ગુજરાતની 2574 સ્કૂલોની હાલત જર્જરિત, 7599માં તો પતરાંની છત નીચે બાળકો ભણવા મજબૂર

Condition of schools in Gujarat:  ગુજરાતમાં પ્રાથમિક શિક્ષણની ગુણવત્તા કથળવાનું મુખ્ય કારણ શાળાઓમાં પુરતા ઈન્ફ્રાસ્ટ્રક્ચર અને મેનપાવરનો અભાવ છે. દર વર્ષે સરકાર શાળા પ્રવેશોત્સવના તાયફા કરે છે પરંતુ શાળાના ઓરડા બાંધી શકતી નથી. રાજ્યમાં 2574 શાળાઓની જર્જરીત હાલતમાં છે અને 7599માં તો પતરાંની છત છે.બાળકો માટે કુલ 38 સ્કૂલો મોબાઈલ વાનમાં શરૂ કરી છેરાજ્યના શિક્ષણ વિભાગે સ્કૂલ ઓન વ્હીલ પ્રોજેક્ટ હેઠળ હાલ કચ્છ, મોરબી, પાટણ અને સુરેન્દ્રનગર જિલ્લામાં અગરિયાઓના બાળકો માટે કુલ 38 સ્કૂલો મોબાઈલ વાનમાં શરૂ કરી છે. જો અન્ય રાજ્યોમાં ઓરડાઓની હાલત નહીં સુધરે તો બધી જગ્યાએ શાળાઓ હવે મોબાઈલ વાનમાં શરૂ કરવી પડે તેવી હાલત છે. પ્રાથમિક શાળાઓમાં 38 હજાર કરતાં વધુ શિક્ષકોની ઘટ છે.રાજ્યની 1606 શાળાઓ માત્ર એક શિક્ષકથી ચાલે છેશિક્ષણ વિભાગ તરફથી આપવામાં આવેલા સત્તાવાર આંકડા પ્રમાણે રાજ્યની 44 હજાર કરતાં વધુ પ્રાથમિક શાળાઓ પૈકી 14,600 સ્કૂલોમાં એક વર્ગખંડમાં એક કરતાં વધુ ધોરણના વિદ્યાર્થીઓ અભ્યાસ કરી રહ્યાં છે. 5616 સરકારી શાળાઓને વિદ્યાર્થીઓના અભાવે મર્જ કરી દેવામાં આવી છે અથવા તો બંધ કરી દેવાઈ છે. રાજ્યની 1606 શાળાઓ માત્ર એક શિક્ષકથી ચાલે છે.1606 શાળાઓ માત્ર એક શિક્ષકથી ચાલે છેરાજ્ય સરકાર દર વર્ષે શાળા પ્રવેશોત્સવ અને કન્યા કેળવણીના તાયફા કરી રહી છે પરંતુ સરકાર જ્યારે કાર્યક્રમ કરે છે ત્યારે 50 ટકાથી વધુ વિદ્યાર્થીઓએ શાળામાં પ્રવેશ લઈ લીધો હોય છે. સરકારે આ વખતે બાલવાટિકામાં પ્રવેશોત્સવનું આયોજન કર્યું છે. પરંતુ આ પહેલા મોટાભાગના વિદ્યાર્થીઓએ પ્રવેશ મેળવી લીધો છે. સરકાર પાસે ખાનગી બાલવાટિકાની સંખ્યા પણ દર્જ થયેલી નથી. ગ્રામ્ય વિસ્તારોમાં શિક્ષણ માટે માળખાકીય પુરતી સુવિધા નથીસરકારે દાવો કર્યો છે કે શાળા પ્રવેશોત્સવમાં બાલવાટિકા, ધોરણ-1, ધોરણ-8 અને ધોરણ-11માં કુલ 32.33 લાખ વિદ્યાર્થીઓનું નામાંકન કરાવ્યું છે. આવી ઝુંબેશ જો વર્ગખંડો બનાવવા શરુ કરવામાં આવે તો બાળકોને શાળામાં મજબૂત છત મળી શકે છે. રાજ્યમાં એવી પણ સ્કૂલો છે કે ચોમાસાની સિઝનમાં બંધ કરવી પડે છે. ધણી શાળાઓમાં વિધાર્થીઓને પાણીમાંથી પસાર થઈને જવું પડે છે. સરકારી શાળાઓમાં વીજળી, પાણી, સેનિટેશન અને રમતના મેદાનની અછતના આંકડા પણ ચોંકાવનારા છે. 

ગુજરાતની 2574 સ્કૂલોની હાલત જર્જરિત, 7599માં તો પતરાંની છત નીચે બાળકો ભણવા મજબૂર

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

schools in Gujarat

Condition of schools in Gujarat:  ગુજરાતમાં પ્રાથમિક શિક્ષણની ગુણવત્તા કથળવાનું મુખ્ય કારણ શાળાઓમાં પુરતા ઈન્ફ્રાસ્ટ્રક્ચર અને મેનપાવરનો અભાવ છે. દર વર્ષે સરકાર શાળા પ્રવેશોત્સવના તાયફા કરે છે પરંતુ શાળાના ઓરડા બાંધી શકતી નથી. રાજ્યમાં 2574 શાળાઓની જર્જરીત હાલતમાં છે અને 7599માં તો પતરાંની છત છે.

બાળકો માટે કુલ 38 સ્કૂલો મોબાઈલ વાનમાં શરૂ કરી છે

રાજ્યના શિક્ષણ વિભાગે સ્કૂલ ઓન વ્હીલ પ્રોજેક્ટ હેઠળ હાલ કચ્છ, મોરબી, પાટણ અને સુરેન્દ્રનગર જિલ્લામાં અગરિયાઓના બાળકો માટે કુલ 38 સ્કૂલો મોબાઈલ વાનમાં શરૂ કરી છે. જો અન્ય રાજ્યોમાં ઓરડાઓની હાલત નહીં સુધરે તો બધી જગ્યાએ શાળાઓ હવે મોબાઈલ વાનમાં શરૂ કરવી પડે તેવી હાલત છે. પ્રાથમિક શાળાઓમાં 38 હજાર કરતાં વધુ શિક્ષકોની ઘટ છે.

રાજ્યની 1606 શાળાઓ માત્ર એક શિક્ષકથી ચાલે છે

શિક્ષણ વિભાગ તરફથી આપવામાં આવેલા સત્તાવાર આંકડા પ્રમાણે રાજ્યની 44 હજાર કરતાં વધુ પ્રાથમિક શાળાઓ પૈકી 14,600 સ્કૂલોમાં એક વર્ગખંડમાં એક કરતાં વધુ ધોરણના વિદ્યાર્થીઓ અભ્યાસ કરી રહ્યાં છે. 5616 સરકારી શાળાઓને વિદ્યાર્થીઓના અભાવે મર્જ કરી દેવામાં આવી છે અથવા તો બંધ કરી દેવાઈ છે. રાજ્યની 1606 શાળાઓ માત્ર એક શિક્ષકથી ચાલે છે.

1606 શાળાઓ માત્ર એક શિક્ષકથી ચાલે છે

રાજ્ય સરકાર દર વર્ષે શાળા પ્રવેશોત્સવ અને કન્યા કેળવણીના તાયફા કરી રહી છે પરંતુ સરકાર જ્યારે કાર્યક્રમ કરે છે ત્યારે 50 ટકાથી વધુ વિદ્યાર્થીઓએ શાળામાં પ્રવેશ લઈ લીધો હોય છે. સરકારે આ વખતે બાલવાટિકામાં પ્રવેશોત્સવનું આયોજન કર્યું છે. પરંતુ આ પહેલા મોટાભાગના વિદ્યાર્થીઓએ પ્રવેશ મેળવી લીધો છે. સરકાર પાસે ખાનગી બાલવાટિકાની સંખ્યા પણ દર્જ થયેલી નથી. 

ગ્રામ્ય વિસ્તારોમાં શિક્ષણ માટે માળખાકીય પુરતી સુવિધા નથી

સરકારે દાવો કર્યો છે કે શાળા પ્રવેશોત્સવમાં બાલવાટિકા, ધોરણ-1, ધોરણ-8 અને ધોરણ-11માં કુલ 32.33 લાખ વિદ્યાર્થીઓનું નામાંકન કરાવ્યું છે. આવી ઝુંબેશ જો વર્ગખંડો બનાવવા શરુ કરવામાં આવે તો બાળકોને શાળામાં મજબૂત છત મળી શકે છે. 

રાજ્યમાં એવી પણ સ્કૂલો છે કે ચોમાસાની સિઝનમાં બંધ કરવી પડે છે. ધણી શાળાઓમાં વિધાર્થીઓને પાણીમાંથી પસાર થઈને જવું પડે છે. સરકારી શાળાઓમાં વીજળી, પાણી, સેનિટેશન અને રમતના મેદાનની અછતના આંકડા પણ ચોંકાવનારા છે.