Banaskanthaના પાલનપુરમાં રોડની કામગીરીને લઈ ગ્રામજનો વિફર્યા,રેલવે વિભાગ સામે નારાજગી વ્યકત કરી

મોટા ગામે રેલવે દ્વારા રોડનું કામ અટકાવતા વિરોધ રેલવે દ્વારા કામ અટકાવતા ગ્રામજનો આંદોલનના મૂડમાં અટકાવાયેલા 700 મીટરના રોડનું કામ ચાલુ કરવા માગ પાલનપુરના મોટા ગામે રેલવેએ રોડનું કામ અટકાવતા ગ્રમજનોએ વિરોધ કર્યો હતો.ડામરના રોડનું મંજૂર કામ રેલવે દ્વારા અટકાવતા ગ્રામજનો આંદોલનના મૂડમા છે.રેલવે દ્વારા 700 મીટરના અટકાવેલા માર્ગનું કામ ચાલુ કરવા માંગ કરી છે,સ્થાનિકોનું કહેવું છે કે રસાના,મોટા ચંડીસર કુંભલમેર, ગઢ જવાનો આ રસ્તો છે.રેલવે ફાટક બંધ થઈ ત્યારે રેલ્વે વિભાગ દ્વારા જ માર્ગ આપવામાં આવ્યો હતો. રેલ આંદોલનની ઉચ્ચારી ચિમકી સ્થાનિકોનું કહેવુ છે કે,રેલવે દ્રારા આ રોડ આપવામાં આવ્યો હતો,અને હવે રેલવે જ આ રોડ બંધ કરશે તો અમારે એક જગ્યાએથી બીજી જગ્યાએ જવુ અઘરૂ પડશે આ રોડ એ ત્રણ ગામોને જોડતો રોડ છે.જો રેલવે દ્રારા રોડનું કામ હજી પણ અટકાવવામાં આવશે તો અમે રેલ આંદોલન કરીશું અને જરૂર પડશે તો એજ રોડ પર ઉતરી ઉપવાસ આંદોલન પણ કરીશું.મોડાસામાં બે દિવસ પહેલા રોડને લઈ વિવાદ મોડાસા શહેરમાં નાલંદા-2 માં પાલિકા દ્વારા અગાઉ ગટર લાઈનનું કામ પૂર્ણ થયા બાદ સીસી રોડનું કામ શરૂ કરાયું છે. સોસાયટીના રહીશો નું કહેવું છે કે જોકે રસ્તાની થઈ રહેલી કામગીરી દરમિયાન કપચી મેટલ રેતી અને સિમેન્ટનું બરાબર મિશ્રણ કરતાં રસ્તાની કામગીરી અટકાવતાં પાલિકા પ્રમુખે સ્થળ તપાસ કરી ગુણવત્તા યુક્ત રસ્તો બનાવવા હૈયાધારણાં આપી હતી. ડોળાસામાં ખેડૂતોએ રોડનો કર્યો વિરોધ નેશનલ હાઇવે ના કોન્ટ્રાકટર ની મનમાની સામે ખેડુતો એ કામ બંધ કરાવતા તંત્રની ઊંઘ ઉડી હતી અને ખેડૂતો ની માગણી પ્રમાણે નું કામ શરૂ કરવા માં આવ્યું હતું. કોડીનાર તાલુકાના ડોળાસા ગામે નેશનલ હાઇવે ના ચાલતા કામ દરમ્યાન ખેડૂતો ની સમસ્યાઓ ને ન્યાય નહીં મળતા ખેડૂતો માં રોષ વ્યાપી ગયો હતો.અને હાઇવે નું કામ જ બંધ કરવી દીધા બાદ ખેડૂતો ની સમસ્યા દૂર કરવા કાર્યવાહી શરૂ કરવા માં આવી હતી. ડોળાસા - ઉના હાઇવે નજીક ડોળાસા ગામ ના બાય પાસ નું કામ ચાલુ છે.  

Banaskanthaના પાલનપુરમાં રોડની કામગીરીને લઈ ગ્રામજનો વિફર્યા,રેલવે વિભાગ સામે નારાજગી વ્યકત કરી

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

  • મોટા ગામે રેલવે દ્વારા રોડનું કામ અટકાવતા વિરોધ
  • રેલવે દ્વારા કામ અટકાવતા ગ્રામજનો આંદોલનના મૂડમાં
  • અટકાવાયેલા 700 મીટરના રોડનું કામ ચાલુ કરવા માગ

પાલનપુરના મોટા ગામે રેલવેએ રોડનું કામ અટકાવતા ગ્રમજનોએ વિરોધ કર્યો હતો.ડામરના રોડનું મંજૂર કામ રેલવે દ્વારા અટકાવતા ગ્રામજનો આંદોલનના મૂડમા છે.રેલવે દ્વારા 700 મીટરના અટકાવેલા માર્ગનું કામ ચાલુ કરવા માંગ કરી છે,સ્થાનિકોનું કહેવું છે કે રસાના,મોટા ચંડીસર કુંભલમેર, ગઢ જવાનો આ રસ્તો છે.રેલવે ફાટક બંધ થઈ ત્યારે રેલ્વે વિભાગ દ્વારા જ માર્ગ આપવામાં આવ્યો હતો.

રેલ આંદોલનની ઉચ્ચારી ચિમકી

સ્થાનિકોનું કહેવુ છે કે,રેલવે દ્રારા આ રોડ આપવામાં આવ્યો હતો,અને હવે રેલવે જ આ રોડ બંધ કરશે તો અમારે એક જગ્યાએથી બીજી જગ્યાએ જવુ અઘરૂ પડશે આ રોડ એ ત્રણ ગામોને જોડતો રોડ છે.જો રેલવે દ્રારા રોડનું કામ હજી પણ અટકાવવામાં આવશે તો અમે રેલ આંદોલન કરીશું અને જરૂર પડશે તો એજ રોડ પર ઉતરી ઉપવાસ આંદોલન પણ કરીશું.


મોડાસામાં બે દિવસ પહેલા રોડને લઈ વિવાદ

મોડાસા શહેરમાં નાલંદા-2 માં પાલિકા દ્વારા અગાઉ ગટર લાઈનનું કામ પૂર્ણ થયા બાદ સીસી રોડનું કામ શરૂ કરાયું છે. સોસાયટીના રહીશો નું કહેવું છે કે જોકે રસ્તાની થઈ રહેલી કામગીરી દરમિયાન કપચી મેટલ રેતી અને સિમેન્ટનું બરાબર મિશ્રણ કરતાં રસ્તાની કામગીરી અટકાવતાં પાલિકા પ્રમુખે સ્થળ તપાસ કરી ગુણવત્તા યુક્ત રસ્તો બનાવવા હૈયાધારણાં આપી હતી.

ડોળાસામાં ખેડૂતોએ રોડનો કર્યો વિરોધ

નેશનલ હાઇવે ના કોન્ટ્રાકટર ની મનમાની સામે ખેડુતો એ કામ બંધ કરાવતા તંત્રની ઊંઘ ઉડી હતી અને ખેડૂતો ની માગણી પ્રમાણે નું કામ શરૂ કરવા માં આવ્યું હતું. કોડીનાર તાલુકાના ડોળાસા ગામે નેશનલ હાઇવે ના ચાલતા કામ દરમ્યાન ખેડૂતો ની સમસ્યાઓ ને ન્યાય નહીં મળતા ખેડૂતો માં રોષ વ્યાપી ગયો હતો.અને હાઇવે નું કામ જ બંધ કરવી દીધા બાદ ખેડૂતો ની સમસ્યા દૂર કરવા કાર્યવાહી શરૂ કરવા માં આવી હતી. ડોળાસા - ઉના હાઇવે નજીક ડોળાસા ગામ ના બાય પાસ નું કામ ચાલુ છે.