Rajkot અગ્નિકાંડ મુદ્દે હાઈકોર્ટમાં થયેલી સુઓમોટોમાં 5 મહાનગરપાલિકાએ કોર્ટમાં કરી એફિડેવિટ

રાજકોટ મનપા કમિશનરે કોર્ટમાં ફાઇલ કર્યું એફિડેવિટ અમદાવાદ ,સુરત, વડોદરા મનપાએ સીલબંધ કવરમાં કોર્ટમાં કર્યું એફિડેવિટ રાજકોટ અગ્નિકાંડ બાદ ફાયર વિભાગ સાથે ખાસ ડ્રાઇવ યથાવત હોવાનો એફિડેવિટમાં ઉલ્લેખ રાજકોટ અગ્નિકાંડ કેસમાં ગુજરાત હાઈકોર્ટમાં તાત્કાલિક સુનાવણી હાથ ધરવામાં આવી હતી,જેમાં મહાનગરપાલિકાની કોર્ટે ઝાટકણી કાઢી હતી.ત્યારે સુઓમોટામાં 5 મહાનગરપાલિકાએ અલગ-અલગ મુદ્દાઓને લઈ કોર્ટમાં એફિડેવિટ કરી હતી.તો આ મામલે ગુજરાત હાઇકોર્ટમાં 6 જુને વધુ સુનાવણી થશે. અમદાવાદમાં 40 થી વધુ મિલકતો સિલ કરી-AMCઅમદાવાદ મનપાએ કોર્ટમાં એફિડેવિટ કરી હતી જેમાં શાળા,કોલેજ,હોસ્પિટલ,કોમ્પ્લેક્ષસ સહિત અન્ય જગ્યાઓ પર ફાયર એનઓસી તેમજ ફાયરના સાધનોને લઈ કાર્યવાહી કરી હોવાનો ઉલ્લેખ કરાયો છે. ગુજરાત હાઇકોર્ટમાં રાજકોટ મનપાનો એફિડેવિટમાં લુલો બચાવ રાજકોટ મનપાએ તેની એફિટેવિટમાં ઉલ્લેખ કર્યો કે,જવાબદાર 8 અધિકારીઓને સસ્પેન્ડ કર્યા છે,તમામ ગેમઝોન હમણાં રહેશે બંધ,તપાસમાં હજી બેદરકારી રાખનાર અધિકારી સામે પગલાં લેવાશે,ફાયર એકટની અમ્લવારી કડકપણે કરાવી રહ્યા છે તો હજી ફાયર એકટ મુજબ ડ્રાઈવ ચાલુ રહેશે Sit રિપોર્ટ બાદ બેદરકારો સામે સસ્પેન્ડ કરવાની રાજકોટ મનપાએ તૈયારી દર્શાવી છે. ગેરકાયદેસર ચાલતું હતું ગેમઝોન ગુજરાત હાઈકોર્ટે નોંધ્યું હતુ કે રાજકોટ ગેમઝોને BU પરમિશન લેવી પડે પણ આ ગેમિંગ ઝોને પ્લાન પાસ કરાવ્યા ન હતા. એટલે કે NOC ન હતી. તેના પરથી કહી શકાય કે આ ગેમઝોન ગેરકાયદેસર ચાલતું હતું. અધિકારીએ કેમ ધ્યાન ન આપ્યું તે મુદ્દે પણ ગુજરાત હાઈકોર્ટમાં દલીલ થઈ હતી. જે વખતે સુનાવણી થઈ હતી તે વખતના મુખ્ય મુદ્દા ગુજરાત હાઈકોર્ટે સુઓમોટો લઈ મોટી દુર્ઘટના વિશે પિટિશન કરી હતી. જેની સુનાવણી સાડા ચાર કલાક ચાલી હતી. જેમાં હાઈકોર્ટે કેટલાક તથ્યો પર પ્રશ્નો કર્યા હતા. જેમાં ડાયરેક્શન ઈશ્યુ કર્યા કે કયા ધોરણે મંજૂરી અપાઈ, NOC હતું કે નહીં, GDCR મુજબ હતું કે નહીં? સુનાવણી દરમિયાન ગુજરાત હાઈકોર્ટે કોર્પોરેશન, સરકારની દલીલો સાંભળી હતી. આખા રાજ્યના બધા ગેમ ઝોન તાત્કાલિક બંધ કરવામાં આવે તેવો આદેશ કરીને હાઈકોર્ટે જણાવ્યું હતું કે, આ ગેમ ઝોનને ટેમ્પરરી સ્ટ્રક્ચર તરીકે ન ગણી શકાય. BU અને NOC તેમજ ફાયર સેફટી જરૂરી છે. કોઈ કોમ્પરોમાઈસ નહિ કરાય. આમાં કોર્પોરેશન, પોલીસ, ફાયર, આર એન બી જેવા બધા વિભાગો જવાબદાર છે.

Rajkot અગ્નિકાંડ મુદ્દે હાઈકોર્ટમાં થયેલી સુઓમોટોમાં 5 મહાનગરપાલિકાએ કોર્ટમાં કરી એફિડેવિટ

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

  • રાજકોટ મનપા કમિશનરે કોર્ટમાં ફાઇલ કર્યું એફિડેવિટ
  • અમદાવાદ ,સુરત, વડોદરા મનપાએ સીલબંધ કવરમાં કોર્ટમાં કર્યું એફિડેવિટ
  • રાજકોટ અગ્નિકાંડ બાદ ફાયર વિભાગ સાથે ખાસ ડ્રાઇવ યથાવત હોવાનો એફિડેવિટમાં ઉલ્લેખ

રાજકોટ અગ્નિકાંડ કેસમાં ગુજરાત હાઈકોર્ટમાં તાત્કાલિક સુનાવણી હાથ ધરવામાં આવી હતી,જેમાં મહાનગરપાલિકાની કોર્ટે ઝાટકણી કાઢી હતી.ત્યારે સુઓમોટામાં 5 મહાનગરપાલિકાએ અલગ-અલગ મુદ્દાઓને લઈ કોર્ટમાં એફિડેવિટ કરી હતી.તો આ મામલે ગુજરાત હાઇકોર્ટમાં 6 જુને વધુ સુનાવણી થશે.

અમદાવાદમાં 40 થી વધુ મિલકતો સિલ કરી-AMC

અમદાવાદ મનપાએ કોર્ટમાં એફિડેવિટ કરી હતી જેમાં શાળા,કોલેજ,હોસ્પિટલ,કોમ્પ્લેક્ષસ સહિત અન્ય જગ્યાઓ પર ફાયર એનઓસી તેમજ ફાયરના સાધનોને લઈ કાર્યવાહી કરી હોવાનો ઉલ્લેખ કરાયો છે.

ગુજરાત હાઇકોર્ટમાં રાજકોટ મનપાનો એફિડેવિટમાં લુલો બચાવ

રાજકોટ મનપાએ તેની એફિટેવિટમાં ઉલ્લેખ કર્યો કે,જવાબદાર 8 અધિકારીઓને સસ્પેન્ડ કર્યા છે,તમામ ગેમઝોન હમણાં રહેશે બંધ,તપાસમાં હજી બેદરકારી રાખનાર અધિકારી સામે પગલાં લેવાશે,ફાયર એકટની અમ્લવારી કડકપણે કરાવી રહ્યા છે તો હજી ફાયર એકટ મુજબ ડ્રાઈવ ચાલુ રહેશે Sit રિપોર્ટ બાદ બેદરકારો સામે સસ્પેન્ડ કરવાની રાજકોટ મનપાએ તૈયારી દર્શાવી છે.

ગેરકાયદેસર ચાલતું હતું ગેમઝોન

ગુજરાત હાઈકોર્ટે નોંધ્યું હતુ કે રાજકોટ ગેમઝોને BU પરમિશન લેવી પડે પણ આ ગેમિંગ ઝોને પ્લાન પાસ કરાવ્યા ન હતા. એટલે કે NOC ન હતી. તેના પરથી કહી શકાય કે આ ગેમઝોન ગેરકાયદેસર ચાલતું હતું. અધિકારીએ કેમ ધ્યાન ન આપ્યું તે મુદ્દે પણ ગુજરાત હાઈકોર્ટમાં દલીલ થઈ હતી.

જે વખતે સુનાવણી થઈ હતી તે વખતના મુખ્ય મુદ્દા

ગુજરાત હાઈકોર્ટે સુઓમોટો લઈ મોટી દુર્ઘટના વિશે પિટિશન કરી હતી. જેની સુનાવણી સાડા ચાર કલાક ચાલી હતી. જેમાં હાઈકોર્ટે કેટલાક તથ્યો પર પ્રશ્નો કર્યા હતા. જેમાં ડાયરેક્શન ઈશ્યુ કર્યા કે કયા ધોરણે મંજૂરી અપાઈ, NOC હતું કે નહીં, GDCR મુજબ હતું કે નહીં? સુનાવણી દરમિયાન ગુજરાત હાઈકોર્ટે કોર્પોરેશન, સરકારની દલીલો સાંભળી હતી. આખા રાજ્યના બધા ગેમ ઝોન તાત્કાલિક બંધ કરવામાં આવે તેવો આદેશ કરીને હાઈકોર્ટે જણાવ્યું હતું કે, આ ગેમ ઝોનને ટેમ્પરરી સ્ટ્રક્ચર તરીકે ન ગણી શકાય. BU અને NOC તેમજ ફાયર સેફટી જરૂરી છે. કોઈ કોમ્પરોમાઈસ નહિ કરાય. આમાં કોર્પોરેશન, પોલીસ, ફાયર, આર એન બી જેવા બધા વિભાગો જવાબદાર છે.