Gujarat ACB News: Suratમાં વધુ 2 લાંચિયા અધિકારી ઝડપાયા

ACBએ ખાણ-ખનીજના 2 અધિકારીને ઝડપ્યા કલાસ વન અધિકારી નરેશ અને કપિલની ધરપકડ ફ્લાઈંગ સ્ક્વોડ દ્વારા હેરાનગતિ નહીં કરવા માગી લાંચ ગુજરાતમાં અધિકારીઓ લાંચ લેતા ડરતા નથી,પગાર તો આવે છે પણ સાથે સાથે લાંચ લઈને તેમને વધુ ખુશી મળી છે અને તેમના મોંઘાદાટ મોજશોખ પણ પૂરા થાય છે.સુરતમાં વધુ 2 લાંચિયા અધિકારી ઝડપાયા છે. જેમાં ACBએ ખાણ-ખનીજના 2 અધિકારીને ઝડપ્યા છે. તેમાં રૂપિયા 2 લાખની લાંચ લેતા અધિકારીઓને ઝડપી પાડ્યા છે. આરોપીઓની ધરપકડ કરતા લાંચિયા અધિકારીઓમાં ફફડાટ કલાસ વન અધિકારી નરેશ અને કપિલની ધરપકડ કરતા લાંચિયા અધિકારીઓમાં ફફડાટ ફેલાયો છે. તેમજ ફ્લાઈંગ સ્ક્વોડ દ્વારા હેરાનગતિ નહીં કરવા લાંચ માગી હતી. આરોપી નરેશ જાની પોલીસના સંકજામાંથી ફરાર થયો છે. જેમાં એક આરોપીને પકડવામાં એસીબીના હાથે સફળતા લાગી છે. ફરિયાદીની ભાઠા વિસ્તારમાં રેતી અંગેની કામગીરી ચાલી રહી છે. તેમાં ફ્લાઈંગ સ્ક્વોડ દ્વારા તેઓની કામગીરી અને હેરાનગતિ નહિ કરવા લાંચ માગી હતી. તેમાં સીમાડા જકાતનાકા પાસેથી આરોપી કપિલને લાંચ લેતા ઝડપી પડયો છે. તથા આરોપી નરેશ જાની પોલીસના હાથેથી ભાગી છૂટ્યો છે. પાલિકાની નાનપુરા ઓફિસમાં જ બંનેએ લાંચની રકમ સ્વીકારી અગાઉ સુરતના ફૂડ ઈન્સ્પેકટર હેમેન ગોહિલ અને તેમના કલાર્ક ગુલામ શેખ રૂપિયા 45 હજારની લાંચ લેતા એસીબીના હાથે ઝડપાઈ ગયો હતો. શાકભાજીના વેપારી પાસે લાંચ માગી હતી. વેપારીએ લાયસન્સ મેળવવા SMCમાં ઓનલાઈન અરજી કરી હતી. પાલિકાની નાનપુરા ઓફિસમાં જ બંનેએ લાંચની રકમ સ્વીકારી હતી. નાનપુરા રંગ ઉપવનની બાજુમાં ફૂડ ઈન્સ્પેક્શન કચેરીમાં ટ્રેપ ગોઠવી રાંદેર ઝોનના વહીવટી કલાર્ક ગુલામ શેખને 45 હજારની લાંચ લેતા પકડયા હતા. તેણે ફૂડ સેફ્ટી ઓફિસર હેમેન ગોહિલના કહેવાથી લાંચ સ્વીકારી હોવાનું નિવેદન આપતા તેમની પણ ધરપકડ કરાઈ હતી. 30 એપ્રિલ 2024ના રોજ મહિલા PSI લાંચ લેતા ઝડપાયા સુરતના લાલગેટ પોલીસ મથકના મહિલા PSI સહિત તેના પુત્રની રૂપિયા 8,000 ની લાંચ કેસમાં સુરત ACB દ્વારા ધરપકડ કરવામાં આવી હતી. ફરિયાદીના ટેકનિશિયન વિરુદ્ધ લાલગેટ પોલીસ મથકમાં અરજદાર દ્વારા અરજી કરવામાં આવી હતી. જે અરજીના કામે ટેકનિશિયન વિરુદ્ધ સીઆરપીસીની કલમ 151 મુજબ કાર્યવાહી ન કરવા માટે મહિલા PSI દ્વારા રૂપિયા 10,000 ની લાંચ માંગવામાં આવી હતી. રકઝકના અંતે રૂપિયા 8000 માં સમાધાન થતાં પોતાના પુત્ર વતી લાંચ લેતા મહિલા PSIને સુરત ACBએ ઝડપી પાડી હતી. કરજણમાં લાંચ લેતા ઝડપાયો અધિકારી કરજણ તાલુકા સેવાસદનના સર્કલ ઓફિસર 10,000ની લાંચ લેતા રંગે ઝડપાયો હતો. આ લાંચિયા નાયબ મામલતદારે વારસાઈમાં એન્ટ્રી મંજૂર કરવા લાંચ માગી હતી. ACBએ ભ્રષ્ટ અધિકારીની ધરપકડ કરીને કાર્યવાહી હાથ ધરી છે. આ અધિકારી કોઇપણ કામ લાંચ લીધા વગર કામ કરતો ન હતો.

Gujarat ACB News: Suratમાં  વધુ 2 લાંચિયા અધિકારી ઝડપાયા

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

  • ACBએ ખાણ-ખનીજના 2 અધિકારીને ઝડપ્યા
  • કલાસ વન અધિકારી નરેશ અને કપિલની ધરપકડ
  • ફ્લાઈંગ સ્ક્વોડ દ્વારા હેરાનગતિ નહીં કરવા માગી લાંચ

ગુજરાતમાં અધિકારીઓ લાંચ લેતા ડરતા નથી,પગાર તો આવે છે પણ સાથે સાથે લાંચ લઈને તેમને વધુ ખુશી મળી છે અને તેમના મોંઘાદાટ મોજશોખ પણ પૂરા થાય છે.સુરતમાં વધુ 2 લાંચિયા અધિકારી ઝડપાયા છે. જેમાં ACBએ ખાણ-ખનીજના 2 અધિકારીને ઝડપ્યા છે. તેમાં રૂપિયા 2 લાખની લાંચ લેતા અધિકારીઓને ઝડપી પાડ્યા છે.

આરોપીઓની ધરપકડ કરતા લાંચિયા અધિકારીઓમાં ફફડાટ

કલાસ વન અધિકારી નરેશ અને કપિલની ધરપકડ કરતા લાંચિયા અધિકારીઓમાં ફફડાટ ફેલાયો છે. તેમજ ફ્લાઈંગ સ્ક્વોડ દ્વારા હેરાનગતિ નહીં કરવા લાંચ માગી હતી. આરોપી નરેશ જાની પોલીસના સંકજામાંથી ફરાર થયો છે. જેમાં એક આરોપીને પકડવામાં એસીબીના હાથે સફળતા લાગી છે. ફરિયાદીની ભાઠા વિસ્તારમાં રેતી અંગેની કામગીરી ચાલી રહી છે. તેમાં ફ્લાઈંગ સ્ક્વોડ દ્વારા તેઓની કામગીરી અને હેરાનગતિ નહિ કરવા લાંચ માગી હતી. તેમાં સીમાડા જકાતનાકા પાસેથી આરોપી કપિલને લાંચ લેતા ઝડપી પડયો છે. તથા આરોપી નરેશ જાની પોલીસના હાથેથી ભાગી છૂટ્યો છે.

પાલિકાની નાનપુરા ઓફિસમાં જ બંનેએ લાંચની રકમ સ્વીકારી

અગાઉ સુરતના ફૂડ ઈન્સ્પેકટર હેમેન ગોહિલ અને તેમના કલાર્ક ગુલામ શેખ રૂપિયા 45 હજારની લાંચ લેતા એસીબીના હાથે ઝડપાઈ ગયો હતો. શાકભાજીના વેપારી પાસે લાંચ માગી હતી. વેપારીએ લાયસન્સ મેળવવા SMCમાં ઓનલાઈન અરજી કરી હતી. પાલિકાની નાનપુરા ઓફિસમાં જ બંનેએ લાંચની રકમ સ્વીકારી હતી. નાનપુરા રંગ ઉપવનની બાજુમાં ફૂડ ઈન્સ્પેક્શન કચેરીમાં ટ્રેપ ગોઠવી રાંદેર ઝોનના વહીવટી કલાર્ક ગુલામ શેખને 45 હજારની લાંચ લેતા પકડયા હતા. તેણે ફૂડ સેફ્ટી ઓફિસર હેમેન ગોહિલના કહેવાથી લાંચ સ્વીકારી હોવાનું નિવેદન આપતા તેમની પણ ધરપકડ કરાઈ હતી.

30 એપ્રિલ 2024ના રોજ મહિલા PSI લાંચ લેતા ઝડપાયા

સુરતના લાલગેટ પોલીસ મથકના મહિલા PSI સહિત તેના પુત્રની રૂપિયા 8,000 ની લાંચ કેસમાં સુરત ACB દ્વારા ધરપકડ કરવામાં આવી હતી. ફરિયાદીના ટેકનિશિયન વિરુદ્ધ લાલગેટ પોલીસ મથકમાં અરજદાર દ્વારા અરજી કરવામાં આવી હતી. જે અરજીના કામે ટેકનિશિયન વિરુદ્ધ સીઆરપીસીની કલમ 151 મુજબ કાર્યવાહી ન કરવા માટે મહિલા PSI દ્વારા રૂપિયા 10,000 ની લાંચ માંગવામાં આવી હતી. રકઝકના અંતે રૂપિયા 8000 માં સમાધાન થતાં પોતાના પુત્ર વતી લાંચ લેતા મહિલા PSIને સુરત ACBએ ઝડપી પાડી હતી.

કરજણમાં લાંચ લેતા ઝડપાયો અધિકારી

કરજણ તાલુકા સેવાસદનના સર્કલ ઓફિસર 10,000ની લાંચ લેતા રંગે ઝડપાયો હતો. આ લાંચિયા નાયબ મામલતદારે વારસાઈમાં એન્ટ્રી મંજૂર કરવા લાંચ માગી હતી. ACBએ ભ્રષ્ટ અધિકારીની ધરપકડ કરીને કાર્યવાહી હાથ ધરી છે. આ અધિકારી કોઇપણ કામ લાંચ લીધા વગર કામ કરતો ન હતો.