Gujarat Weather : એક સપ્તાહ બાદ દક્ષિણ ગુજરાતમાં વરસાદનુ થશે આગમન,હવામાનની આગાહી

રાજયના ખેડૂતો માટે સારા સમાચાર આ વર્ષે ચોમાસું એકથી બે દિવસ વહેલું રહેશે હવામાન વિભાગની વાતાવરણને લઈ આગાહી અમદાવાદ હવામાન વિભાગે આગાહી કરી છે કે,આવતા સપ્તાહથી પ્રિમોન્સુન એક્ટિવિટી શરૂ થશે સાથે સાથે રાજયમાં કેટલાક સ્થળોએ હળવો વરસાદ થવાની પણ શકયતાઓ સેવાઈ છે.સાથે સાથે આગામી સમયમાં શહેરમાં ભારે પવન પણ ફૂંકાઈ શકે છે.20-25 કિમીની ઝડપે ફૂંકાશે પવન ત્યારબાદ પવનની ગતિમાં થશે વધારો.આજે સુરેન્દ્રનગરમાં સૌથી વધુ 42.1 ડિગ્રી તાપમાન નોધાયું છે,અમદાવાદમાં તાપમાન 42 ડિગ્રી નોંધાયું છે. હાલ વાદળછાયું વાતાવરણ છેલ્લા 2 દિવસથી રાજયના વાતાવરણમાં પલટો આવ્યો છે, તાપની સાથે-સાથે સુસવાટાભેર પવન ફૂંકાઈ રહ્યો છે, ત્યારે રાજ્યના લોકોને ગરમીથી થોડી રાહત મળી છે. છૂટાછવાયા કેટલાક વિસ્તારોમાં છેલ્લા બે દિવસથી વાદળછાયું વાતાવરણ હતું, ત્યારે હવે રાજયના લોકો ચોમાસાના આગમનની રાહ જોઈ રહ્યાં છે. ત્યારે હવામાન વિભાગે આગામી દિવસોના હવામાનની આગાહી કરતા જણાવ્યું હતું કે રાજયમાં પાંચ દિવસ સુધી વાતાવરણ સુકું રહેશે અને રાજ્યમાં ચોમાસું 15 જૂનથી શરૂ થવાની સંભાવના છે. ભારતમાં ચોમાસાની થઈ શરૂઆત ભારતીય હવામાન વિભાગની (IMD)આગાહી અનુસાર દક્ષિણ-પશ્ચિમ ચોમાસું કેરળ અને ઉત્તરપૂર્વના ભાગોમાં પહોંચી ગયું છે. દક્ષિણ પશ્ચિમ ચોમાસું 15 જૂને ગુજરાતમાં પ્રવેશ કરશે. 15 જૂનથી ગુજરાતમાં ચોમાસાની શરૂઆત થશે, જે રાજ્યમાં ચોમાસાના આગમનની સામાન્ય તારીખ છે. જો કે તેમાં ચાર-પાંચ દિવસ આગળ-પાછળ થઈ શકે એમ છે. ગુજરાતના જાણીતા હવામાન નિષ્ણાત પરેશ ગોસ્વામીની આગાહી રાજ્યમાં 16 જૂન સુધીમાં ભરે પવન સાથે વરસાદની આગાહી કરી છે, તો 17 જૂનથી આકરી ગરમી પડવાની સંભાવના પણ વ્યક્ત કરી છે. તેમણે જણાવ્યું કે પવનની દિશામાં બદલાવની સાથે ઝડપમાં પણ છેલ્લા 2-3 દિવસથી વધારો જોવા મળ્યો છે. 25થી 30 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે પવન ફૂંકાઈ રહ્યો છે, જેમાં 1-2 જૂને ઘટાડાની સંભાવના વ્યક્ત કરી છે. છેલ્લા કેટલાક દિવસોથી ઉત્તર પશ્ચિમ દિશાનો પવન ફૂંકાઈ રહ્યો હતો, જે બદલાઈને પશ્ચિમ દિશામાં ફૂંકાઈ રહ્યો છે. આમ થવાને કારણે તાપમાનમાં ઘટાડો થયો છે અને વાતાવરણ વાદળછાયું છે.

Gujarat Weather : એક સપ્તાહ બાદ દક્ષિણ ગુજરાતમાં વરસાદનુ થશે આગમન,હવામાનની આગાહી

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

  • રાજયના ખેડૂતો માટે સારા સમાચાર
  • આ વર્ષે ચોમાસું એકથી બે દિવસ વહેલું રહેશે
  • હવામાન વિભાગની વાતાવરણને લઈ આગાહી

અમદાવાદ હવામાન વિભાગે આગાહી કરી છે કે,આવતા સપ્તાહથી પ્રિમોન્સુન એક્ટિવિટી શરૂ થશે સાથે સાથે રાજયમાં કેટલાક સ્થળોએ હળવો વરસાદ થવાની પણ શકયતાઓ સેવાઈ છે.સાથે સાથે આગામી સમયમાં શહેરમાં ભારે પવન પણ ફૂંકાઈ શકે છે.20-25 કિમીની ઝડપે ફૂંકાશે પવન ત્યારબાદ પવનની ગતિમાં થશે વધારો.આજે સુરેન્દ્રનગરમાં સૌથી વધુ 42.1 ડિગ્રી તાપમાન નોધાયું છે,અમદાવાદમાં તાપમાન 42 ડિગ્રી નોંધાયું છે.

હાલ વાદળછાયું વાતાવરણ

છેલ્લા 2 દિવસથી રાજયના વાતાવરણમાં પલટો આવ્યો છે, તાપની સાથે-સાથે સુસવાટાભેર પવન ફૂંકાઈ રહ્યો છે, ત્યારે રાજ્યના લોકોને ગરમીથી થોડી રાહત મળી છે. છૂટાછવાયા કેટલાક વિસ્તારોમાં છેલ્લા બે દિવસથી વાદળછાયું વાતાવરણ હતું, ત્યારે હવે રાજયના લોકો ચોમાસાના આગમનની રાહ જોઈ રહ્યાં છે. ત્યારે હવામાન વિભાગે આગામી દિવસોના હવામાનની આગાહી કરતા જણાવ્યું હતું કે રાજયમાં પાંચ દિવસ સુધી વાતાવરણ સુકું રહેશે અને રાજ્યમાં ચોમાસું 15 જૂનથી શરૂ થવાની સંભાવના છે.

ભારતમાં ચોમાસાની થઈ શરૂઆત

ભારતીય હવામાન વિભાગની (IMD)આગાહી અનુસાર દક્ષિણ-પશ્ચિમ ચોમાસું કેરળ અને ઉત્તરપૂર્વના ભાગોમાં પહોંચી ગયું છે. દક્ષિણ પશ્ચિમ ચોમાસું 15 જૂને ગુજરાતમાં પ્રવેશ કરશે. 15 જૂનથી ગુજરાતમાં ચોમાસાની શરૂઆત થશે, જે રાજ્યમાં ચોમાસાના આગમનની સામાન્ય તારીખ છે. જો કે તેમાં ચાર-પાંચ દિવસ આગળ-પાછળ થઈ શકે એમ છે.

ગુજરાતના જાણીતા હવામાન નિષ્ણાત પરેશ ગોસ્વામીની આગાહી

રાજ્યમાં 16 જૂન સુધીમાં ભરે પવન સાથે વરસાદની આગાહી કરી છે, તો 17 જૂનથી આકરી ગરમી પડવાની સંભાવના પણ વ્યક્ત કરી છે. તેમણે જણાવ્યું કે પવનની દિશામાં બદલાવની સાથે ઝડપમાં પણ છેલ્લા 2-3 દિવસથી વધારો જોવા મળ્યો છે. 25થી 30 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે પવન ફૂંકાઈ રહ્યો છે, જેમાં 1-2 જૂને ઘટાડાની સંભાવના વ્યક્ત કરી છે. છેલ્લા કેટલાક દિવસોથી ઉત્તર પશ્ચિમ દિશાનો પવન ફૂંકાઈ રહ્યો હતો, જે બદલાઈને પશ્ચિમ દિશામાં ફૂંકાઈ રહ્યો છે. આમ થવાને કારણે તાપમાનમાં ઘટાડો થયો છે અને વાતાવરણ વાદળછાયું છે.