Ahmedabad Rain :110 સ્થળે પાણી ન ભરાવાના મ્યુનિ.ના દાવા પોકળઃ વિપક્ષના દેખાવો

ક્યા હુઆ તેરા વાદા'ના પ્લેકાર્ડથી વિરોધ, મેયરને આવેદન આપ્યુંપ્રિ- મોન્સૂન એક્શન પ્લાનનો અમલ, મોનિટરિંગ કરવાની ઉગ્ર માગણી કરી વ્હાઇટ ટોપિંગ રોડ પર પાણી ભરાવા અંગે રજૂઆત કરવા છતાં કોઈ પગલાં ન લેવાતા હાલાકી ચાલુ વર્ષે ચોમાસામાં 110 સ્થળે વરસાદી પાણી નહીં ભરાય તેવા AMCના પદાધિકારીઓ દ્વારા કરાયેલા દાવા પોકળ સાબિત થયા છે. ચોમાસાની શરૂઆતમાં જ ઠેર ઠેર જળબંબાકારની સ્થિતિ સર્જાવાને કારણે શહેરીજનોને ભારે હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે.આ મામલે દાણાપીઠમાં AMC કચેરી ખાતે 'ક્યા હુઆ તેરા વાદા' તેમજ શહેરમાં જળબંબાકારના પોસ્ટરો સાથે દેખાવો અને સૂત્રોચ્ચાર કરીને વ્યાપક વિરોધ દર્શાવ્યો હતો. ત્યારબાદ મેયરને આવેદનપત્ર આપ્યું હતું. વ્હાઇટ ટોપિંગ રોડ પર પાણી ભરાવા અંગે રજૂઆત કરવા છતાં કોઈ પગલાં ન લેવાતાં લોકોને હાલાકીનો સામનો કરવો પડયો છે. ચોમાસામાં પડતી મુશ્કેલીઓમાંથી છૂટકારો અપાવવા, પ્રિ- મોન્સુન એક્શન પ્લાનનો સંપૂર્ણપણે અમલ કરવા અને કામગીરીનું મોનિટરિંગ કરવા અને બાકી રહેલું કામ યુદ્ધના ધોરણે પૂર્ણ કરવા તેમજ આ કામગીરીમાં કોઈ ગેરરીતિ કે વિલંબ કરનાર સામે પગલાં લેવાની માંગણી કરવામાં આવી હતી. જો કામગીરીને નજરઅંદાજ કરવામાં આવશે તો ઉગ્ર આંદોલન કરવાની પણ વિપક્ષે ચીમકી આપી છે. વિપક્ષી નેતાના નેતૃત્વ હેઠળ કોંગ્રેસના કાર્યકરોએ AMCની દાણાપીઠ ખાતેની કચેરી ખાતે દેખાવો અને સૂત્રોચ્ચાર કર્યા હતા. ચોમાસામાં પાણી ભરાવાને કારણે શહેરીજનોને મુશ્કેલી પડશે નહીં, વરસાદી પાણીના નિકાલ સહિતની બાબતે AMC અધિકારીઓ અને પદાધિકારીઓએ 110 સ્થળ આઈડેન્ટીફાય કરીને આ જગ્યાએ પાણી ભરાશે નહીં, તેવા દાવા કર્યા હતા, પરંતુ કડવી વાસ્તવિકતા એ છે કે, ચોમાસામાં પહેલા જ વરસાદમાં મોટાભાગના વિસ્તારો સ્વિમિંગ પુલ બની ગયા છે. શહેરના 3,600 કિ.મી. રસ્તા પૈકી ફક્ત 950 કિ.મી.માં સ્ટ્રોમ વોટર ડ્રેનેજ નાંખવામાં આવી છે.

Ahmedabad Rain :110 સ્થળે પાણી ન ભરાવાના મ્યુનિ.ના દાવા પોકળઃ વિપક્ષના દેખાવો

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

  • ક્યા હુઆ તેરા વાદા'ના પ્લેકાર્ડથી વિરોધ, મેયરને આવેદન આપ્યું
  • પ્રિ- મોન્સૂન એક્શન પ્લાનનો અમલ, મોનિટરિંગ કરવાની ઉગ્ર માગણી કરી
  • વ્હાઇટ ટોપિંગ રોડ પર પાણી ભરાવા અંગે રજૂઆત કરવા છતાં કોઈ પગલાં ન લેવાતા હાલાકી

ચાલુ વર્ષે ચોમાસામાં 110 સ્થળે વરસાદી પાણી નહીં ભરાય તેવા AMCના પદાધિકારીઓ દ્વારા કરાયેલા દાવા પોકળ સાબિત થયા છે. ચોમાસાની શરૂઆતમાં જ ઠેર ઠેર જળબંબાકારની સ્થિતિ સર્જાવાને કારણે શહેરીજનોને ભારે હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે.

આ મામલે દાણાપીઠમાં AMC કચેરી ખાતે 'ક્યા હુઆ તેરા વાદા' તેમજ શહેરમાં જળબંબાકારના પોસ્ટરો સાથે દેખાવો અને સૂત્રોચ્ચાર કરીને વ્યાપક વિરોધ દર્શાવ્યો હતો. ત્યારબાદ મેયરને આવેદનપત્ર આપ્યું હતું. વ્હાઇટ ટોપિંગ રોડ પર પાણી ભરાવા અંગે રજૂઆત કરવા છતાં કોઈ પગલાં ન લેવાતાં લોકોને હાલાકીનો સામનો કરવો પડયો છે. ચોમાસામાં પડતી મુશ્કેલીઓમાંથી છૂટકારો અપાવવા, પ્રિ- મોન્સુન એક્શન પ્લાનનો સંપૂર્ણપણે અમલ કરવા અને કામગીરીનું મોનિટરિંગ કરવા અને બાકી રહેલું કામ યુદ્ધના ધોરણે પૂર્ણ કરવા તેમજ આ કામગીરીમાં કોઈ ગેરરીતિ કે વિલંબ કરનાર સામે પગલાં લેવાની માંગણી કરવામાં આવી હતી. જો કામગીરીને નજરઅંદાજ કરવામાં આવશે તો ઉગ્ર આંદોલન કરવાની પણ વિપક્ષે ચીમકી આપી છે.

વિપક્ષી નેતાના નેતૃત્વ હેઠળ કોંગ્રેસના કાર્યકરોએ AMCની દાણાપીઠ ખાતેની કચેરી ખાતે દેખાવો અને સૂત્રોચ્ચાર કર્યા હતા. ચોમાસામાં પાણી ભરાવાને કારણે શહેરીજનોને મુશ્કેલી પડશે નહીં, વરસાદી પાણીના નિકાલ સહિતની બાબતે AMC અધિકારીઓ અને પદાધિકારીઓએ 110 સ્થળ આઈડેન્ટીફાય કરીને આ જગ્યાએ પાણી ભરાશે નહીં, તેવા દાવા કર્યા હતા, પરંતુ કડવી વાસ્તવિકતા એ છે કે, ચોમાસામાં પહેલા જ વરસાદમાં મોટાભાગના વિસ્તારો સ્વિમિંગ પુલ બની ગયા છે. શહેરના 3,600 કિ.મી. રસ્તા પૈકી ફક્ત 950 કિ.મી.માં સ્ટ્રોમ વોટર ડ્રેનેજ નાંખવામાં આવી છે.