Narmada : બકરી ઈદના પર્વ નિમિત્તે સ્ટેચ્યુ ઓફ યુનિટી સોમવારે રહેશે ખુલ્લું

સોમવારે મેન્ટેનન્સના કારણે બંધ હોય છે SOU અન્ય પ્રવાસન સ્થળો પણ ખુલ્લો રાખવાનો નિર્ણય સામાન્ય દિવસોમાં SOUસોમવારના દિવસે મેન્ટેનન્સના કારણે બંધ હોય છે ગુજરાતના નર્મદા જિલ્લામાં આવેલું મહત્વનુ સ્થળે એટલે સ્ટેચ્યુ ઓફ યુનિટી,આ જગ્યાએ રોજના હજારો પ્રવાસીઓ મુલાકાત લેતા હોય છે,તો દર સોમવારે મેન્ટેનન્સના કારણે SOU બંધ રાખવામાં આવે છે પરંતુ,આ સોમવારે એટલે કે 17 જૂનના રોજ મુસ્લિમ બિરાદરોના પર્વને લઈને SOU ખુલ્લુ રખવામાં આવશે,સાથે સાથે અન્ય પ્રવાસન સ્થળો પણ ખુલ્લા રાખવાનો નિર્ણય કરાયો છે.SOUમાં ચિલ્ડ્રન પાર્ક બંધ રહેશે હાલમાં રાજકોટના ગેમઝોનમાં સર્જાયેલ આગ દુર્ઘટનાને લઈને રાજ્યભરમાં ફાયર સેફટીને લઈને અનેક સ્થળે તપાસ ચાલી રહી છે. ઉપરાંત મોટાભાગના પ્રવાસન સ્થળ બંધ કરી દેવામાં આવ્યા છે. દુનિયાની સૌથી ઊંચી પ્રતિમા સ્ટેચ્યુ ઓફ યુનિટી અને તેની નજીક સ્થિત ચિલ્ડ્રન ન્યુટ્રિશન પાર્ક પણ બંધ કરવામાં આવ્યા છે. જોકે અહીં દેશ અને વિદેશમાંથી રજાના દિવસો માણવા પ્રવાસીઓ આવી રહ્યા છે. પરંતુ અહીં પહોંચ્યા બાદ તમામ વીલા મોઢે પરત ફરી રહ્યા છે. અહીં ચિલ્ડ્રન ન્યુટ્રિશન પાર્ક બંધ કરવામાં આવ્યો છે. SOUમાં રજાના દિવસે હજારોની સંખ્યામાં પ્રવાસીઓ આવ્યા ઉનાળુ વેકેશનમાં પ્રવાસીઓ માટે નર્મદા જિલ્લા સ્થિત સ્ટેચ્યુ ઓફ યુનિટી પ્રવાસન ધામ બન્યું છે. છેલ્લા એક મહિનામાં 2.50 લાખથી વધુ પ્રવાસીઓ સ્ટેચ્યુ ઓફ યુનિટી જોવા આવી ચૂક્યા છે. હાલ ચાલી રહેલા ઉનાળુ વેકેશનમાં રાજ્યના અનેક પ્રવાસન ધામ ખાતે પ્રવાસીઓનો ધસારો વધી રહ્યો છે, ત્યારે વેકેશનના અંતિમ શનિ-રવિએ હજારોની સંખ્યામાં પ્રવાસીઓ નર્મદા જિલ્લા સ્થિત સ્ટેચ્યુ ઓફ યુનિટી જોવા માટે આવી પહોચ્યા હતા.સ્ટેચ્યુ ઓફ યુનિટી ખાતે વર્ષ 2018થી અત્યાર સુધીમાં પોણા ત્રણ કરોડ પ્રવાસીઓ આવી ચૂક્યા છે. જે બતાવે છે કે, દુનિયાની સૌથી ઊંચી પ્રતિમા સ્ટેચ્યુ ઓફ યુનિટીનો વિસ્તાર પ્રવાસીઓને ભારે આકર્ષી રહ્યો છે. પાછલા મહિના વાત કરીએ તો અંદાજે 2.50 લાખ પ્રવાસીઓ SOU આવી ચૂક્યા છે, ત્યારે આ વખતે વિક્રમજનક પ્રવાસીઓ નોંધાયા છે. શાળા અને કોલેજના વિધાર્થીઓને ગ્રુપમાં કન્સેશન મળશે સ્ટેચ્યુ ઓફ યુનિટીમાં સરકારી અને ખાનગી શાળા કોલેજોના વિદ્યાર્થીઓના જૂથને, દિવ્યાંગ વ્યક્તિઓના જૂથને તેમજ સરકારી-અર્ધ સરકારી સંસ્થાઓના જૂથને હવેથી ટિકિટના દરમાં 50 ટકા રાહત અપાશે. સ્ટેચ્યુ ઓફ યુનિટીના નિયમન સત્તામંડળે ગવર્નિંગ બોર્ડની મિટિંગમાં આ નિર્ણય લેવાયો છે. જો કે ટિકિટમાં 50 ટકા રાહત મેળવવા ઈચ્છતા જૂથોએ પોતાની શિક્ષણ સંસ્થાના ઓળખકાર્ડ સાથે રાખવાના રહેશે. તાલીમી સંસ્થાઓ હોય તો ફેકલ્ટી મેમ્બર જૂથ સાથે હોવા જોઈએ. તેમને પણ રાહત મળશે. જૂથમાં ઓછામાં ઓછા 15 વ્યક્તિઓ સામેલ હોવા જોઈએ અને જો 15 કરતા ઓછા સંખ્યા હશે તો તેમને રાહત આપવાનો નિર્ણય ઓથોરિટીના મુખ્ય કારોબારી અધિકારી કરશે.

Narmada : બકરી ઈદના પર્વ નિમિત્તે સ્ટેચ્યુ ઓફ યુનિટી સોમવારે રહેશે ખુલ્લું

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

  • સોમવારે મેન્ટેનન્સના કારણે બંધ હોય છે SOU
  • અન્ય પ્રવાસન સ્થળો પણ ખુલ્લો રાખવાનો નિર્ણય
  • સામાન્ય દિવસોમાં SOUસોમવારના દિવસે મેન્ટેનન્સના કારણે બંધ હોય છે

ગુજરાતના નર્મદા જિલ્લામાં આવેલું મહત્વનુ સ્થળે એટલે સ્ટેચ્યુ ઓફ યુનિટી,આ જગ્યાએ રોજના હજારો પ્રવાસીઓ મુલાકાત લેતા હોય છે,તો દર સોમવારે મેન્ટેનન્સના કારણે SOU બંધ રાખવામાં આવે છે પરંતુ,આ સોમવારે એટલે કે 17 જૂનના રોજ મુસ્લિમ બિરાદરોના પર્વને લઈને SOU ખુલ્લુ રખવામાં આવશે,સાથે સાથે અન્ય પ્રવાસન સ્થળો પણ ખુલ્લા રાખવાનો નિર્ણય કરાયો છે.

SOUમાં ચિલ્ડ્રન પાર્ક બંધ રહેશે

હાલમાં રાજકોટના ગેમઝોનમાં સર્જાયેલ આગ દુર્ઘટનાને લઈને રાજ્યભરમાં ફાયર સેફટીને લઈને અનેક સ્થળે તપાસ ચાલી રહી છે. ઉપરાંત મોટાભાગના પ્રવાસન સ્થળ બંધ કરી દેવામાં આવ્યા છે. દુનિયાની સૌથી ઊંચી પ્રતિમા સ્ટેચ્યુ ઓફ યુનિટી અને તેની નજીક સ્થિત ચિલ્ડ્રન ન્યુટ્રિશન પાર્ક પણ બંધ કરવામાં આવ્યા છે. જોકે અહીં દેશ અને વિદેશમાંથી રજાના દિવસો માણવા પ્રવાસીઓ આવી રહ્યા છે. પરંતુ અહીં પહોંચ્યા બાદ તમામ વીલા મોઢે પરત ફરી રહ્યા છે. અહીં ચિલ્ડ્રન ન્યુટ્રિશન પાર્ક બંધ કરવામાં આવ્યો છે.

SOUમાં રજાના દિવસે હજારોની સંખ્યામાં પ્રવાસીઓ આવ્યા

ઉનાળુ વેકેશનમાં પ્રવાસીઓ માટે નર્મદા જિલ્લા સ્થિત સ્ટેચ્યુ ઓફ યુનિટી પ્રવાસન ધામ બન્યું છે. છેલ્લા એક મહિનામાં 2.50 લાખથી વધુ પ્રવાસીઓ સ્ટેચ્યુ ઓફ યુનિટી જોવા આવી ચૂક્યા છે. હાલ ચાલી રહેલા ઉનાળુ વેકેશનમાં રાજ્યના અનેક પ્રવાસન ધામ ખાતે પ્રવાસીઓનો ધસારો વધી રહ્યો છે, ત્યારે વેકેશનના અંતિમ શનિ-રવિએ હજારોની સંખ્યામાં પ્રવાસીઓ નર્મદા જિલ્લા સ્થિત સ્ટેચ્યુ ઓફ યુનિટી જોવા માટે આવી પહોચ્યા હતા.સ્ટેચ્યુ ઓફ યુનિટી ખાતે વર્ષ 2018થી અત્યાર સુધીમાં પોણા ત્રણ કરોડ પ્રવાસીઓ આવી ચૂક્યા છે. જે બતાવે છે કે, દુનિયાની સૌથી ઊંચી પ્રતિમા સ્ટેચ્યુ ઓફ યુનિટીનો વિસ્તાર પ્રવાસીઓને ભારે આકર્ષી રહ્યો છે. પાછલા મહિના વાત કરીએ તો અંદાજે 2.50 લાખ પ્રવાસીઓ SOU આવી ચૂક્યા છે, ત્યારે આ વખતે વિક્રમજનક પ્રવાસીઓ નોંધાયા છે.

શાળા અને કોલેજના વિધાર્થીઓને ગ્રુપમાં કન્સેશન મળશે

સ્ટેચ્યુ ઓફ યુનિટીમાં સરકારી અને ખાનગી શાળા કોલેજોના વિદ્યાર્થીઓના જૂથને, દિવ્યાંગ વ્યક્તિઓના જૂથને તેમજ સરકારી-અર્ધ સરકારી સંસ્થાઓના જૂથને હવેથી ટિકિટના દરમાં 50 ટકા રાહત અપાશે. સ્ટેચ્યુ ઓફ યુનિટીના નિયમન સત્તામંડળે ગવર્નિંગ બોર્ડની મિટિંગમાં આ નિર્ણય લેવાયો છે. જો કે ટિકિટમાં 50 ટકા રાહત મેળવવા ઈચ્છતા જૂથોએ પોતાની શિક્ષણ સંસ્થાના ઓળખકાર્ડ સાથે રાખવાના રહેશે. તાલીમી સંસ્થાઓ હોય તો ફેકલ્ટી મેમ્બર જૂથ સાથે હોવા જોઈએ. તેમને પણ રાહત મળશે. જૂથમાં ઓછામાં ઓછા 15 વ્યક્તિઓ સામેલ હોવા જોઈએ અને જો 15 કરતા ઓછા સંખ્યા હશે તો તેમને રાહત આપવાનો નિર્ણય ઓથોરિટીના મુખ્ય કારોબારી અધિકારી કરશે.