સોલા સિવિલમાં સારવાર ન મળતા ૧૫ વર્ષના વિદ્યાર્થીના મોતનો આક્ષેપ

અમદાવાદ,શુક્રવારશહેરના સોલામાં આવેેલી આર સી ટેકનીકલ હાઇસ્કૂલમાં અભ્યાસ કરતો ૧૫ વર્ષનો કિશોર એસ જી હાઇવેના સર્વિસ રોડ જતો હતો. તે સમયે એક કાર ચાલકે ટક્કર મારતા તેને ગંભીર ઇજાઓ થતા સારવાર માટે સોલા સિવિલ લઇ જવામાં આવ્યો હતો. પરંતુ, સારવારના પુરતા સાધનો ન હોવાને કારણે અસારવા સિવિલ હોસ્પિટલ લઇ જવામાં આવ્યો હતો. પરંતુ, સારવાર મળે તે પહેલાં જ તેનું મોત થયું હતું. મૃતકના બહેને આ બનાવને લઇને આક્ષેપ કર્યો છે કે સોલા સિવિલમાં ઇમરજન્સી સારવારના અપુરતા સાધનોના અભાવે તેના ભાઇનું મોત નીપજ્યું હતું. હાલ અકસ્માતની ઘટના અંગે એ ડીવીઝન ટ્રાફિક પોલીસે ગુનો નોંધીને તપાસ શરૂ કરી છે.શહેરના વસ્ત્રાલ રબારી કોલોની પાસે રહેતો ૧૫ વર્ષીય અમન ભદોરિયા આર સી ટેકનીકલ હાઇસ્કૂલ સોલામા અભ્યાસ કરતો હોવાથી તે નિયમિત રીતે મેટ્રો ટ્રેનમાં અપડાઉન કરે છે. જેમાં થલતેજથી કોલેજ અન્ય વાહનમાં જાય છે. શુક્રવારે સવારે ૧૧ વાગે તે તેના મિત્ર સાથે એ જી હાઇવે સોલા સિવિલ સામેના સર્વિસ રોડથી હાઇસ્કૂલ તરફ જઇ રહ્યો હતો. ત્યારે પાછળથી એક કાર પુરઝડપે આવી હતી અમનને ટક્કર મારી હતી. જેથી તે ઉછળીને નીચે પટકાયો હતો. ત્યારબાદ કારનું ટાયર તેના ફરી વળતા તેને ગંભીર ઇજાઓ થઇ હતી. સારવાર માટે તેને સોલા સિવિલ હોસ્પિટલમાં લઇ જવામાં આવ્યો હતો. પરંતુ, તેને ગંભીર ઇજાઓ હોવાથી તેને સારવાર માટે અસારવા સિવિલ હોસ્પિટલ લઇ જવામાં આવ્યો હતો. પરંતુ, તે સિવિલ હોસ્પિટલ પહોંચે તે પહેલાં જ તેનું મોત નીપજ્યું હતું.  મૃતકના બહેન મયુરી ભદોરિયાએ કહ્યું હતું કે  જ્યારે મારા ભાઇને સોલા સિવિલ હોસ્પિટલ લઇ જવામાં આવ્યો ત્યારે સિવિલ હોસ્પિટલમાં ઇમરજન્સી સારવાર માટેના પુરતા સાધનો ન હોવાને કારણે તેને અસારવાની સિવિલ  હોસ્પિટલમાં લઇ જવાનું કહ્યું હતું. પરંતુ,અસારવા લઇ જતા સમયે જ તેનું રસ્તામાં મોત નીપજ્યું હતું.સોલા સિવિલ હોસ્પિટલ પશ્ચિમ વિસ્તારની સૌથી મોટી હોસ્પિટલ હોવા છતાંય, ત્યાં ઇમરજન્સી સારવાર માટેના પુરતા સાધનો ન હોવાને કારણે  અનેક લોકોને જીવ ગુમાવવામાં આવતા હોવાનો આક્ષેપ પણ કરાયો છે.  આ અંગે આરોગ્ય વિભાગમાં ઉચ્ચ કક્ષાએ રજૂઆત કરવામાં આવશે. હાલ સમગ્ર ઘટના અંગે એસ જી હાઇવે 1 ટ્રાફિક પોલીસે ગુનો નોંધીને કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

સોલા સિવિલમાં સારવાર ન મળતા ૧૫ વર્ષના વિદ્યાર્થીના મોતનો આક્ષેપ

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

અમદાવાદ,શુક્રવાર

શહેરના સોલામાં આવેેલી આર સી ટેકનીકલ હાઇસ્કૂલમાં અભ્યાસ કરતો ૧૫ વર્ષનો કિશોર એસ જી હાઇવેના સર્વિસ રોડ જતો હતો. તે સમયે એક કાર ચાલકે ટક્કર મારતા તેને ગંભીર ઇજાઓ થતા સારવાર માટે સોલા સિવિલ લઇ જવામાં આવ્યો હતો. પરંતુ, સારવારના પુરતા સાધનો ન હોવાને કારણે અસારવા સિવિલ હોસ્પિટલ લઇ જવામાં આવ્યો હતો. પરંતુ, સારવાર મળે તે પહેલાં જ તેનું મોત થયું હતું. મૃતકના બહેને આ બનાવને લઇને આક્ષેપ કર્યો છે કે સોલા સિવિલમાં ઇમરજન્સી સારવારના અપુરતા સાધનોના અભાવે તેના ભાઇનું મોત નીપજ્યું હતું. હાલ અકસ્માતની ઘટના અંગે એ ડીવીઝન ટ્રાફિક પોલીસે ગુનો નોંધીને તપાસ શરૂ કરી છે.શહેરના વસ્ત્રાલ રબારી કોલોની પાસે રહેતો ૧૫ વર્ષીય અમન ભદોરિયા આર સી ટેકનીકલ હાઇસ્કૂલ સોલામા અભ્યાસ કરતો હોવાથી તે નિયમિત રીતે મેટ્રો ટ્રેનમાં અપડાઉન કરે છે. જેમાં થલતેજથી કોલેજ અન્ય વાહનમાં જાય છે. શુક્રવારે સવારે ૧૧ વાગે તે તેના મિત્ર સાથે એ જી હાઇવે સોલા સિવિલ સામેના સર્વિસ રોડથી હાઇસ્કૂલ તરફ જઇ રહ્યો હતો. ત્યારે પાછળથી એક કાર પુરઝડપે આવી હતી અમનને ટક્કર મારી હતી. જેથી તે ઉછળીને નીચે પટકાયો હતો. ત્યારબાદ કારનું ટાયર તેના ફરી વળતા તેને ગંભીર ઇજાઓ થઇ હતી. સારવાર માટે તેને સોલા સિવિલ હોસ્પિટલમાં લઇ જવામાં આવ્યો હતો. પરંતુ, તેને ગંભીર ઇજાઓ હોવાથી તેને સારવાર માટે અસારવા સિવિલ હોસ્પિટલ લઇ જવામાં આવ્યો હતો. પરંતુ, તે સિવિલ હોસ્પિટલ પહોંચે તે પહેલાં જ તેનું મોત નીપજ્યું હતું.  મૃતકના બહેન મયુરી ભદોરિયાએ કહ્યું હતું કે  જ્યારે મારા ભાઇને સોલા સિવિલ હોસ્પિટલ લઇ જવામાં આવ્યો ત્યારે સિવિલ હોસ્પિટલમાં ઇમરજન્સી સારવાર માટેના પુરતા સાધનો ન હોવાને કારણે તેને અસારવાની સિવિલ  હોસ્પિટલમાં લઇ જવાનું કહ્યું હતું. પરંતુ,અસારવા લઇ જતા સમયે જ તેનું રસ્તામાં મોત નીપજ્યું હતું.સોલા સિવિલ હોસ્પિટલ પશ્ચિમ વિસ્તારની સૌથી મોટી હોસ્પિટલ હોવા છતાંય, ત્યાં ઇમરજન્સી સારવાર માટેના પુરતા સાધનો ન હોવાને કારણે  અનેક લોકોને જીવ ગુમાવવામાં આવતા હોવાનો આક્ષેપ પણ કરાયો છે.  આ અંગે આરોગ્ય વિભાગમાં ઉચ્ચ કક્ષાએ રજૂઆત કરવામાં આવશે. હાલ સમગ્ર ઘટના અંગે એસ જી હાઇવે 1 ટ્રાફિક પોલીસે ગુનો નોંધીને કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.