Ahmedabad News: સરકારી અને AMC સંચાલિત શાળાઓમાં એડમિશન વધ્યા

AMCની શાળાઓમાં રેકોર્ડ બ્રેક એડમિશનવર્ષ 2024-25 માટે 28490 બાળકોએ પ્રવેશ લીધો બાળ વાટિકા અને ધોરણ 1માં બાળકોએ લીધો પ્રવેશ સમગ્ર રાજ્યમાં ટૂંક સમયમાં નવું શૈક્ષણિક સત્ર શરૂ થવા જઈ રહ્યું છે. ત્યારે, વાલીઓએ પોતાના બાળકોને નવા ધોરણમાં પ્રવેશ માટે એડમિશન પ્રક્રિયા કરી લીધી છે. રાજ્યની મોટાભાગની શાળાઓમાં પ્રવેશ પ્રક્રિયા પૂર્ણ થઈ ગઈ છે. ત્યારે, અમદાવાદના શિક્ષણ જગતને લઈને ચોંકાવનારા છતાં સુખદ આંકડા સામે આવ્યા છે. આ વખતે અમદાવાદની સરકારી અને AMC સંચાલિત શાળાઓમાં મોટા પ્રમાણમાં વાલીઓએ પોતાના બાળકોનું એડમિશન કરાવ્યું છે. મળતી માહિતી મુજબ, સરકારી અને AMC સંચાલિત શાળાઓમાં આ વખતે રેકોર્ડ બ્રેક નવા એડમિશન થયા છે. નવા થયેલા એડમિશનમાં મોટા ભાગના બાળકો ખાનગી શાળાઓ માંથી સરકારી શાળાઓમાં આવ્યા હોવાની વાત સામે આવી છે. એટલે કે કહી શકાય કે વાલીઓએ ખાનગી શાળાઓ માંથી સરકારી શાળાઓ તરફ દોટ મૂકી છે. આ વખતે થયેલા એડમિશનના આંકડા જોઈએ તો આ વર્ષે પહેલીવાર સરકારી શાળામાં સૌથી એડમિશનનો રેકોર્ડ બ્રેક થયો છે. વર્ષ 2024-25 માટે AMC સંચાલિત સરકારી શાળાઓમાં બાળ વાટિકા અને ધોરણ 1 માટે કુલ 28 હજાર 490 બાળકોએ પ્રવેશ લીધો છે. જે એક રેકોર્ડ છે.

Ahmedabad News: સરકારી અને AMC સંચાલિત શાળાઓમાં એડમિશન વધ્યા

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

  • AMCની શાળાઓમાં રેકોર્ડ બ્રેક એડમિશન
  • વર્ષ 2024-25 માટે 28490 બાળકોએ પ્રવેશ લીધો
  • બાળ વાટિકા અને ધોરણ 1માં બાળકોએ લીધો પ્રવેશ

સમગ્ર રાજ્યમાં ટૂંક સમયમાં નવું શૈક્ષણિક સત્ર શરૂ થવા જઈ રહ્યું છે. ત્યારે, વાલીઓએ પોતાના બાળકોને નવા ધોરણમાં પ્રવેશ માટે એડમિશન પ્રક્રિયા કરી લીધી છે. રાજ્યની મોટાભાગની શાળાઓમાં પ્રવેશ પ્રક્રિયા પૂર્ણ થઈ ગઈ છે. ત્યારે, અમદાવાદના શિક્ષણ જગતને લઈને ચોંકાવનારા છતાં સુખદ આંકડા સામે આવ્યા છે.

આ વખતે અમદાવાદની સરકારી અને AMC સંચાલિત શાળાઓમાં મોટા પ્રમાણમાં વાલીઓએ પોતાના બાળકોનું એડમિશન કરાવ્યું છે. મળતી માહિતી મુજબ, સરકારી અને AMC સંચાલિત શાળાઓમાં આ વખતે રેકોર્ડ બ્રેક નવા એડમિશન થયા છે. નવા થયેલા એડમિશનમાં મોટા ભાગના બાળકો ખાનગી શાળાઓ માંથી સરકારી શાળાઓમાં આવ્યા હોવાની વાત સામે આવી છે. એટલે કે કહી શકાય કે વાલીઓએ ખાનગી શાળાઓ માંથી સરકારી શાળાઓ તરફ દોટ મૂકી છે.

આ વખતે થયેલા એડમિશનના આંકડા જોઈએ તો આ વર્ષે પહેલીવાર સરકારી શાળામાં સૌથી એડમિશનનો રેકોર્ડ બ્રેક થયો છે. વર્ષ 2024-25 માટે AMC સંચાલિત સરકારી શાળાઓમાં બાળ વાટિકા અને ધોરણ 1 માટે કુલ 28 હજાર 490 બાળકોએ પ્રવેશ લીધો છે. જે એક રેકોર્ડ છે.