નડિયાદ શહેરમાં શારદા મંદિર સ્કૂલ જવાના રોડ ઉપર કાદવ કીચડ

- રોડનું કામ શરૂ નહીં થાય તો આંદોલન કરવાની ચિમકી- ટીપી રોડ મંજુર થયાને 6 મહિના થવા છતાં ડામર રોડ ન થતા વિદ્યાર્થીઓને હાડમારીનડિયાદ : નડિયાદ મરીડા રોડ થી કેર હોસ્પિટલ, શારદા મંદિર સ્કૂલ થઈ ચકલાસી ભાગોળને જોડતો રોડ ઘણા વર્ષોથી બિસ્માર હાલતમાં છે.આ રોડનું સમારકામ ન થતા શાળાના વિદ્યાર્થીઓ કાદવ કિચડમાં થઈને અવરજવર કરવા મજબૂર બન્યા છે ત્યારે સત્તાધીશો દ્વારા વહેલી તકે રોડનું સમારકામ હાથ ધરવા માગણી ઉઠવા પામી છે.નડિયાદ શહેરના મરીડા રોડથી કેર હોસ્પિટલ શારદા મંદિર સ્કૂલ થઈ ચકલાસી ભાગોલ ડાકોર રોડને જોડતો રોડ છેલ્લા ઘણા વર્ષોથી બિસ્માર હાલતમાં છે. જેના કારણે આ રોડ ઉપર આવેલ ૨૫ જેટલી સોસાયટી તેમજ બેસ્ટ સ્કુલ,શારદા મંદિર સ્કૂલના વિદ્યાર્થીઓને અવરજવર કરવામાં ઘણી જ મુશ્કેલી વેઠવી પડે છે. આ ઉપરાંત હાથજ,મરીડા સહિતના ગ્રામ્ય વિસ્તારના લોકોને શાળા, કોલેજ તેમજ હોસ્પિટલમાં જવા આ રોડ આશીર્વાદરૂપ છે.આ રોડ ઘણો જ બિસ્માર હાલતમાં હોવા ઉપરાંત રોડ પર ગટરો ઉભરાતા તેમજ વરસાદના કારણે કાદવ કિચડ સર્જાતા રીક્ષા,સ્કુલવાન કે એમ્બ્યુલન્સ જેવા વાહનો નીકળી ન શકે તેવી વિકટ સ્થિતિ સર્જાય છે.આ રોડનું સમારકામ કરવા મોઇનુદ્દીન કાજી તેમજ સ્થાનિક રહીશોએ તા.૩૧/૩/૨૧, ૮/૭/૨૦૨૩ તેમજ અવાર નવાર નગરપાલિકા કલેકટર સહિતના અધિકારીઓને રજૂઆત કરવા છતાં રોડનું સમારકામ કરવામાં ન આવતા સ્થાનિક લોકોમાં ભારે આક્રોશ વ્યાપ્યો છે. રોડનું કામ શરૂ કરવામાં નહીં આવે તો આ ગામી દિવસોમાં સ્થાનિક રહીશોએ અગાઉની જેમ રસ્તા રોકો આંદોલન કરવાની ચીમકી ઉચ્ચારી છે.ત્યારે આ રોડનંા વહેલી તકે સમારકામ કરવા પ્રબળ લાગણી વ્યાપી છે.નડિયાદ વોર્ડ નંબર છ ના સભ્ય તેમજ સ્થાનિક રહીશોને રજૂઆતને ધ્યાનમાં લઇ નડિયાદ નગરપાલિકાની તા.૧૦/૧૧/૨૦૨૪ ની સામાન્ય સભામાં ઠરાવ નં.૩૫ થી કેર હોસ્પિટલથી શારદા મંદિર થઈ ચકલાસી ભાગોલને જોડતો ડીપી રોડ બનાવવા તેમજ ટેન્ડર ની પ્રક્રિયા હાથ ધરવા સર્વાનુમતે મંજૂર કરવામાં આવ્યું હતું. જેને જેને છ માસ ઉપરાંત થવા છતાં રોડનું કામ શરૂ કરવાના કોઈ અણસાર જણાતાં નથી. આમ રોડનું કામ અભરાઇ પર ચડાવવામાં આવતા લોકોમાં ભારે આક્રોશ વ્યાપ્યો છે.

નડિયાદ શહેરમાં શારદા મંદિર સ્કૂલ જવાના રોડ ઉપર કાદવ કીચડ

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -


- રોડનું કામ શરૂ નહીં થાય તો આંદોલન કરવાની ચિમકી

- ટીપી રોડ મંજુર થયાને 6 મહિના થવા છતાં ડામર રોડ ન થતા વિદ્યાર્થીઓને હાડમારી

નડિયાદ : નડિયાદ મરીડા રોડ થી કેર હોસ્પિટલ, શારદા મંદિર સ્કૂલ થઈ ચકલાસી ભાગોળને જોડતો રોડ ઘણા વર્ષોથી બિસ્માર હાલતમાં છે.આ રોડનું સમારકામ ન થતા શાળાના વિદ્યાર્થીઓ કાદવ કિચડમાં થઈને અવરજવર કરવા મજબૂર બન્યા છે ત્યારે સત્તાધીશો દ્વારા વહેલી તકે રોડનું સમારકામ હાથ ધરવા માગણી ઉઠવા પામી છે.

નડિયાદ શહેરના મરીડા રોડથી કેર હોસ્પિટલ શારદા મંદિર સ્કૂલ થઈ ચકલાસી ભાગોલ ડાકોર રોડને જોડતો રોડ છેલ્લા ઘણા વર્ષોથી બિસ્માર હાલતમાં છે. જેના કારણે આ રોડ ઉપર આવેલ ૨૫ જેટલી સોસાયટી તેમજ બેસ્ટ સ્કુલ,શારદા મંદિર સ્કૂલના વિદ્યાર્થીઓને અવરજવર કરવામાં ઘણી જ મુશ્કેલી વેઠવી પડે છે. 

આ ઉપરાંત હાથજ,મરીડા સહિતના ગ્રામ્ય વિસ્તારના લોકોને શાળા, કોલેજ તેમજ હોસ્પિટલમાં જવા આ રોડ આશીર્વાદરૂપ છે.આ રોડ ઘણો જ બિસ્માર હાલતમાં હોવા ઉપરાંત રોડ પર ગટરો ઉભરાતા તેમજ વરસાદના કારણે કાદવ કિચડ સર્જાતા રીક્ષા,સ્કુલવાન કે એમ્બ્યુલન્સ જેવા વાહનો નીકળી ન શકે તેવી વિકટ સ્થિતિ સર્જાય છે.આ રોડનું સમારકામ કરવા મોઇનુદ્દીન કાજી તેમજ સ્થાનિક રહીશોએ તા.૩૧/૩/૨૧, ૮/૭/૨૦૨૩ તેમજ અવાર નવાર નગરપાલિકા કલેકટર સહિતના અધિકારીઓને રજૂઆત કરવા છતાં રોડનું સમારકામ કરવામાં ન આવતા સ્થાનિક લોકોમાં ભારે આક્રોશ વ્યાપ્યો છે. રોડનું કામ શરૂ કરવામાં નહીં આવે તો આ ગામી દિવસોમાં સ્થાનિક રહીશોએ અગાઉની જેમ રસ્તા રોકો આંદોલન કરવાની ચીમકી ઉચ્ચારી છે.ત્યારે આ રોડનંા વહેલી તકે સમારકામ કરવા પ્રબળ લાગણી વ્યાપી છે.નડિયાદ વોર્ડ નંબર છ ના સભ્ય તેમજ સ્થાનિક રહીશોને રજૂઆતને ધ્યાનમાં લઇ નડિયાદ નગરપાલિકાની તા.૧૦/૧૧/૨૦૨૪ ની સામાન્ય સભામાં ઠરાવ નં.૩૫ થી કેર હોસ્પિટલથી શારદા મંદિર થઈ ચકલાસી ભાગોલને જોડતો ડીપી રોડ બનાવવા તેમજ ટેન્ડર ની પ્રક્રિયા હાથ ધરવા સર્વાનુમતે મંજૂર કરવામાં આવ્યું હતું. જેને જેને છ માસ ઉપરાંત થવા છતાં રોડનું કામ શરૂ કરવાના કોઈ અણસાર જણાતાં નથી. આમ રોડનું કામ અભરાઇ પર ચડાવવામાં આવતા લોકોમાં ભારે આક્રોશ વ્યાપ્યો છે.