અસલાલી-કણભામાં પોલીસે દારૂ સહિત ૨૮ લાખનો મુદ્દામાલ જપ્ત કર્યો

અમદાવાદ, બુધવારશહેરના કણભા અને અસલાલી પોલીસે મંગળવારે સાંજના સમયે બાતમી અને વાહનચેકિંગને આધારે દારૂ અને બિયરની ત્રણ હજાર બોટલ સહિત કુલ ૨૬ લાખનો મુદ્દામાલ જપ્ત કરીને ત્રણ આરોપીઓની ધરપકડ કરી હતી.  ચૂંટણીના માહોલને કારણે દારૂનો સપ્લાય હવે કાર  જેવા વાહનોની મદદથી શરૂ કરાયો છે. અમદાવાદ ગ્રામ્ય લોકલ ક્રાઇમ બ્રાંચના પીઆઇ આર એન કરમટિયા અને તેમના સ્ટાફે બાતમીને આધારે કણભા પાસે આવેલા ગત્રાડ ગામની સીમમાં આવેલા નીકલકંઠ સોસાયટી પાસે દરોડો પાડયો હતો. જેમાં દારૂનો જથ્થો એક કારમાંથી અન્ય કારમાં ભરવામાં આવી રહ્યો હતો.  પોલીસે આ અંગે રાજસ્થાનના સાંચોરમાં રહેતા પ્રકાશ બિશ્નોઇ નામના બુટલેગરની ધરપકડ કરીને ૧૪૦૦ જેટલી બોટલ દારૂ અને બિયર તેમજ બે એસયુવી કાર સહિત કુલ ૨૩ લાખનો મુદ્દામાલ જપ્ત કર્યો હતો. અન્ય બનાવમાં  અસલાલી પોલીસના અસલાલી હાઇવે પરથી એક કારમાંથી દારૂ બિયરની એક હજાર જેટલી બોટલ સહિત કાર સહિત કુલ પાંચ લાખનો મુદ્દામાલ જપ્ત કર્યો હતો. જેમાં પોલીસે દારૂનો જથ્થો લાવનાર ડાલુરામ જાટ (રહે.સાંચોર, રાજસ્થાન) અને ગણપત બિશ્નોઇ નામના વ્યક્તિની ધરપકડ કરી હતી. આ કારમાં બુટલેગરે નકલી નંબર પ્લેટ લગાવી હતી અને દારૂ અમદાવાદમાં સપ્લાય કરવાનો હતો.

અસલાલી-કણભામાં પોલીસે દારૂ સહિત ૨૮ લાખનો મુદ્દામાલ જપ્ત કર્યો

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

અમદાવાદ, બુધવાર

શહેરના કણભા અને અસલાલી પોલીસે મંગળવારે સાંજના સમયે બાતમી અને વાહનચેકિંગને આધારે દારૂ અને બિયરની ત્રણ હજાર બોટલ સહિત કુલ ૨૬ લાખનો મુદ્દામાલ જપ્ત કરીને ત્રણ આરોપીઓની ધરપકડ કરી હતી.  ચૂંટણીના માહોલને કારણે દારૂનો સપ્લાય હવે કાર  જેવા વાહનોની મદદથી શરૂ કરાયો છે. અમદાવાદ ગ્રામ્ય લોકલ ક્રાઇમ બ્રાંચના પીઆઇ આર એન કરમટિયા અને તેમના સ્ટાફે બાતમીને આધારે કણભા પાસે આવેલા ગત્રાડ ગામની સીમમાં આવેલા નીકલકંઠ સોસાયટી પાસે દરોડો પાડયો હતો. જેમાં દારૂનો જથ્થો એક કારમાંથી અન્ય કારમાં ભરવામાં આવી રહ્યો હતો.  પોલીસે આ અંગે રાજસ્થાનના સાંચોરમાં રહેતા પ્રકાશ બિશ્નોઇ નામના બુટલેગરની ધરપકડ કરીને ૧૪૦૦ જેટલી બોટલ દારૂ અને બિયર તેમજ બે એસયુવી કાર સહિત કુલ ૨૩ લાખનો મુદ્દામાલ જપ્ત કર્યો હતો. અન્ય બનાવમાં  અસલાલી પોલીસના અસલાલી હાઇવે પરથી એક કારમાંથી દારૂ બિયરની એક હજાર જેટલી બોટલ સહિત કાર સહિત કુલ પાંચ લાખનો મુદ્દામાલ જપ્ત કર્યો હતો. જેમાં પોલીસે દારૂનો જથ્થો લાવનાર ડાલુરામ જાટ (રહે.સાંચોર, રાજસ્થાન) અને ગણપત બિશ્નોઇ નામના વ્યક્તિની ધરપકડ કરી હતી. આ કારમાં બુટલેગરે નકલી નંબર પ્લેટ લગાવી હતી અને દારૂ અમદાવાદમાં સપ્લાય કરવાનો હતો.