ભાજપના દિગ્ગજ નેતા ભરત કાનાબારની પોસ્ટથી તર્કવિતર્ક, જ્ઞાતિવાદ પર ઉઠાવ્યા સવાલ

Lok Sabha Elections 2024: લોકસભા ચૂંટણીના પહેલા તબક્કાને હવે ગણતરીના દિવસો બાકી રહ્યા છે, ત્યારે ગુજરાતમાં રાજકીય વિવાદથી ગરમાવો આવી ગયો છે. હવે અમરેલી બેઠક પર વિરોધના સૂર ગુંજ્યા છે. આ બેઠક પર ભાજપે ભરત સુતરિયાને મેદાને ઉતાર્યા છે. હવે ભાજપના જ કાર્યકરો અને નેતાઓ ભરત સુતરિયાને ટિકિટ આપતા નારાજ હોવાનું જણાઈ રહ્યું છે. આ દરમિયાન ભાજપના નેતા ભરત કાનાબારે નારાજગી દર્શાવતી 'X' પર પોસ્ટ કરી છે, જેને લઈને અનેક તર્કવિતર્ક થઈ રહ્યા છે. 'સૌથી વધુ ભયજનક જ્ઞાતિવાદ-જાતિવાદનો બોમ્બ'અમરેલી ભાજપના દિગ્ગજ નેતા ભરત કાનાબારની સોશિયલ મીડિયા પ્લેટફોર્મ 'X' પર લખ્યું 'રાષ્ટ્રવાદ, પ્રામાણિકતા, પક્ષ પ્રત્યેની નિષ્ઠા અને વફાદારીની વાતો પોથીમાંના રીંગણાં બનીને રહી ગઈ છે. સૌથી વધુ ભયજનક જ્ઞાતિવાદ -જાતિવાદનો બોમ્બ છે, જે મેરીટ-ગુણવત્તાના ફુરચા ઉડાડી દે છે. ફલાણી બેઠક તો એ કોળી સમાજની ગણાય, ફલાણી પટેલ સમાજની રિઝર્વ, ફલાણી ઠાકોર સમાજની કે પછી આહીર સમાજની કે પછી ક્ષત્રિય સમાજની!, આમાં લાયક ઉમેદવાર માટે કોઈ બેઠક રિઝર્વ ખરી?'ભાજપના નેતા ભરત કાનાબારની પોસ્ટ ખૂબ વાયરલ થઈ છે. ભરત કાનાબારે રાજકારણમાં જાતિવાદ અંગે પોસ્ટ કરી છે, જાતિવાદના આધારે ટિકિટ ફાળવાતી હોવાનો આ પોસ્ટમાં કાનાબારે ઉલ્લેખ કર્યો છે. કાનાબારે ક્યાં પક્ષની વાત કરી તેની પોસ્ટમાં ચોખવટ કરવામાં આવી નથી. અમરેલીમાં ભાજપ સામે પોસ્ટર વોરઉલ્લેખનીય છે કે, અમરેલીમાં ભાજપની મુશ્કેલી વધતી હોય તેવા એંધાણ જોવા મળી રહ્યાં છે. ગઈકાલે ભાજપ ઉમેદવાર ભરત સુતરિયાના વિરોધમાં ધારીના દેવળા ગામે પોસ્ટર લાગ્યાં હતા. અહીંના ઉમેદવાર ભરત સુતરિયાને બદવાના પોસ્ટર લાગ્યા હતા. જો કે, આ પોસ્ટર કોણે લગાવ્યા તે તપાસનો વિષય છે.

ભાજપના દિગ્ગજ નેતા ભરત કાનાબારની પોસ્ટથી તર્કવિતર્ક, જ્ઞાતિવાદ પર ઉઠાવ્યા સવાલ

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -


Lok Sabha Elections 2024: લોકસભા ચૂંટણીના પહેલા તબક્કાને હવે ગણતરીના દિવસો બાકી રહ્યા છે, ત્યારે ગુજરાતમાં રાજકીય વિવાદથી ગરમાવો આવી ગયો છે. હવે અમરેલી બેઠક પર વિરોધના સૂર ગુંજ્યા છે. આ બેઠક પર ભાજપે ભરત સુતરિયાને મેદાને ઉતાર્યા છે. હવે ભાજપના જ કાર્યકરો અને નેતાઓ ભરત સુતરિયાને ટિકિટ આપતા નારાજ હોવાનું જણાઈ રહ્યું છે. આ દરમિયાન ભાજપના નેતા ભરત કાનાબારે નારાજગી દર્શાવતી 'X' પર પોસ્ટ કરી છે, જેને લઈને અનેક તર્કવિતર્ક થઈ રહ્યા છે. 

'સૌથી વધુ ભયજનક જ્ઞાતિવાદ-જાતિવાદનો બોમ્બ'

અમરેલી ભાજપના દિગ્ગજ નેતા ભરત કાનાબારની સોશિયલ મીડિયા પ્લેટફોર્મ 'X' પર લખ્યું 'રાષ્ટ્રવાદ, પ્રામાણિકતા, પક્ષ પ્રત્યેની નિષ્ઠા અને વફાદારીની વાતો પોથીમાંના રીંગણાં બનીને રહી ગઈ છે. સૌથી વધુ ભયજનક જ્ઞાતિવાદ -જાતિવાદનો બોમ્બ છે, જે મેરીટ-ગુણવત્તાના ફુરચા ઉડાડી દે છે. ફલાણી બેઠક તો એ કોળી સમાજની ગણાય, ફલાણી પટેલ સમાજની રિઝર્વ, ફલાણી ઠાકોર સમાજની કે પછી આહીર સમાજની કે પછી ક્ષત્રિય સમાજની!, આમાં લાયક ઉમેદવાર માટે કોઈ બેઠક રિઝર્વ ખરી?'


ભાજપના નેતા ભરત કાનાબારની પોસ્ટ ખૂબ વાયરલ થઈ છે. ભરત કાનાબારે રાજકારણમાં જાતિવાદ અંગે પોસ્ટ કરી છે, જાતિવાદના આધારે ટિકિટ ફાળવાતી હોવાનો આ પોસ્ટમાં કાનાબારે ઉલ્લેખ કર્યો છે. કાનાબારે ક્યાં પક્ષની વાત કરી તેની પોસ્ટમાં ચોખવટ કરવામાં આવી નથી. 

અમરેલીમાં ભાજપ સામે પોસ્ટર વોર

ઉલ્લેખનીય છે કે, અમરેલીમાં ભાજપની મુશ્કેલી વધતી હોય તેવા એંધાણ જોવા મળી રહ્યાં છે. ગઈકાલે ભાજપ ઉમેદવાર ભરત સુતરિયાના વિરોધમાં ધારીના દેવળા ગામે પોસ્ટર લાગ્યાં હતા. અહીંના ઉમેદવાર ભરત સુતરિયાને બદવાના પોસ્ટર લાગ્યા હતા. જો કે, આ પોસ્ટર કોણે લગાવ્યા તે તપાસનો વિષય છે.