપુરાના પ્રસિધ્ધ રામજી મંદિર સહિત હરણી ભીડ ભંજન હનુમાનજી મંદિર, કાલાઘોડા પંચમુખી હનુમાનજી મંદિર સહિતના હનુમાનજી મંદિરોમાં બપોરે ૧૨ વાગ્યે રામ જન્મોત્સવ ઉજવવામાં આવ્યો હતો જે બાદ ભક્તોમાં મહાપ્રસાદ વિતરણ થયુ હતુ. આજે વહેલી સવારથી મોડી રાત સુધી રામજી મંદિરો અને હનુમાનજી મંદિરોમાં દર્શન માટે ભક્તોનો ધસારો જોવા મળ્યો હતો. રાત્રે મંદિરોમાં સુંદરકાંડ અને રામાયણ ચોપાઇ ગાયનના કાર્યક્રમો પણ યોજાયા હતા.

જન્મભૂમિ મંદિર નિર્માણ બાદ પ્રથમ રામનવમીની વડોદરામાં ધામધૂમથી ઉજવણી

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -


વડોદરા : અયોધ્યા રામ જન્મભૂમિ ખાતે ભવ્ય મંદિરના નિર્માણ બાદ આવેલી પ્રથમ રામ નવમીની વડોદરામાં ધામધૂમ અને ઉત્સાહથી ઉજવણી કરવામાં આવી હતી. ૪૨ ડિગ્રી જેટલું ઊંચુ તાપમાન હોવા છતાં ભક્તોનો ઉત્સાહ ઠંડો પડયો નહતો અને વડોદરામાં ૩૦ સ્થળોએથી ભર બપોરે નીકળેલી રામ જન્મોત્સવ શોભાયાત્રાઓમાં માનવ મહેરામણ ઉમટી પડયું હતું.

વડોદરામાં સંવેદનશીલ મનાતા ફતેપુરા વિસ્તારમાં આજે પોલીસના ચુસ્ત બંદોબસ્ત સાથે બાળ ગણેશ મંડળ આયોજીત શોભાયાત્રા કુંભારવાડાથી નીકળી હતી. કેસરીયા ધ્વજ અને ભગવાન શ્રી રામની વિશાળ પ્રતિમા સાથે નીકળેલી શોભાયાત્રાનું ઠેર ઠેર ફુલોથી સ્વાગત થયુ હતું. પોલીસ માટે પડકારરૃપ આ શોભાયાત્રા શાંતિપૂર્ણ માહોલમાં સંપન્ન થઇ હતી જો કે સંવેદનશિલ વિસ્તારોનો પતરા મારીને શીલ કરવામાં આવ્યા હતા.


આ ઉપરાંત ગૌરક્ષા સમિતિ દ્વારા આયોજીત શ્રી રામજીની શોભાયાત્રા ઋણમુક્તેશ્વર મહાદેવ મંદિરથી નીકળી હતી. આ શોભાયાત્રા ઋણમુક્તેશ્વર મહાદેવ મંદિરથી  પ્રતાપનગર, ચોખંડી, માંડવી, લહેરીપુરા થઈ લાલકોર્ટ પાસે આવેલ શ્રી રામ મંદિર, તાડફળીયા પહોંચી હતી ત્યાં યાત્રા સંપન્ન થઇ હતી. 

તે રીતે વિશ્વ હિન્દુ પરીષદ અને બજરંગ દળ દ્વારા આયોજીત શોભાયાત્રાનો પ્રારંભ સલાટવાડાથી થયો હતો અને શ્રી છત્રપતિ શિવાજી મહારાજ ચોકથી કોઠી ચાર રસ્તા થઈ, સૂર્યનારાયણ બાગ, ખારીવાવ રોડ, જમ્બુ બેટ, બંબાખાના ચાર રસ્તા, નવરંગ રોડ, ટાવર, જ્યુબીલીબાગથી ભક્તિ સર્કલ, ગાંધીનગર ગૃહથી લહેરીપુરા પહોંચીને સંપન્ન થઇ હતી. આ ઉપરાંત ભાયલી વિસ્તારમાં પણ રામજી કી સવારી નીકળી હતી જેમાં મોટી સંખ્યામાં યુવાનો ભગવા ધ્વજ સાથે જોડાયા હતા.  


ચૈત્ર નવરાત્રિ અનુષ્ઠાન પૂર્ણ, ભક્તો આજે ઉપવાસ છોડશે, કાલાઘોડા, પથ્થરગેટ અને મકરપુરા રામજી મંદિરમાં ભક્તોની ભીડ જામી

આજે રામનવમીની ઉજવણી સાથે ચૈત્ર નવરાત્રિ અનુષ્ઠાનની પૂર્ણાહૂતિ પણ થઇ હતી. ૯ દિવસથી ઉપવાસ કરીને માતાજીની આરાધના કરતા ભક્તો ગુરૃવારે ઉપવાસ છોડશે તે પહેલા આજે નવમા નોરતાની પૂજા અર્ચના બાદ ભક્તોએ કુંવારીકા ભોજન અને સત્યાનારાયણની કથા જેવા ધાર્મિક કાર્યક્રમો પણ કર્યા હતા.

બપોરે ૧૨ વાગ્યે રામ જન્મોત્સવ બાદ ઉત્સવનો માહોલ જામ્યો, હનુમાનજી મંદિરોમાં પણ ભક્તોનો ધસારો રહ્યો

આજે શહેરમાં નીકળેલી રામજન્મોત્સવ શોભાયાત્રા ઉપરાંત શહેરમાં કાલાઘોડા, પથ્થરગેટ, અમદાવાદીપોળ અને મકરપુરાના પ્રસિધ્ધ રામજી મંદિર સહિત હરણી ભીડ ભંજન હનુમાનજી મંદિર, કાલાઘોડા પંચમુખી હનુમાનજી મંદિર સહિતના હનુમાનજી મંદિરોમાં બપોરે ૧૨ વાગ્યે રામ જન્મોત્સવ ઉજવવામાં આવ્યો હતો જે બાદ ભક્તોમાં મહાપ્રસાદ વિતરણ થયુ હતુ. આજે વહેલી સવારથી મોડી રાત સુધી રામજી મંદિરો અને હનુમાનજી મંદિરોમાં દર્શન માટે ભક્તોનો ધસારો જોવા મળ્યો હતો. રાત્રે મંદિરોમાં સુંદરકાંડ અને રામાયણ ચોપાઇ ગાયનના કાર્યક્રમો પણ યોજાયા હતા.